વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.
૫૧. નીલકંઠનો મહિમા
૧૧૭. શેખપાટ નામે ગામ ત્યાં લાલજી સુથાર નામના રામાનંદ સ્વામીના ભકત રહેતા
લાલજી સુથાર તો ગુરૂ રામાનંદ સ્વામી પાસે કચ્છ ગયાં અને ગુરુને પ્રણામ કર્યા.
૧૧૮. લાલજી હોંશે હોંશે નીલકંઠનાં દર્શન કરવા લોજપુરની વાટે ચાલ્યા લાલજી
સુથાર નીલકંઠ વર્ણીનાં દર્શન કરીને ધન્ય થયા તેમણે રામાનંદ સ્વામીના અંતર્ધાન થયા
બાદ દીક્ષા લીધી અને નિષ્ફુળાનંદ સ્વામી નામ ધારણ કર્યું.
પર. રામાનંદ સ્વામી સાથે મિલન
૧૧૯. મુક્તાનંદ સ્વામી ધ્યાનમાં બેઠા તેમને ધ્યાનમાં રામાનંદ સ્વામીની દર્શન
થતાં હતાં તેથી સરજુદાસે તરત જ યોગશક્તિથી પોતાની વૃત્તિ મુક્તાનંદ સ્વામીની
વૃત્તિ સાથે જોડી દીધી મુક્તાનંદ સ્વામી સન્મુખ પ્રત્યક્ષ થયેલા રામાનંદ સ્વામીની
નીલક્ંઠે દર્શન કયા†.
૧૨૦. જેઠ વદ ૧૦મીની સાંજે પીપલાણાથી કુરજી દવે સંદેશો લઈને આવ્યા કે રામાનંદ
સ્વામી પીપલાણા આવી રહ્યા છે,
અને
નીલકંઠ વર્ણી તથા સર્વે સંતોને ત્યાં તેડાવે છે.
૧૨૧. કુરજી દવે શુભ સમાચાર લાવ્યા તેથી મુક્તાનંદ સ્વામીએ રાજી થઇને તેમને
પોતાને માથે બાંધવાનો રૂમાલ ભેટ આપ્યો.
૧૨૨. રામાનંદ સ્વામી પીપલાણાના હરિભકત નરસિંહ મહેતાને ત્યાં બિરાજતા હતા.
૧૨૩. આ.સં ૧૮૫૬ના જેઠ વદ બારસનો એ માંગલિક દિવસ હતો જયારે રામાનંદ સ્વામી અને
નીલકંઠ વર્ણીનું મિલન થયું.
૫૩. જમાદારને સમાધિ
૧૨૪. સમાધિમાં જમાદારને અક્ષરધામનાં દર્શન થયાં અક્ષરધામમા સુંદર દિવ્ય
સિંહાસન પર નીલકંઠ વર્ણીને વિરાજેલા જોયા ચારે બાજુ અનંત મુકતો ઊભાં ઊભાં નીલકંઠની
સ્તુતિ કરતા હતા.
૫૪. દીક્ષા આપી
૧૨૫. રામાનંદ સ્વામીએ નીલકંઠના ગળામા તુલસીની બેવડી કંઠી પહેરાવી. ચંદનથી
કપાળમા ઊર્ધ્વપુંડ્ર તિલક કર્યું બે ભૂજા તથા છાતીમા ચંદન ચર્ચ્યું કાનમા
ગુરુમંત્ર આપ્યો અને 'સહજાનંદ સ્વામી"
તથા 'નારાયણમુનિ" એમ
બે નામ પાડયા.
૫૫. ધર્મધુરા સોંપી
૧૨૬. રામાનંદ સ્વામી રોજ સહજાનંદ સ્વામીને શરીરે મીણનું તેલ ચોળાવતા. વ્રત, ઉપવાસ કરવાની ના પાડતા.
૧૨૭. સંવત ૧૮૫૮ની કાર્તિક સુદ એકાદશીનો (પ્રબોધિની) દિવસે રામાનંદ સ્વામીએ
સહજાનંદ સ્વામીને જેતપુરમાં ધર્મધુરા સોંપી.
૧૨૮. રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને સુંદર સુરવાળ, પાધ વગેરે જરિયાનં વસ્ત્ર
પહેરાવ્યાં. સોના, મોતી, હીરાના હાર પહેરાવ્યા. વીટી, વેઢ, કડાં,
કુંડળ
વગેરે પહેરાવ્યાં. ધૂપ,
દીપ
કરી ગુરૂ રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીની આરતી ઉતારી.
૧૨૯. આ પ્રસંગે સહજાનંદ સ્વામીના સાક્ષાત્ અક્ષરધામના અવતાર મૂળજી શર્મા પણ
પોતાના સ્નેહી લાલજી સુથાર સાથે હાજર હતા. મૂળજી શર્માએ સહજાનંદ સ્વામીને ચાંલ્લો
કરી એક ગાય ભેટ આપી.
૫૬. રામાનંદ સ્વામી અક્ષરધામ
સિધાવ્યા
૧૩૦. ૧૮૫૮ના માગશર સુદ તેરસને દિવસે રામાનંદ સ્વામી આસન પર ધ્યાનમાં બેઠાં
બેઠાં જ અક્ષરધામ સિધાવ્યા.
0 comments