સ્વામી નિર્ગુણદાસજી

 વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.

૧૩૧. જેઠાભાઇ વડોદરા કલાભવનમાં અભ્યાસ કરવા આવ્યા હતા.અહી ગોંવિદભાઇ માસ્તર,શિવશંકરભાઇ,ઉલ્લાસભાઇ વગેરે હરિભકતો પાસે અક્ષરપુરુષોત્તમની નિષ્ઠાની ઘણી વાતો સાંભળી દરરોજ મંદિરે આવવા લાગ્યા.અહી તેમણે શાસ્ત્રી યજ્ઞપુરૂષદાસનો યોગ થયો.

૧૩૨. નડિયાદ પાસે પીજ ગામમાં આ જેઠાભાઇનો જન્મ સંવત ૧૯૩૨ના જેઠ સુદ ૨ ને દિવસે થયો હતો.જ્ઞાતિએ પાટીદાર.

૧૩૩. ડભાણના સંતો શાસ્ત્રી યોગેશ્વરદાસ તથા જગપાવત્દાસનો એમને યોગ થયો.

૧૩૪. સૌ પ્રથમ જેઠાભાઇ સંવત ૧૯૫૨ના કાર્તિક માસમાં વહાણમાં બેસી મહુવા ભગતજીના દર્શને ગયા.સાથે ભરૂચના મહાશંકરભાઇ દવેના પુત્ર ગણપતભાઇ હતા.

૧૩૫. મંદિરમાં સાધુ ,બ્રહ્મચારી હોય ત્યાં ભગતજીને દંડવત્ કરે તે કોઇને ગમે નહિ.એટલે ભાગોળમાં જેઠાભાઇએ ભગતજીને સંભારીને દર્શન કર્યા.

૧૩૬. ભગતજી મહારાજના આદેશથી સંવત ૧૯૫૩માં જેઠાભાઇએ પાર્ષદની દીક્ષા લીધી.આચાર્ય વિહારીલાલજી મહારાજ પાસે રહેવા લાગ્યા.અંગત સેવક તરીકે ટપાલ તથા અન્ય સાહિત્યસેવા કરતા.

૧૩૭. સંવત ૧૮૫૩માં આચાર્ય મહારાજે એમને(જેઠાભાઇને) મુંબઇના કોઠારી નીમ્યા.ત્યારપછી વડોદરા,જૂનાગઢ,ગઢડા વગેરે મંદિરોમાં કોઠારીનું કામ કર્યુ.

૧૩૮. મહુવામાં ભગતજી મહારાજે માંદગી ગ્રહણ કરી,ધામમાં જવાનો સંકલ્પ કર્યો,ત્યારે મુંબઇ જેઠા ભગતને કાગળ લખ્યો.

૧૩૯. ત્રેવીસ દિવસ સુધી ભગતજીની તેમણે સેવા કરી,જેઠાભગતે ભગતજીને રાજી કર્યા.

૧૪૦. યજ્ઞપુરૂષદાસજીની ઇચ્છાથી મુંબઇ મંદિરનું કોઠારીપણું છોડી જેઠાભગત જૂનાગઢ આવ્યા.છ માસ સુધી જાગાભકતનો સમાગમ કયોં સાથે કોઠારમાં સેવા પણ કરી.

૧૪૧. ભગતજી મહારાજ અને જાગાભગત બંને સત્પુરુષોના આર્શીવાદ મેળવ્યા.ગુરુકૃપાથી અક્ષરપુરુષોત્તમની નિષ્ઠા એમના જીવનમાં દ્દઢ થઇ ગઇ.

૧૪૨. સંવત ૧૯૬૨ની વસંતપંચમીના સમૈયામાં વઢવાનના આચાર્ય કુંજવિહારીપ્રસાદ મહારાજે જેઠાભગતને ત્યાગીની દીક્ષા આપી નિર્ગુણદાસ એવું નામ ધારણ કરાવ્યું.

૧૪૩. એમનો કડક પણ જબરજસ્ત.તેઓ વડતાલમાં હતા ત્યાં સુધી કોઇ સાધુ,જાગાભગત અથવા પ્રાગજીભગત વિરૂદ્વ બોલી શકે નહિ.જા કે પ્રા એટલો શબ્દ પણ કોઇથી બોલાતો નહિ.

૧૪૪. સમૈયામાં રાત્રે ફાનસ લઇને ફરે.દરેક હરિભકતને પાગરણ મળ્યું છે કે નહિ તે જુએ.કોઇના પાસે વધુ હોય તો એ લઇને બીજાને આપે.વળી મોડી રાત્રે પણ કોઇ હરિભકત આવે તો એમની પણ વ્યવસ્થા કરે.

૧૪૫. સ્વામીની આજ્ઞાથી તેઓ ઇશ્વરભાઇ પ્રભુદાસ પટેલ સાથે આચાર્ય લક્ષ્મીપ્રસાદ મહારાજના પુત્ર રાધારમણપ્રસાદને તેડવા છપૈયા ગયા હતા,અહી એમના દીદીએ રાધારમણપ્રસાદને મોકલવાની ના પાડી.

૧૪૬. મહારાજે દર્શન દીધા.માણકી ઉપર વિરાજમાન હતા.દૂધની ભરેલી ચાંદીની લોટી હાથમાં હતી.મહારાજે નિર્ગુણ સ્વામીના શરીરે હાથ ફેરવ્યો.દૂધ પાયું.

૧૪૭. નિર્ગુણદાસ સ્વામીની વારંવાર પધરામણી અને પત્રવ્યવહારથી મુંબઇમાં પણ સત્સંગની વૃદ્વિ થવા લાગી .

૧૪૮. (નિર્ગુણદાસ સ્વામી) મુંબઇના કોઠારી હતા ત્યારે મોતીલાલ ફોજદાર તથા રામજી કેશવજી વગેરે પ્રતિષ્ઠિત હરિભકતોને તેમણે શાસ્ત્રીજી મહારાજનો અપાર મહિમા સમજાવ્યો હતો.

૧૪૯. પરદેશમાં આફ્રિકાના ભકતરાજ હરમાનભાઇ અને મગનભાઇ દ્વારા સત્સંગનો પ્રારંભ થયો.ત્યારથી એ દૂર દેશમાં પણ એમણે અક્ષરપુરૂષોત્તમની નિષ્ઠા પત્રમાળા ચાલુ જ રાખી હતી.આ પત્રો બે-પાંચ પાનાના નહિ,પણ સો સો પાના સુધી ભરાતા.

૧૫૦. આફ્રિકાના એક હરિભકતે એમના માટેે નવો ધાબળો મોકલ્યો,મોકનાર હરિભકતની એવી દ્દઢ ઇચ્છા હતી કે હતી કે નિર્ગુણ સ્વામી ધાબળો વાપરે તો સારું;પણ એમણે તો તરત જ એ સારી વસ્તું પોતાના ગુરુના ચરણે ધરી દીધી.

૧૫૧. આફ્રિકાથી ટપાલમાં કેટલાક શિંલિગના પોસ્ટલ ઓર્ડર આવ્યા.વળી તે હરિભકતે લખ્યું હતું કે આપ ટપાલ ધણી લખો છો તો ટપાલખર્ચમાં આ રકમ વાપરશો.

૧૫૨. બોચાસણમાં સમૈયો હતો .મંદિરના એક ખૂણામાં ઉકરડાનો મોટો ઢગલો પડયો હતો.સ્વામીશ્રીની તે તરફ દષ્ટિ પડી.નિર્ગુણ સ્વામીએ તે જોયું એટલે તરત કછોટો મારીને,પાવડો લઇને તૈયાર થયા.

૧૫૩. સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજ ની એંશીમી જન્મજયંતિ તથા સુવર્ણજયંતી જેવા મહાન ઉત્સવોમાં એમણે પોતાની અપ્રતિમ કાર્યશકિત અને ગુરુભકિત બતાવી હતી.

૧૫૪. નિર્ગુણદાસ સ્વામીની તબિયત વધુ બગડતાં મુંબઇથી થોડે દૂર પેણ ગામે સારવાર માટે લઇ જવાનું નક્કી થયું.

૧૫૫. જેઠ સુદ ૧૪ના મંગળવારે સવારે ૧૦-૪૫ વાગે (સંવત ૨૦૦૬ ઇ.સ ૧૯૫૦ ૩૦ મે) નિર્ગુણ સ્વામીએ સ્વતંત્ર થકા દેહનો ત્યાગ કર્યો.

૧૫૬. અક્ષરપુરષોતમની નિષ્ઠાનું પાન કરાવનારા એ સમર્થ પુરુષ પ્રેમ અને પક્ષની મૂર્તિ હતા દુખિયારાના સાથી અને ગરીબના બેેલી હતા.

વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.

0 comments

SANATAN DHARM Books

Vedas ऋगवेद यजुर्वेद सामवेद अथर्ववेद Purans Agni Mahapur...