ભક્તરાજ જોબન પગી

 વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.

૫૨. “ એક ઓરડી આપું.અહી રહો. ”

કોણ બોલે છે ? :- જોબનપગી 

કોને કહે છે ? :- નીલકંઠવર્ણીને

કયારે કહે છે ? :- જયારે જયારે નીલકંવર્ણી તળાવની પાળે બેઠા હતા ત્યારે તેમણે જોઇને જોબનપગીના મનમાં ભાવ થયો તેથી નજીક આવીને પ્રાર્થના કરી ત્યારે.

૫૩. “ તીરથ કરવા જવું છે,વળતાં તમારે ત્યાં આવીશું.પછી તમારે ગામ જ રહીશું. ”

કોણ બોલે છે ? :- નીલકંઠવણી 

કોને કહે છે ? :- જોબનપગીને

કયારે કહે છે ? :- જયારે જોબનપગીએ નીલકંઠવર્ણીને ઓરડી આપું અને અહીં રહો તેવી વિનંતી કરી ત્યારે.

૫૪. “ પાટીદારના ફળિયામાં એક બાવો આવ્યો છે,સૌ એને ભગવાન માને છે.આપણે એનું ભગવાનપણું તો જોઇએ.એની પાસે સરસ મજાની ધોડી છે,તું એની ધોડી છોડી લાવ.આપણે એને કયાળંય દૂર દેશમાં પહોચાડી દઇશું.જોઇએ તો ખરા કેવા ભગવાન છે? ”

કોણ બોલે છે ? :- જોબનપગી 

કોને કહે છે ? :- સુંદરપગીને

કયારે કહે છે ? :- જયારે મહારાજ વડતાલમાં પાટિદારના ફળિયામાં આવ્યા ત્યારે.

૫૫. “ મે એમના દર્શન કર્યા છે,બહું ચમત્કારી છે,તેજસ્વી તો એટલા બધા છે કે આપણને નિશ્ચય ભગવાન લાગે.મોટા પુરુષની છેડતી હુ ન કરું.એનો તો અંતરમાં મને ડર લાગે છે. ”

કોણ બોલે છે ? :- સુંદરપગી 

કોને કહે છે ? :- જોબનપગીને

કયારે કહે છે ? :- જયારે જોબનપગીએ શ્રીજી મહારાજની ધોડી ચોરીને દૂર પહોંચાડવાની વાત કરી ત્યારે.

૫૬. “ અમે પણ ધણા ભાઇઓ છીએ.તારાથી ડરતા નથી. ”

કોણ બોલે છે ? :- જોબનપગી

કોને કહે છે ? :- રાયજીને

કયારે કહે છે ? :- જયારે જોબનપગીએ શ્રીજી મહારાજની ધોડી ચોરવા બાપુજી ભાઇની ખડકીમાં આવ્યો અને રાયજીએ તેને પડકાર્યો ત્યારે.

૫૭. “ મારે તો તમારા ગુરૂની મોટાઇ જોવી છે.આજે તમે આડા ફરશો પણ સ્વામિનારાયણ બીજે ગામ જશે ત્યારે શું કરશો? ”

કોણ બોલે છે ? :- જોબનપગી

કોને કહે છે ? :- રાયજીને

કયારે કહે છે ? :- જયારે જોબનપગીએ શ્રીજી મહારાજની ધોડી ચોરવા બાપુજી ભાઇની ખડકીમાં આવ્યો અને રાયજીએ તેને પડકાર્યો ત્યારે.

૫૮. “ અમે પણ ધણા ભાઇઓ છીએ.તારાથી ડરતા નથી. ”

કોણ બોલે છે ? :- જોબનપગી

કોને કહે છે ? :- રાયજીને

કયારે કહે છે ? :- જયારે જોબનપગીએ શ્રીજી મહારાજની ધોડી ચોરવા બાપુજી ભાઇની ખડકીમાં આવ્યો અને રાયજીએ તેને પડકાર્યો ત્યારે.

વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.

0 comments

download

Video Downloader Video Downloader Enter Video URL: Download