વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.
૧. સ્વજનોને મારા કુશળ સમાચાર આપજો
૧. વિ. સં. ૧૮૪૮ના અષાઢ સુદ ૧નું વહેલું પ્રભાત હતું. અયોધ્યાને પાદર સરયુ નદી બેઉ કાંઠે છલકાતી ગાંડીતૂર બનીને વહેતી હતી. મહાકાય કૌશિક રાક્ષસે આ ગાંડીતૂર નદીનાં નીરમાં નાનાશા નીલકંઠ વર્ણીને ફગાવી દીધા નીલકંઠ વર્ણીના મૃત્યુની કલ્પના કરતો કૌશિક તો ઉભાદમાં આવી અટ્ટાહાસ્ય કરતો ઘેલો થઈ ગયો અને એ જ અવસ્થામાં વિકળ બની આમતેમ દોડવા લાગ્યો એક ઝાડ સાથે અથડાયો અને પ્રચંડ કડાકા સાથે ઝાડ તૂટી પડયું ને તે મોતને ભેટચો.
૨. પોતાના બાહુબળથી વીધીને માત્ર અગિયાર જ વર્ષના કોમળ બાળબ્રહ્મચારી નીલકંઠ વર્ણી સરયૂને સામે કાંઠે પહોંચી ગયા.
૩. નીલકંઠની શોભા પણ અનેરી બની હતી. હાથમાં તુલસીની બેવડી માળા, કાળા ભમ્મર વાકડિંયા વાળની જટા, તેજસ્વી અને ગોળ મુખાકૃતિ, અને આંખોમાં ધ્યેય સુધી પહોંચવાની દંઢતા. અનેકના કલ્યાણ કરવાની ધગશ તેમનાં ચરણોની ગતિમાં વર્તાતી હતી.
૪. નીલકંઠ વર્ણી લગભગ બે કોસ ચાલ્યા હશે ત્યાં એક મોટો વડ તેમણે જોયો વડ નીચે પદ્માસન વાળીને તેઓ બિરાજયા.
૫. વર્ણી જયારે ધ્યાનમાંથી જાગ્યા, ત્યારે તેમણે હનુમાનજીને સામે બેઠેલા જોયા.
ર. ત્યાગીને આકાશવૃત્તિ કે અજગરવૃત્તિ જોઈએ
૬. અષાઢ સુદ ૧૧ના મંગળ પ્રભાતે નિયમ અનુસાર જાગ્યા અને પ્રાત:વિધિ કરી વડ નીચે બિરાજયા. એટલામાં અમરપુર ગામના લોકો ત્યાં આવ્યા નીલકંઠ વર્ણીને જોઈ બાલસ્વરૂપ સ્વામી કાર્તિકૈજી આવ્યા છે કે સાક્ષાત્ ધ્રુવજી આવ્યા છે.
૭. નીલકંઠે તે તમામ સામગ્રીઓ પોતાની પાસે શાલિગ્રામ હતા તેમને ધરાવી અને પછી તેમાંથી પોતે અલ્પ જગ્યા વધેલો પ્રસાદ ત્યાં બેઠેલા ગામલોકોને આપી દીધો.
૩. વેણીરામને દર્શન આપ્યાં અને રઘુનંદનને સજીવન કર્યો
૮. પોતાના પ્યારા ધનશ્યામના વિયોગમાં ઝૂરતાં સુવાસિની ભાભીંની વિનંતીથી રામપ્રતાપભાઈને થયું, 'લાવ છપૈયામાં તપાસ કરી આવું કદાચ રિસાઈને ધનશ્યામ છપૈયા ચાલ્યા ગયા હોય !" આથી તેમણે છપૈયામાં પણ સાત દિવસ ધનશ્યામની શોધ કરી કાંઈ પત્તો ન લાગ્યો.
૯. અચાનક વેણીરામને કંઈક યાદ આવ્યું તેને થયું કે ધનશ્યામ ગામના ઊંડા કૂવામાં ધણી વાર ફૂદકા મારતા, 'ચાલ, જઈને ફૂવામાં તપાસ કરવા દે ધનશ્યામ કૂવામાંથી નહિ મળે તો હું પણ ફૂવામાંજ ડૂબીને મરી જઈશ.
૧૦. વેણીરામે ફૂવામાં ભૂસકો માર્યો પણ કૂવામાં ઘનશ્યામ ન મળ્યા કલાક થયો પણ વેણીરામ બહાર નીકળ્યો નહિ એટલે એના પિતા મોતીરામને ચિંતા થઈ મોતીરામ પણ વેણીરામને કાઢવા ફૂવામાં પડયા કૂવો બહુ ઊંડો અને અંધારિયો હતો. મોતીરામ પણ ફૂવામાં ડૂબકાં ખાવા લાગ્યા.
૧૧. ધનશ્યામનો બીજો એક પરમ મિત્ર રઘુનંદન હતો. રઘુનંદન વાણિયાનો દીકરો હતો. રઘુનંદને સાત દિવસ સુધી ધનશ્યામને શોધ્યા. છેવટે જયારે ઘનશ્યામ ન મળ્યા.
૧૨. રઘુનંદન નારાયણ સરોવર ગયો ત્યાં એક આંબાના ઝાડ નીચે બેસીને ધનશ્યામનું ધ્યાન ધર્યું અને ધ્યાન કરતા કરતા તેણે વિરહમાં પોતાનો દેહ ત્યજી દીધો.
૧૩. રઘુનંદનનાં માતાપિતા રામપ્રતાપભાઈ સાથે નારાયણ સરોવર તરફ શોધવા નીકળ્યો ત્રણે જણાતું દુ:ખ જોઈ આકાશમાં હનુમાનજીએ દર્શન દીધાં.
૧૪. નીલકંઠ ફરતાં ફરતાં લોધેશ્વર પધાર્વા. અહી લોધેશ્વર મહાદેવનું મંદિર છે અને લોધેશ્વર નામનું સરોવર છે તેમાં સ્નાન કરી, નીલકંઠે મહાદેવનાં દર્શન કયા† મંદિરમાં રાતવાસો કરી, જેતપુર તથા પથેપુર થઈને નૈમિપારણ્ય (ખેરીલાપુર) આવ્યા.
૧૫. નૈમિષારણ્યમાં ચકતીર્થં નામનું સરોવર છે સરોવરની ફરતાં મંદિરો છે.
૪. તપસ્વીઓની દિવ્ય ગતિ
૧૬. પ્રગટ પ્રભુને આળખ્યા વગર તમારો મોક્ષ કેવી રીતે થશે?
૧૭. નીલકંઠ તપસ્વીઓની સેવા અને શ્રદ્ધાથી પ્રસન્ન થઈ ગયા તેમણે તપસ્વીઓને ચર્તુભુજ નારાયણ ભગવાનરૂપે દર્શન દીધાં.
૧૮. અર્ધ રાત્રિએ એક બિહામણૂં ઝરખ ત્યાં આવ્યું જોરથી ચિત્કાર કરીને જમીન સૂંધતું નીલકંઠની આસપાસ પ્રદક્ષિણા કરીને વડના ઝાડ નીચે આવીને બેઠું તપસ્વીઆએ ઝાડ પર ઝોળીમાં સૂતાં સૂતાં આ બધું જોયું ઝરખે ઝાડ નીચે બેસી ઊંચે બાંધેલી ઝોળી તરફ ટગર ટગર જોવાનું શરૂ કર્યું.
૫.બદરીનાથની વાટે
૧૯. શ્રાવણ મહિનાની સુદ એકાદશીએ હરિદ્વાર પહોંચ્યા.તે વખતે હરિદ્વારમાં મેળો ભરાયો હતા.
૨૦. નીલકંઠ મેળામાં ફર્યા મેળામાં બ્રાહ્મણનો વેશ ધારણ કરીને સાક્ષાત્ મહાદેવજી અને પાર્વતીજીએ નીલકંઠની ધણા દિવસ સેવા કરી હતી.
૨૧. લક્ષ્મણઝૂલા(લક્ષાણપુરા) ૫ધાર્યા. અહી ગંગાકિનારે લક્ષ્મણજીનું મંદિર છે ગંગામાં સ્નાન કરી, નીલકંઠે લક્ષ્મણજીના મંદિરમાં જઈ મૂર્તિની દર્શન કયા† લક્ષ્મણજીની મૂર્તિમાંથી સાક્ષાત્ લક્ષ્મણજી પ્રગટ થઈને બહાર આવ્યા અને નીલકંઠના ચરણોમાં નમી પડયા નીલકંઠ વર્ણીએ તેમને હાથ પકડી ઊભા કર્યા અને રામચંદ્ર ભગવાનરૂપે દર્શન દીધાં. આવા સુંદર પ્રસંગે ગંગાજી પણ સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને પધાયા† અને નીલકંઠ વર્ણીના ચરણોમાં તાજાં ફળો મૂકીને નમી પડ્યાં નીલકંઠ વર્ણી તેમનો ભાવ નિહાળીને થોડાંક ફળો જમ્યા. બાકીનાં ફળોની પ્રસાદી લક્ષ્મણજી અને ગંગાજીને આપી નીલકંઠ તરસ્યા થયા હશે, એમ જાણી, તરત જ લક્ષ્મણજી દોડીને મંદિરમાંથી નીચે ગયા પોતાના ઉત્તરીય વસ્ત્રથી ગાળીને જળપાત્રમાં ગંગાનું પાણી નીલકંઠ વર્ણી માટે લઈ આવ્યા નીલકંઠ પાણી પીને તૃપ્ત થયા લક્ષ્મણજીનો ભાવ જોઈ, નીલકંઠ અહી દશ દિવસ રહ્યા.
૬. મહંતાઈના પ્રલોભનનો ત્યાગ
૨૨. અહી હજારો વર્ષ પહેલાં, શ્રીકૃણના વિયોગે ઉદ્વવજીએ તપ કર્યું હતું તે સ્થાનનાં દર્શન કયા† આવું પવિત્ર રથાન જાણી અહી નારદજીએ શ્રીપુર નામનું શહેર વસાવ્યું હતું. લોકો તેને શ્રીક્ષેત્ર તરીકે પણ ઓળખતા અહી અલકનંદા ધનુષ્યના આકારે વહે છે તેથી લોકો આ સ્થાનને ધનુષતીર્થં પણ કહે છે.
૭. બદરીનાથ અને માનસ સરોવરની વાટે
૨૩. નીલકંઠમાં બદરીનારાયણના દર્શન થયાં પૂજારી તો ભાવથી નીલકંઠની સેવા કરવા લાગ્યો નીલકંઠને ફૂલની માળા પહેરાવે અને રોજ થાળ જમાડે. દિવાળી સુધી નીલકંઠ અહી રહ્યા દીપોત્સવી અને અન્નફૂટના ઉત્સવો ખૂબ ભક્તિભાવપૂર્વક ઉજવાયા. હવે બદરીનાથના દ્વાર બંધ થવાના હતા.
૨૪. આ સ્થાનમાં નરનારાયણ ઋષિનો બદરિકાશ્રમ છે તદન નિર્જન્ા અને એકાંત સ્થળ નીલકંઠ વર્ણી નર-નારાયણના આ બદરિકાશ્રમમાં ૫ધાર્યા. આ બ્રહ્માંડના ભોમિયા નરનારાયણે પોતાનાં પચાસ વર્ષ અને દોઢ પહોંર સુધી એક પગે ઊભા રહીને સ્તુતિ કરી હતી. ત્યારે પૂર્ણપુર્ષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર પ્રગટ થયા હતા. નરનારાયણની આ તપશ્ચર્વાનું ફળ આપવા જ સાક્ષાત્ પુરુષોત્તમ આજ નીલકંઠ વેષે અહી પધાર્યા હતા.
૮. રાજા રણજિતસિંહને ઉપદેશ
૨૫. પંજાબના બહાદુર રાજા રણજિતસિંહ બદરીનાથનાં દર્શન કરવા આવેલા નીલકંઠ વર્ણીનાં દર્શનથી તે ખૂબ પ્રભાવિત થયા.
૨૬. નીલકંઠે અયોધ્યા તરફ પ્રયાણ કર્યું થોડા દિવસ અયોધ્યામાં પધારીને ગુપ્તવેશે અહી રહ્યા.
૯. પોતાની વાણીને શાપ
૨૭. નીલકંઠ બાંસી શહેર આવ્યા શહેરથી થોડે દૂર એક નદી વહેતી હતી. નદીકિનારે સુંદર ઉદ્યાન હતો. નીલકંઠ ત્યાં રોજ સવારે નહાવા જતા.
૨૮. બાંસી શહેરના રાજાના બે નોકરો હાથમાં બંદૂક લઈને બગીચામાં પ્રવેશ્યા નીલકંઠ વર્ણીની મર્યાદા રાખ્યા વિના બંનેએ બંદૂકનું નિશાન લીધું સનન..ન કરતી બે ગોળીઓ છૂટી એક પક્ષીનું જોડું ચીસો પાડતું, તરફડતું ઝાડ પરથી નીચે પડ્યું.
૨૯. શહેર ઓલવાઈ ગયું સૌં બચી ગયાં ફકત પેલા બે નોકરો બળી મર્યા.
0 comments