૧. “ મારા મનની આ ભાંજગડ તમારે દૂર કરવાની છે.મારા રાજયમાં
ગઢડું ગામ છે.ત્યાં એક સ્વામિનારાયણ આવ્યા છે.કાઠીઓ તેમને ભગવાન માને છે.મને તો
ધતિંગ લાગે છે.પણ તમે જઇને તેનું પારખુ કરો.”
કોણ બોલે છે ? :- વજેસિંહ
દરબાર
કોને કહે છે ? :- લાડુદાનજીને
કયારે કહે છે ? :- જયારે
લાડુદાનજીને સુવર્ણથી આભૂષિત કરવા વજેસિંહ બાપુએ રાજયસોનીને બોલાવ્યા અને તેમણા
કપાળમાં તિલક ચાંદલો જોઇને લાડુદાનજી આશ્વર્ય પામ્યાને પૂછપરછ કરી ત્યારે.
૨. “ આ દેહની શોભા આત્મા વડે છે.આત્માના લીધે દેહ હાલે છે,ચાલે છે
ક્રિયા કરે છે.આત્મા વગર આ દેહની કિંમત નથી.તમે સારા વસ્ત્રાભૂષણો પહેરો છો,પણ કોઇને
મોહ થાય તો એ પાપ કોેણે લાગે ?
માટે આ
રજોગુણ છોડીને,સાત્વિકભાવે
ભગવાનની ભકિત કરો.”
કોણ બોલે છે ? :- લાડુબા અને જીવુબા
કોને કહે છે ? :- લાડુદાનજીને
કયારે કહે છે ? :- જયારે
લાડુદાનજીને મહારાજે બંને બહેનોને ગૃહસ્થના ધર્મની વાતો કરી ત્યારે.
૩. “ મહારાજ!આ મુનિબાવા આવ્યા છે.”
કોણ બોલે છે ? :- લાડુદાનજી
કોને કહે છે ? :- શ્રીજી
મહારાજને
કયારે કહે છે ? :- જયારે
લાડુદાનજી મુનિબાવાને મહારાજના દર્શન કરાવવા ગઢપુર લઇને આવ્યા ત્યારે.
૪. “કોણ મુનિબાવા? ”
કોણ બોલે છે ? :- શ્રીજી મહારાજ
કોને કહે છે ? :- લાડુદાનજીને
કયારે કહે છે ? :- જયારે
લાડુદાનજી મુનિબાવાને મહારાજના દર્શન કરાવવા ગઢપુર લઇને આવ્યા અને મહારાજે મનુષ્ય
ચરિત્ર કયું ત્યારે.
૫. “ ખૈયો આવે ત્યારે તમારે મારી ગાદી ઉપર બેસવું.હું નીચે
બેસી્રશ.ખૈયો પ્રશ્ર પૂછે તો તમારે કહેવું,આ મારા શિષ્ય ઉતર કરશે.”
કોણ બોલે છે ? :- શ્રીજી મહારાજ
કોને કહે છે ? :- બ્રહ્માનંદ
સ્વામીને
કયારે કહે છે ? :- જયારે
કચ્છના માંડવીમાં પ્રખર વેદાંતી ખૈયાએ મહારાજ સાથે શાસ્ત્રચર્ચા કરવાની ઇચ્છા
બતાવી ત્યારે.
૬. “એના ઉતર તો અમારા આ શિષ્ય આપશે.”
કોણ બોલે છે ? :- બ્રહ્માનંદ સ્વામી
કોને કહે છે ? :- ખૈયા
ખત્રીને
કયારે કહે છે ? :- જયારે ખૈયો
ખત્રી શાસ્ત્રચર્ચા કરવા સભામાં આવ્યો અને બ્રહ્માનંદ સ્વામીને જ સ્વામિનારાયણ
ભગવાન જાણીને પ્રશ્રો પૂછયા ત્યારે.
૭. “ આ નાનો સાધુ બ્રહ્મ છે ને ઉપર બેઠો છે તે ઢગો બ્રહ્મ
છે.”
કોણ બોલે છે ? :- ખૈયા ખત્રીની માતા
કોને કહે છે ? :- ખૈયા ખત્રીને
કયારે કહે છે ? :- જયારે ખૈયો ખત્રી શાસ્ત્રચર્ચા
કરવા સભામાં આવ્યો અને બ્રહ્માનંદ સ્વામીને જ સ્વામિનારાયણ ભગવાન જાણીને પ્રશ્રો
પૂછયા ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ મહારાજ ઉતર આપશે એમ કહીને મહારાજ તરફ આંગળી
ચીંધીં અને મહારાજ સચોટ ઉતર આપ્યા ત્યારે ખૈયાને શંકા ગઇ કે આમા સ્વામિનારાયણ કોણ
ત્યારે .
૮. “મારું સ્થૂળ શરીર છે.આટલું કંતાન નહિ ચાલે થોડું વધારે
આપો.”
કોણ બોલે છે ? :- બ્રહ્માનંદ સ્વામી
કોને કહે છે ? :- મહારાજને
કયારે કહે છે ? :- જયારે મહારાજે સંતોને ત્રણ
હાથનું કંતાન આપવાનો નવીન નિયમ શરૂ કર્યો અને બ્રહ્માનંદ સ્વામીને નિયમ મૂજબ કંતાન
આપ્યું ત્યારે.
૯. “નિયમમાં ફેરફાર નહિ થાય.તમારુ શરીર ધટાડો ઉપવાસ કરો.”
કોણ બોલે છે ? :- મહારાજ
કોને કહે છે ? :- બ્રહ્માનંદ સ્વામીને
કયારે કહે છે ? :- જયારે મહારાજે સંતોને ત્રણ
હાથનું કંતાન આપવાનો નવીન નિયમ શરૂ કર્યો અને બ્રહ્માનંદ સ્વામીને નિયમ મુજબ કંતાન
આપ્યું અને બ્રહ્માનંદ સ્વામીએ વધારે કંતાન માગ્યું ત્યારે.
૧૦. “ શું જુઓ છો?”
કોણ બોલે છે ? :- મહારાજ
કોને કહે છે ? :- બ્રહ્માનંદ સ્વામીને
કયારે કહે છે ? :- જયારે મહારાજે બ્રહ્માનંદ
સ્વામીએ વધારે કંતાન આપવાની ના પાડી ત્યારે બ્રહ્માનંદ સ્વામી ચારેય બાજુ જોવા
લાગ્યા ત્યારે .
૧૧. “ એક નખ જેટલી પૃથ્વીમાં પણ તમારા વિના બીજો ભગવાન
ભાળતો નથી એટલે અહી રહ્યા વગર છૂટકો નથી.”
કોણ બોલે છે ? :- બ્રહ્માનંદ સ્વામી
કોને કહે છે ? :- મહારાજને
કયારે કહે છે ? :- જયારે મહારાજે બ્રહ્માનંદ
સ્વામીએ વધારે કંતાન આપવાની ના પાડી ત્યારે બ્રહ્માનંદ સ્વામી ચારેય બાજુ જોવા
લાગ્યા ત્યારે મહારાજે પૂછયું શંુ જુઓ છો તેના પ્રત્યુતરમાં.
૧૨. “ મહારાજ બેરખો મને કેમ માર્યો? ”
કોણ બોલે છે ? :- બ્રહ્માનંદ સ્વામી
કોને કહે છે ? :- મહારાજને
કયારે કહે છે ? :- જયારે મહારાજે નિયમ કર્યા હતો
કે કથામાં જેને ઝોલું આવે તેને બેરખો મારવો એકવાર મહારાજે ઝોલું ખાતા બ્રહ્માનંદ
સ્વામીને માથામાં બેરખો માર્યો ત્યારે .
૧૩. “ તમે ઝોલાં ખાતા હતા.”
કોણ બોલે છે ? :- મહારાજ
કોને કહે છે ? :- બ્રહ્માનંદ સ્વામીને
કયારે કહે છે ? :- જયારે મહારાજે નિયમ કર્યા હતો
કે કથામાં જેને ઝોલું આવે તેને બેરખો મારવો એકવાર મહારાજે ઝોલું ખાતા બ્રહ્માનંદ
સ્વામીને માથામાં બેરખો માર્યો ને સ્વામીએ પૂછયું કેમ બેરખો માર્યો ત્યારે .
૧૪. “મહારાજ! હું તો કવિતા કરતો હતો.ઝોલાં નહોતો ખાતો.”
કોણ બોલે છે ? :- બ્રહ્માનંદ સ્વામી
કોને કહે છે ? :- મહારાજને
કયારે કહે છે ? :- જયારે મહારાજ મહારાજે ઝોલું
ખાતા બ્રહ્માનંદ સ્વામીને માથામાં બેરખો માર્યો અને મહારાજે સ્વામીને કહ્યુ કે તમે
ઝોલું ખાતા હતા એટલે બેરખો માર્યો ત્યારે .
૧૫. “ તો સંભળાવો તમારું કીર્તન.”
કોણ બોલે છે ? :- મહારાજ
કોને કહે છે ? :- બ્રહ્માનંદ સ્વામીને
કયારે કહે છે ? :- જયારે મહારાજે ઝોલું ખાતા
બ્રહ્માનંદ સ્વામીને માથામાં બેરખો માર્યો ત્યારે સ્વામીએ કહ્યું હુ ઝોંલા નહોતો
ખાતો કવિતા કરતો હતો આવા હાજરજવાબથી મહારાજ રાજી થયા પછી .
૧૬. “ જઇને તરત જ ગુણાતીતાનંદ સ્વામીને અહી મોકલજો.”
કોણ બોલે છે ? :- મહારાજ
કોને કહે છે ? :- બ્રહ્માનંદ સ્વામીને
કયારે કહે છે ? :- જયારે મહારાજે ગઢપુરમાં અંતિમ
મંદવાડ ગ્રહણ કર્યો ત્યારે.
૧૭. “ ધામમાં આવવવાની ઉતાવળ કરશો ન(્રહ મહારાજનું
સર્વોપરીપણું જેવીં પ્રવતાવો છો તેવું સંપૂર્ણ પ્રવતાવીને પછી ધામમાં આવશો.”
કોણ બોલે છે ? :- બ્રહ્માનંદ સ્વામી
કોને કહે છે ? :- ગુણાતીતાનંદ સ્વામીને
કયારે કહે છે ? :- જયારે બ્રહ્માનંદ સ્વામીએ મૂળી
મંદિરમાં અંતિમ મંદવાડ ગ્રહણ કર્યો ત્યારે.
0 comments