સદગુરુ શુકાનંદ સ્વામી
વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.
૨૨. “ તેને મુકતાનંદ સ્વામી પાસે લઇ જાવ,તે સાધુ કરશે.”
કોણ બોલે છે ? :- મહારાજ
કોને કહે છે ? :- સોમલા ખાચરને
કયારે કહે છે ? :- જયારે જગન્નાથને દીક્ષા લેવાની ઇચ્છા હતી પણ મહારાજ સામે બોલી નહોતા શકતા અને સોમલા ખાચર દ્વારા મહારાજને તેમને કહેવડાયું ત્યારે.
૨૩. “ શું નામ પાડયું?”
કોણ બોલે છે ? :- મહારાજ
કોને કહે છે ? :- શુક મુનિ સ્વામીને
કયારે કહે છે ? :- જયારે મુકતાનંદ સ્વામીએ જગન્નાથને દીક્ષા આપી અને શુકાનંદ સ્વામી નામ પાડયું અને તેઓ મહારાજ જોડે ગયા ત્યારે.
૨૪. “ મુકતાનંદ સ્વામી પણ આપનું પૂર્વનું નામ જાણતા લાગે છે.”
કોણ બોલે છે ? :- મહારાજ
કોને કહે છે ? :- શુક મુનિ સ્વામીને
કયારે કહે છે ? :- જયારે મુકતાનંદ સ્વામીએ જગન્નાથને દીક્ષા આપી અને શુકાનંદ સ્વામી નામ પાડયું અને તેઓ મહારાજ જોડે ગયા ત્યારે.
૨૫. “ લો,આ સુખડી,આજ તો સુખડીનું દાતણ કરો.”
કોણ બોલે છે ? :- મહારાજ
કોને કહે છે ? :- શુક મુનિ સ્વામીને
કયારે કહે છે ? :- જયારે એક રાતે મહારાજ શુકમુનિ સ્વામી જોડે કાગળ લખાવતા હતા અર્ધો કાગળ લખાય ત્યારે મહારાજ રદ કરે આમ કરતા આખી રાત ગઇ સવાર પડી ગઇ હતી અને બધા સંતો પરવારી ગયા હતા ત્યારે હવે જોડમાં કોણ આવશે એવી શુકમુનિ સ્વામીને મૂંઝવણ હતી ત્યારે.
૨૬. “ તમને કંઇ સંશય થયો,જે રાત જાગીને લખ્યું ને મહારાજે જોયા વિના ફાડી નાખ્યું.”
કોણ બોલે છે ? :- નિત્યાનંદ સ્વામી
કોને કહે છે ? :- શુક મુનિ સ્વામીને
કયારે કહે છે ? :- જયારે એકવાર નિત્યાનંદ સ્વામીએ આખી રાત જાગીને ચૌદ પાનાનો પત્ર લખ્યો અને મહારાજે પાના હાથમાં લઇને જોયા વિના ફાડી નાખ્યા અને ફળીમાં ફેકી દીધા ત્યારે.
૨૭. “ મહારાજને રાજી કરવા લખ્યું હતું ને પાના ફાડીને પણ મહારાજ રાજી થયા.”્ર
કોણ બોલે છે ? :- શુકમુનિ સ્વામી
કોને કહે છે ? :- નિત્યાનંદ સ્વામીને
કયારે કહે છે ? :- જયારે શુકમુનિ સ્વામીએ ચૌદ પાનાનો પત્ર લખ્યો અને મહારાજપ જોયા વિના ફા્રડીને ફેકી દીધો ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછયું કે તમને સંશય ન થયો તેના ઉતરમાં.
૨૮. “ આ વળીયું નીકળે કે નહિ?આ ખપાટ નીકળે કે નહિ?
કોણ બોલે છે ? :- મહારાજ
કોને કહે છે ? :- દાદાખાચરને
કયારે કહે છે ? :- જયારે શુકમુનિ સ્વામી સવારે વહેલા ધેલેથી નાદ્વહીને પાછા આવતા હતા અને ઠંડા પાણીથી સ્નાન કરવાથી તેઓ ધ્રુજતા હતા ત્યારે.
૨૯. “ આ આંબો બહું ઉતાવળો થાય છે.આ ડભાણિયો આંબો,ડભાણિયો બળદ અને ડબાણિયા શુકમુનિ સ્વામી,તે ખરેરખર અમારા ઉપયોગમાં આવ્યા છે, ને આ શુકમુનિ તો અમારા હાથપગ છે.”
કોણ બોલે છે ? :- મહારાજ
કોને કહે છે ? :- સભાને
કયારે કહે છે ? :- જયારે મહારાજ લક્ષ્મીવાડીએ પધારતા અને ત્યાં એક આંબો મહારાજના મસ્તકને અડતી હતી તે જોઇને.
૩૦. “ ભગુજી શુકમુનિ સ્વામીને બોલાવો.એક કાગળ લખવો છે.”
કોણ બોલે છે ? :- મહારાજ
કોને કહે છે ? :- ભગુજીને
કયારે કહે છે ? :- જયારે મહારાજ અંર્તધાન થયા ત્યારે સૌ શોકમાં ઉતરી ગયા એ શોક ટાળવા માટે.
૩૧. “ શુકમુનિ,એક પત્ર લખવો છે તે અમે કહીએ તેમ લખો.”
કોણ બોલે છે ? :- મહારાજ
કોને કહે છે ? :- શુકમુનિ સ્વામીને
કયારે કહે છે ? :- જયારે મહારાજ અંર્તધાન થયા ત્યારે સૌ શોકમાં ઉતરી ગયા એ શોક ટાળવા માટે મહારાજે ભગુજીને દર્શન દઇને શુકમુનિ સ્વામીને બોલાવવા કહ્યું અને તે બોલાવીને લાવ્યા ત્યારે .
૩૨. “ એમને આસને કરીને મોટપ નથી એ તો અનાદિના મોટા છે”
કોણ બોલે છે ? :- મહારાજ
કોને કહે છે ? :- શુકમુનિ સ્વામીને
કયારે કહે છે ? :- જયારે ગુણાતીતાનંદ સ્વામી મહારાજના દર્શંન માટે અક્ષરઓરદીમાં આવ્યા ત્યારે શુકમુનિ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી માટે આસન શોધવા ગયા ત્યારે .
૩૩. “ આ બાળક સત્સંગની મહાન સેવા કરશે ને મહારાજની સાચી ઉપાસના પ્રર્વતાવશે.”
કોણ બોલે છે ? :- શુકમુનિ સ્વામી
કોને કહે છે ? :- ધોરીભાઇને
કયારે કહે છે ? :- જયારે તેમને તેમના છ માસના દીકરાને વતંમાન ધરાવ્યા ત્યારે આર્શીવાદ આપતા સમયે .
0 comments