નીલકંઠ ચરિત્ર - ૪૧ થી ૫૦

 વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.


૪૧. રામાનંદ સ્વામીની વાત

૬૬. રામનંદ સ્વામી આત્માનંદ સ્વામીનો ત્યાગ કરી ચાલી નીસર્યા.

રામાનંદ સ્વામીને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ બહુ ગમે તેમની ઇરછા શ્રીકૃષ્ણ ભગવાનનાં સાક્ષાત્ દર્શન કરવાની હતી, પરંતુ આત્માનંદ સ્વામી ભગવાનને નિરાકાર સમજતા હતા આથી.

૬૭. આત્માનંદ સ્વામીએ બધા શિષ્યોને સ્વામી રામાનંદના આશ્રિત થવાનું કહ્યું

શ્રીકૃષ્ણ ભગવાનના દર્શન થયા પછી રામાનંદ સ્વામી આખા ભારતમાં દરેક ઠેકાણે ફરવા લાગ્યા અને શ્રીકૃષ્ણેની ભક્તિનો ઉપદેશ આપવા લાગ્યા બધે ફરતાં ફરતાં તેઓ ફરીથી પાછા કાઠિયાવાડમા આવ્યા અને ગુરૂ આત્માનંદ સ્વામીને મળ્યા આ વખતે તેમણે ગુરૂ સાથે ફરીથી ચર્ચા કરી આત્માનંદ સ્વામી હાર્યા, તેમણે અદ્વૈત મતનો ત્યાગ કર્યો અને ભગવાનની મૂર્તિપૂજા અને ભક્તિ માન્ય કરી ભગવાનને સાકાર કબૂલ કર્યા આથી

૬૮. નીલકંઠે લખુબાઇને વરદાન માગવા કહ્યું

નીલકંઠ બ્રહ્મચારીએ લખુબાઈ, વિઠ્ઠલાનંદ અને બાલાનંદને ખૂબ ઉપદેશ કર્યો અદ્વૈતની નિષ્ઠા તોડાવીને વિશિષ્ટતાદ્વૈતની નિષ્ઠા કરાવી ભગવાન સદાય સાકાર છે તેમ સમજાવ્યું ભગવાનની પૂજાભક્તિનો મહિમા સમજાવ્યો. ત્રર્ણેને સાચું જ્ઞાન થયું એમ કરતાં ત્રણ માસ પૂરા થયા નીલકંઠને થયું કે આ લખુબાઈએ મારી ખૂબ સેવા કરી છે હવે તેને સાચી વાત સપજાઈ છે, માટે લાવ કંઈક આપું આથી

૪૨. નરસિંહ મહેતાને દર્શન

૬૯. નરસિંહ મહેતાએ કલ્યાણજીને નીલકંઠની શોધમાં ગામની ભાગોળ તરફ દોડાવ્યો

નીલકંઠે કલ્યાણજીને તૈયાર જમવાનું આપવાનું કહ્યું પરંતુ તૈયાર નહોતું આથી નીલકંઠ ત્યાથી નીકળી ગયા પણ નીલકંઠે ત્યાંથી ચાલ્યા જતા જતા નરસિંહ મહેતાના શાલિગ્રામ પર દ્રષ્ટિ કરી ત્યાં તો એક ચમત્કાર થયો અંદર પૂજાની આરડીમાં બેઠેલા નરસિંહ મહેતાના શાલિગ્રામમાંથી તૈજ નીકળવા લાગ્યું,નરસિંહ મહેતા તરત જ ધરની બહાર આવ્યા તેમણે નીલકંઠને ન જોયા આથી

૪૩. નીલકંઠ લોજમાં

૭૦. નીલકંઠ લોજના આશ્રમમાં જવા તૈયાર થયા

સુખાનંદ સ્વામીએ વર્ણીને આશ્રમમાં પધારવા વિનંતી કરતા કહ્યું કે અહી રામાનંદ સ્વામીના મુખ્ય શિષ્ય મુક્તાનંદ સ્વામી અહી બિરાજે છે આપના જેવા સંતનાં દર્શન આશ્રમના સૌં સંતોને થશે મુક્તાનંદ પણ બહુ જ રાજી થશે પરંતું વર્ણીએ તેમણે કહ્યું કે સાધુરામ ! અમે વસતિમા ક્દી જતા નથી. આથી સુખાનંદે ફરી કહ્યું કે પ્રભુ! આપ નહિ પધારો તો અમારા ગુરુ મુક્તાનંદ આપને તેડવા અહી આવશે.આથી

૪૬. સ્ત્રી-પુરૂષોની સભા જુદી કરી

૭૧. વર્ણીએ મુકતાનંદ સ્વામીની સભાનો ત્યાગ કર્યો

લોજમાં આશ્રમની બાજુમાં જ જીવરાજ શેઠનો ડેલો હતો. મુક્તાનંદ સ્વામી અહી રોજ ક્થાવાર્તા કરતા. સર્વ સંતોની સાથે વર્ણી પણ કથામાં ગયા સભામાં ખીચોખીચ ભરાધેલાં સ્ત્રી-પુરૂષોને ભેગાં જોઈને તેઓ ઊભા થઈ ગયા નીલકંઠે જોયું કે અહી તો સ્ત્રી-પુરૂષ ભેગાં બેસીને કથા સાંભળે છે આનાથી બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થાય નીલકંઠને ગમ્યું નહી આથી.

૪૭. ગોખલો પૂર્યો

૭૨. વણીએ ગોખલો પૂરી દીધો

રામાનંદ સ્વામીના આશ્રમને અડીને જ એક વાળંદનું ઘર હતું. બંને વચ્ચે એક જ દીવાલમા એક નાનકડો ગોખલો હતો. જયારે સાધુને ચૂલો પેટાવવા માટે દેવતા જાઈંતો હોય અથવા વાળંદની સ્ત્રીને દેવતા જોઈતા હોય, ત્યારે એ ગોખલામાંથી એકબીજા પાસેથી દેવતા લેતા નીલકંઠે દીવાલમાંનો તે ગોખલો જોયો થોડી વારે તેમણે મુક્તાનંદ સ્વામીને બોલાવ્યા તેમને કહ્યું કે સ્વામી ! આ જે દીવાલમાં છિદ્ર છે તે સાધુના ધર્મમાં એક દિવસ છિદ્ર જરૂર પડાવશે. સાધુઆએ સ્ત્રી સાથે આ પ્રકારનો વ્યવહાર રાખવો તે યોગ્ય નથી આથી

૪૮. થાંભલાને બાથ ભીડીને રહેજો

૭૩. નીલકંઠે થાંભલાને બાથ ભીંડી

માંગરોળથી આણંદજીભાઈ સંઘેડિંયા મુક્તાનંદ સ્વામીનાં દર્શન માટે લોજ આવ્યા તેઓ ભૂજ જતા હતા. નીલકંઠનાં દર્શનં કરી આશ્રમની સર્વ વિગતો જાણી તેઓ રામાનંદ સ્વામી પાસે પહોંચ્યા રામાનંદ સ્વામીએ ઉત્સુકતાથી લોજની ઝીણામા ઝીણી વાત પૂછી પછી મયારામ ભટ્ટને કહ્યું કે લોજ જઈને નીલકંઠને કહેજો કે, જો સત્સંગમાં રહ્યાનો ખપ હોય તો થાંભલાને બાથ ભીંડીને રહેવું પડશે. આથી

૭૪. મુક્તાનંદ સ્વામીએ વર્ણીનું નામ સરજૂદાસ પાડયું

સરજુ નદીના પ્રદેશમાંથી વર્ણી આવતાં હતા આથી

૪૯. ચમત્કારોની પરંપરા

૭૫. છાણા વીણતી સ્ત્રીઓ આધી જતી રહેતી

બપોર નમતાં નીલકંઠ ચૂલાના બળતણ માટે છાણાં વીણવા જતા ત્યારે લોજ ગામની કેટલીય છોકરીઓ અને બાઈઆ પણ માથે ચૂંડલા લઈને છાણ એકઠું કરવા નીકળતી શેરીએ શેરીએ જયાં જયાં છાણના પોદળા પડ્યા હોય, ત્યાં સૌં દોડતાં. આથી નીલકંઠ પોતાની યોગશક્તિ વાપરતા. તેમને છાણના પોદળામા આખું બ્રહ્માંડ દેખાતું નદી, નાળાં, પર્વત, ખીણ, જંગલ, વાદળાં, વીજળી વગેરે સૃષ્ટિ દેખાતી આથી


વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.

0 comments

download

Video Downloader Video Downloader Enter Video URL: Download