શાસ્ત્રીજી મહારાજ ૧ થી ૧૦

 

.

.   તો પૂર્વજન્મનો બહુ સંસ્કારી ભકત છે અને આગળ જતાં સંસાર છોડી,ત્યાગી થઇ,તમારા કુળનું કલ્યાણ કરશે.

કોણ બોલે છે ? :- શુકમુનિ સ્વામી

કોને કહે છે ? :- કુટુંબીજનોને

કયારે કહે છે ? :- વર્તમાન ધરાવતા સમયે

.  હજું વર્તમાન ધરાવ્યા નથી?’

કોણ બોલે છે ? :- ગુણાતીતાનંદ સ્વામી

કોને કહે છે ? :- મથુરભાઇને

કયારે કહે છે ? :- જયારે તેમણે ફરી વર્તમાન ધરાવવા વિનંતી કરી

ત્યારે

.  ગયા વર્ષે શુકમુનિ સ્વામી પાસે ધરાવ્યા છે.

કોણ બોલે છે ? :- મથુરભાઇ

કોને કહે છે ? :- ગુણાતીતાનંદ સ્વામીને

કયારે કહે છે ? :- વર્તમાન ધરાવવા અંગે સ્વામીએ પૂછયુ ત્યારે

.  શુક સ્વામી તો મહારાજ નો જમણો હાથ કહેવાય.માટે શુક સ્વામીએ વર્તમાન ધરાવ્યા તે તો શ્રીજી મહારાજે વર્તમાન ધરાવ્યા કહેવાય.’

 કોણ બોલે છે ? :- ગુણાતીતાનંદ સ્વામી

કોને કહે છે ? :- મથુરભાઇને

કયારે કહે છે ? :- જયારે મથુરભાઇએ ડુંગર ભકતને ફરી વર્તમાન ધરાવવા વિનંતી કરી ત્યારે

.   તમારો ભાઇ તો સાધુ થઇને શ્રીજી મહારાજની સર્વોપરી નિષ્ઠા પ્રર્વતાવશે અને કથાવાર્તા કરી ,સંપ્રદાયને ઉતેજન આપી,વૃધ્ધિ કરશે.

 કોણ બોલે છે ? :- ગુણાતીતાનંદ સ્વામી

કોને કહે છે ? :- મથુરભાઇને

કયારે કહે છે ? :- જયારે મથુરભાઇએ ડુંગર ભકતને ફરી વર્તમાન ધરાવવા વિનંતી કરી ત્યારે

.

.  મે શાસ્ત્રમાંથી સાંભળ્યુ છે કે એકાદશીને દિવસે અન્ન ખાવું તે માંસ ખાધા બરાબર છે.માટે હું નહી જમું.

 કોણ બોલે છે ? :- ડુંગર ભકત

કોને કહે છે ? :- લગ્નમાં આવેલા માણસોને

કયારે કહે છે ? :- જયારે તેમણે જમવા માટે ડુંગર ભકતને આગ્રહ કર્યો ત્યારે

.

.  ભાઇ આટલી રાતે તમને એકલા આવ્યા તે બીક ના લાગી?’

 કોણ બોલે છે ? :- ડુંગર ભકતના પિતાશ્રી

કોને કહે છે ? :- ડુંગરભકતને

કયારે કહે છે ? :- જયારે તેઓ કાળી રાતે એકલા ખેતરે આવ્યા ત્યારે

.  તમે કહયું હતું ને કે જે  સ્વામિનારાયણ,સ્વામિનારાયણ નામ લેતાં ચાલે છે તેની ભેળા મહારાજ પણ ચાલે છે અને તેની રક્ષા કરે છે.એટલે હું તો મહારાજને ભેળા લઇને આવ્યો છું.ભૂત આવ્યું હોત તો લાકડી મારીને નસાડી મૂકત.

 કોણ બોલે છે ? :- ડુંગર ભકત

કોને કહે છે ? :- ડુંગર ભકતના પિતાશ્રીને

કયારે કહે છે ? :- જયારે તેઓ કાળી રાતે એકલા ખેતરે આવ્યા ત્યારે

 તેમણા પિતાશ્રીએ આશ્ચર્ય પામીને પૂછયું ત્યારે

.  ભગવાનની વાતો કરો તો ગડિયાં વાળું.

 કોણ બોલે છે ? :- ડુંગર ભકત

કોને કહે છે ? :- ડુંગર ભકતના પિતાશ્રીને

 કયારે કહે છે ? :- જયારે તેઓ ખેતરમાં તમાકુનાં ગડિયા વાળવાનુ કહે

 ત્યારે

૧૦. ડુંગર ! મારે ત્યાં રહીશ? હું તને પેટલાદની અંગ્રેજી નિશાળમાં ભણાવીશ,અંગ્રેજ રાજયનો મોટો અમલદાર બનાવીશ.

 કોણ બોલે છે ? :- મહેળાવના રાવજીભાઇ

કોને કહે છે ? :- ડુંગર ભકતને

 કયારે કહે છે ? :- જયારે એક વખત તેઓ નિશાળે જતા હતાં ત્યારે

૧૧. ભણી ભણીને નોકરી કરી પરતંત્ર રહેવાનું હોય તો તે ભણતર મારે નથી જોઇતું.હું તો સાધુ થઇને વિદ્વાન થઇશ અને ધણાને બ્રહ્મવિધા ભણાવીશ.

 કોણ બોલે છે ? :- ડુંગર ભકત

કોને કહે છે ? :- મહેળાવના રાવજીભાઇને

 કયારે કહે છે ? :- મહેળાવના રાવજીભાઇએ તેમણે પોતાના ધરે રહેશે અંગે ડુંગર ભકતને પૂછયું ત્યારે

.

૧૨.  છોકરા તારે સાધુ થવું છે?’

 કોણ બોલે છે ? :- વિજ્ઞાનાનંદ સ્વામી

કોને કહે છે ? :- ડુંગર ભકતને

 કયારે કહે છે ? :- જયારે તેમણે ડુંગર ભકતને વડતાલમાં જોયા ત્યારે

તેમણી મુમુક્ષતા જોઇને

.

૧૩. તમારા સાધુ મારા છોકરાને બગાડે છે.

 કોણ બોલે છે ? :- ડુંગર ભકતના પિતાશ્રી

કોને કહે છે ? :- આચાર્ય વિહારીલાલજી મહારાજને

 કયારે કહે છે ? :- ડુંગર ભકત વરતાલથી સુરત પહોચી ગયા ત્યારે

 ફરિયાદ કરતાં

૧૪. શું સાધુને જેલ કરાવવી છે ? હવે સાધુ થવા આવશો નહિ.

 કોણ બોલે છે ? :- આચાર્ય વિહારીલાલજી મહારાજ

 કોને કહે છે ? :- ડુંગર ભકતને

 કયારે કહે છે ? :- ડુંગર ભકતના પિતાશ્રીએ આચાર્ય મહારાજને ફરિયાદ કરી ત્યારે.

૧૫. સુરત સ્વામી પાસે શું શીખ્યા તે બતાવો.

 કોણ બોલે છે ? :- આચાર્ય વિહારીલાલજી મહારાજ

 કોને કહે છે ? :- ડુંગર ભકતને

 કયારે કહે છે ? :- ડુંગર ભકત સુરત વિજ્ઞાનાનંદ સ્વામીના જોડે જઇને આવ્યા પછી આચાર્ય મહારાજે પોતાના આસને બોલાવીને કહયું.

૧૬.   પ્રમાણે માળા ફેરવતાં શીખો.

 કોણ બોલે છે ? :- આચાર્ય વિહારીલાલજી મહારાજ

 કોને કહે છે ? :- સૌ સાધુઓને

 કયારે કહે છે ? :- ડુંગર ભકતે આચાર્ય મહારાજને માળા ફેરવીને બતાવી તે જોઇને આચાર્ય મહારાજે સૌ સાધુઓને કહયું.

૧૭. પાર્ષદ થઇને મારી પાસે રહેજો.

 કોણ બોલે છે ? :- આચાર્ય વિહારીલાલજી મહારાજ

 કોને કહે છે ? :- ડુંગર ભકતને

 કયારે કહે છે ? :- ડુંગર ભકતની તીવ્રતા અને બુધ્ધિ જોઇને આચાર્ય મહારાજને લાલચ લાગતા

૧૮.  મહારાજ મારે તો સુરત જવું છે અને સ્વામીની સેવામાં રહેવું છે.

 કોણ બોલે છે ? :- ડુંગર ભકત

કોને કહે છે ? :- આચાર્ય વિહારીલાલજી મહારાજને

 કયારે કહે છે ? :- જયારે આચાર્ય મહારાજે પાર્ષદ થઇને ડુંગર ભકતને

 પોતાના જોડે રહેવા માટે કહયું ત્યારે

૧૯.  તમે તો ભગવાન ભજવા અને ભજાવવા આવ્યા છો. ધર કે સંસારમાં કોઇ દિવસ રહી નહીં શકો,પણ અમારા પર સદા દ્રષ્ટિ રાખજો.

 કોણ બોલે છે ? :- ડુંગર ભકતના પિતાશ્રી

કોને કહે છે ? :- ડુંગર ભકતને

 કયારે કહે છે ? :- જયારે ડુંગર ભકતે રસ્તામાં પિતાશ્રીને ઉપદેશ કર્યો

પછી રજા આપતા સમયે

.

૨૦.  મને તો વિજ્ઞાનાનંદ સ્વામીની સેવા માટે રજા મળી છે,તેથી હું તો તેમની પાસે રહીશ.

 કોણ બોલે છે ? :- ડુંગર ભકત

કોને કહે છે ? :- ગોરધનભાઇ કોઠારીને

 કયારે કહે છે ? :- ડુંગર ભકત ગૃહત્યાગ કરીને તેમણે મળ્યા ત્યારે

 પોતાની પાસે રહેવા ડુંગર ભકતને વિનંતી કરી ત્યારે

૨૧.  મારી સાથે રહો.મારે તમારી પાસેથી ધણું કામ લેવાનું છે.

 કોણ બોલે છે ? :- ગોરધનભાઇ કોઠારી

 કોને કહે છે ? :- ડુંગર ભકતને

 કયારે કહે છે ? :- ડુંગર ભકત ગૃહત્યાગ કરીને તેમણે મળ્યા ત્યારે

૨૨.  ફરી કેમ આવ્યા?’

 કોણ બોલે છે ? :- આચાર્ય વિહારીલાલજી મહારાજ

 કોને કહે છે ? :- ડુંગર ભકતને

 કયારે કહે છે ? :- આચાર્ય મહારાજે ડુંગર ભકતને પહેલા આવવની ના પાડી હતી અને ફરી ડુંગર ભકતને જોયા ત્યારે

૨૩.  તમે રજા લઇને આવ્યા છો તેથી મહારાજ રહેવા દેશે.તમે ચિંતા કરશો નહિ.

 કોણ બોલે છે ? :- વિજ્ઞાનાનંદ સ્વામી

કોને કહે છે ? :- ડુંગર ભકતને

 કયારે કહે છે ? :- ડુંગર ભકત વરતાલ ચિઠ્ઠી લઇને આવ્યા પછી

 આચાર્ય મહારાજે તેમણે જોયા અને કેમ આવ્યા તેમ પૂછયું ત્યારે તેમણે વિજ્ઞાનાનંદસ્વામીને વાત કરી તેના પ્રત્યુતરમાં

૨૪.  તમારે આટલો બધો પરિશ્રમ ન કરવો.આવી ઠંડીમાં વહેલા ન નહાવું.થોડું મોડું નહાવું.’

 કોણ બોલે છે ? :- દેવાનંદજી બ્રહ્મચારી

કોને કહે છે ? :- ડુંગર ભકતને

કયારે કહે છે ? :- ઢાઢર નદીએ ઠંડા પાણીએ નાહયા અને તેમણે મૂર્છા આવી ગઇ ત્યારે

૯.

૨૫. હજું તેમને પાર્ષદ તરીકે બાર મહિના પુરા થયા નથી,તેથી દીક્ષા આપવાની ઉતાવળ કરવી નથી.’

 કોણ બોલે છે ? :- આચાર્ય વિહારીલાલજી મહારાજ

કોને કહે છે ? :- વિજ્ઞાનાનંદ સ્વામીને

 કયારે કહે છે ? :- ડુંગર ભકતને દીક્ષા આપવા આચાર્ય મહારાજને વિનંતી કરી ત્યારે

૨૬.  ગયા વર્ષે અધિકમાસ હતો,તેથી બાર મહિના પૂરા થાય છે.’

 કોણ બોલે છે ? :- વિજ્ઞાનાનંદ સ્વામી

કોને કહે છે ? :- આચાર્ય વિહારીલાલજી મહારાજને

 કયારે કહે છે ? :- ડુંગર ભકતને દીક્ષા આપવા આચાર્ય મહારાજને વિનંતી કરતા

૨૭.  વિજ્ઞાનાનંદ સ્વામી જેવા શ્રીજી મહારાજના મળેલા સંત દુખાય તે ઠીક નહી,તેથી ડુંગર ભકતને દીક્ષા આપો.’

 કોણ બોલે છે ? :- મોટા સદગુરૂઓ

કોને કહે છે ? :- આચાર્ય વિહારીલાલજી મહારાજને

 કયારે કહે છે ? :- ડુંગર ભકતને દીક્ષા આપવા આચાર્ય મહારાજે ના

 પાડી ત્યારે

૨૮.  આ સાધુ મહાન ઈશ્વરાવતાર યોગીન્દ્ર પુરૂષ છે અને મહાસમર્થ સંત થશે.’

 કોણ બોલે છે ? :- જયોતીષી

કોને કહે છે ? :- આચાર્ય વિહારીલાલજી મહારાજને

 કયારે કહે છે ? :- નવા સાધુઓના જન્માક્ષર તે વિદ્વાન જયોતીષ જોડે આચાર્ય મહારાજે જોવડાવ્યા ત્યારે યજ્ઞપુરૂષદાસજીના જન્માક્ષર જોઇને

૧૦.

૨૯. । સાધુરામ ! જીવપ્રાણીમાત્ર ને બે લોચન હોય છે, વિદ્વાનને ત્રણ લોચન હોય છે,ધર્મવાળાને સાત લોચન હોય છે અને જ્ઞાનીને અનંત લોચન હોય છે.તેથી હું તો આંગળીઓએ દેખું છું,બરડે દેખું છું,એમ બધે દેખું છું.’

 કોણ બોલે છે ? :- પ્રાગજીભકત

કોને કહે છે ? :- યજ્ઞપુરૂષદાસજીને

 કયારે કહે છે ? :- જયારે પ્રાગજી ભકત એક સાથે બહું બધી ક્રિયાઓ

 કરતા હતા તે જોઇને યજ્ઞપુરૂષદાસને આશ્ચય થયુ ત્યારે.

 

0 comments

download

Video Downloader Video Downloader Enter Video URL: Download