ભક્તરાજ જોબન પગી

 ૧૧૨. તેજ તેજના અંબાર,માથે મોટી જટા.કોપીનભર સુકલકડી કાયા.કિશોર અવસ્થા.આવી એક વિભૂતિ તળાવના પાળે બેઠેલી.મહાજોગી જાણી જોબનપગી નજીક આવ્યા.નીચા નમી પગે લાગ્યા.

૧૧૩. બાલજોગી દેશાવરમાં ફરીને ઉમરેઠ થઇને અહી આવ્યા છે. જોબનપગીએ ભોજન લેવા વિનંતી કરી.પગીના ઉતારામાં જઇને જોગીએ રાધ્યું અને અર્પણ કરી જમ્યા.દેવકરણ પગી ના ઘરમાં એકાંત હતું.તેથી ત્યાં જઇને પોઢયા.ફરી અવવાનું વચન આપી બાળજોગી બોચાસણ તરફ પધાર્યા.

૧૧૪. વડતાલમાં બાપુજીબાઇના આગ્રહથી મહારાજ વડતાલ પધાર્યા.બાપુજીબાઇના આઠ દીકરા હતા.તેમાં રણછોડબાઇના પત્ની રંગબાઇ મહારાજ માટે બ્રાહ્મણ બોલાવી સુંદર ભોજન તૈયાર કરાવતાં અને ખૂભ જ ભાવથી મહારાજને જમાડતાં.

૧૧૫. જોબનપગી સો સો ગાઉ સુધી ચોરી કરવા જતો.

૧૧૬. સુંદર પગી,શકરો પગી અને દલો પગી એ જોબનના ત્રણ ભાઇઓ હતા.

૧૧૭. સંવત ૧૮૬૬ના પોષ માસના શુકલ પક્ષની આ વાત.ગુજરાતની ધરણીને ધ્રુજાવનારો જોબન આજે ભગત બન્યો.

૧૧૮. (હોળીના ઉત્સવમાં ) નિષ્કુળાનંદ સ્વામીએ બાર બારણાંનો સુશોભિત હિંડોળો બનાવ્યો.બે આંબા વચ્ચે ગોઠવ્યો.દિવ્ય આભૂષણો પહેરાવી મહારાજને પધરાવ્યા.મુકતાનંદ સ્વામીએ મહારાજને ઝૂલાવ્યા.જોબનના ભાવને વશ થઇ મહારાજે હિંડોળાના બારેય દરવાજે બાર સ્વરૂપ ધારણ કર્યા.બીજે દિવસે જ્ઞાનબાગમાાં સંતો તથા હરિભકતો પર મહારાજે ખૂબ ગુલાલ ઉડાડયો.

૧૧૯. (એકવાર) રાત્રે મહારાજ પોઢી ગયા.જોબન પગી અને હમીર મહારાજની ચોકી કરતા હતા.થોડીવારમાં બંને ઊંધી ગયા.એટલામાં બુધેજના ખોડાભાઇ મહારાજની રજા લેવા આવ્યા.

૧૨૦. સંવત ૧૮૭૮ના ચૈત્ર માસમાં વરતાલમંદિરનું ખાત કર્યુ.

૧૨૧. (મહારાજના ધામમાં ગયા પછી) દરરોજ જમતી વખતે જોબન થોડી પ્રસાદીની ભસ્મ સાથે લે.મહારાજનું સ્મરણ કરે અને શાંતિ મેળવે.


0 comments

download

Video Downloader Video Downloader Enter Video URL: Download