શાસ્ત્રીજી મહારાજ ૩૧ થી ૪૦

વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.

૩૧.

૮૫.  હવે સેવા લખવાનું બંધ કરો પછી ખૂટશે તો સેવા લઇશું.’

 કોણ બોલે છે ? :- યજ્ઞપુરૂષદાસજી

કોને કહે છે ? :- હરિભકતોને

 કયારે કહે છે ? :- જયારે બોચાસણ મંદિરનો ખરડો લખવાનું શરૂ થયુ અને તે ખરડો ચાલીસ હજારે પહોચીં ગયો ત્યારે

૩૨.

૮૬.  જો તમે વર્તમાન ધરાવીને સત્સંગી થાઓ તો અમે જમીએ.’

 કોણ બોલે છે ? :- યજ્ઞપુરૂષદાસજી

કોને કહે છે ? :- હીરામુખીને

 કયારે કહે છે ? :- જયારે હીરામુખીએ પોતાની રસોઇ મંદિરમાં આપી બધા સંતો જમ્યા પણ સ્વામીશ્રીએ જમવાની ના પાડી ત્યારે હીરામુખીએ આ અગે પૂછયું ત્યારે તેનો પ્રત્યુતર આપતાં.

૩૩.

૮૭. સ્વામી જમીને જાઓ તો સારૂં.’

 કોણ બોલે છે ? :- આશાભાઇ

 કોને કહે છે ? :- સ્વામીશ્રીને

 કયારે કહે છે ? :- જયારે સ્વામીશ્રીએ તેમણે પાદરા જવા ડમણિયું જોડી લાવવા કહયું ત્યારે.

૮૮. જા સાધુઓને જમાડજો.અમે તો પાદરા જઇને જમીશું.’

 કોણ બોલે છે ? :- સ્વામીશ્રી

 કોને કહે છે ? :- આશાભાઇને

 કયારે કહે છે ? :- જયારે આશાભાઇએ સ્વામીશ્રીને જમીને જવા માટે વિનંતી કરી ત્યારે

૮૯.  આ ટાણે અવાય એવું નથી.મારા ભકતને ગુજરાતમાં ઉપાધિ આવી છે,તેથી તેમની રક્ષા કરવા જાઉં છું.’

 કોણ બોલે છે ? :- ગુણાતીતાનંદસ્વામી

 કોને કહે છે ? :- અરજણભાઇને

 કયારે કહે છે ? :- જયારે અરજણભાઇનેસ્વામીએ દિવ્ય દેહે દર્શન આપ્યા ત્યારે અરજણભાઇએ સ્વામીને ધરમાં પધરવા વિનંતી કરી ત્યારે

૩૪.

૯૦. । આપણે અહી લક્ષ્મીજીની મૂર્તિ પધરાવીશું એટલે એ આખા બ્રહ્માંડની લક્ષ્મી લાવશે.માટે આ લક્ષ્મીને દટાયેલી જ રહેવા દો.’

 કોણ બોલે છે ? :- સ્વામીશ્રી

 કોને કહે છે ? :- હરિભકતોને

 કયારે કહે છે ? :- જયારે બોચાસણ મંદિરના પાયા ખોદતાં હરિભકતો લક્ષ્મીના ચરૂ લઇને સ્વામીશ્રી પાસે આવ્યા ત્યારે.

૯૧.  મારા ગામમાં મંદિર થાય તેમાં મારી શોભા છે અને સ્વામીએ મને જીવતદાન આપી સાચો માણસ બનાવ્યો તેથી સ્વામી તો મારા ગુરૂ છે.તે જે કામમાં વાપરવા કહેશે તે કામમાં રકમ હું વાપરીશ.કબૂલ હોય તો આપો.સ્વામીની વિરૂદ્વ પડવાં લાંચ લઉ એવો હું ગુરૂદ્વોહી નથી.’

 કોણ બોલે છે ? :- હિરામુખી

 કોને કહે છે ? :- વિરોધીઓને

 કયારે કહે છે ? :- જયારે વિરોધીઓએ પાંચ હજાર રૂપિયાની લાંચ આપીને હીરામુખીને ફોડવાનો પ્રયત્ન કર્યો ત્યારે

૯૨.  હે સ્વામી ! તમારા માટે અમે વરતાલથી નીકળ્યા અને અપમાન,તિરસ્કાર સહન કર્યા,તો હવે દયા કરીને મંદિરમાં વિરાજો.’

 કોણ બોલે છે ? :- સ્વામીશ્રી

 કોને કહે છે ? :- ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિને

 કયારે કહે છે ? :- જયારે બોચાસણમાં પ્રતિષ્ઠા સમયે ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ મહારાજ કરતાં વજનમાં હલકી હતી તેમજ બધાના પ્રયત્નો છતાં ઉચકાતી ન હતી ત્યારે સૌએ થાકીને સ્વામી આગળ વાત કરી ત્યારે સ્વામીશ્રીએ યજ્ઞશાળામાં આવીને પ્રાર્થના કરી ત્યારે

૩૫.

૯૩. મંદિરના કામ માટે અમારે જમીન જોઇએ છે તે તમારે આપવી જ જોઇએ.’

 કોણ બોલે છે ? :- સ્વામીશ્રી

 કોને કહે છે ? :- બેચરકીસાને

 કયારે કહે છે ? :- જયારે બોચાસણ મંદિરનો દરવાજો કરવા માટે થોડી વધારે જમીનની જરૂર પડી ત્યારે ગામલોકોએ ના પાડવા માટે બેચર કીસાને મોકલ્યો ત્યારે

૯૪. તમારે કેટલી જમીન જોઇએ છેલાવો માપી દઉં.’

 કોણ બોલે છે ? :- બેચરકીસા

 કોને કહે છે ? :- સ્વામીશ્રીને

 કયારે કહે છે ? :- જયારે બોચાસણ મંદિરનો દરવાજો કરવા માટે થોડી વધારે જમીનની જરૂર પડી ત્યારે ગામલોકોએ ના પાડવા માટે બેચર કીસાને મોકલ્યો ત્યારે સ્વામીશ્રીની દ્રષ્ટિથી તેનું અંત:કરણ ફરી ગયું પછી તેણે સ્વામીશ્રીને કહયું.

૯૫. બે દંડા અમારા વતી ભરો.’

 કોણ બોલે છે ? :- સ્વામીશ્રી

 કોને કહે છે ? :- બેચરકીસાને

 કયારે કહે છે ? :- જયારે બોચાસણ મંદિરનો દરવાજો કરવા માટે જમીન જોઇતી હતી અને બેચર કીસાએ ચાર દંડા માપી આપ્યા ત્યારે સ્વામીશ્રીએ કહયું

૯૬.  મતાદાર ખીલી શેષનાગને માથે છે,માટે કાઢશો નહિ.’

 કોણ બોલે છે ? :- સ્વામીશ્રી

 કોને કહે છે ? :- ધનજી મતાદારને

 કયારે કહે છે ? :- જયારે બોચાસણ મંદિરનો દરવાજો કરવા માટે જમીન જોઇતી હતી અને તે જમીન બેચર કીસાએ માપી દીધી પછી તરત જ સ્વામીશ્રીએ ખૂંટી મરાવી દીધી ત્યારે મતાદારથી આ સહેવાયું નહિ અને પોતે ખૂટીં કાઢવા આવ્યો ત્યારે

૩૬.

૯૭. આપણે સારંગપુરમાં મંદિર કરવું છે ,તો તેનું કીર્તન બનાવો.’

 કોણ બોલે છે ? :- સ્વામીશ્રી

 કોને કહે છે ? :- મોતીભાઇને

 કયારે કહે છે ? :- જયારે સારંગપુરમાં સ્વામીશ્રી પ્રસાદીના કંુડથી નાહીને પાછા આવતા હતા ત્યારે રસ્તામાં મંદિર છે ત્યાં ઊભા રહીને જગ્યા બતાવતાં

૩૭.

૯૮. સ્વામી સારંગપુરમાં મંદિર કરો તો ઠાકોર સાહેબને કહીને જમીન અપાવું.’

 કોણ બોલે છે ? :- લીમડી ના દીવાનશ્રી ઝવેરભાઇ

 કોને કહે છે ? :- સ્વામીશ્રીને

 કયારે કહે છે ? :- જયારે સારંગપુરમાં સ્વામીશ્રીએ મંદિર કરવા પીઠા ખાચરના ઓરડા લીધા તેની જાણ ઝવેરભાઇને થતાં

૯૯.  સ્વામી તમે વધુ જમીન માગો હું અપાવી દઇશ.’

 કોણ બોલે છે ? :- લીમડી ના દીવાનશ્રી ઝવેરભાઇ

 કોને કહે છે ? :- સ્વામીશ્રીને

 કયારે કહે છે ? :- જયારે ઝવેરભાઇએસ્વામીને જમીન અપાાવવાની વાત કરી ત્યારે સ્વામીએ નાનું મંદિર કરવાનું કહયું ત્યારે.

૩૮.

૧૦૦. સ્વામી તમારે વરતાલની ભેળા થવાનો વિચાર છે?’

 કોણ બોલે છે ? :- દોલતરામભાઇ

 કોને કહે છે ? :- સ્વામીશ્રીને

 કયારે કહે છે ? :- જયારે તેઓ સ્વામીશ્રીને દસ વર્ષ પછી મળ્યા ત્યારે

૧૦૧. જો તેઓ ગઢડા મધ્ય પ્રકરણનું ૨૧ મું વચનામૃત કબૂલ રાખે તો છે.’

 કોણ બોલે છે ? :- સ્વામીશ્રી

 કોને કહે છે ? :- દોલતરામભાઇને

 કયારે કહે છે ? :- જયારે દોલતરામભાઇએ સ્વામીને પૂછયું કે તમારે વરતાલ ભેગા થવા અંગે પૂછયુ ત્યારે

૧૦૨.  એવું શું એ વચનામૃતમાં છે જે કબુલ રખાવવાનો તમે આગ્રહ રાખો છો?’

 કોણ બોલે છે ? :- દોલતરામભાઇ

 કોને કહે છે ? :- સ્વામીશ્રીને

 કયારે કહે છે ? :- જયારે સ્વામીશ્રીએ જણાવ્યું કે વરતાલ ભેગા થવાનું કબૂલ છે પણ જો તેઓ ગઢડા મધ્ય પ્રકરણનું ૨૧ મું વચનામૃત કબૂલ રાખે તો ત્યારે.

૧૦૩. સ્વામી! જે કાર્ય કરવા શ્રીજીમહારાજને અવતાર ધરી ફરી આવવું પડે,તે શુધ્ધ ઉપાસનાનું કાર્ય આપે કર્યુ છે,આપની મહતા અપાર છે.એટલે આજે તો આપે મહારાજ અને સ્વામીની ધાતુની મૂર્તિઓ પધરાવી છે,પણ ભવિષ્યમાં આપના શિષ્યો આપની સુર્વણની મૂતિ પધરાવશે,એટલી આપની મોટપ વધી જશે.’

 કોણ બોલે છે ? :- દોલતરામભાઇ

 કોને કહે છે ? :- સ્વામીશ્રીને

 કયારે કહે છે ? :- જયારે સ્વામીશ્રીએ વચનામૃતના આધારે દોલતરામભાઇને ભકત અને ભગવાનની વાતો કરી ત્યારે એ સાંભળીને

૧૦૪. બહાર પાડશો તો હું ફાડીને ફેકી દઇશ.’

 કોણ બોલે છે ? :- સ્વામીશ્રી

 કોને કહે છે ? :- હરિભકતોને

કયારે કહે છે ? :- જયારે સ્વામીશ્રીનો સૌ પ્રથમ ફોટો કમાટીબાગમાં પડાયો ત્યારે એે ફોટો બહાર ના પાડવાની કડક આજ્ઞા આપતા

૩૯.

૧૦૫. । બાપુ આ સ્વામી તો નવી લાકડી કરે એવા સમર્થ છે.તેમને પ્રતાપે સત્સંગ ચારે બાજુ ફેલાઇ રહયો છે.’

 કોણ બોલે છે ? :- બોટાદના નગર શેઠ હિંમતલાલભાઇ

 કોને કહે છે ? :- ઠાકોરસાહેબને

 કયારે કહે છે ? :- જયારે તેમણે પૂછયું કે જૂના મંદિરમાં ગોપાળાનંદ સ્વામીની પ્રસાદીની લાકડી છે તમારી પાસે એવી કોઇ વસ્તું છે તેના પ્રત્યુતરમાં

૧૦૬.  અમે જે કષ્ટ સહન કર્યા છે તે ઇષ્ટદેવ મહાપ્રભુ સહજાનંદ સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામી માટે જ અને આ મુડાવ્યું પણ તેમના માટે જ છે.માટે મધ્ય મંદિરમાં તો ગુણાતીતાનંદ સ્વામી અને શ્રીજી મહારાજની જ મૂર્તિ બેસશે.રાધાકૃષ્ણની મૂર્તિઓ પ્રથમ ખંડમાં પધરાવીશું.’

 કોણ બોલે છે ? :- સ્વામીશ્રી

 કોને કહે છે ? :- ઠાકોરસાહેબને

 કયારે કહે છે ? :- જયારે ઠાકોરસાહેબે મધ્ય મંદિરમાં રાધાકૃષ્ણ પધરાવવાનો આગ્રહ રાખ્યો ત્યારે

૧૦૭. આપને યોગ્ય લાગે તેમ કરો.અમારા બોલ્યા સામું ન જોશો.’

 કોણ બોલે છે ? :- ઠાકોરસાહેબ

 કોને કહે છે ? :- સ્વામીશ્રીને

 કયારે કહે છે ? :- જયારે ઠાકોરસાહેબે મધ્ય મંદિરમાં રાધાકૃષ્ણ પધરાવવાનો આગ્રહ રાખ્યો ત્યારે સ્વામીશ્રી નીડરતાંથી કહયું કે મહારાજ-સ્વામી તો મધ્યખંડમાં જ બેસશે ત્યારે.

૪૦.

૧૦૮. જે સેવા પાંચસો પરમહંસને મળી તે મહારાજ અને સ્વામીની સાક્ષાત્ર સેવા તમને મળી છે. બળ તમારૂ નથી,પણ અક્ષરના મુકતો તમારામાં રહીને કામ કરે છે,માટે તમારા મોટા ભાગ્ય છે.

 કોણ બોલે છે ? :- બાલમુકંદ સ્વામી

 કોને કહે છે ? :- કોઠારી શંકર ભગતને

 કયારે કહે છે ? :- જયારે સૌ સેવા કરતાં હતા અને દેહને ગણકાર્યા વગર કામ કરતાં હતાં તે જોઇને

૧૦૯.  ભગવાનની દયાથી બધું પુરૂ થઇ જશે,કાંઇ ખૂટશે નહીં,માટે ચિંતા કરશે નહી.’

 કોણ બોલે છે ? :- સ્વામીશ્રી

 કોને કહે છે ? :- હરિભકતોને

 કયારે કહે છે ? :- જયારે અઢીસો મણ શીરો બન્યો ત્યારે સૌને હતું કે શીરો ખૂટશે ત્યારે સ્વામીશ્રીએ કહયું.

૧૧૦.  કેમ ગણેશ ભકત સાધુના સામૈયા હોય?’

 કોણ બોલે છે ? :- સ્વામીશ્રી

કોને કહે છે ? :- ગણેશ ભકતને

 કયારે કહે છે ? :- મોજીદડમાં સ્વામીશ્રીનું સામૈયું સૌ હરિભકતોને કાઢવું હતું ત્યારે ગણેશ ભકતને લાગ્યું કે સાધુને શોભે નહી ત્યારે


વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.

0 comments

SANATAN DHARM Books

Vedas ऋगवेद यजुर्वेद सामवेद अथर्ववेद Purans Agni Mahapur...