નીલકંઠ ચરિત્ર - ૪૧ થી ૫૦

 વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.


૪૧. રામાનંદ સ્વામીની વાત

૧૭૭. “ગિરનારની તળેટીમાં ત્રંબા ગામમાં આત્માનંદ સ્વામી રહે છે આત્માનંદસ્વામી સિદ્ધ અને ચમત્કારી સંત છે.”

કોણ બોલે છે: સંન્યાસી

કોને કહે છે: રામશર્માને

કયારે કહે છે: જયારે રામશમાંએ કાશીમાં રહીને ગ્રંથોને અભ્યાસ પુરો કર્યો અને ફરતાં ફરતાં દ્વારિકા આવ્યા ત્યારે.

૧૭૮. “ભગવાન નિર્ગુણ નિરાકાર છે ભગવાનની મૂર્તિપૂજા હોય નહિ.”

કોણ બોલે છે: રામશર્મા

કોને કહે છે: આત્માનંદ સ્વામીને

કયારે કહે છે: જયારે રામશર્મા આત્માનંદ સ્વામી પાસે આવીને તેમના શિષ્ય થયા તેમણે આત્માનંદ

સ્વામીને પોતાના ગુરૂ કર્યા આત્માનંદ સ્વામીએ દીક્ષા આપીને રામાનંદ સ્વામી એવું નામ પાડયું પછી તો રોજ ગુરૂશિષ્ય વચ્ચે વાદવિવાદ થાય ત્યારે.

૧૭૯. “હું સાક્ષાત્ પોતે પૃથ્વી પર જન્મ લઈને પ્રગટ થઈશ, અનંત જીવોનો ઉદ્ધારકરીશ અને તમને મળીશ.”

કોણ બોલે છે: શ્રીકૃષ્ણ ભગવાન

કોને કહે છે: રામાનંદ સ્વામીને

કયારે કહે છે: રામાનંદ સ્વામીને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ બહુ ગમે તેમની ઇરછા શ્રીકૃષ્ણ ભગવાનનાં સાક્ષાત્ દર્શન કરવાની હતી, તેથી તેઓ એક દિવસ આત્માનંદ સ્વામીનો ત્યાગ કરી ચાલી નીસર્યા અને ચાલતાં ચાલતાં દ્રક્ષિણ ભારતમાં ગયા રામાંનુજાચાર્યના સ્થાનમાં ગયા અને શ્રીકૃષ્ણનું ભજન અને રામાંનુજની ભક્તિ આદરી, તેથી ભગવાન શ્રીકૃષ્ણે પ્રસન્ન થઈ રામાનંદ સ્વામીને સ્વાનમાં દર્શન દીધાં ત્યારે.

૧૮૦. “હવે તમે સૌ આ રામાનંદસ્વામીની આજ્ઞામા રહેજો.”

કોણ બોલે છે: આત્માનંદ સ્વામી

કોને કહે છે: પોતાના શિષ્યોને

કયારે કહે છે: જયારે શ્રીકૃષ્ણ ભગવાનના દર્શન કર્યા પછી રામાનંદ સ્વામીએ કાઠિયાવાડમાં આવીને ગુરૂ સાથે ફરીથી ચર્ચા કરી આત્માનંદ સ્વામી હાર્યા, તેમણે અદ્વૈત મતનો ત્યાગ કર્યો અને ભગવાનની મૂર્તિપૂજા અને ભક્તિ માન્ય કરી ભગવાનને સાકાર કબૂલ કર્યા તેમણે બધા શિષ્યોને સ્વામી રામાનંદના આશ્રિત થવાનું કહ્યુ ત્યારે.

૧૮૧. “બહ્મચારી ! અમને તો અમારા ગુરૂ આત્માનંદ સ્વામી સિવાય કોઈમાં શ્રદ્ધા બેસતી નથી બીજા શિષ્યો ભલે રામાનંદ સ્વામી પાસે ગયા, પણ અને ત્રણ તો અહી જ રહ્યાં છીએ હું વિઠ્ઠલાનંદ અને બાલાનંદ તો હજુ પણ ભગવાનને નિર્ગુણ,નિરાકાર સમજીએ છીએ અમે રામાનંદ સ્વામીનો ઉપદેશ સાંભળતાં જ નથી.”

કોણ બોલે છે: લખુબાઇ

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે રામાનંદ સ્વામીનું વૃતાંત કીધા પછી.

૧૮૨. “આ લખુબાઈએ મારી ખૂબ સેવા કરી છે,હવે તેને સાચી વાત સમજાઈ છે, માટે લાવ કંઈક આપું.”

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: સ્વગત

કયારે કહે છે: નીલકંઠ બ્રહ્મચારીએ લખુબાઈ, વિઠ્ઠલાનંદ અને બાલાનંદને ખૂબ ઉપદેશ કર્યો અદ્વૈતની નિષ્ઠા તોડાવીને વિશિષ્ટતાદ્વૈતની નિષ્ઠા કરાવી ભગવાન સદાય સાકાર છે તેમ સમજાવ્યું ભગવાનની પૂજાભક્તિનો મહિમા સમજાવ્યો. ત્રણેયને સાચું જ્ઞાન થયું એમ કરતાં ત્રણ માસ પૂરા થયા ત્યારે.

૧૮૩. બ્રહ્મચારી મહારાજ ! તમે તો ભગવાન છો માટે મારો દીકરો વીરો, સાઠ ભેંશુ એને વાડી અમર રહે એવા આશીર્વાદ આપો.

કોણ બોલે છે: લખુબાઇ

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે નીલકંઠ વર્ણીએ તેમને વરદાન માંગવાનું કહ્યું ત્યારે.

૧૮૪. ડોશીમાને માગતાં નથી આવડચું. માટે લાવ હું એને સર્વશ્રેષ્ઠ વર આપું.

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: સ્વગત

કયારે કહે છે: જયારે વણીએ લખુબાઇને વર માંગવાનું કહ્યું ત્યારે તેમણે માગ્યું કે મારો દીકરો વીરો, સાઠ ભેંશુ એને વાડી અમર રહે ત્યારે.

૪૨. નરસિંહ મહેતાને દર્શન

૧૮૫. સ્થાન અમારું છે અમે તમને અહીં નહી નહાવા દઈએ.

કોણ બોલે છે: બાવાઓ

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે નીલકંઠ વર્ણી જૂનાગઢમાં આવ્યા પછી ગૌમુખી

ગંગામાં નહાવા ગયા ત્યારે.

૧૮૬. તપસ્વી બહુ વિદ્વાન લાગે છે,માટે લાવ પ્રશ્ન પૂછું.

કોણ બોલે છે: નાગર બ્રાહ્મણ

કોને કહે છે: સ્વગત

કયારે કહે છે: જયારે ગિરનાર ઊતરીને નીલકંઠ જૂનાગઢ ૫ધાર્યા. જૂનાગઢમાં હાટકેશ્વર

મહાદેવની જગ્યા પાસે જઈને બેઠા તે વખતે ત્યાંથી એક નાગર બ્રાહ્મણે નીકળ્યો તેણે નીલકંઠને જોયા ત્યારે.

૧૮૭. હમણાં કાંઈ રસોઈ તૈયાર નથી જો તમે બે ધડી રોકાવ, તો સારી રસોઈ કરીને જમાડું.

કોણ બોલે છે: કલ્યાણજી

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે નીલકંઠ પીપલાણા ગયા અને નરસિંહ મહેતાના ધરને આટલે જઈને બેઠા તે વખતે નરસિંહ મહેતા શાલિગ્રામની પૂજા કરતા હતા. તેમનો પુત્ર કલ્યાણજી આંગણામાં બેઠો હતો.નીલકંઠ કલ્યાણજી પાસે ભિક્ષા માગી ત્યારે.

૧૮૮. અમે રસોઈ સારૂ ઊભા રહેતા નથી અમારે જાત્રાએ જવું છે જો કાંઈ તૈયાર હોય તો લાવો.

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: કલ્યાણજીને

કયારે કહે છે: જયારે નીલકંઠ કલ્યાણજી પાસે ભિક્ષા માગી કલ્યાણજીએ કહ્યું કે હમણાં કાંઈ રસોઈ તૈયાર નથી જો તમે બે ધડી રોકાવ, તો સારી રસોઈ કરીને જમાડુંં ત્યારે.

૧૮૯. જો અન્ન તૈયાર હોય, તો અમે ચાલ્યા.

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: કલ્યાણજીને

કયારે કહે છે: જયારે નીલકંઠ કલ્યાણજી પાસે ભિક્ષા માગી કલ્યાણજીએ કહ્યું કે હમણાં કાંઈ રસોઈ તૈયાર નથી જો તમે બે ધડી રોકાવ, તો સારી રસોઈ કરીને જમાડું ત્યારે.

૧૯૦. તું વાત કરતો હતો તે તપસ્વી કયાં ગયા

કોણ બોલે છે: નરસિંહ મહેતા

કોને કહે છે: કલ્યાણજીને

કયારે કહે છે: જયારે ભિક્ષા તૈયાર નહોતી આથી વર્ણી ચાલવા લાગ્યા જતા જતા તેમણે નરસિંહ મહેતાના શાલિગ્રામ પર દ્રષ્ટિ કરી ત્યા તો એક ચમત્કાર થયો અંદર પૂજાની ઓરડીમાં બેઠેલા નરસિંહ મહેતાના શાલિગ્રામમાંથી તેજ નીકળવા લાગ્યું ત્યારે.

૧૯૧. તો હમણાં તે હમણાં અન્ન માગતા હતા. મે કહ્યું, રોકાવ તો જમાડીશ. પણ તે તો ચાલી નીકળ્યા.

કોણ બોલે છે: કલ્યાણજી

કોને કહે છે: નરસિંહ મહેતાને

કયારે કહે છે: જયારે ભિક્ષા તૈયાર નહોતી આથી વર્ણી ચાલવા લાગ્યા જતા જતા તેમણે નરસિંહ મહેતાના શાલિગ્રામ પર દ્રષ્ટિ કરી ત્યા તો એક ચમત્કાર થયો અંદર પૂજાની ઓરડીમાં બેઠેલા નરસિંહ મહેતાના શાલિગ્રામમાંથી તેજ નીકળવા લાગ્યું આથી મહેતા દોડતા દોડતા બહાર આવ્યા ત્યારે.

૧૯૨. વાર લગાડશો. જે ઝટ તૈયાર થાય તેવું હોય તેબનાવી લાવો.

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: નરસિંહ મહેતાને

કયારે કહે છે: નરસિંહ મહેતાએ કલ્યાણને નીલકંઠની શોધમાં ગામની ભાગોળ તરફ દોડાવ્યો. ભાગોળે નીલકંઠને પકડી પાડ્યા દંડવત પ્રણામ કરી, સ્તુતિ કરીને નીલકંઠને પાછા ઘેર લઈ આવ્યા ત્યારે.

૪૩. નીલકંઠ લોજમાં

૧૯૩. બ્રહ્મચારીજી ! આપ કયાંથી પધારો છો? આપનું શુભ નામ,માપિતાનું નામ, શાથી વૈરાગ્ય ગ્રહણ કર્યો, આપના ગુરૂ કોણ, બધુંજાણવાની મને ઉત્કંઠા થઈ છે.

કોણ બોલે છે: એક સાધુ(સુખાનંદ સ્વામી)

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે લોજના આશ્રમના એક સાધુ પાણી ભરવા આવ્યા તેની વૃત્તિઓ કિશોરના સ્વરૂપમાં ખેંચાઈ ગઈ બાળબ્રહ્મચારી આખો ખોલે તેની રાહ જોઈને તે પણ ઊભા રહી ગયા પણ નીલકંઠ હજુ ધ્યાનમગ્ન હતા. થાકીને તેઓ વાવમાં પાણી ભરવા ગયા. પાણી ભરી

આવીને ફરી નીલકંઠ સમક્ષ તે ઊભા રહ્યા થોડીવાર નીલકંઠે આંખ ખોલી નીલકંઠના ખૂલેલાં નેત્રથી તેમની પ્રતિભા વિશેષ દીપવા લાગી સાધુ હર્ષઘેલા થઈ ગયા ત્યારે.

૧૯૪. સાધુરામ ! ત્યાગીને ન્યાત, જાત,દેશ કે સગાંસંબંધી હોતાં નથી, જે ભવબંધનથી મુકાવે તે માતાપિતા અને તે ગુરૂ ! અમે એવા ગુરુની શોધમાં નીકળ્યા છીએ.

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: સાધુ(સુખાનંદ સ્વામી)ને

કયારે કહે છે: જયારે સુખાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને નાત-જાત અને ગુરૂ અંગે પૂછયું ત્યારે.

૧૯૫. સાધુરામ ! આપનું શુભ નામ તથા આપ કોના શિષ્ય છો, કોણ સંપ્રદાય છે તે કહો.

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: સાધુ(સુખાનંદ સ્વામી)ને

કયારે કહે છે: જયારે સુખાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને નાત-જાત અને ગુરૂ અંગે પૂછયું ત્યારે.

૧૯૬. અમારા ગુરૂ સ્વામી રામાનંદ, રામાનુજી દીક્ષાના આચાર્ય છે તેમનો અહી આશ્રમ છે અને પચાસ સંતો તે આશ્રમમાં? અત્યારે રહે છે.

કોણ બોલે છે: સુખાનંદ સ્વામી

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે વણીંએ સુખાનંદ સ્વામીને તેમના ગુરૂ અને સંપ્રદાય વિશે પૂછયું ત્યારે.

૧૯૭. રામાનંદ સ્વામી હાલ તો કચ્છમાં વિચરે છે પરંતુ આપ અમારા આશ્રમમાં પધારો રામાનંદ સ્વામીના મુખ્ય શિષ્ય મુક્તાનંદ સ્વામી અહી બિરાજે છે.આપના જેવા સંતનાં દર્શન આશ્રમના સૌ સંતોને થશે મુક્તાનંદ પણ બહુ રાજી થશે.

કોણ બોલે છે: સુખાનંદ સ્વામી

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે વર્ણીએ રામાનંદ સ્વામી વિશે સુખાનંદ સ્વામીને પૂછયું ત્યારે.

૧૯૮. સાધુરામ ! અમે વસતિમા ક્દી જતા નથી.

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: સુખાનંદ સ્વામીને

કયારે કહે છે: જયારે સુખાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને રામાનંદ સ્વામીના આશ્રમમાં પધારવા વિનંતી કરી ત્યારે.

૧૯૯. પ્રભુ! આપ નહિ પધારો તો અમારા ગુરુ મુક્તાનંદજી આપને તેડવા અહી આવશે.

કોણ બોલે છે: સુખાનંદ સ્વામી

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે સુખાનંદ સ્વામી નીલકંઠ વર્ણીને આશ્રમમાં પધારવા વિનંતી કરી પરંતું વર્ણીએ કહ્યંુ કે અમે વસ્તીમાં જતા નથી ત્યારે.

૨૦૦. આખી પૃથ્વી અમારું આસન છે આસનથી દેહનું સન્માન શા માટે?”

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: સુખાનંદ સ્વામીને

કયારે કહે છે: જયારે નીલકંઠ આશ્રમમા જવા તૈયાર થયા આશ્રમમાં પ્રવેશતા મુક્તાનંદ સ્વામીંનાં દર્શન થયાં તેમણે નમસ્કાર કયા સુખાનંદે વર્ણીનો પરિચય આપ્યો મુક્તાનંદ સ્વામી વર્ણીનાં દર્શનથી અત્યંત આકર્ષિત થયા સુખાનંદજી નીલકંઠ માટે આસન લાત્યા ત્યારે.

૨૦૧. આપનો આશ્રમ જોઈ મારું મન ઠર્યું છે, સાધુઓ જોઈ શાંતિ થઈ છે.

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: મુકતાનંદ સ્વામીને

કયારે કહે છે: આશ્રમમાં બીજા સાધુઓ આવવા લાગ્યા તેમને સૌને વર્ણીની વિભૂતિ આકર્ષવા લાગી વર્ણીએ પણ પ્રેમપૂર્વક પૃથ્વી સ્પર્શી સૌને નમસ્કાર કર્યા ત્યારે.

૨૦૨. આપ જે પ્રશ્ન પૂછશો તેના ઉત્તર મારા ગુરુ રામાનંદ સ્વામી પાસેથી જે રીતે હું સમજયો છું તે રીતે જરૂર આપીશ.

કોણ બોલે છે: મુકતાનંદ સ્વામી

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે નીલકંઠ વર્ણીએ મુકતાનંદ સ્વામીને અધ્યાત્મજ્ઞાનનો સિદ્ધાંત જાણવા પાંચ પ્રશ્નો પૂછયા ત્યારે.

૨૦૩. સ્વામી ! જીવ શું છે ? ઈશ્વર શું છે ? અનેમાયા શું છે ? વળી, બ્રહ્મ અને પરબ્રહ્મનાં સ્વરૂપો કેવાં છે તે સમજાવો.

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: મુકતાનંદ સ્વામીને

કયારે કહે છે: જયારે મુકતાનંદસ્વામીને નીલકંઠ વર્ણીએ પાંચ તત્વોના ભેદના અનુસંધાનમાં પ્રશ્ચ પૂછયો ત્યારે.

૨૦૪. “વર્ણીરાજ ! આપના પ્રશ્નો ખૂબ જ ગંભીંર છે આટલી કિશોર વયમાં આપ પ્રશ્નો પૂછી શકો છો તે જ આપની મહાનતા સૂચવે છે.”

કોણ બોલે છે: મુકતાનંદ સ્વામી

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે નીલકંઠ વર્ણીએ મુકતાનંદ સ્વામીને પાંચ તત્વોના ભેદ પૂછયાત્યારે.

૨૦૫. “મેં આ પ્રશ્નો ધણાને પૂછચા હતા, પરંતુ સૌંને આ પ્રશ્નોના ઉત્તર આપવા કઠણ પડયા હતા. આપને આ જ્ઞાન થયું છે તે ગુરૂ રામાનંદસ્વામીની તમારી ઉપર કેવળ કૃપા જ કહેવાય.

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: મુકતાનંદ સ્વામીને

કયારે કહે છે: જયારે મુકતાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને પાંચ તત્વોનો ભેદ સમજાવ્યો ત્યારે.

૪૬. સ્ત્રી-પુરૂષની સભા જુદી કરી

૨૦૬. “સંતો! હરિભકતો ! તમે સૌં મંદિરમાં આવો. હું તમને ત્યાં કથા સંભળાવીશ આમ, સ્ત્રીઓ સાથે બેસી કથા સાભળવી તે ધર્મ નથી.”

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: સૌ સભાજનોને

કયારે કહે છે:જીવરાજ શેઠના ડેલામાં મુક્તાનંદ સ્વામી રોજ ક્થાવાર્તા કરતા. સર્વ સંતોની સાથે વર્ણી પણ કથામાં ગયા સભામાં ખીચોખીચ ભરાયેલાં સ્ત્રી-પુરૂષોને ભેગાં જોઈને તેઓ ઊભા થઈ

ગયા નીલકંઠે જોયું કે અહી તો સ્ત્રી-પુરૂષ ભેગાં બેસીને કથા સાંભળે છે આનાથી બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થાય નીલકંઠને ગમ્યું નહી તેથી તેમણે સભાનો ત્યાગ કર્યો આવું બે દિવસ સુધી નીલકંઠ વર્ણીએ કર્યુ પછી.

૨૦૭. “માતાઓ ! આ હવે છેલ્લા રામરામ છે આજથી સ્ત્રીઓ અને પુરુષોની સભા નોંખી થશે.”

કોણ બોલે છે: મુકતાનંદ સ્વામી

કોને કહે છે: સ્ત્રીઓને

કયારે કહે છે: જયારે નીલકંઠે બાઇઓ-ભાઇઓની નોખી સભા કરવાનું કહીને નીલકંઠ મંદિર ભણી ચાલવા લાગ્યા સૌ સંતો-હરિભકતો કથામાંથી ઊભા થઈ નીલકઠની કથા સાંભળવા ચાલ્યા માત્ર સ્ત્રીઆ જ મુક્તાનંદ સ્વામીની સભામાં રહી મુક્તાનંદ સ્વામી સમજી ગયા તેમણે પુસ્તકની

પાનાં બાંધીને.

૪૭. ગોખલો પૂર્યો

૨૦૮. “સ્વામી ! આ જે દીવાલમાં છિદ્ર છે તે સાધુના ધર્મમાં એક દિવસ છિદ્ર જરૂર પડાવશે.”

સાધુઆએ સ્ત્રી સાથે આ પ્રકારનો વ્યવહાર રાખવો તે યોગ્ય નથી.”

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: મુકતાનંદ સ્વામીને

કયારે કહે છે: જયારે રામાનંદ સ્વામીના આશ્રમને અડીને જ એક વાળંદનું ઘર હતું. બંને વચ્ચે એક જ દીવાલમા એક નાનકડો ગોખલો હતો. જયારે સાધુને ચૂલો પેટાવવા માટે દેવતા જાઈંતો હોય અથવા વાળંદની સ્ત્રીને દેવતા જોઈતા હોય, ત્યારે એ ગોખલામાંથી એકબીજા પાસેથી દેવતા લેતા નીલકંઠે દીવાલમાંનો તે ગોખલો જોયો ત્યારે.

૪૮. થાંભલાને બાથ ભીડીને રહેજો

૨૦૯. “લોજ જઈને નીલકંઠને કહેજો કે, જો સત્સંગમા રહ્યાનો ખપ હોય તો થાંભલાને બાથ ભીંડીને રહેવું પડશે.”

કોણ બોલે છે: રામાનંદ સ્વામી

કોને કહે છે: મયારામ ભઢ્ઢ

કયારે કહે છે: જયારે મયારામ ભઢ્ઢે ભૂજ જઇને રામાનંદ સ્વામીને નીલકંઠ પધાર્યા છે એ વિશે વાત કરી ત્યારે.

૨૧૦. “બ્રહ્મચારીજી ! થાંભલાને બાથ ભીડીને રહેવું એટલે સત્સંગના સ્તંભ સમાન આ મુક્તાનંદ સ્વામી આજ્ઞામાં રહેવું એમ વાત છે.”

કોણ બોલે છે: મયારામ ભઢ્ઢ

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે જયારે મયારામ ભઢ્ઢે નીલકંઠને રામાનંદ સ્વામીની આજ્ઞા કીધી કે થાંભલાને બાથ ભીડીને રહેજો ત્યારે રામાનંદ સ્વામીની આ આજ્ઞા સાંભળીને નીલકંઠે તરત જ ઊભા થઈને થાંભલાને બાથ ભીડી ત્યારે.

૨૧૧. “સ્વામી ! હું તો બ્રહ્મપથનો ભોમિયો છું સરયુપ્રદેશ કે બીજા અનેક પ્રદેશો હું ભૂલી ગયો છું.”

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: મુકતાનંદ સ્વામીને

કયારે કહે છે: જયારે મુકતાનંદ સ્વામીએ વર્ણીને બે ઉપવસ્ત્રો આપ્યાં, એક અલફી આપી આ વસ્ત્ર પહેરવા વિનંતી કરીને પછી મુક્તાનંદ સ્વામીએ તેમને કહ્યું આજથી તમારૂ નામ સરજુદાસ. સરજુ નદીના પ્રદેશમાંથી તમો આવો છો તેથી સૌ તમને સરજુદાસ કહેશે ત્યારે.

૪૯. ચમત્કારોની પરંપરા

૨૧૨. “અમારી વાડીમા ખૂબ ચીભડાં થયાં છે,આપ બાર-પંદર હરિભક્તો મોકલીને સારાં સારાં ચીભડાં લઈ જાવ અમારી ઈરછા ચીભડાં સુકાવીને તેનું અથાણું રામાનંદ સ્વામીને જમાડવાની છે.”

કોણ બોલે છે: શીલ ગામના બે ખેડૂતો

કોને કહે છે: મુકતાનંદ સ્વામીને

કયારે કહે છે: લોજ ગામથી બે ગાઉ દૂર શીલ ગામ શીલ ગામમાં બે હરિભક્ત રહે તેમણે વાડીમાં ખૂબ ચીભડીઓ વાવેલી. તેમણે વિચાર કર્યો કે આપણે આ ચીભડાં મુક્તાનંદ સ્વામીને આપીને ગુરૂ રામાનંદ સ્વામી માટે ચીભડાંનું અથાણું તૈયાર કરાવવું આમ વિચારી તેઓ મુક્તાનંદ સ્વામી પાસે આવ્યા ત્યારે.

૨૧૩. “તમે હમણાં જ ગામમાં જાવ અને બાર-પંદર હરિભક્તોને શીલ ગામથી ચીભડાં લાવવા મોકલો.”

કોણ બોલે છે: મુકતાનંદ સ્વામી

કોને કહે છે: સુખાનંદ સ્વામીને

કયારે કહે છે: જયારે શીલ ગામના બે ખેડુતોએ મુકતાનંદ સ્વામી પાસે આવીને કહ્યું કેઅમારી વાડીમા ખૂબ ચીભડાં થયાં છે,આપ બાર-પંદર હરિભક્તો મોકલીને સારાં સારાં ચીભડાં લઈ જાવ અમારી ઈરછા ચીભડાં સુકાવીને તેનું અથાણું રામાનંદ સ્વામીને જમાડવાની છે ત્યારે.

૨૧૪. “મુક્તાનંદ સ્વામી,હરિભક્તોને બોલાવવાની જરૂર નથી આજ હું આ દેવા ભક્તને લઈને શીલ ગામ જઈને બધાં ચીભડાં લઈ આવીશ.”

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: મુકતાનંદ સ્વામીને

કયારે કહે છે: જયારે મુકતાનંદ સ્વામીએ સુખાનંદ સ્વામીને ગામમાં જઇને દશ-પંદર હરિભકતોને બોલાવી લાવવાની આજ્ઞા કરી ત્યારે આ વાત નીલકંઠ વર્ણીને કાને પડી ત્યારે.

૨૧૫. “તમારું શરીર દુબળું છે વળી, બે ગાઉ દૂરથી પંદર-વીશ મણનો ભાર તમારાં બે જણથી ના ઊપડી શકે માટે ઝાઝા હરિભક્તો લઈ જાઓ.”

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: મુકતાનંદ સ્વામીને

કયારે કહે છે: જયારે નીલકંઠ વર્ણીએ મુકતાનંદ સ્વામીને કહું કે જે અને દેવા ઘકત જઇને ચીભડાં લઇ આવીશું ત્યારે.

૨૧૬. “આ સેવા તો હું જાતે જ કરીશ કાંઈ પરિશ્રમ નહિપડે.”

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: મુકતાનંદ સ્વામીને

કયારે કહે છે: જયારે મુકતાનંદ સ્વામીએ નીલકંઠ વણીને કહ્યું કે તમારું શરીર દુબળું છે વળી, બે ગાઉ દૂરથી પંદર-વીશ મણનો ભાર તમારાં બે જણથી ના ઊપડી શકે માટે ઝાઝા હરિભક્તો લઈ જાઓ ત્યારે.

૨૧૭. “ઊભા રહો, ગાડું લઈ આવું.”

કોણ બોલે છે: એક હરિભકત

કોને કહે છે : નીલકંઠ વર્ણીને

કયારે કહે છે: જયારે નીલકંઠ દેવા ભક્તને લઈ શીલ ગામ ગયા અઢાર મણ સારાં જોઈને ચીભડાં વીણ્યાં ત્યારે.

૨૧૮. “ગાડાનું કાંઈ કામ નથી એક મોટો ચોફાળ લઈઆવો.”

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: હરિભકતને

કયારે કહે છે: જયારે નીલકંઠ દેવા ભક્તને લઈ શીલ ગામ ગયા અઢાર મણ સારાં જોઈને ચીભડાં વીણ્યાં ત્યારે એક હરિભકતે કહ્યું ઊભા રહો હું ગાડું લઇ આવું ત્યારે.

૨૧૯. “મારાથી તો આ બે મણનું પોટલું ઊપડતું નથી.”

કોણ બોલે છે: દેવા ભકત

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: નાનું બે મણ ચીભડાનું પોટલું દેવા ભકતે માથે ઉપાડચું. પછી તો બંને માંડવા ચાલવા નીલકંઠ તો ચટકતી ચાલે ઉતાવળા ચાલતા જાય પાછળ આવતા દેવા ભકત, એક ગાઉ ચાલ્યા ત્યાં થાકયા. તેમને તો પરસેવો છૂટવા લાગ્યો ત્યારે.

૨૨૦. “તમે ગભરાવ છો શું ? જુઓ, સામે રહ્યો પેલો મોટો પથ્થર તેના પર ચઢીને હળવેકથી તમારું પોટલું મારે માથે ગાંસડો છે તેના પર રાખી દો.”

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: દેવાભકતને

કયારે કહે છે: નાનું બે મણ ચીભડાનું પોટલું દેવા ભકતે માથે ઉપાડચું. પછી તો બંને માંડવા ચાલવા નીલકંઠ તો ચટકતી ચાલે ઉતાવળા ચાલતા જાય પાછળ આવતા દેવા ભકત, એક ગાઉ ચાલ્યા ત્યાં થાકયા. તેમને તો પરસેવો છૂટવા લાગ્યો ત્યારે તેમણે વર્ણીને કહ્યું કે આ બે મણનું પોટલું મારાથી ઉપાડાતું નથી ત્યારે.

૨૨૧. “ચીભડાં આવી ગયાં છે હવે સાધુઓને કહો કે ટોપલે ટોપલે કરીને અંદર લઈ આવે.”

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: સાધુઓને

કયારે કહે છે: જયારે નીલકંઠને માથે અધ્ધર ગાંસડો અને ગાંસડા માથે પોટલું જોઈ બધાં નવાઈ પામ્યા લોજ ગામ આવ્યું એટલે આશ્રમની ખડકીમાં નીલકંઠે બેય ગાંસડા હેઠે ખડક્યા ત્યારે.

૫૦. રામાનંદ સ્વામીને પત્ર

૨૨૨. “આપ આજ્ઞા આપો તો ગુરૂના દર્શન કરવા કચ્છ જઈએ.”

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: મુકતાનંદ સ્વામીને

કયારે કહે છે: રામાનંદ સ્વામીના આશ્રમમાં સાત માસ થયા ફાગણ માસ આવ્યો પણ રામાનંદ સ્વામી આવ્યા નહિ. નીલક્ંઠનું મન રામાનંદ સ્વામીનાં દર્શન કરવા આતુર થયુ આથી.

૨૨૩. “ગુરૂ હવે થોડા દિવસમાં જ અહી આવશે તમે અહીં રહો. આપણે ગુરુને પત્ર લખી મોક્લીએ.”

કોણ બોલે છે: મુકતાનંદ સ્વામી

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: રામાનંદ સ્વામીના આશ્રમમાં સાત માસ થયા ફાગણ માસ આવ્યો પણ રામાનંદ સ્વામી આવ્યા નહિ. નીલક્ંઠનું મન રામાનંદ સ્વામીનાં દર્શન કરવા આતુર થયુ આથી તે ભૂજ જવા તૈયાર થયા ત્યારે.

૨૨૪. “જેમની હું રાહ જોતો હતો તે આવી ગયા સાક્ષાત્ પરબ્રહ્મ સૌંને મોક્ષનું દાન દેવા આવી પહોંચ્યા છે.”

કોણ બોલે છે: રામાનંદ સ્વામી

કોને કહે છે: સ્વગત

કયારે કહે છે: જયારે નીલકંઠે રામાનંદ સ્વામી ઉપર પત્ર લખ્યો અને તે પત્ર લઇને મયારામ ભઢ્ઢ ભૂજ પહોચ્યા ત્યારે.

૨૨૫. “ધન્ય ધન્ય તમે વર્ણીરાજ ! અમારા ટળ્યા સર્વ ઉચાટ.”

કોણ બોલે છે: રામાનંદ સ્વામી

કોને કહે છે: સ્વગત

કયારે કહે છે: જયારે નીલકંઠે રામાનંદ સ્વામી ઉપર પત્ર લખ્યો અને તે પત્ર લઇને મયારામ ભઢ્ઢ ભૂજ પહોચ્યા ત્યારે.

૨૨૬. “ભકતો ! આજે આપણા સર્વના જીવનની ધન્ય પળ છે આજનો દિવસ મંગલ છે જેમની હું રાહ જોતો હતો, જેમના દ્વારા ભાગવત ધર્મનું સ્થાપન થવાનું છે, લાખો બ્રહ્મરૂપ થઈને બ્રહ્મપુર ધામના અધિકારી બનવાના છે તે વર્ણી ભગવાન લોજમાં પધાર્યા છે.”

કોણ બોલે છે: રામાનંદ સ્વામી

કોને કહે છે: સભાજનોને

કયારે કહે છે: જયારે નીલકંઠે રામાનંદ સ્વામી ઉપર પત્ર લખ્યો અને તે પત્ર લઇને મયારામ ભઢ્ઢ ભૂજ પહોચ્યા સભાજનોને સંબોધતા.

૨૨૭. “થોડી સાકર તો લાવો.”

કોણ બોલે છે: રામાનંદ સ્વામી

કોને કહે છે: એક ભકતને

કયારે કહે છે: જયારે નીલકંઠે રામાનંદ સ્વામી ઉપર પત્ર લખ્યો અને તે પત્ર લઇને મયારામ ભઢ્ઢ ભૂજ પહોચ્યા સભાજનોને સંબોધતા.

૨૨૮. “ભટ્ટજી ! આજે તમે આનંદના સમાચાર લાવ્યા છો તેથી હું તો તમને આટલું જે આપું છું પણે વર્ણી તમને ધણું આપશે, ન્યાલ કરી દેશે.”

કોણ બોલે છે: રામાનંદ સ્વામી

કોને કહે છે: મયારામ ભઢ્ઢને

કયારે કહે છે: જયારે રામાનંદ સ્વામીએ પોશ ભરીને સાકર પ્રથમ મયારામ ભટ્ટને આપી ત્યારે.

૨૨૯. “રસ્તામા જેજે ગામ આવે ત્યા સૌંને વર્ણી લોજે પધાર્યા છે તે સમાચાર આપજો અને સૌ તેમનાં દર્શન કરવા લોજ જાય તેવી અમારી આશા છે તે સૌને ક્હેજો.”

કોણ બોલે છે: રામાનંદ સ્વામી

કોને કહે છે: મયારામ ભઢ્ઢને

કયારે કહે છે: જયારે રામાનંદ સ્વામીએ વર્ણીરાજે ઉપર અને મુક્તાનંદ સ્વામી ઉપર પત્રો લખ્યા બંને પત્રો બીડીને તેમણે ભટ્ટજીને આપ્યા ત્યારે.

૨૩૦. “વર્ણી! ત્યાં આવ્યાં છે તો તેમને સાચવશો. વર્ણી આ લોક્ના નથી તેની પ્રતીતિ ભવિષ્યમાં થશે તેમની પાસે સાધુઓને અષ્ટાંગ યોગ શીખવજો. અમે વૈશાખ ઊતરતા ત્યાં આવીશું.

કોણ બોલે છે: રામાનંદ સ્વામી

કોને કહે છે: મુકતાનંદ સ્વામીને

કયારે કહે છે: જયારે રામાનંદ સ્વામીએ મુકતાનંદ સ્વામી પર પત્ર લખ્યો ત્યારે.



વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.

0 comments

download

Video Downloader Video Downloader Enter Video URL: Download