વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.
૧૨. ટાઢે પાણીએ બળિયા ગયા
૩૦. “ ધનશ્યામને બળિયા નીકળ્યા છે, માટે અંદર ઓરડામાં સુવાડી દો“
કોણ બોલે છે : લક્ષ્મીબાઇ
કોને કહે છે : ભકિતમાતાને
કયારે કહે છે : જયારે ચંદામાસી ધનશ્યામની ખબર જોવા આવ્યા અને જોયું કે ધનશ્યામને તાવ આવ્યો છે અને બળિયા નીકળ્યા છે તે જોઇને
૩૧. “ વીસ દિવસ સુધી ઘરની બહાર જવા દેતાં નહિ.”નાહવા-ધોવા દેતાં નહિ.”શરીરે પાણી પણ શરીરે અડાડશો.”
કોણ બોલે છે : લક્ષ્મીબાઇ
કોને કહે છે : ભકિતમાતાને
કયારે કહે છે : જયાર લક્ષ્મીબાઇ ધનશ્યામની ખબર જોવા આવ્યા અને જોયું કે ધનશ્યામને તાવ આવ્યો છે અને બળિયા નીકળ્યા છે તે જોઇને
૩૨. “ નાહ્યા-ધોયા વગર કેમ ચાલે?” આપણે તો બ્રાહ્યણ છીએ માટે રોજ નાહવું જ જોઇએ.”તમે ઠંડુ પાણી લઇ આવો.”હું ઠંડા પાણીથી નાહીશ એટલે બળિયા મટી જશે અને તાવ ઊતરી જશે.”
કોણ બોલે છે : ધનશ્યામ
કોને કહે છે : લક્ષ્મીબાઇને
કયારે કહે છે : જયાર લક્ષ્મીબાઇ ધનશ્યામની ખબર જોવા આવ્યા અને જોયું કે ધનશ્યામને તાવ આવ્યો છે અને બળિયા નીકળ્યા છે તે જોઇને નાહવાની દેવાની ના પાડી ત્યારે.
૧૪. ચકલાંઓને સમાધિ
૩૩. “આપણા ખેતરમાં ડાંગર પાકી છે.વળી આજે અમે બાજુના ગામે જવાના છીએ.માટે તમે ખેતર સાચવવા જજો.”
કોણ બોલે છે : ધર્મદેવ
કોને કહે છે : ધનશ્યામને
કયારે કહે છે : જયારે એક દિવસ રામપ્રતાપભાઇ અને ધર્મદેવ બાજુના ગામે જવાના હતા ત્યારે.
૩૪. “ તમને શું કહ્યું હતું?તમને ખેતર સાચવવા મોકલ્યા હતા ને!”
કોણ બોલે છે : ધર્મદેવ
કોને કહે છે : ધનશ્યામને
કયારે કહે છે : જયારે ધર્મદેવ અને રામપ્રતાપભાઇ સાંજે આવ્યા અને તેમને ધનશ્યામને બાજુના ખેતરમાં રમતાં જોયા ત્યારે.
૧૭. રામદત્તન કેરી ચખાડી
૩૫. “ એકેય બ્રાહ્મણને નીચે ઊતરવા દેશો નહિ ચાલો આપણે તેમને કાંકરા મારવા
લાગીએ.”
કોણ બોલે છે : ધનશ્યામ
કોને કહે છે : બાળમિત્રોને
કયારે કહે છે : જયારે રામદતના કહેવાથી બધા બ્રાહ્યણો બાળપ્રભુને પકડવા ઝાડ ઉપર
ચડયા ત્યારે. બાળપ્રભુ નીચે ઉતરી ગયા પછી.”
૩૬. “ તમે બધા ઝાડ પર ચડી જાઓ આપણે ઘનશ્યામને પકડી પાડીએ.”
કોણ બોલે છે : રામદત
કોને કહે છે : બ્રાહ્યણોને
કયારે કહે છે : જયારે રામદત કેરીઓ લેવા નીચે વળ્યો ત્યારે. ધનશ્યામે દોરી-લોટો
લઇ લીધો અને ઊચે ઝાડ પર ચઢી ગયા અને તેમને પકડવા રામદત ઉપર ચઢયો પણ ધનશ્યામ પકડાતા
ન હતા ત્યારે.”
૩૭. “ તમે સૌં આ બધી કેરીઓ ઉપાડવા માંડો.”
કોણ બોલે છે : રામદત
કોને કહે છે : બ્રાહ્યણોને
કયારે કહે છે : જયારે બાળકો કેરીઓ તોડતા હતા અને બ્રાહ્યણોનું ટોળુ નીકળ્યું
ત્યારે. કેરીઓને નીચે પડેલી જોઇને
૩૮. “ આ કેરીઓ અમે પાડી છે તમારે જોઈએ તો તમે તમારી મેળે કેરીઓ તોડી લો“
કોણ બોલે છે : વેણી
કોને કહે છે : રામદતને
કયારે કહે છે : જયારે બાળકો કેરીઓ તોડતા હતા અને બ્રાહ્યણોનું ટોળુ નીકળ્યું
ત્યારે. કેરીઓને નીચે પડેલી જોઇને કેરીઓ લેવા ગયા ત્યારે.
૧૮. મુમુક્ષુ કઈ દિશામાં છે
૩૬ “ ધનશ્યામ,તમે આ ઝાડ પર ઊંચે
ચડીને પશ્ચિમ દિશા તરફ શું જોયા કરો છો?”
“
કોણ બોલે છે : વેણી
કોને કહે છે : ધનશ્યામને
કયારે કહે છે : રોજ જયારે ધનશ્યામ રમવાનું છોડીને પીપળા પર ચઢીને પશ્વિમ દિશા
તરફ જોતાં આ જોઇને.”
૩૯. “ હું તો મુમુક્ષુઓ કઈ દિશામાં છે તે જોઉં છું આપણા ગામથી હજારો ગાઉ દૂર
પશ્ચિમમાં ગુજરાત, કાઠિયાવાડ દેશ છે
ત્યાં શ્રીકૃષ્ણની દ્વારકા છે તે દેશમાં ભગવાનને મળવા માટે તલસી રહેલા કેટલાય
મુમુક્ષુઓ રહે છે મારે એક દિવસ અહીંથી ત્યાં જ જવું છે હિમપ્લયનાં પવિત્ર સ્થળો
અને ભારતનાં તીર્થો જોવા છે,
પણ
રહેવું તો કાઠિયાવાડમાં જ છે ત્યાંના ભક્તો મને પુકારે છે.”
કોણ બોલે છે : ધનશ્યામ
કોને કહે છે : વેણીને
કયારે કહે છે : રોજ જયારે ધનશ્યામ રમવાનું છોડીને પીપળા પર ચઢીને પશ્વિમ દિશા
તરફ જોતાં આ જોઇને વેણીએ પુછયું તમે શું જોયા કરો છો ત્યારે.”
૧૯. એક સાથે અનેક મંદિરે દર્શન
૪૦. “ ધનશ્યામને બોલાવી આવો.”
કોણ બોલે છે : ભકિતમાતા
કોને કહે છે : રામપ્રતાપભાઇને
કયારે કહે છે : એક દિવસે બપોરે જમવા માટે ધનશ્યામ ધરે આવ્યા નહિ ત્યારે.
૨૦. ભૂતિયો કૂવો
૪૧. “ તમારે સૂરજઆથમે પછી ફૂવે પાણી ભરવા ન જવું, ફૂવામાં હજારો ભૂત રહે છે, તે તમને
હેરાન કરશે માટે ભૂતિયા કૂવે સાંજે ન જવું.”
કોણ બોલે છે : વચનાબાઇ
કોને કહે છે : ભકિતમાતાને
કયારે કહે છે : જયારે ધર્મદેવ તીનવા ગયા ત્યારે. ભકિતમાતા વચનાબાઇને મદદ કરતા અને પાણી પણ તેઓ જ ભરતા હતા ત્યારે.”
૪૨. “ શું થયું માતાજી આજે ઉતાવળે કેમ આવ્યાં ?” ધડો ને દોરડું કયાં મૂકી આવ્યાં?”
કોણ બોલે છે : ધનશ્યામ
કોને કહે છે : ભકિતમાતાને
કયારે કહે છે : જયારે ભકિતમાતા ભૂલમાં સાંજે પાણી ભરવા ગયા અને કૂવામાં ધડો નાંખ્યો અને ભૂતે પકડી લીધો અને હજારો બૂતને જોયીને તેઓ ધરે આવ્યા ત્યારે.
૪૩. “ અંદર પડશો નહિ ભૂત તમને મારી ખાશે.”
કોણ બોલે છે : ગામના લોકો
કોને કહે છે : ધનશ્યામને
કયારે કહે છે : જયારે ધનશ્યામ એકદિવસ કૂવામાં કૂદકો મારવા ગયા ત્યારે.”
૪૪. “ હે ભગવાન ! અમને બચાવો.”
કોણ બોલે છે : ભૂતો
કોને કહે છે : ધનશ્યામને
કયારે કહે છે : ધનશ્યામે કૂવામાં કૂદકો માર્યો,અને બધા ભૂતો ઝબકી ગયા અને ધનશ્યામને પકડવા ભૂતોએ હાથ લંબાવ્યો અને ધનશ્યામના શરીરમાંથી તેજ નીકળવા લાગ્યું અને બધા ભૂતો બળવા લાગ્યા ત્યારે.”
૪૫. “ તમે બધાં અહી કયાંથી!”
કોણ બોલે છે : ધનશ્યામ
કોને કહે છે : ભૂતોને
કયારે કહે છે : ધનશ્યામે કૂવામાં કૂદકો માર્યો,અને બધા ભૂતો ઝબકી ગયા અને ધનશ્યામને પકડવા ભૂતોએ હાથ લંબાવ્યો અને ધનશ્યામના શરીરમાંથી તેજ નીકળવા લાગ્યું અને બધા ભૂતો બળવા લાગ્યા ત્યારે.”
૪૬. “ ધણાં વર્ષો પહેલાં અમે બધાં ખરાબ સ્વભાવવાળા માણસો હતા.” અમે માંસ ખાતા, દારૂ પીતા, જુગાર રમતા, જૂઠું બોલતા અમારે બધાંને બાદશાહ સાથે ઝધડો થયો મોટી લડાઈ થઈ અમે બધા આ જગ્યાએ મરાયા, પરંતુ અમે ખૂબ પાપીં હતા તેથી ભૂત થઈને આ કૂવામા રહ્યા છીએ ઘનશ્યામ ! તમે તો ભગવાન છો માટે અમારાં પાપનો નાશ કરો અમારી ભૂલો માફ કરો અમારો ઉદ્ધાર કરો.”
કોણ બોલે છે : ભૂતો
કોને કહે છે : ધનશ્યામને
કયારે કહે છે : જયારે ધનશ્યામે ભૂતોને ભુત બનવા માટેનું કારણ પૂછયું ત્યારે.
0 comments