ઘનશ્યામ ચરિત્ર - ૩૧ થી ૪૦

વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો. 

૩૧. એકાદશીનો મહિમા

૧૦૭. “ મહંતજી ! ધણા લોકો એકાદશી નથી કરતાતેનું કારણ શું હશે?”

કોણ બોલે છે : ધનશ્યામ

કોને કહે છે : મોહનદાસને

કયારે કહે છે : એકદિવસ જયારે બાવો રામચરિતમાનસની કથા કરતો હતો ત્યારે પ્રÅન પૂછતાં.

૧૦૮. “ પ્રભુએ આ દુર્લભ મનુષ્ય દેહ આપ્યો છે આવા દુર્લભ દેહને એકાદશી કરીને શા માટે કષ્ટ આપવું જોઈએ ! આ દેહ કાંઈ દુ:ખ ભોગવવા નથી આપ્યો જયારથી જગનાથપુરીમા એકાદશીને ઊંચી બાંધી છેત્યારથી લોકો એકાદશી નથી કરતા લોકો સમજે છે કે ભૂખ્યા રહેવું તે આત્માને કષ્ટ દેવા બરોબર છે માટે ખાઈ-પીંને દેહનું જતન કરવું એકાદશી તો કોણ કરે જેને ખાવા અન્ન-જળ ન મળતું હોય તે જ કરે માટે છોકરાઆ વાત સમજી રાખજે,ઉપવાસ કરીને દેહને કષ્ટ ન આપતા.”

કોણ બોલે છે : મોહનદાસ

કોને કહે છે : ધનશ્યામને

કયારે કહે છે : જયારે ધનશ્યામે એકાદશી નહિ કરવાનું કારણ પૂછયું ત્યારે.

૧૦૯. “ બાવાજી !આવી ખોટી વાત ન કરશો શાસ્ત્ર-વિરુદ્ધ વાત કરવાથી પાપ લાગે એકાદશીનો તો બહુ મહિમા છેમાટે હોંશે હોંશે એકાદશીનું વ્રત કરવું જોઈએ.”

કોણ બોલે છે : ધનશ્યામ

કોને કહે છે : મોહનદાસને

કયારે કહે છે : જયારે બાવાજીએ એકાદશીનો ખોટો ઉપદેશ કર્યો ત્યારે

૧૧૦. “ છોકરા ! મને ઉપદેશ આપે છે ?શરમાતો નથી.”

કોણ બોલે છે : મોહનદાસ

કોને કહે છે : ધનશ્યામને

કયારે કહે છે : જયારે બાવાજીએ એકાદશીનો ખોટો ઉપદેશ કર્યો અને ધનશ્યામે સાચી વાત બાવાને કરી ત્યારે

૧૧૧. “ આ ઘનશ્યામ કાંઈ છોકરો નથી ઘનશ્યામ તો સર્વાવતારી પ્રભુ છે મેં તેમને ગણકાર્યા નહિમેં સાચું સમજાવ્યું નહિતેથી મને યમપુરીમાં માર પડચો.” મારાં હાડકા ને પાંસળાં દુવ્ખે છે મે આટલાં વર્ષો સુધી એકાદશી નથી કરી તો મારે યમપુરીમા માર ખાવો પડચો.” માટે આજથી હું આ ઘનશ્યામ આગળ નિયમ લઉં છું કે હું એકાદશી નિયમિત કરીશ લોકોને એકાદશી કરવાનો ઉપદેશ આપીશ. તમે સૌં સભાજનો પણ આજથી એકાદશી કરવાનું શરૂ કરી દો.”

કોણ બોલે છે : મોહનદાસ

કોને કહે છે : સભાજનોને

કયારે કહે છે : જયારે ધનશ્યામે બાવાને સમાફિમા યમપુરીમાં લઇ ગયા અને ત્યાં યમદૂતોના હાથનો તેને માર ખાધો ત્યારે.

૩૩. રામચંદ્રરૂપે દર્શન

૧૧૨. “ ચાલોઆપણે સૌ પાણીમાં પકડદાવની રમત રમીએ.”

કોણ બોલે છે : ધનશ્યામ

કોને કહે છે : બાળમિત્રોને

કયારે કહે છે : જયારે એક દિવસે બધા બાળમિત્રો સાથે ધનશ્યામ મીન સરોવરે નાહવા ગયા ત્યારે.

૧૧૩. “ અમારા ઘનશ્યામ મળતા નથી પાણીમાંથી બહાર જ આવ્યા નથી કાં તો તેઓ ડૂબી ગયા છે અથવા તેમને મગર ખાઈ ગયો હશે તમે અમને પાણીમાંથી ધનશ્યામને શોધી આપો ને.”

કોણ બોલે છે : બાળમિત્રો

કોને કહે છે : મંછાધોબીને

કયારે કહે છે : જયારે ધનશ્યામ રમત રમતાં રમતાં તળાવમાં ઊંડે તળિયે જઇને બેસી ગયા અને ઉપર આવ્યા નહિ ત્યારે.

૧૧૪. “ તમે ધનશ્યામના પિતાશ્રીને ગામમાંથી બોલાવી લાવો અને બધી વાત કરો.”

કોણ બોલે છે : મંછાધોબી

કોને કહે છે : બાળમિત્રોને

કયારે કહે છે : જયારે ધનશ્યામ રમત રમતાં રમતાં તળાવમાં ઊંડે તળિયે જઇને બેસી ગયા અને ઉપર આવ્યા નહિ ત્યારે બાળકોએ મંછાધોબીને કહ્યું કે અમારા ધનશ્યામને શોધી આપો ત્યારે.

૧૧૫. “ ચિંતા શા માટે કરતાં હતાં ?” હું તો મારું કામ કરવા ઊંડા જળમાં નીચે બેઠો હતો.”

કોણ બોલે છે : ધનશ્યામ

કોને કહે છે : માતાપિતાને

કયારે કહે છે : જયારે ધર્મદેવ અને ભકિતમાતા તેમજ ગામના બધા કિનારે ભેગાં થઇ ગયા અને ચિંતા કરવા લાગ્યા ત્યારે.

૩૪. પથ્થર ઉપર પાણીમાં મુસાફરી

૧૧૬. “ અમારા માટે અમારું જુદું વહાણ જોઈએ છે અમે સૌની ભેગાં નહિ બેસીએ. તું અમને વહાણ જુદું ભાડે કરી આપ.”

કોણ બોલે છે : ધનશ્યામ

કોને કહે છે : ખલાસીને

કયારે કહે છે : જયારે અયોધ્યા જવા સૌ નીકળ્યા પરંતું ભીડ બહું હતી વળી વહાણ એક જ હતું અને વારાફરતી વારા બધાને લઇ જતા હતા ત્યારે.

૧૧૭. “ જુદું વહાણ કરવું હોય તો સવાયા પૈસા આપવા પડશે આપવા તૈયાર છો?”

કોણ બોલે છે : ખલાસી

કોને કહે છે : ધનશ્યામને

કયારે કહે છે : જયારે ધનશ્યામે કહ્યું કે અમને જુદું વહાણ કરી આપો ત્યારે.

૧૧૮. “ સવાયા પૈસા નહિ મળે એમ ને એમ આવવું હોય તો ચાલ.”

કોણ બોલે છે : ધનશ્યામ

કોને કહે છે : ખલાસીને

કયારે કહે છે : જયારે ખલાસીએ કહ્યું કે જુદુ વહાણ કરવું હશે તો સવાયા પૈસા થશે ત્યારે.

૧૧૯. તમે સૌં મારી પાછળ પાછળ અહી ચાલ્યા આવો.”

કોણ બોલે છે : ધનશ્યામ

કોને કહે છે : ધર્મપિતાને

કયારે કહે છે : જયારે ખલાસીએ નદી પાર કરાવાના સવાયા પૈસા માગ્યા ત્યારે.

૩૫. માસીને પરચો

૧૨૦. “ ફીરોજપુર ગયા છે હમણાં આવશે.”

કોણ બોલે છે : ભકિતમાતા

કોને કહે છે : ચંદનબાઇને

કયારે કહે છે : જયારે ચસંતા બાઇ અને ચંદનબાઇ એકવાર છપૈયા આવ્યા ત્યારે

૧૨૧. “ માસીબા હું તો અહી જાગું મને શા માટે ઊઠવાનું કહો છો શું કામ છે તમારે?”

કોણ બોલે છે : ધનશ્યામ

કોને કહે છે : ચંદનમાસીને

કયારે કહે છે : જયારે વસંતામાસી અને ચંદનમાસી ધંટી ફેરવતા હતા અને પ્રભાતિયા ગાતા હતા ત્યારે

૧૨૨. “ તમને કોણ બોલાવે છે અમે તો ભગવાનને જગાડીએ છીએ.”

કોણ બોલે છે : બંને માસી

કોને કહે છે : ધનશ્યામને

કયારે કહે છે : જયારે વસંતામાસી અને ચંદનમાસી ધંટી ફેરવતા હતા અને પ્રભાતિયા ગાતા હતા ત્યારે ધનશ્યામે પૂછયું મને શું કામ જગાડો છો ત્યારે.

૧૨૩. “ તમે મને જ ઉઠાડતાં હતાં એમ કહો તમે જે ભગવાનને ઉઠાડો છો તે જ ભગવાને આ ધંટી પર હાથ મૂક્યો છે.”

કોણ બોલે છે : ધનશ્યામ

કોને કહે છે : બંને માસીઓને

કયારે કહે છે : જયારે વસંતામાસી અને ચંદનમાસી ધંટી ફેરવતા હતા અને પ્રભાતિયા ગાતા હતા ત્યારે ધનશ્યામે પૂછયું મને શું કામ જગાડો છો ત્યારે તેમણે કહ્યું અમે તમને નથી ઉઠાડતાં ત્યારે.

૧૨૪. “ ઘનશ્યામને કહોઘંટી પરથી હાથ લઈ લે અમારાથી તેમનો હાથ નથી ખસતો.”

કોણ બોલે છે : બંને માસી

કોને કહે છે : ભકિતમાતાને

કયારે કહે છે : જયારે બંને માસીની ધંટી પર ધનશ્યામે હાથ મૂકયો ત્યારે.

૧૨૫. “ ઘનશ્યામ ! હાથ ઉપાડી લો.”

કોણ બોલે છે : ભકિતમાતા

કોને કહે છે : ધનશ્યામને

કયારે કહે છે : જયારે બંને માસીની ધંટી પર ધનશ્યામે હાથ મૂકયો ત્યારે તેમણે ભકિતમાતાને કહ્યું કે ધનશ્યામને કહો હાથ લઇ લે ત્યારે.

૧૨૬. “ તમે બંને માસીને પૂછી જુઓ કે તેઓ કોને જગાડે છે.”

કોણ બોલે છે : ધનશ્યામ

કોને કહે છે : ભકિતમાતાને

કયારે કહે છે : જયારે બંને માસીની ધંટી પર ધનશ્યામે હાથ મૂકયો ત્યારે તેમણે ભકિતમાતાને કહ્યું કે ધનશ્યામને કહો હાથ લઇ લે ત્યારે ભકિતમાતાએ હાથ લઇ લેવાનું કહ્યું ત્યારે.

૧૨૭. “ અરે ભાઈતમને જ જગાડીએ છીએબસહવે દળવા દો.”

કોણ બોલે છે : બંને માસીઓ

કોને કહે છે : ધનશ્યામને

કયારે કહે છે : જયારે ધનશ્યામે પૂછયું કે તમે કાને જગાડતા હતા તે સાચું કહો તો જ ધંટી પરથી હાય લઇશ ત્યારે

૧૨૮. “ જો પહેલેથી જ આપ સાચું કહી દીધું હોત તો આ ઘંટી ઊભી ન રહેતદળવાનું મોડું થાત નહિ.”

કોણ બોલે છે : ધનશ્યામ

કોને કહે છે : બંને માસીઓને

કયારે કહે છે : જયારે બંને માસીઓએ કધિું કે હા તમને જ જગાડતા હતા ત્યારે.

૧૨૯. “ તમે જ ભગવાન છો તમારા ચમત્કારની અપને આજ ખબર પડી અને તમારી માફી માગીએ છીએ.”

કોણ બોલે છે : બંને માસીઓ

કોને કહે છે : ધનશ્યામને

કયારે કહે છે : જયારે માસીઓને ખબર પડી કે ધનશ્યામ પોતે જ ભગવાન છે ત્યારે

૩૬. બધી રસોઈ જમીં ગયા

૧૩૦. “ મા! મને ભૂખ લાગી છે.”

કોણ બોલે છે : ધનશ્યામ

કોને કહે છે : ભકિતમાતાને

કયારે કહે છે : જયારે આઠમના ઉપવાસ પર સગાસંબંધી આવ્યા હતા અને ભકિતમાતાએ રસોઇ બનાવીને થાળ ધરવા રસોઇ ઠાકોરજી આગળ મૂકી ત્યારે

૧૩૧. “ રસોઈ તો બધી એમ ને એમ પડી છે મે જરાય ઓછી કરી નથી ચાલોહું તમને બતાવું.”

કોણ બોલે છે : ધનશ્યામ

કોને કહે છે : ભકિતમાતાને

કયારે કહે છે : જયારે ભકિતમાતાએ થાળમાંથી થોડું થોડું ધનશ્યામને જમવા આપ્યું અને થીમે ધીમે કરીને ધનશ્યામ બધું જમી ગયા ત્યારે તેમણે ધર્મદેવેને કીધું ત્યારે.

૧૩૨. “ હમણાં જ મે અને સુવાસિનીએ અંદર જઈને જોયું છે બધાં જ વાસણો તમે ખાલી કરી નાખ્યા છે.”

કોણ બોલે છે : ભકિતમાતા

કોને કહે છે : ધનશ્યામને

કયારે કહે છે : જયારે ધનશ્યામે કહ્યું કે બધી જ રસોઇ એમની એમ છે ત્યારે.

૩૭. ગૌરી ગામની શોધમાં

૧૩૩. “ આગળ ચાલીને કેમ ઊભા રહી ગયા?”

કોણ બોલે છે : ધનશ્યામ

કોને કહે છે : ધર્મદેવને

કયારે કહે છે : જયારે ધર્મદેવ ગાયને શોધવા નીકળ્યા અને ગાય લઇને પાછા આવતાં તેમને રસ્તામાં વાધને જોયો ત્યારે.

૧૩૪. “ પિતાજી ! હવે ડરશો નહિ ગાયને લઈને મારી પાછળ પાછળ ચાલ્યાં આવો વાધ કાંઈ નહિ કરે હવે તો એ સૂઈ ગયો છે.”

કોણ બોલે છે : ધનશ્યામ

કોને કહે છે : ધર્મદેવને

કયારે કહે છે : જયારે ધર્મદેવ ગાયને શોધવા નીકળ્યા અને ગાય લઇને પાછા આવતાં તેમને રસ્તામાં વાધને જોયો અને તેઓ ઉભા રહી ગયા ત્યારે.

૩૯. ચોર ચોંટી ગયા

૧૩૫. “ અમારી ભૂલ થઈ અમે ફણસની ચોરી કરવા તમારી વાડીમા આવ્યા હતા.અમારા હાથ ફણસ સાથે ચોંટી ગયા છે માટે અમે ઝાડ પરથી ઊતરી શકતા નથી અમને છોડાવોઅમારી ભૂલ માફ કરો અમે ફરીથી કયારેય ચોરી નહિ કરીએ.”

કોણ બોલે છે : ચોરો

કોને કહે છે : ધર્મદેવને

કયારે કહે છે : જયારે ચોરો રાતે ચોરી કરવા આવ્યા અને તેઓ ફણસ લેવા ગયા અને ફણસ જોડે ચોંટી ગયા ત્યારે તેમણે બહ્યું પ્રયત્ન કર્યા પણ હાથ ઉખડર્યા જ નહિ અને સવારે તેમણે ધર્મપિતાને જોયા ત્યારે

૧૩૬. “ હવે કયારેય ચોરી કરતા નહિ ચોરી કરવી એ મહાપાપ છે.”

કોણ બોલે છે : ધનશ્યામ

કોને કહે છે : ચોરોને

કયારે કહે છે : જયારે ચોરોએ ધર્મદેવ અને ધનશ્યામની માફી માંગી ત્યારે.


વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.

0 comments

SANATAN DHARM Books

Vedas ऋगवेद यजुर्वेद सामवेद अथर्ववेद Purans Agni Mahapur...