ઘનશ્યામ ચરિત્ર - ૪૧ થી ૪૭


૪૧. આંધળાને દેખતો કર્યો

૧૬૦. અયોધ્યામાં ધર્મદેવના ધરની પાછળ મહાદેવનું મદિચ્. ત્યાં ધનશ્યામ એક દિવસ દર્શન કરવા ગયા દર્શન કરતા હતા ત્યારે દેવીબક્ષ નામના એક કાયસ્થને, શંકર ભગવાન પાસે પ્રાર્થના કરીને ન માગવાની વસ્તુ માગતાં સાંભળ્યા.

૧૬૧. ધનશ્યામ વિદ્યાકુંડના મદિરે દર્શન કરવા ગયા ત્યાં વ્રજવિહારી નામનો એક આંધળો બ્રાહ્મણ પૂજારી હતો. તેને આખું રામાયણ અને મહાભારત મોઢે તેથી તે મંદિરમાં બેઠો બેઠો રામાયણની કથા કરતો હતો.

૧૬૨. ઘનશ્યામને વ્રજવિહારી બાહ્મણની દયા આવી. તેને માથે હાથ મૂકીને ઘનશ્યામે તેની સામે જોયું. ત્યાં તો ? ત્યા તો તે દેખતો થઈ ગયો.

૪૨. નિત્યક્રમ

૧૬૩. ઘનશ્યામ રોજ સવારે ચાર વાગે ઊઠી જાય. ઊઠીને પથારીમાં થોડો વખત ભગવાનનું સ્મરણ કરે. મિત્રો સાથે સરયૂ નદીમાં સ્નાન કરવા પધારે.

૧૬૪. ધર્મપિતા તેમને વ્યાકરણ, ન્યાય, ધર્મશાસ્ત્ર, વેદો, ઉપનિપદો, ગીતા, સાંખ્ય, યોગ, વેદાંત વગેરે શાસ્ત્રના ગ્રંથો ભણાવે.

૧૬૫. સંધ્યા આરતીમાં હનુમાન ગઢીએ અચૂક પહોંચી જાય ત્યાં મંદિરમાં સંધ્યા આરતી કરીને પછી જ ધરે આવે.

૪૩. કાશીમાં વિશિષ્ટાદ્વેત મતનું સ્થાપન

૧૬૬. ધનશ્યામને અગિયારમું વર્ષ બેઠું એ અરસામાં ચંદ્રગ્રહણ આવ્યું તેથી ધર્મદેવે કાશીમાં ગંગાસ્નાન કરવા જવા વિચાર્યું

૧૬૭. બાળપ્રભુએ શાસ્ત્રોનાં પ્રમાણોથી વિશિષ્ટાદ્વૈત મતનું એટલું સુંદર પ્રતિપાદન કર્યું કે સૌં આશ્ચર્યમુગ્ધ થઈ ગયા.

૪૪. ભક્તિમાતા અને ધર્મપિતાનો દેહોત્સર્ગ

૧૬૮. ધનશ્યામે ભક્તિમાતાને સુંદર ઉપદેશ કર્યો અને ચર્તુભુજ નારાયણરૂપે દર્શન આાયાં ભક્તિમાતા ધનશ્યામની મૂર્તિના ધ્યાનમાં લીન થઈ ગયાં થોડી વાર પછી ભક્તિમાતા અક્ષરધામમાં પધાયા†.

૧૬૯. ધનશ્યામે પોતાના શરીરમાંથી તેજ કાઢ્યું તે તેજમાં ધર્મપિતાને બ્રહ્મા, વિષ્ણુ, શંકર, રામ તથા કૃષ્ણ વગેરે ભગવાનના ચોવીસ અવતારના દર્શન થયાં ધર્મપિતાનું મન ધનશ્યામમાં ચોંટી ગયું.

૪૫. ઘનશ્યામનો ગૃહત્યાગ

૧૭૦. ધનશ્યામે પોતાનું શરીર મલ્લ જેવું મોટુ અને બળવાન બનાવી દીધું તેઓ મળ્યો સાથે ફુસ્તીમાં ઊતરી પડ્યા એક એક મલ્લને હવામાં અધ્ધર ગોળ ગોળ ફેરવીને ૫છાડચા. સૌંનાં હાડકાં ખોખરાં કરી નાખ્યા કોઈ ઊભા થઈ શકયા નહિ. સત્તાવીશે સત્તાવીશ માલ રોવા લાગ્યા.

૧૭૧. તે વખતે ધનશ્યામે કૈડ ઉપર મુંજની મેખલા બાંધી હતી. શરીર પર ફકત એક નાનું વસ્ત્ર, કૌપીન પહેરી હતી. પીઠ ઉપર મૃગચર્મ ઓઢ્યું હતું. એક હાથમાં માળા હતી. બીજા હાથમા પલાશનો દંડ હતો. તેને છેડે બધાં શાસ્ત્રોના સારરૂપીં ગૂટકો કપડામાં બાંધી લટકાવેલો તથા કમંડળ, ભિક્ષાપાત્ર અને પાણી ગાળવાનું વસ્ત્ર સાથે હતાં ગળામાં તુલસીની બેવડી કંઠી હતી. ખભે જનોઈ હતી, શાલિગ્રામ અને બાલમુકુંદનો બટવો પણ સાથે લીધેલો અને કપાળમાં તિલકચાંદલો, માથે જટા બાંધી હતી અને ઉધાડે પગે ચાલતા હતા. ધનશ્યામ તો સરયૂને પેલે પાર હિમાલયમાં તપ કરવા ચાલી નીકળ્યા.

૪૬. સરયૂને તીરે

૧૭૨. તેવામાં કાલિય નામના એક અસુરના સરદારે, કૌશિક નામના રાક્ષસને ઘનશ્યામને મારી નાખવા મોકલ્યો કૌશિક રાક્ષસ બિલ્લી પગલે પાછળથી આવ્યો... અને... એક જ ધકકે નાનકડા ઘનશ્યામને સરયૂ નદીના પૂરમાં ફગાવી દીધા.



વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.

0 comments

download

Video Downloader Video Downloader Enter Video URL: Download