૫૪. બરોળ અને ધીંગડા ગામને સિમાડે મહાદેવનું નાનું પણ એક સુંદર મંદિર સાંકળેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે.
૫૫. દેવીભકત જીજીભાઇ રોજ બરોળથી પૂજા કરવા આવે.પાંચ વર્ષના દેવીદાન એમની આંગળીએ હોય.
૫૬. દેવીદાનજીનો જન્મ ધોળકા પાસે બરોળ ગામે સંવત ૧૮૫૯ની કાર્તિક પૂર્ણિમાંએ થયો હતો.
૫૭. દેવીદાનજીની માતાનું નામ બહેનજીબા અને પિતાનું નામ જીજીભાઇ હતું.
૫૮. જેતલપુરનાં યજ્ઞ પછી મહારાજ ફરતાં ફરતાં બરોળ પધાર્યા.ગામલોકો દર્શને ઉમટયા.મહારાજને રોકાવવનો આગ્રહ કર્યો.ઉતાવળ ઘણી હતી,એટલે રયા ખટાણે થૂલી અને દૂધની તાંસળી મહારાજ આગળ ધરી.અંગરખાની બાંય કોણીએ ચડાવી,પગ ભોંયે લટકતા રાખી,જોડયા ગાડાની ધૂંસરી પર બેઠા-બેઠા દૂધ અને થૂલી મહારાજ આરોગવા લાગ્યા .
૫૯. દૂઘના રેલા કોણીએ ઉતરે અને મહારાજ છેક કોણીએ જીભ અડાડી તે ચાટે.દેવીદાનને આ આશ્ચર્ય લાગ્યું.
૬૦. માબાપની સંમતિ મળી એટલે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને આ નવા ભકત(દેવીદાનજી)ની સોંપણી કરી.
૬૧. દેવીદાનજીને ભાગવતી દીક્ષા આપી મહારાજે દેવાનંદ સ્વામી નામ પાડયું.
૬૨. બ્રહ્માનંદ સ્વામી પાસે રહીને દેવાનંદ સ્વામી પિંગળશાસ્ત્ર અને ગાયકી
૬૩. દેવાનંદ સ્વામી મહાન સિતારી પણ હતાં.
૬૪. પ્રેમાનંદ સ્વામી,બ્રહ્માનંદ સ્વામી, મંજૂકેશાનંદ સ્વામી,અને દયાનંદ સ્વામી સાથે દેવાનંદ સ્વામીની મહારાજના અષ્ટ કવિઓની મંડળીમાં શોભવા લાગ્યા.
૬૫. અમદાવાદના મંદિરની મૂર્તિપ્રતિષ્ઠા પ્રસંગે,સુરતમાં અરદેશ કોટવાલને ત્યાં શ્રેષ્ઠ ગાયકી રજૂ કરી દેવાનંદ સ્વામીએ મહારાજને રાજી કર્યા હતાં.
૬૬. (ધરમપુરમાં)શ્રીજી મહારાજની આજ્ઞા મળતાં દેવાનંદ સ્વામીએ રાગ ચલાવ્યો,અને કાનડાના મારતે તાલે ગાવા લાગ્યા.દૂકડ બજાવનારને ગમ ના પડી.બે પદ ગાયા.
૬૭. મહારાજે પોતાનો જરીનો જામો,દેવાનંદ સ્વામીને માથેથી ઉતારીને ગવૈયાઓને આપી રાજી કર્યા અને દેવાનંદ સ્વામીને પોતાની મહાપ્રસાદીની ધોળી ડગલી આપી.
૬૮. ધરમપુરથી પાછા ફરતાં દેવાનંદ સ્વામી અતિશય માંદા પડી ગયા.ત્યારે અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ એમની બહુ જ સેવા કરી. દેવાનંદ સ્વામી બહુ જ ગળગળા થઇ ગયા અને મહારાજની આપેલી પ્રસાદીની ધોળી ડગલી ગુણાતીતાનંદ સ્વામીને આપવા લાગ્યા.પણ ગુણાતીતાનંદ સ્વામીએ તો માત્ર એમનો રાજીપો માગ્યો.
૬૯. ગાનવિધામાં દેવાનંદ સ્વામી કુશળ હતા,એવા જ મહાન કવિ પણ હતા.એમને હજારો કીર્તનોની રચના કરી.
૭૦. ઉપદેશ પ્રઘાન એમના કીર્તનોમાં વૈરાગ્યની ઝલક વધારે છે.સાદી ભાષામાં સચોટ ઉપદેશ એમણે પોતાના કાવ્યમાં વર્ણવ્યો છે.સંસારની અસારતા સમજાવી પ્રભુ તરફ વાળવાની એમાં દ્રષ્ટિ છે. ઠપકો પણ છે.આથી એમના કીર્તનો દેવાનંદ સ્વામીના ચાબખા તરીકે સંપ્રદાયમાં ઘણા પ્રસિઘ્ઘ છે.
૭૧. દેવાનંદ સ્વામીના કીર્તનો સાંભળીને દલપતરામ એમના શિષ્ય બન્યા. દેવાનંદ સ્વામીએ એમણે કવિતાકળા શિખવાડી.છંદ,અલંકાર,શબ્દભંડાર,કલ્પનાની વીજળીઓ ઉડાડવી, શીઘ્ર કવિતાના ઝપટઝબકાર એ બધું દેવાનંદ સ્વામીએ શીખવ્યું.એમના આર્શીવાદથી જ દલપતરામ કવીશ્વર બન્યા.
૭૨. બ્રહ્માનંદ સ્વામીના અક્ષરવાસ પછી દેવાનંદ સ્વામી મૂળી મંદિરના મહંતપદે નિમાયા.
૭૩. સંવત ૧૯૧૦ના શ્રાવણ વદ ૧૦ ને દિવસે દેવાનંદ સ્વામીએ એક મેરાઇ ભકતને કહ્યું કે હું કાલે ધામમાં જવાનો છું.
૭૪. બીજે દિવસે મેરાઇ ભકતે પોતાના ધરના ઊબરામાં કંકુનાં પગલા જોયા.
0 comments