૭૫. ડભાણ આવી વસેલા વિપ્ર જગન્નાથ મૂળ નડિયાદના વતની હતાં.તેમનો જન્મ સંવત ૧૮૫૫માં એમનો જન્મ થયો હતો.
૭૬. વિપ્ર જગન્નાથને દીક્ષા લેવાની ઇચ્છા હતી,પણ મહારાજ પાસે તેમનાથી બોલાતું ન હતું,તેથી તેમણે સોમલા ખાચરને વાત કરી.
૭૭. સંવત ૧૮૭૨ના માધ માસમાં મુકતાનંદ સ્વામીએ વેદવિધિથી જગન્નાથને દીક્ષા આપી શુકાનંદ સ્વામી નામ પાડયું.
૭૮. શ્રીજીના નિવાસસ્થાન અક્ષરઓરડીની સામે જ શુકમુનિની ઓરડી હતી.ત્યાં રહીને તેઓ નિરંતર લેખન ને સાહિત્યસંપાદનનું કાર્ય કરતા.વચનામૃત,સત્સંગીજીવન આદિ ગ્રંથોનાં મૂળ લખાણો,તેમજ બીજા સાંપ્રદાયિક બંધારણના ખરડા તેઓ તૈયાર કરતાં.શ્રીજી મહારાજનો પત્રવ્યવહાર પણ તેઓ જ સંભાળતા.મહારાજના તેઓ મંત્રી જ બની ગયા હતા.સુંદર અને સ્વચ્છ અક્ષરો,ગુજરાતી તેમજ સંસ્કૃત ગધપધનું શુÚ જ્ઞાન,તેમના લખાણમાં સહેજે દેખાઇ આવતું.
૭૯. એક રાત્રે મહારાજ શુકમુનિ પાસે કાગળ લખાવતાં હતા.કાગળ અર્ઘો લખાય ને મહારાજ રદ કરે.એમ કરતાં મઘ્ય રાત્રિ થઇ.દીવો પણ ઓલવાઇ ગયો.મહારાજે પોતાના જમણા ચરણના અંગૂઠામાંથી જયોત કાઢી પત્ર પૂરો કરાવ્યો.ત્યાં સવાર થઇ ગઇ.નહાવાનંુ મોડું થા ગયું હતું.બધા સંતો નાહીને વહેલા પરવારી ગયા હતાં.
૮૦. મહારાજની મરજી જોઇ શુકમુનિએ સુખડી જમી પારણું કર્યુ.પછી મોડેથી નાહવા ગયા.
૮૧. એક સમયે અક્ષરઓરડીની ઓસરીમાં આખી રાત જાગીને શુકમુનિએ ચૌદ પાના લખ્યા.સવારે મહારાજ પધાર્યા ને લખેલાં પાના હાથમાં લઇને એકદમ ફાડી નાખ્યાં.
૮૨. મહારાજ અંતર્ઘાન થયા પછી શુકમુનિ સત્સંગમાં ફરતાં પણ મહારજનો વિરહ બહુ જણાતો.
૮૩. શુકમુનિ સ્વામીને ત્યાગ,વૈરાગ્યનો પણ ઇશક તેથી શરીર પૃષ્ટ ન થાય એટલા માટે મહારાજ પાસે પ્રાર્થના કરીને તાવ માગ્યો હતો,એટલે મહારાજના વિયોગ પછી દિવસે તેઓ સત્સંગનું કાર્ય કરતાં અને રાત્રે હંમેશા તેમણે તાવ આવતો.આ રીતે બાર વર્ષ સુધી પીડા ભોગવી હતી.
૮૪. સંવત ૧૯૨૧માં વરતાલમાં સમૈયો કરી તેઓ મહેળાવ પધાર્યા હતા.અહી ધોરીભાઇના છ માસના દીકરા ડુંગરભાઇને વર્તમાન ઘરાવી એમણે આર્શીવાદ આપ્યા.
૮૫. શુકમુનિ મહારાજ કરતા સતર વર્ષ નાના હતા.એમના શરીરની પ્રકૃતિ નાજુક હતી.સંવત ૧૯૨૫ના માગશર વદ પાંચમના રોજ વરતાલમાં એમને દેહ છોડયો.
૮૬. શુકમુનિ સ્વામીની મહારાજે વચનામૃત કારિયાણી પ્રકરણના ત્રીજામાં પ્રશંસા કરી છે.
૮૭. શુકમુનિ સ્વામીના સંસ્કૃત ગ્રંથો :- (૧) બુદ્ધિદીપ (૨) જ્ઞાનપ્રદીપ (૩) પ્રાર્થનામાળા (૪) લોકમંગલાખ્યાન (૫) વિશ્વમંગલ અષ્ટોત્તર શતનામ (૬) શિક્ષાપત્રી- અન્વયાર્થ ટીકા (૭) સત્સંગીજીવનની હેતુ ટીકા
૮૮. શુકમુનિ સ્વામીના પ્રાકૃત ગ્રંથો :- (૧) વચનામૃતનું સંપાદન (૨) દશમ ઉત્તરાર્ધ (૩) બુ(Úપ્રકાશ (૪) ધમામૃત (૫) નારાયણ કવચ (૬) સત્સંગદીપ (૭) ભકિતનો અઘ્યાય (૮) હરિગીતા (૯) ધાર્મિક સ્તોત્રની ટીકા (૧૦) પ્રાર્થનામાળા
0 comments