૨. બાળપ્રભુનું પરાક્રમ
૨. “ જાઓ,ધર્મદેવને ઘેર જઈ બાળપ્રભુને મારી નાખો.”
કોણ બોલે છે : કાલિદત
કોને કહે છે : કૃત્યાઓને
કયારે કહે છે : જયારે તેને ખબર પડી કે ધર્મદેવને ઘેર પ્રભુ પ્રગટ્યા છે ત્યારે.
૩. “ અમને છોડી મૂકો.” હવે અમે છપૈયામાં ફરી નહિ આવીએ.”
કોણ બોલે છે : કૃત્યાઓે
કોને કહે છે : હનુમાનજીને
કયારે કહે છે : જયારે હનુમાનજીએ કૃત્યાઓને મારી મારીને હાડકા ખોખરા કરી નાખ્યા ત્યારે.”
૪. “ મા તમારો આ બાળક તો ભગવાન છે અને હું તેમનો સેવક છું જયારે મારી જરૂર હોય ત્યારે. સેવા કરવા મને બોલાવજો, હું તમારી સેવામાં હાજર થઈ જઈશું.”
કોણ બોલે છે : હનુમાનજી
કોને કહે છે : ભકિતમાતાને
કયારે કહે છે : જયારે હનુમાનજીએ કૃત્યાઓને મારી મારીને હાડકા ખોખરા કરી નાખ્યા અને તેમણે ભગાડીને બાળપ્રભુને લઇને પાછા ભકિતમાતાને આપવા આવ્યા ત્યારે.
૫. “ હવે અમે છપૈયા બાળપ્રભુને લેવા નહિ જઈએ.” બાળપ્રભુના હનુમાનજી નામના સેવક છે તેમણે તો અમને મારી મારીને અધમૂઈ કરી નાખી .”
કોણ બોલે છે : કૃત્યાઓ
કોને કહે છે : કાલિદતને
કયારે કહે છે : જયારે હનુમાનજીએ કૃત્યાઓને મારી મારીને હાડકા ખોખરા કરી નાખ્યા અને તેમણે ભગાડી મૂકી ત્યારે.
૩. રામદયાળને દર્શન
૬. “ તમારા પુત્રની ઉંમર કેટલી?” “
કોણ બોલે છે : રામદયાળ
કોને કહે છે : ધર્મદેવને
કયારે કહે છે : જયારે બાળપ્રભુ પારણામાં બેઠા થઈ ગયા પોતાની ચૂસણી દૂર પડી હતી, એટલે પારણામાંથી નીચે ઊતર્યા, ધુંટણભર ચાલતાં જઈને ચૂસણી હાથમાં લીધી અને પાછા પારણામાં આવી બેસી ગયા આ દ્વશ્ય રામદયાળે જોયું ત્યારે.
૭. “ હજુ તો ફકત અઢી માસના જ થયા છે.”
કોણ બોલે છે : ધર્મદેવ
કોને કહે છે : રામદયાળને
કયારે કહે છે : જયારે બાળપ્રભુ પારણામાં બેઠા થઈ ગયા પોતાની ચૂસણી દૂર પડી હતી, એટલે પારણામાંથી નીચે ઊતર્યા, ધુંટણભર ચાલતાં જઈને ચૂસણી હાથમાં લીધી અને પાછા પારણામાં આવી બેસી ગયા આ દ્વશ્ય રામદયાળે જોયું અને ધર્મદેવને પૂછયું ત્યારે.
૪. પ્રભુનું નામ પાડયું
૮. “ તમે બહુ પ્રખ્યાત અને વિદ્વાન જયોતિષી છો, તો તમે મારા પુત્રનું નામ પાડી આપો અને ભવિષ્ય ભાખો.”
કોણ બોલે છે : ધર્મદેવ
કોને કહે છે : માર્કડેય મુનિને
કયારે કહે છે : જયારે માર્કડેય મુનિ ધર્મદેવના ધરે પધાર્યા ત્યારે.
૯. “ તમારા પુત્રનો કર્ક રાશિમાં જન્મ છે તેથી તેમનું નામ “ હરિ” પડશે વળી, શરીરનો રંગ શ્યામ છે તેથી “ કૃષ્ણ” એ નામથી પણ ઓળખાશે આ બન્ને નામ ભેગાં કરીએ તો “હરિકૃષ્ણ” એવું નામ થાય લોકો એમને “ ધનશ્યામ” કહીને પણ બોલાવશે.તમારા પુત્રમાં તપ, ત્યાગ,
યોગ, ધર્મ, નીતિ, સત્ય, વિવેક બધા જ ગુણો છે તેથી લોકોમાં “ નીલકંઠ” નામથી જાણીતા થશે તમારો આ પુત્ર પૃથ્વી પર ધર્મનું સ્થાપન કરશે અને લોકોના દુખોનો નાશ કરશે દેશમાં ચારેકોર તેમની કીર્તિ ફેલાશે.લોકોને સમાધિ કરાવશે, તેમનો ઉદ્ધાર કરશે ભગવાનનું ભજન કરાવી સૌંને સુખી ક૨શે.”
કોણ બોલે છે : માર્કડેય મુનિ
કોને કહે છે : ધર્મદેવને
કયારે કહે છે : જયારે માર્કડેય મુનિ ધર્મદેવના ધરે પધાર્યા અને ધર્મદેવે પોતાના પુત્રનું નામ પાડી આપીને ભવિષ્ય ભાખવાનું કીધું ત્યારે.”
૬. ઘનશ્યામે કાન વીધાવ્યા
૧૦. “ આ જુઓ ઘનશ્યામ આંબલીના ઝાડ પર બેઠા છે, તો તમે ઝાડ પર ચડીને તેમને ઉતારો.”
કોણ બોલે છે : ભકિતમાતા
કોને કહે છે : રામપ્રતાપભાઇને
કયારે કહે છે : કાન વીધનારો સોય લઈને ધનશ્યામની પાસે આવ્યો હળવેથી ધનશ્યામનો કાન પકડવા હાથ લાંબો કર્યો ત્યાં તો ધનશ્યામના આખા શરીરમાંથી તેજ નીકળવા માંડ્યું કાન વીંધનારાની આંખો તેજથી અંજાઈ ગઈ જયા જુએ ત્યાં તેજ દેખાય તેણે એકદમ ડરીને ચીસ પાડી તરત જ ઘનશ્યામ બધું તેજ પોતાના શરીરમા પાછું સમાવી દીધું અને માતાના ખોળામાથી અદૃશ્ય થઈ ગયા માતાએ જોયું તો ઘનશ્યામ આંબલીની ડાળી પર બેઠા હતા તે જોઇને.
૧૧. “ મને ગોળ ખાવા આપો તો કાન વીધાવીશ.”
કોણ બોલે છે : ધનશ્યામ
કોને કહે છે : ભકિતમાતાને
કયારે કહે છે : જયારે ભકિતમાતાએ ધનશ્યામને કાન વીધાવી લેવા કહ્યું ત્યારે.
૧૨. “ જો ડાહ્યા થઈને કાન વીધાવવા બેસશો તો ગોળ ખાવા મળશે“
કોણ બોલે છે : ભકિતમાતા
કોને કહે છે : ધનશ્યામને
કયારે કહે છે : જયારે ભકિતમાતાએ ધનશ્યામને કાન વીધાવી લેવા કહ્યું અને ધનશ્યામે ગોળ માગ્યો ત્યારે.
૭. લક્ષ્મીજીને વરદાન
૧૩. “ તું ચકલી બનીને ઘનશ્યામના ઘરના દરવાજા પાસે બેસજે અને ઘનશ્યામ તને પકડવા આવે ત્યારે. એક જગ્યાએથી ઊઠીને બીજી જગ્યાએ બેસજે.” એવી રીતે ઘનશ્યામને ખૂબ દોડાવજે, પણ પકડાતી નહિ.”
કોણ બોલે છે : લક્ષ્મીજી
કોને કહે છે : લક્ષ્મીજીની સખીને
કયારે કહે છે : એકવાર બાળપ્રભુંને ભકિતમાતા ચાલતા શીખવાડતા હતા ત્યારે.
૧૪. “ હું લક્ષ્મીજીની સખી છું મને લક્ષ્મીજીએ ચકલીનું રૂપ લઈને તમારી પાસે આવવાનું કહ્યું હતું.” મારી ચાંચ તમારી હથેળીમાં વાગી હશે માટે મને માફ કરો.”
કોણ બોલે છે : લક્ષ્મીજીની સખી
કોને કહે છે : ધનશ્યામને
કયારે કહે છે : જયારે લક્ષ્મીજીની સખી ચકલી બનીને પ્રભું જોડે આવી અને પ્રભુએ હાથ લાંબો કરીને તેને પકડી લીધી ત્યારે.”
૧૫. “ મને તમારી સેવાનો લાભ આપો.”
કોણ બોલે છે : લક્ષ્મીજી
કોને કહે છે : ધનશ્યામને
કયારે કહે છે : એકવાર બાળપ્રભુંને ભકિતમાતા ચાલતા શીખવાડતા હતા અને લક્ષ્મીજીની સખી જે ચકલી બનીને આવી હતી તેને બાળપ્રભુંએ પકડી ત્યારે.
૧૬. “ હું જયારે કાઠિયાવાડ આવું, ત્યારે. તમે પણ કાઠિયાવાડ આવજો.” હું તમારી ઇચ્છાપૂર્ણ કરીશ.”
કોણ બોલે છે : ધનશ્યામ
કોને કહે છે : લક્ષ્મીજીને
કયારે કહે છે : જયારે લક્ષ્મીજીએ બાળપ્રભુ પાસે સેવા આપવા વિનંતી કરી ત્યારે.”
૮. સિદ્વિઓ પ્રભુની સેવામાં
૧૭. “ આજે શું રસોઈ કરું?” “
કોણ બોલે છે : લક્ષ્મીબાઇ
કોને કહે છે : ભકિતમાતાને
કયારે કહે છે : એકદિવસ સવારે
૧૮. “ રસોઈની ઉતાવળ નથી માટે નિરાંતે શીરો બનાવજો.”
કોણ બોલે છે : ભકિતમાતા
કોને કહે છે : લક્ષ્મીબાઇને
કયારે કહે છે : જયારે લક્ષ્મીબાઇએ ભકિતમાતાને પૂછયું શું રસોઇ કરુ ત્યારે.
૧૯. “ માતાજી અમે સિદ્વિઓ છીએ તમને ભૂખ લાગી છે,તેથી બાળપ્રભુએ અમને આજ્ઞા કરી કે ભોજન લઈને આવો.” અમે આ થાળમાં અનેક જાતનાં પકવાન લાવ્યાં છીએ તે આપ આરોગો.”
કોણ બોલે છે : સિદ્ધિઓ
કોને કહે છે : ભકિતમાતાને
કયારે કહે છે : રસોઇ તૈયાર થતા વાર લાગી અને ભકિતમાતાને ભૂખ લાગી હતી એ જાણીને ધનશ્યામે સિદ્વિઓને ભોજન લાવવાની આજ્ઞા કરી ત્યારે.
૨૦. “ તમે પણ જમો.”
કોણ બોલે છે : ધનશ્યામ
કોને કહે છે : ભકિતમાતાને
કયારે કહે છે : જયારે સિદ્વિઓ થાળ લાવી ત્યારે. પહેલા પ્રભુ જમ્યા પછી
૨૧. “ માતાજી! અમે તમારા માટે રોજ થાળ લાવીશું.”
કોણ બોલે છે : સિદ્ધિઓ
કોને કહે છે : ભકિતમાતા ને
કયારે કહે છે : જયારે બાળપ્રભુ અને ભકિતમાતા થાળ જમી ગયા પછી
૨૨. “ રોજ લાવતાં નહિ, જયારે મામી રસોઈ બનાવતાં વાર લગાડે ત્યારે. જરૂર લાવજો.”
કોણ બોલે છે : ધનશ્યામ
કોને કહે છે : સિદ્ધિઓને
કયારે કહે છે : જયારે સિદ્વિઓએ ભકિતમાતાને રાજ થાળ લાવીશું તેમ કહ્યું ત્યારે.
૯. ખીચડીને બદલે દૂધપાક
૨૩. “ તમે ધીમે ધીમે ખીચડી ખાવાની શરૂ કરો હું હમણાં દૂધ લઈને આવું.”
કોણ બોલે છે : ભકિતમાતા
કોને કહે છે : ધનશ્યામને
કયારે કહે છે : જયારે એકદિવસ બપોરે ઘનશ્યામ ભૂખ્યા થયા હતા અને તેમણે ભકિતમાતા
પાસે ખાવાનું માગ્યું ત્યારે.
૨૪. “ હજી દૂધને ધણી વાર છે,
માટે
છાનામાના એક ઠેકાણે બેસો.”
કોણ બોલે છે : ભકિતમાતા
કોને કહે છે : ધનશ્યામને
કયારે કહે છે : જયારે ધનશ્યામ એક દિવસ ભૂખ્યા થયા ત્યારે.
૨૫. “ માતા ! ગભરાશો નહિ હવે અંદર વાસણ લેવા નહિ જવું પડે આ તો અંમારી ઈચ્છાથી
દૂધની ધારા નીકળતી હતી,
માટે
હવે બંધ થઈ જશે“
કોણ બોલે છે : ધનશ્યામ
કોને કહે છે : ભકિતમાતાને
કયારે કહે છે : જયારે ધનશ્યામે તો પવાલું લઈને ગોમતી ગાયના આંચળ નીચે ધર્યું
તરત જ આચળમાંથી દૂધની ધાર નીકળવા લાગી.” ધડીક વારમાં પવાલું ભરાઈ ગયું આ જોઈ
ભક્તિમાતા આશ્ચર્યચકિત થઈ ગયાં તેઓ ઉતાવળે અંદર જઈને દોણી લઈ આવ્યાં દોણી આચળ નીચે
મૂકી તો તે પણ ધડીકમાં ભરાઈ ગઈ,
પણ
દૂધની ધાર બંધ થઈ નહિ એટલે ફરીથી ભક્તિમાતા અંદર ગયાં મોટી દોણી લઈ આવ્યાં મોટી
દોણી પણ ઝડપથી ભરાવા લાગી તે જોઈને ભક્તિમાતાને થયું કે જો દૂધ બંધ નહિ થાય તો
ધરનાં બધાં વાસણો ભરાઈ જશે ત્યારે.
૨૬. “ હવે તમે ટાઢી ખીચડી ન ખાશો.” હું હમણાં જ દૂધપાક-પૂરીની રસોઈ બનાવું છું
કોણ બોલે છે : ભકિતમાતા
કોને કહે છે : ધનશ્યામને
કયારે કહે છે : જયારે ગોમતી ગાયે બહું બધુ દૂધ આપ્યું ત્યારે.
૧૦. વાળંદને ચમત્કાર
૨૭. “ આમ બેસી શું રહ્યો છે ?”
હજામત
પૂરી કર.”
કોણ બોલે છે : ભકિતમાતા
કોને કહે છે : અમઇ વાળંદને
કયારે કહે છે : જયારે અડધી હજામતે વાળંદને ધનશ્યામ દેખાતાં બંધ થઇ ગયા એટલે તે
ગભરાઇ ગયો અને અસ્ત્રો હાથમાં જ સ્થિર રહી ગયો ત્યારે.”
૨૮. “ શું કરું માતાજી ?”
મને
ઘનશ્યામ દેખાતા જ નથી, તો હજામત કેવી રીતે
પૂરી કરું?”
કોણ બોલે છે : અમઇ વાળંદ
કોને કહે છે : ભકિતમાતાને
કયારે કહે છે : જયારે અડધી હજામતે વાળંદને ધનશ્યામ દેખાતાં બંધ થઇ ગયા એટલે તે
ગભરાઇ ગયો અને અસ્ત્રો હાથમાં જ સ્થિર રહી ગયો અને ભકિતમાતાએ હજામત પૂરી કરવાનું
કહ્યું ત્યારે.”
૨૯. “ અડધી હજામત કરેલું મોઢું સારું ન લાગે માટે હજામત પૂરી કરાવી લો અમઈને
દર્શન આપો.”
કોણ બોલે છે : ભકિતમાતા
કોને કહે છે : ધનશ્યામને
કયારે કહે છે : જયારે અડધી હજામતે વાળંદને ધનશ્યામ દેખાતાં બંધ થઇ ગયા ત્યારે.
0 comments