૧. ધનશ્યામનો જન્મ
૧. અયોધ્યા પાસે નાનકડું છપૈયા નામનું રળિયામણું ગામ છે
૨. સંવત ૧૮૩૭ના ચૈત્ર સુદ નવમીનો દિવસ (સોમવાર, તા. ૩-૪-૧૭૮૧) અને રાતના દસ વાગ્યાનો સમય છે .
૩. તે જ વખતે ધર્મદેવના ધરની બહાર બાળકો આનંદથી નાચે છે.
૪. કેટલીય સ્ત્રીઓ ગીતો ગાતી ગાતી,થાળીમાં કંકુ, ગુલાલ,
ફૂલની માળા અને રેશમી વસ્ત્રો લઈને હસતી હસતી ધર્મદેવને ઘેર જાય છે.
ર. બાળપ્રભુનું પરાકમ
૫. કાલિદત્ત નામનો એક રાક્ષસ હતો. તે પાપીઓનો સરદાર હતો.
૬. આંબાના વનમાં પવનપુત્ર હનુમાનજી રહે.
૭. આ સાંભળી કાલિદત્ત વધુ ક્રોધે ભરાયો. તેણે કોટરા નામની સૌથી મોટી કૃત્યાને બાળપ્રભુને મારી નાખવા મોકલી.
૮. પ્રભુએ વાંકી નજરે કોટરા સામું જોયું અને તરત જ કોટરા બળવા લાગી.
૩. રામદયાળને દર્શન
૯. પ્રભુને પારણામાં પોઢાડીને રસોડામાં ગયાં ભક્તિમાતાં ગયાં કે તરત જ પ્રભુ પારણામાં બેઠા થઈ ગયા પોતાની ચૂંસણી દૂર પડી હતી, એટલે પારણામાંથી નીચે ઊતર્યા, ધૂંટણભર ચાલતાં જઈને ચૂસણી હાથમાં લીધી અને પાછા પારણામાં આવી બેસી ગયા આ દ્વશ્ય ધર્મદેવના મિત્ર રામદયાળે જોયું તેમણે પૂછ્યું : 'ધર્મદેવ તમારા પુત્રની ઉંમર કેટલી ત્યારે ધર્મદેવે કહ્યું : 'હજુ તો ફકત અઢી માસના જ થયા છે."
૪. પ્રભુનું નામ પાડવું
૧૦. પ્રભુ દિવસે દિવસે મોટા થતા ગયા હવે તો ત્રણ માસના થઈ ગયા તેવામાં માર્કેડેય મુનિ ધર્મદેવને ઘેર પધાર્યા. 'તમારો પુત્રનો કર્ક રાશિમાં જન્મ છે તેથી તેમનું નામ 'હરિ" પડશે વળી, શરીરનો રંગ શ્યામ છે તેથી 'કૃષ્ણ" એ નામથી પણ ઓળખાશ આ બન્ને નામ ભેગાં કરીએ તો 'હરિકૃષ્ણ" એવું નામ થાય લોકો એમને 'ધનશ્યામ" કહીને પણ બોલાવશે. તમારા પુત્રમાં તપ, ત્યાગ, યોગ, ધર્મ, નીતિ, સત્ય, વિવેક બધા જ ગુણો છે તેથી લોકોમાં 'નીલકંઠ" નામથી જાણીતા થશે તમારો આ પુત્ર પૃથ્વી પર ધર્મનું સ્થાપન કરશે અને લોકોના દુખોનો નાશ કરશે દેશમાં ચારેકોર તેમની કીર્તિ ફેલાશે. લોકોને સમાધિ કરાવશે, તેમનો ઉદ્ધાર કરશે ભગવાનનું ભજન કરાવી સૌંને સુખી ક૨શે." ધર્મદેવ ખૂબ રાજી થઈ ગયા તેમણ માર્કેડેય મુનિને સારાં સારાં વસ્ત્રો-આભૂપણો, ગાયો અને સોનામહોરો દ્રક્ષિણામાં આપી વિદાય કર્યા.
૫. પુત્રની પરીક્ષા
૧૧. એક વખત ધર્મદેવને પુત્રની પરીક્ષા લેવાનું મન થયું. તેમણે ભક્તિમાતા પાસે બાજોઠ મંગાવ્યો. બાજોઠ પર રેશમી વસ્ત્ર પાથર્યું.
૧૨. બાજોઠ ૫૨ એક સોનામહોર, એક પુસ્તક અને એક નાની તલવાર મૂકી.
૧૩. પારણામાંથી ઊતરીને પ્રભુ બાજોઠ પાસે આવ્યા અને પુસ્તક હાથમાં ઉપાડી લીધું આ જોઈને ધર્મપિતા અને ભક્તિમાતાને ખાતરી થઈ કે ચોક્કસ આ પુત્ર ભણીગણીને વિદ્વાન થશે.
૬. ઘનશ્યામે કાન વીધાવ્યા
૧૪. ઘનશ્યામ હવે સાત માસના થયા ભક્તિમાતાને થયું કે હવે ધનશ્યામના કાન વીંધાવી લઈએ.
૧૫. ભક્તિમાતાએ રામપ્રતાપભાઈને બૂમ પાડી બોલાવ્યા અને કહ્યું : 'આ જુઓ ઘનશ્યામ આંબલીના ઝાડ પર બેઠા છે, તો તમે ઝાડ પર ચડીને તેમને ઉતારો રામપ્રતાપભાઈ આંબલીના ઝાડ પર ચડચા અને જોયું તો ઘનશ્યામ નીચે ભક્તિમાતા પાસે બેઠા હતા, તેથી રામપ્રતાપભાઈ નીચે ઊતર્યા.
૧૬. આ પ્રમાણે ધણા વખત સુધી રામપ્રતાપભાઈ અને સૌંને ધનશ્યામનાં બે સ્વરૂપે દર્શન થયાં
૧૭. 'મને ગોળ ખાવા આપો તો કાન વીંધાવીશ." એ સાંભળી ભક્તિમાતાએ કહ્યું : 'જો ડાહ્યા થઈને કાન વીધાવવા બેસશો તો ગોળ ખાવા મળશે" એમ કહીને ઘરમાંથી ગોળ મંગાવીને ઘનશ્યામને આાયો એટલે ઘનશ્યામ ભક્તિમાતાના ખોળામાં બેસી ગયા અને ગોળ ખાતાં ખાતાં કાન વીધાવ્યા.
૭. લક્ષ્મીજીને વરદાન
૧૮. ભક્તિમાતા ઘનશ્યામને ચાલતાં શીખવતાં હતાં.
૧૯. એક ચકલી આવી અને દરવાજા પાસે બેઠી તરત જ ધનશ્યામે હાથ લાંબો કરીને ચકલીને મુઠ્ઠીમાં પકડી લીધી ચકલીએ પાંખો ફફડાવી પણ ધનશ્યામના હાથમાંથી છૂટી શકી નહિ
૨૦. ભક્તિમાતાને થયું કે જો ચકલી ધનશ્યામને ચાંચ મારશે, તો લોહી નીકળશે. એમ ધારીને ભક્તિમાતાએ ચકલીને ધનશ્યામના હાથમાંથી લઈને નીચે મૂકી કે તરત જ ચકલીમાંથી એક સુંદર સ્ત્રી ઊભી થઈ ગઈ.
૨૧. લક્ષ્મીજીએ વિનંતી કરી : 'મને તમારી સેવાનો લાભ આપો" લક્ષ્મીજીની વિનંતી સાંભળીને ધનશ્યામે વચન આાયું કે 'હું જયારે કાઠિયાવાડ આવું, ત્યારે તમે પણ કાઠિયાવાડ આવજો. હું તમારી ઇચ્છાપૂર્ણ કરીશ આ સાંભળી લક્ષ્મીજી ખૂબ રાજી થયાં.
૮. સિદ્વિઓ પ્રભુની સેવામા
૨૨. પ્રભુને એક મામી હતાં તેમનું નામ લક્ષ્મીબાઈ.
૨૩. આ સાંભળી લક્ષ્મીબાઈ અંદર રસોડામાં ગયાં અને ધીમે ધીમે રસોઈ બનાવવા માંડચાં.
૨૪. ભક્તિમાતાને ખૂબ ભૂખ લાગી બાળપ્રભુને ખબર કે માતાને ભૂખ લાગી છે તરત જ તેમણે મનમાં
ને મનમાં આઠ સિદ્ધિઓને ભોજન લાવવા આજ્ઞા કરી પળવારમાં આઠેય સિદ્ધિઓ આકાશમાંથી ઊતરી આવી
૯. ખીચડીને બદલે દૂધપાક
૨૫. એક વાર બપોરે ઘનશ્યામ ભૂખ્યા થયા તેમણે ભક્તિમાતા પાસે ખાવાનું માગ્યું માતાએ ધનશ્યામને ટાઢી ખીચડી ખાવા આપી.
૨૬. ગૌશાળામાં એક ગાય હતી. તેનું નામ ગોમતી. વહેલી સવારે અને સાંજે એમ બે વખત તે દૂધ આપે.
૨૭. ગોમતી ગાયને ધનશ્યામ પર બહુ વહાલ. જો ધનશ્યામને દૂધ પીવું હોય તો ગાય ગમે ત્યારે દૂધ આપે.
૨૮. ભક્તિમાતા તો આ ચમત્કાર જોઈ નવાઈ પામી ગયાં તેઓ ધનશ્યામ પર ખૂબ પ્રસન્ન થયાં તેમને થયું : 'આટલું બધું દૂધ છે માટે લાવ દૂધપાક કરું એમ નક્કી કરીને ધનશ્યામને કહ્યું : 'હવે તમે ટાઢી ખીચડી ન ખાશો.હું હમણાં જ દૂધપાક-પૂરીની રસોઈ બનાવું છું એટલું કહીને તેમણે થોડીવા૨માં જ દૂધપાક-પૂરીની રસોઈ બનાવી અને ધનશ્યામને પ્રેમથી જમાડચા.
૧૦. વાળંદને ચમત્કાર
૨૯. ધનશ્યામને ત્રીજું વર્ષ બેઠું ધર્મપિતાએ વિચાર કર્યો કે હવે ધનશ્યામના વાળ ઉતરાવીએ. બીજે દિવસે સવારે સારું મુહૂર્ત જોઈને તેમણે અમઈ નામના વાળંદને બોલાવ્યો.
૩૦. ભકિતમાતા ધનશ્યામને ખોળામાં લઈને પૂર્વ દિશા તરફ બેઠાં અમઈ અસ્ત્રો કાઢીને ધનશ્યામના વાળ ઉતારવા
0 comments