શાસ્ત્રીજી મહારાજ ૧ થી ૧૦

 

વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.

.

. પૃથ્વી પર શ્રીજી મહારાજના પ્રગટ થવાના હેતુંઓ માનો એક હતું પોતાની શુધ્ધ ઉપાસના ફેલાવવી અને એકાંતિક ધર્મનું સ્થાપન કરવું.

. ગુણાતીતાનંદ સ્વામીના શિષ્યો પ્રાગજી ભકતે તેમજ જાગા ભકતે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે.તે વાત પ્રર્વતાવી.

.

. શાસ્ત્રીજી મહારાજનો જન્મ સંવત૧૯૨૧ ની મહા સુદી ને વસંત પંચમીએ થયો.સોમવાર,૩૧--૧૮૬૫ બપોરના ૧૨-૦૦ વાગ્યા પહેલા

. શાસ્ત્રીજી મહારાજના પિતાનું નામ ધોરીભાઇ અને માતાનું નામ હેતબા હતું.

. ધોરીભાઇ અને હેતબા ને પાંચ સંતાનો હતા.

. શાસ્ત્રીજી મહારાજના દાદા અજુભાઇ ઝવેરીદાસ શ્રીજી મહારાજ ને મળેલા હતા.

. શુકમુનિએ માસના ડુંગર ભકતને વર્તમાન ધરાવ્યા.

. શુકમુનિ અને વૈકુઠ બ્રહ્મચારી મહેળાવ આવ્યા.

. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી ચૈત્રી પૂનમનો સમૈયો કરીને જૂનાગઢ જ્તાં મહેળાવ પધાર્યા હતાં.

૧૦. ગુણાતીતાનંદ સ્વામીએ ડુંગરભકત ને પતાસાંની પ્રસાદી આપી.

.

૧૧. ડુંગર ભકત તો નાડીપ્રાણ સંકેલી સમાધિ અવસ્થામાં ચાલ્યા ગયા અને શ્રીજી મહારાજની મૂર્તિનું સુખ લેતાં હતાં.

૧૨. થોડા વર્ષે માતા ધામમાં ગયા.ડુંગર ભકત હવે તેમના પિતાની સાથે રહેવા લાગ્યા.પિતા વધુને વધુ સંભાળ લેતાં ને હેત વરસાવતાં.

૧૩. ડુંગર ભકત ઠાકોરજીની મૂર્તિઓ પધરાવે,થાળ ધરે,અન્નકૂટ ધરાવે એવી ભકિતવાળી રમતો રમે.

૧૪. વર્ષ ના ડુંગર ભકત એકાદશીના દિવસે કરમસદ લગ્નપ્રસંગે ગયા.

૧૫. એકાદશીના દિવસે લગ્નમા આવેલા ચારસો માણસોએ ડુંગર ભકતને સમજાવ્યા અને અંતે આણંદથી પેડા,બરફી મંગાવી ફરાળ કરાવ્યું.

૧૬. ડુંગર ભકત પિતાશ્રી પાસેથી રામાયણ,મહાભારત, અને ભાગવત સાંભળતા. વચનામૃત,ભકતચિંતામણી,નિષ્કુળાનંદ કાવ્ય વગેરે ગ્રંથો પણ સાંભળતા.અને રાતે નિયમચેષ્ટા કરીને સૂઇ જતાં.

.

૧૭. ડુંગર ભકત મધરાતે હાથમાં લાકડી લઇને એકલાં ખેતરે ગયા.

૧૮. પિતાશ્રી ડુંગર ભકત જોડે ખેતરમાંતમાકુંના ગડિયાં વળાવતાં.

૧૯. ડુંગર ભકત સાત વર્ષની ઉમરે તો દર પૂનમે વરતાલ જવા લાગ્યા.

૨૦. વરતાલમાં લહીયાઓએ લકેલાં અને નકામાં ગણી ફેકી દીધેલા શાસ્ત્રના ગ્રંથોના પાનાઓ તેઓ હાથમા લઇને વાંચતા.

૨૧. ડુંગર ભકતને કથાવાર્તાનું વ્યસન પડી ગયું હતું.

.

૨૨. સંવત્ ૧૯૩૦ ની સાલમાં ગામની નિશાળમાં ગંગારામ મહેતાજી પાસે તેમને ભણવા બેસાડયા.

૨૩. ફકત નવ વર્ષની નાની ઉમરે પણ મંદિરમાં સાધુઓ હોય ત્યારે ડુંગર ભકત મંદિરમાં કથા કરતાં.

૨૪. મહેળાવના રાવજીભાઇ નિ:સંતાન હતાં.

૨૫. રાવજીભાઇના ધરમાં ડુંગર ભકતે ઝુમ્મર પહેલે માળે ગોઠવો તો સારૂ લાગે એમ કહયું.જેમાં એમની કલાદ્‌ષ્ટિ દેખાય છે.

૨૬. વૈષ્ણવોની હવેલીની રવેશીમાં ગોળ થાંભલા મૂકયા હોત તો શોભા વધત.

૨૭. વસોના એક માણભટ્ટ માણ વગાડીને મહાભારતની કથા કરવા આવ્યો.

૨૮. ડુંગર ભકત ગામમાં ભગતના નામે ઓળખાતા.

૬.

૨૯. ડુંગર ભકત સાચા બ્રહ્મદર્શી,વિદ્વાન ગુરૂની શોધમાં હતા.તે મળે કે તરત જ સાપ કાંચળી ઉતારે તેમ ગૃહનો ત્યાગ કરવાનો તેમનો સંકલ્પ તીવ્ર હતો.

૩૦. વિજ્ઞાનાનંદ સ્વામી મહારાજ જોડે બાર વર્ષ રહ્યયા હતા.

૩૧. વિજ્ઞાનાનંદ સ્વામી ધર્મ,જ્ઞાન,વૈરાગ્ય,ભકિત આદિ ગુણે સંપન્ન હતાં.ઉપરાંત તમામ શાસ્ત્રોના ઊંડા અભ્યાસી,વિદ્વાન અને સંગીતજ્ઞ હતા.

 ૭.

૩૨. આચાર્ય મહારાજ અને સભાને ડુંગર ભકતે આસનવાળી માળા ફેરવી બતાવી

૩૩. મહેળાવ જતાં ડુંગર ભકતે પોતાના પિતાશ્રીને સંબોધીને વૈરાગ્યની ધણી જ વાતો કરી.

૩૪. ડુંગર ભકતના પિતાશ્રીએ સ્વામી વિજ્ઞાનાનંદજી ઉપર પોતે રજાચિઠ્ઠી લકી આપી.

૩૫. સંવત્ ૧૯૩૮ ના માગશર માસમાં ડુંગર ભકતે ગૃહત્યાગ કર્યો.

૮.

૩૬. ડુંગર ભકતને વિજ્ઞાનાનંદ સ્વામીને મળવાની લગની હતી. ગૃહત્યાગ કરીને ડુંગર ભકત વિઠ્ઠલદાસ શેઠ સાથે બોરીઆવી સ્ટેશને આવ્યા ટયાથી વડોદરા આવ્યા.

૩૭. સમૈયાની રસોઇનાં મોટા વાસણો,તપેલાંઓમાં બેસીને ડુંગર ભકત ઊટકતા.

૩૮. ડુંગર ભકત આચાર્ય મહારાજની આજ્ઞાથી બ્રહ્મચારી દેવાનંદજી સાથે કાનમ દેશમાં ધર્માદો ઉધરાવવા ફર્યા.

૩૯. ડુંગર ભકત સવારે વહેલા ઢાઢર નદીએ ઠંડા પાણીએ નાહ્યયા પછી તેમને મૂર્છા આવી ગઇ.

૪૦. ડુંગર ભકત સુરત આવ્યા પછી વિજ્ઞાનાનંદ સ્વામીએ તેમને કોઠારનું કામ સોપ્યું.જેમાં તેઓ નામું,હિસાબ વગેરે રાકતાં.

૯.

૪૧. સંવત્ ૧૯૩૯ ના કાર્તિક સુદ ૪ ના દિવસે અદભુતાનંદ સ્વામી અક્ષરનિવાસી થયા.

૪૨. જો ડુંગર ભકતને દીક્ષા આપે તો ડુંગર ભકત હાથમાંથી જાય.

૪૩. સંવત્ ૧૯૩૯ ના કાર્તિક વદિ ૫ ના દિવસે વરતાલમાં આચાર્ય વિહારીલાલજી મહારાજે ડુંગર ભકતને દીક્ષા આપી યજ્ઞપુરૂષદાસ’ નામ પાડયું.

૧૦.

૪૪. વરતાલમાં દીક્ષા લઇને યજ્ઞપુરૂષદાસજી સુરત આવ્યા.

૪૫. સંવત્ ૧૯૩૯ માં ફાગણ માસમાં સુરતના ધનશ્યામ મહારાજની મૂર્તિપ્રતિષ્ઠાના સમૈયામાં મહુવાના પ્રાગજી ભકત આવ્યા હતાં.

૪૬. પ્રાગજી ભકતના આસને કથાવાર્તા અખંડ થતી હતી.

૪૭. જીવપ્રાણીમાત્ર ને બે લોચન હોય છે,વિઘાવાનને ત્ર ણ લોચન હોય છે,ધર્મવાળાને સાત લોચન હોય છે અને જ્ઞાનીને અનંત લોચન હોય છે.

૪૮. યજ્ઞપુરૂષદાસ મોડી રાતે પોતાના આસને આવીને પોતાના જોડિયા સાધુ રામરતનદાસને જગાડીને પોતે સાંભળેલી બધી જ વાતો કરતાં આમ કથાવાર્તામાં સવાર પડી જતી પછી ચાર વાગ્યે તાપીમાં નાહવા જતાં.

૪૯. યજ્ઞપુરૂષદાસ પ્રાગજી ભકતના શિષ્યો વિજ્ઞાનદાસ સ્વામી અને પ્રભુદાસ કોઠારીની પાસે બેસી વાતો સાંભળતાં.

વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.

0 comments

download

Video Downloader Video Downloader Enter Video URL: Download