નીલકંઠ ચરિત્ર - ૧ થી ૧૦

 વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.

. તમે કયારના આવ્યા છો?.”

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: હનુમાનજીને

કયારે કહે છે: જયારેનીલકંઠ વર્ણી એક મોટા વડ નીચે પદ્માસન વાળીને બિરાજયા. વર્ણી જયારે ધ્યાનમાંથી જાગ્યા અને હનુમાનજીને સામે બેઠેલા જોયા ત્યારે.

. મહારાજ ! આપનાં નિત્ય દર્શન કરવાનો મારો નિયમ છે તે નિયમ અનુસાર આજે અયોધ્યામાં આપને ઘેર ગયો પણ આપ ત્યાં હતા તેથી સરયૂ તટે આવ્યો ત્યાં પણ આપને જોયા પછી ધ્યાનમાં જોયું તો આપ તરફ પધાર્યા છો તે જાણી અહી આવ્યો હવે આપની આજ્ઞા હોય તો આપની સાથે સેવામાં રહું.

કોણ બોલે છે: હનુમાનજી

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે નીલકંઠ વર્ણી એક મોટા વડ નીચે પદ્માસન વાળીને બિરાજયા. વર્ણી જયારે ધ્યાનમાંથી જાગ્યા અને હનુમાનજીને સામે બેઠેલા જોયા અને તેમણે આવવાનું કારણ પૂછયું ત્યારે.

. હમણાં તો એકલા વિચરણ કરવાનો મારો વિચાર છે માટે હું યાદ કરૂં. ત્યારે..આવજો,અયોધ્યામાં સ્વજનોને કુશળ સમાચાર આપજો

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: હનુમાનજીને

કયારે કહે છે: જયારે હનુમાનજીએ વર્ણીને તેમની સેવામાં રાખવા વિનંતી કરી ત્યારે.

. ત્યાગીને આકાશવૃત્તિ કે અજગરવૃત્તિ જોઈએ

. બ્રહ્મચારી ! સાંજના માટે તો કાંઈક રાખો.

કોણ બોલે છે: કેટલાક લોકો

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે ગામના લોકોએ નીલકંઠ પાસે ફળો, મીઠાઈઓ વગેરે સામગ્રીઓનો ઢગલો કરી દીધો. નીલકંઠે તે તમામ સામગ્રીઓ પોતાની પાસે શાલિગ્રામ હતા તેમને ધરાવી અને પછી તેમાંથી પોતે અલ્પ જમ્યા અને વધેલો પ્રસાદ ત્યાં બેઠેલા ગામલોકોને આપી દીધો અપરિગ્રહ વ્રતધારી નીલકંઠ વર્ણીને રીતે બધો પ્રસાદ વહેંચી દેતા જોયા ત્યારે.

. સાંજ કે સવારનો જો વિચાર કરવાનો હોત તો ધરનો ત્યાગ શું કરવા કરત?

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: કેટલાક લોકોને

કયારે કહે છે: જયારે ગામના લોકોએ નીલકંઠ પાસે ફળો, મીઠાઈઓ વગેરે સામગ્રીઓનો ઢગલો કરી દીધો. નીલકંઠે તે તમામ સામગ્રીઓ પોતાની પાસે શાલિગ્રામ હતા તેમને ધરાવી અને પછી તેમાંથી પોતે અલ્પ જમ્યા અને વધેલો પ્રસાદ ત્યાં બેઠેલા ગામલોકોને આપી દીધો અપરિગ્રહ વ્રતધારી નીલકંઠ વર્ણીને રીતે બધો પ્રસાદ વહેંચી દેતા જોયા ત્યારે..ગામના લોકોએ કંઇક સાંજ માટે રાખવા કહ્યું ત્યારે.

. તમે હવે જાઓ મને કોઈનો ડર નથી ચરાચરમાં મારી શકિત વ્યાપીંને રહી છે.

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: સૌ લોકોને

કયારે કહે છે: સૌ લોકો નીલકંઠની સામે બેસી રહ્યા તે જોઇને

. વેણીરામને દર્શન આપ્યાં અને રઘુનંદનને સજીવન કર્યો

. લાવ છપૈયામાં તપાસ કરી આવું કદાચ રિસાઈને ધનશ્યામ છપૈયા ચાલ્યા ગયા હોય !.

કોણ બોલે છે: રામપ્રતાપભાઇ

કોને કહે છે: સ્વગતને

કયારે કહે છે: પોતાના પ્યારા ધનશ્યામન વિયોગમાં ઝૂરતાં સુવાસિની ભાભીએ વિનંતી કરી ત્યારે.

. ચાલ, જઈને ફૂવામાં તપાસ કરવા દે ધનશ્યામ કૂવામાંથી નહિ મળે તો હું પણ ફૂવામાં ડૂબીને મરી જઈશ.

કોણ બોલે છે: વેણીરામ

કોને કહે છે: સ્વગતને

કયારે કહે છે: જયારે ધનશ્યામના મિત્રો તેમને શોધી શોધીને થાકયા. અચાનક વેણીરામને કંઈક

યાદ આવ્યું તેને થયું કે ધનશ્યામ ગામના ઊંડા કૂવામાં ધણી વાર ફૂદકા મારતા,એટલે તપાસ કરવાના હેતુંથી

. ધનશ્યામ વગર જીવન જીવવામાં શી મજા

કોણ બોલે છે: રધુનંદન

કોને કહે છે: સ્વગતને

કયારે કહે છે: જયારે રઘુનંદને સાત દિવસ સુધી ધનશ્યામને શોધ્યા. છેવટે જયારે

ઘનશ્યામ મળ્યા, ત્યારે..ખૂબ ઉદાસ થઈ ગયો ત્યારે.

૧૦. હું કયાં ગયો છું ! તું જયારે સંભારીશ ત્યારે..હું તને દર્શન દઈશ. પરંતુ આવી રીતે પ્રાણ ત્યાગ કરતો નહી?

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: રધુનંદનને

કયારે કહે છે: જ્યારે સાત દિવસ સુધી રઘુનંદને ઘનશ્યામને શોધ્યા પરંતુ ના મળ્યા ત્યારે.ઘનશ્યામનું ધ્યાન કરતાં કરતાં તેણે દેહ ત્યજી દીધો આથીતેના માતા-પિતા રામપ્રતાપ ભાઈ ને રહીને નારાયણ સરોવર તરફ આવ્યા તેણે મૃત્યુ પામેલો જોઈને તેના માતા-પિતા શોકાતુર થઇ ને રોવા લાગ્યા તેમનો રુદન જોઈને ઘનશ્યામે દિવ્ય દર્શન આપ્યા અને રઘુનંદન ને સજીવન કરીને ઉઠાડ્યો ત્યારે.

. તપસ્વીઓની દિવ્ય ગતિ

૧૧. હે તપસ્વી સંતો ! તમે અહી શું કરવા આવ્યા છો ? અહીંથી કયા જવાના છો?

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: તપસ્વીઓને

કયારે કહે છે: જયારે નીલકંઠ ધોર જંગલમાંથી ચાલતાં ચાલતાં.એક વડના ઝાડ પાસે આવ્યા વડના ઝાડ નીચે તેમણે કેટલાક તપસ્વીઓને બેઠેલા જોયા ત્યારે.

૧૨. વર્ણીરાજ અમે હિમાલયમાં તપ કરવા જઈ રહ્યા છીએ.અમારી ઇચ્છા તપ કરીનેભગવાન નારાયણને પ્રસન્ન કરવાની છે.મોક્ષ પ્રાપ્ત કરવા ઉત્તરમાં હિમાલયમાં જઈને કઠોર તપ કરીશું.

 કોણ બોલે છે?: તપસ્વીઓ

 કોને કહે છે: નીલકંઠ વર્ણીને

 ક્યારેય કહે છે: જ્યારે નીલકંઠવર્ણીએ તપસ્વીઓને વડના ઝાડની શું કરે છે તેમ પૂછયું ત્યારે.

૧૩. વર્ણીરાજ ! તમેઅહી વિકટ વનમાં એકલા શા માટે આવ્યા છો ? અમે આટલા બધા ભેગા છીએ તો પણ રાત્રે અમને જંગલી પશુઓની બીક લાગે છે તો તમે કેવી લાગતી?એકલી પીન પહેરીને ફરો છો તેથી રાત્રે ઠંડી નથી લાગતી

કોણ બોલે છે: તપસ્વીઓ

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે જ્યારે નીલકંઠવર્ણીએ તપસ્વીઓની વડના ઝાડ નીચે બેસવાનું કારણ પૂછ્યું ત્યારે..તપસ્યા હિમાલયમાં જઈને તપ કરશે તેમ જણાવ્યું અને નીલકંઠ વર્ણી એકલા જોઈને આશ્ચર્ય પામતા પૂછ્યું ત્યારે.

૧૪. હે વર્ણીરાજ ! પ્રગટ પ્રભુ કયાં મળશે ? કયારે મળશે ? મોક્ષ કેવી રીતે થશે?

કોણ બોલે છે: તપસ્વીઓ

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે નીલકંઠ વર્ણીએ કહ્યું કે પ્રગટ ભગવાનને ઓળખ્યા વિના મોક્ષ નહિ થાય ત્યારે.

૧૫. તમારો સાચો ભાવ હશે તો તમને પ્રગટ પ્રભુ અહી મળશે તેમને ઓળખી લેજો. તમારો મોક્ષ તત્કાળ થઈ જશે

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: તપસ્વીઓને

કયારે કહે છે: જયારે નીલકંઠ વર્ણીએ તપસ્વીઓને કહ્યું કે ભગવાન ને ઓળખ્યા વિના તમારો મોક્ષ નહીં થાય ત્યારે..તપસ્વીઓ ચિંતા કરવા લાગ્યા કે પ્રગટ ભગવાન કેવી રીતે મળશે કેવીરીતે મોક્ષ થશે ત્યારે..

. મહંતાઈના પ્રલોભનનો ત્યાગ

૧૬. બ્રહ્મચારી! તમે અહી મઠની અંદર આવો અહી બહાર તો જંગલી જાનવરનો ધણો ભય છે માટે ઓટલે બેસી રહેવું તે ઠીક નથી.

કોણ બોલે છે: શ્રીપુર મઠના મહંત

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે વર્ણી શ્રીપુરમાં પધાર્યા ત્યારે..સાંજ ઢળી ચૂકી હતી. નીલકંઠ વર્ણીએ

ગામ બહાર એક મઠ જોયો તેના ઓટલા ઉપર તેમણે આસન જમાવ્યું. મહાતેજસ્વી બાળબ્રહ્મચારીને ઓટલે બેઠેલા જોઈ મઠના મહંતજી આકર્ષાયા અને તેમને બાળકની ચિંતા થઇ ત્યારે.

૧૭. બ્રહ્મચારી! તમો ભૂખ્યા હશો અંદર આવો,ભોજન જમો અને સુખેથી વિશ્રાંતિ કરો.

કોણ બોલે છે: શ્રીપુર મઠના મહંત

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે વર્ણી શ્રીપુરમાં પધાર્યા ત્યારે..સાંજ ઢળી ચૂકી હતી. નીલકંઠ વર્ણીએ

ગામ બહાર એક મઠ જોયો તેના ઓટલા ઉપર તેમણે આસન જમાવ્યું. મહાતેજસ્વી બાળબ્રહ્મચારીને ઓટલે બેઠેલા જોઈ મઠના મહંતજી આકર્ષાયા ત્યારે.

૧૮. મહારાજ મારું કહ્યું માનો. જો મઠમાં આવવાની ઇરછા હોય, તો ગામમાં વસતિમાં જાઓ પણ અહી તો મૃત્યુનો ભય છે .

કોણ બોલે છે: શ્રીપુર મઠના મહંત

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે પરંતુ નીલકંઠ વર્ણી હજુ શાંત રહ્યા મહંતને લાગ્યું કે બાળબ્રહ્મચારી

મોંનવ્રતધારી હશે તેથી તેણે તેમને હલાવ્યા ત્યારે.

૧૯. “હું વસતિમાં રહેતો નથી ગામ બહાર,જયાં આવું સ્થળ મળે ત્યાં આકાશની નીચે રહું છું મૃત્યુનો મને ભય નથી.”

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: શ્રીપુર મઠના મહંતને

કયારે કહે છે: જયારે મઠના મહંતે વર્ણીને કહ્યું કેજો મઠમાં આવવાની ઇરછા ન હોય, તો ગામમાં વસતિમાં જાઓ પણ અહી તો મૃત્યુનો ભય છે જત્યારે.

૨૦. “આ તમારી જોગી હઠ છે વગર મોતે મૃત્યુ મોંમાં શા માટે ધકેલાઓ છો ?.”

કોણ બોલે છે: શ્રીપુર મઠના મહંત

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે મઠના મહંતે વર્ણીને ખૂબ વિનંતી કરી પરંતુ તેઓ મઠમાં આવવા કઇ ગામમા જવા તૈયાર ના થયા ત્યારે.

૨૧. “આ તો કોઈ ઈશ્વરી અવતાર છે.”

કોણ બોલે છે: મહંતજી અને તેમનાં શિષ્યો

કોને કહે છે: સ્વગત

કયારે કહે છે: જ્યારે નીલકંઠની મઠ ની અંદર ના આવ્યા પરંતુ બાળક જોઈ રહ્યા ત્યારે..રાતના બે પ્રહાર વીતી ગયા અને એક શેર ત્યાં આગળ આવ્યો અને વર્ણીએ જ્યારે શેર તરફ દ્રષ્ટિ કરી અને તે સુખના અનુભવ કરતા કરતા નીલકંઠવર્ણી ના પગ આગળ લપાઈને બેસી ગયો આ દ્રશ્ય મહંત જોયો અને તે આશ્ચર્યચકિત થઈ ગયા ત્યારે.

૨૨. “બ્રહ્મચારી ! આપ બહુ પ્રતાપીપુરૂષ છો આપ જો અમારા મઠમાં રહો, તો તમને પઠાધિપતિ બનાવી દઉં. લાખ રૂપિયાની અમારી આવક છે.”

કોણ બોલે છે: શ્રીપુર મઠના મહંત

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે નીલકંઠવર્ણીએ શેરને વશ કરી દીધો આથી મહંતજી ભાવવિભોર બની ગયા ત્યારે.

૨૩. “મઠની, આશ્રમની કે મિલકતની અપેક્ષા હોત તો મઠનો ત્યાગ શું કરવા કરત ? મારે તો તીર્થોમાંજઈ અનેક જીવનું કલ્યાણ કરવું છે અને સાચો સત્સંગ શું છે તે જગતને સમજાવવું છે.”

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: શ્રીપુર મઠના મહંતને

કયારે કહે છે: જ્યારે મહંતજી એ નીલકંઠવર્ણી પોતાના મઠમાં રહેવા માટે વિનંતી કરી અને કહ્યું કે અમે તમને મઠાધિપતિ બનાવીએ તેમ જ અમારા મઠ ની આવક લાખ રૂપિયા છે ત્યારે.

૭. બદરીનાથ અને માનસ સરોવરની વાટે

૨૪. “આપનો પ્રતાપ કોઈ જાણતા નથી આપતા પ્રતાપથી જ અમારી મોટપ છે આપનાથી અમને જે મોટા માને છે તે ખરેખર આપના પ્રતાપને જાણતા જ નથી.”

કોણ બોલે છે: નરનારાયણ ઋષિ

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયાર ેનીલકંઠ વર્ણી નર-નારાયણના આ બદરિકાશ્રમમાં ૫ધાર્યા. આ બ્રહ્માંડના ભોમિયા નરનારાયણે પોતાનાં પચાસ વર્ષ અને દોઢ પહોંર સુધી એક પગે ઊભા રહીને સ્તુતિ કરી હતી. ત્યારે..પૂર્ણપુર્ષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર પ્રગટ થયા હતા. નરનારાયણની આ તપશ્ચર્યાનું ફળ આપવા જ સાક્ષાત્ પુરુષોત્તમ આજ નીલકંઠ વેષે અહી પધાર્યા હતા. નરનારાયણ ઋષિએ હર્ષઘેલા થઈને નીલકંઠ વર્ણીની ગદ્‌ગદ કંઠે રતુતિ કરી ત્યારે.

૨૫. “ઋષિવર્ય ! તમે મારી ખૂબ સેવા કરી છેતેથી તમારી મૂર્તિની સ્થાપના હું ભરતખંડમાં જરૂર કરીશ.”

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: નરનારાયણ ઋષિને

કયારે કહે છે: જયારે નરનારાયણ ઋષિ તથા અન્ય મુનિગણનો ભાવ જોઈ આ આશ્રમમાં વર્ણી પધાર્યા અને

શિયાળાના ત્રણ માસ રહ્યા તેમજ નીલકંઠ વર્ણીએ અહી ઉગ્ર તપ કર્યું હજારો ઋષિઆને પોતાની દિવ્ય મૂર્તિનું સુખ આપ્યું તેમની સેવાઓ સ્વીકારીને નીલકંઠે વિદાય લેતાં હતા ત્યારે.

૮. રાજા રણજિતસિંહને ઉપદેશ

૨૬. “હવે હું આપને છોડીશ નહી. આપમને છોડશો નહી. આપ કહેશો એ નિયમ હું રાખીશ.

કોણ બોલે છે: પંજાબના રાજા રણજિતસિંહ

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે પંજાબના બહાદુર રાજા રણજિતસિંહ બદરીનાથનાં દર્શન કરવા આવેલા નીલકંઠ વર્ણીનાં દર્શનથી તે ખૂબ પ્રભાવિત થયા નીલકંઠ વર્ણીના ચરણ પકડીને સ્તુતિ કરતાં હતા ત્યારે.

૨૭. “અમે પછી તમે જયાં હશો ત્યાં તમને મળશું. હમણાં તો તમે જાઆ.”ે

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: પંજાબના રાજા રણજિતસિંહને

કયારે કહે છે: જયારે ત્યારે.

૨૮. “અમારી સ્મૃતિ કરતા રાજય કરજે ને જા અમારું જ્ઞાન તારા અંતરમાં સ્થિર થશે તો રાજય તને બંધન નહી કંર.”

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: પંજાબના રાજા રણજિતસિંહને

કયારે કહે છે: જયારે પંજાબના રાજા રણજીતસિંહે નીલકંઠવર્ણી ને તેમની પાસે રાખવા વિનંતી કરી પરંતુ નીલકંઠવર્ણીએ તેમને પોતાની પાસે રાખ્યા નહીં પછી હરિદ્વારમાં ફરીથી રણજીતસિંહ નીલકંઠવર્ણીની સાથે મેળાપ થયો અને તેમને પોતાનું રાજ્ય અર્પણ કરવા વિનંતી કરી પરંતુ નીલકંઠવર્ણીએ સ્વીકાર્યો નહીં અને આશીર્વાદ આપ્યા ત્યારે.

૯. પોતાની વાણીને શાપ

૨૯. “બળ્યું આ શહેર, ચાલો ચાલી નીકળીએ

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: સ્વગત

કયારે કહે છે: બાંસીના નિવાસ દરમ્યાન નીલકંઠવર્ણી એક દિવસ જ્યારે નદીમાંથી સ્નાન કરીને તપ કરી રહ્યા હતા ત્યારે..વાસરાદાદા નોકરો બંદૂક લઇને બગીચામાં પ્રવેશ્યા અને તેમણે ગોળી મારીને એક પક્ષી પક્ષીનાં જોડાં મારી નાખ્યું નોકરોના આવા વર્તનથી નીલકંઠ ખૂબ જ દુ:ખ થયું ત્યારે.

૩૦. “ક્ષમાવાન સાધુની આ રીત નથી આપણે કોઈનું ભુંડું થાય તેવો સંકલ્પ પણ ન કરવો“

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: સ્વગત

કયારે કહે છે: બાંસીના નિવાસ દરમ્યાન નીલકંઠવર્ણી એક દિવસ જ્યારે નદીમાંથી સ્નાન કરીને તપ કરી રહ્યા હતા ત્યારે..વાસરાદાદા નોકરો બંદૂક લઇને બગીચામાં પ્રવેશ્યા અને તેમણે ગોળી મારીને એક પક્ષી પક્ષીનાં જોડાં મારી નાખ્યું નોકરોના આવા વર્તનથી નીલકંઠ ખૂબ જ દુ:ખ થયું ત્યારે..

૩૧. “હવે કયારેય ભૂલથી પણ આવો મલિન ધાટ અમારાથી થઈ જાયતો તે નિષ્ફળ થાઆ. આવા પ્રસંગે અમારી વાણી નિષ્ફળ જાઓ

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: સ્વગત

કયારે કહે છે: જ્યારે નીલકંઠવર્ણીએ સંકલ્પ કર્યો કે આ શહેર ત્યારે..શહેર બળવા લાગ્યું. નીલકંઠ આવું જોયું ત્યારે..તેમને ખૂબ દુ:ખ થયું તેથી નીલકંઠે નદીના જળમાં ઊભા ઊભા પોતાના

જમણા હાથમાં પાણીની અંજલિ લઈ, સંકલ્પ કરી, પોતાની વાણીને શાપ આપ્યો

૧૦. નીલકંઠ વંશીંપુરમાં

૩૨. “નારાયણ આ સ્વરૂપે આજે મારું કલ્યાણ કરવા આવ્યા છે.”

કોણ બોલે છે: વંશીપુરના રાજા

કોને કહે છે: સ્વગત

કયારે કહે છે: જયારે એકવાર વહેલી સવારે વર્ણીપ્રભુ સ્નાન કરી પીપળાના એક વૃક્ષ નીચે નિત્યવિધિ કરવા બિરાજમાન થયા તે સમયે શિકાર કરવા નીકળેલા વંશીપુરના રાજાએ વૃક્ષ નીચે બાલયોગીને જોયા ચંદ્રસમુ સુંદર મુખારવિંદ, કમળના પત્ર જેવી ઊંડી આંખો અને કપાળ પર બ્રહ્મચર્યનું તેજ આ બાળયોગીને જોઈ રાજાના હર્ષનો પાર ન રહ્યો પોતે ઉત્તમ મુમુક્ષુ હતો. તેણે પ્રભુને ઓળખી લીધા ત્યારે.

૩૩. “બ્રહ્મચારીજી,આ રાજય તમને સોંપવું છે આ બંને માંરી કુંવરીઓનું પણ તમારી સાથે લગ્ન કરવું છે, માટે હવે વનમાં જઈ તપ કરવાની માથાકૂટ મૂકી દ્યો.”

કોણ બોલે છે: રાણી

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે નીલકંઠવર્ણી રાજયમા પધાર્યાઅને ભૂત-ભવિષ્યની બધી વાતો કરતા અને રાણી ને વર્ણીને રાજયમાં રાખવાનો તેને લોભ જાગ્યો ત્યારે..વર્ણીને સમજાવતાં.

૩૪. “માતા ! અમારે હજુ તો વનમાં ફરવું છે અને તમારાં જેવાં ભાગ્યવાન મુમુક્ષુઓના કલ્યાણ કરવાં છે અહી તો તમારા તપના ફળરૂપે હું આવ્યો છું,તમારાં અતિ મોટાં ભાગ્ય છે.”

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: રાણીને

કયારે કહે છે: જયારે રાણીએ નીલકંઠ વર્ણીને પોતાની છોકરીઓ સાથે લગ્ન કરી લેવા ખૂબ જ આગ્રહ કર્યો અને કહ્યું કે આ રાજપાટ પણ તમે સંભાળજો અને હવે વનમાં જવાનું તમે રહેવા દો ત્યારે.

૩૫. “બ્રહ્મચારી ! વિચાર કરો અત્યારે..તો બાળઅવસ્થા છે પરંતુ જોબન અવસ્થા આવશે ત્યારે..સ્ત્રી વિના ટળવળશો.

કોણ બોલે છે: રાણી

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે રાણીએ નીલકંઠ વર્ણીને પોતાની છોકરીઓ સાથે લગ્ન કરી લેવા ખૂબ જ આગ્રહ કર્યો અને કહ્યું કે આ રાજપાટ પણ તમે સંભાળજો અને હવે વનમાં જવાનું તમે રહેવા દો તેમછતાં નીલકંઠવર્ણી ના માન્યા ત્યારે.

૩૬. “અમારે તો સુખમાત્ર વનમાં જઈને પરમાત્માનું ચિંતવન કરવું તેમાં જ છે.”

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: રાણીને

કયારે કહે છે: જયારે રાણીએ નીલકંઠ વર્ણીને પોતાની છોકરીઓ સાથે લગ્ન કરી લેવા ખૂબ જ આગ્રહ કર્યો અને કહ્યું કે આ રાજપાટ પણ તમે સંભાળજો અને હવે વનમાં જવાનું તમે રહેવા દો તેમ કહ્યું અને વર્ણીને દયા આવી ત્યારે.

૩૭. “મા! આ નિર્વિકારી દિવ્ય પુરૂષ આપણે ઘેર આવીને રહ્યા છે તો તેમની મરજી સમજીને તેમની સેવા કરો કોઈ વાતનો આગ્રહ રાખશો નહિ પ્રેમથી તેમને અંતરમાં જ રાખવાનો આગ્રહ રાખો અને આ મિથ્યા મોહ તમે છોડી દ્યો.”

કોણ બોલે છે: કુંવરીઓ

કોને કહે છે: રાણીને

કયારે કહે છે: જયારે નીલકંઠવર્ણીના દર્શન કરતાં કરતાં રાણીને સમાધિ થઇ અને સમાફિમાંથી જાગીને રાણીની આંખમાંથી આસુંની ધારા વહેવા લાગી ત્યારે.


વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.

0 comments

SANATAN DHARM Books

Vedas ऋगवेद यजुर्वेद सामवेद अथर्ववेद Purans Agni Mahapur...