શાસ્ત્રીજી મહારાજ ૨૧ થી ૩૦

 

વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.

૨૧.

૭૬. સંવત્ ૧૯૫૪ ની કાર્તિક સુદી તેરસે ભગતજી મહારાજ દેહનો ત્યાગ કરી મહુવામાં ધામમાં ગયા.

૭૭. સંવત્ ૧૯૫૫ માં આચાર્ય વિહારીલાલજી મહારાજ ધામમાં ગયાં,

૭૮. ગોરધનભાઇએ યજ્ઞપુરૂષદાસજીને સારંગપુરના મંદિરનો વહીવટ સોપ્યો અને તેમની મદદમાં પ્રભુદાસ કોઠારીને મુકયાં.

૭૯. યજ્ઞપુરૂષદાસજીને સારંગપુરનો વહીવટ સોપ્યો તે પહેલા આ વહીવટ ગઢડાના કોઠારી ભીમજીભાઇના હાથમાં હતો.

૮૦. ભગતજી દિવ્ય દેહે દર્શન આપીને ગુલાબ અને મોગરાનો હાર યજ્ઞપુરૂષદાસજીને પહેરાવ્યો.

૮૧. સંવત્ ૧૯૫૭ માં જાગાભકત મહા સુદ દશમના દિવસે ડાંગરામાં ધામમાં ગયા.

૨૨.

૮૨. સ્વામીશ્રી પંચતીથી કરતાં કરતાં જૂનાગઢ આવ્યા ટયારે સ્વામી અને મહારાજની મૂર્તિ પધરાવવા ગોપાળાનંદ સ્વામીના શિષ્ય સાધુ કેશવજીવનદાસજીએ કહ્યયું.

૮૩. અમદાવાદ ગાદીના આચાર્ય ધામમાં જતાં કુજવિહારીલાલજી મહારાજ જે ગાદીના વારસદાર હતા તેમને બદલે ફકત ત્ર ણ વર્ષની ઉંમરના વાસુદેવપ્રસાદજી મહારાજને ગાદી પર બેસાડયા.

૮૪. કુંજવિહારીપ્રસાદજીએ વઢવાણમાં અલગ મંદિર કરવાનું વિચાર્યુ.

૮૫. અક્ષરપુરષોત્તમ મહારાજ સૌ પ્રથમ વઢવાણમાં બિરાજયા.

૮૬. વઢવાણ મંદિરના પ્રથમ ખંડમાં અક્ષરપુરષોતમ મહારાજની મૂર્તિઓ પધરાવાયી.

૨૪.

૮૭. અક્ષર પુરષોતમની મૂર્તિઓ માટે અઢી હજાર રૂપિયાની સેવા નોંધાઇ.

૮૮. વઢવાણની અક્ષરપુરષોતમ મહારાજની મૂર્તિઓ લેવા જયપુર સ્વામીએ ગોંડલના કડિયા પુરૂષોત્તમદાસને મોકલ્યા.

૮૯. ભરૂચમાં એક દિવસની વચનાર્મતની પારાયણમાં એક હજાર જેટલા હરિભકતો ભેગા થયા.

૨૫.

૯૦. વઢવાણમાં અક્ષર પુરષોતમ મહારાજ બિરાજયા તેનો તાર પુરષોતમભાઇએ વરતાલમાં સ્વામીશ્રીને આપ્યો.

૯૧. બોચાસણમાં મહારાજની પ્રસાદીના રામલક્ષ્મણની મૂર્તિઓ મંગાવી શ્રીજી મહારાજની પ્રસાદીની પાટ પર પધરાવી.

૯૨. સ્વામીશ્રી પોતાની દવા કરાવવા ચાણસદ પધાર્યા.

૨૬.

૯૩. વરતાલમાં પૂનમની સભામાં ગલાભાઇએ અક્ષરપુરષોત્તમની જય બોલાવી.

૨૭.

૯૪. આચાર્ય લક્ષ્મીપ્રસાદજી મહારાજ નાની ઉંમરના અને રજોગુણી હતાં.

૯૫. સ્વામીશ્રીએ કોઠારીની આજ્ઞાથી આચાર્ય લક્ષ્મીપ્રસાદજી મહારાજને સારૂ વર્તન રાખવા ઉપદેશ કર્યો.

૯૬. સ્વામીશ્રીની કથામાં વિક્ષેપ પડે તે માટે કેટલાક તો હરિભકતોની સભા આગળ મરચાં ની ધૂણી કરે જેથી સભા વિખરાઇ જાય જયાં સભા બેઠી હોય ટયાં આગળ જ પાણીનું ભરેલું માટલું લાવીને ઢોળે.

૨૮.

૯૭. સ્વામીશ્રીને બારસના પારણાની રસોઇમાં પતરમાં ખીચડી પીરસાઇ તેમાં કાતિલ ઝેરની તીવ્ર વાસ આવતી હતી.

૯૮. સ્વામીશ્રીની ઝેરની અસર ઓછી કરવા માટે હરિભકતોએ ધી લાવીને સ્વામીશ્રીને પીવડાવ્યું.

૨૯.

૯૯. સ્વામીશ્રીને વરતાલથી સુરક્ષિત જગ્યાએ લઇ જવાં માટે હરિભકતોએ રૂંદેલનું મંદિર પુરૂ કરવા સ્વામીશ્રીના મંડળની માગણી કરી.

૧૦૦. પૂનમના દિવસે સવારે કૃષ્ણજી અદાએ સ્વામીશ્રીને વરતાલનો ત્યાગ કરવા એકાંતમાં લઇ જઇને સમજાવ્યા.

૧૦૧. સ્વામીશ્રીએ પુરષોત્તમદાસજીને આજ્ઞા કરતા કહ્યયું કે કદાચ આપણા મંડળને ચીઠ્ઠી મળે તો લઇને આવજો ને ન મળે તો એમ ને એમ આવીને અમને મળજો.

૩૦.

૧૦૨. સ્વામીશ્રીએ હનુમાનવાળા દરવાજેથી પાંચ સંતો અને દોઢસો જેટલા હરિભકતો સાથે વરતાલનો ત્યાગ કર્યો,

૧૦૩. વરતાલમાંથી નીકળતા ગાય મળી તેથી શુકન સારા થયા એમ સ્વામીશ્રી બોલ્યા.

૧૦૪. વરતાલનો ત્યાગ કરીને સ્વામીશ્રી કરમસદ આવ્યા અને ત્યાંથી બોચાસણ પધાર્યા.

વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.

0 comments

SANATAN DHARM Books

Vedas ऋगवेद यजुर्वेद सामवेद अथर्ववेद Purans Agni Mahapur...