કિશોર સત્સંગ પ્રવેશ - ૧ થી ૧૦

 વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.

. સગરામ

. અરે, તમે ધૂળ ઉપર ધૂળ શું વાળી ! પારકી વસ્તુને તો હું ધૂળ સમજું છું

કોણ બોલે છે: સગરામની સ્ત્રી

કોને કહે છે : સગરામને

કયારે કહે છે: જયારે સગરામે દુકાળના સમયે રસ્તામાં તોળો ભાળ્યો અને તેના પર ધૂળ વાળી ત્યારે

. રસ્ત્તામં તોડો ભાળ્યો?

કોણ બોલે છે: કેટલાંક લોકો

કોને કહે છે : સગરામને

કયારે કહે છે: જયારે સગરામ અને તેની સ્ત્રી ત્યાં તોડા પર ધુળ વાળીને થોડે આગળ ગયા ત્યારે

. અમે જોયો છે ને ત્યાં દૂર પડચો છે.

 કોણ બોલે છે: સગરામ

 કોને કહે છે : કેટલાંક લોકોને

કયારે કહે છે: જયારે સગરામ અને તેની સ્ત્રી ત્યાં તોડા પર ધુળ વાળીને થોડે આગળ ગયા અને ત્યાં કેટલાક લોકોએ તોડા માટે પૂછયું ત્યારે

. અમે તો સ્વામિનારાયણના ભગત, અમારો ધરમ સાચવીએ

કોણ બોલે છે: સગરામ

કોને કહે છે : કેટલાંક લોકોને

કયારે કહે છે: જયારે સગરામે તે લોકોને તોડો બતાવ્યો ત્યારે તેઓ સગરામને બક્ષિસ આપવા લાગ્યા ત્યારે.

. સગરામ ! સ્વામિનારાયણે તને કઈ પરચો બતાવ્યો ?”

કોણ બોલે છે: ભાવનગરના વજેસિંગ બાપુ

કોને કહે છે : સગરામને

કયારે કહે છે: જયારે કોઇએ બાપુને કહ્યું કે સ્વામિનારાયણ વાધરીને વૈષ્ણવ કરે છે તે જોવાં તેમને સગરામને બોલાવ્યો ત્યારે.

. આપ ખાવંદ ધણી, આપના ખોળામાં મને બેસવા મળ્યું મારે મન પરચો. અમે વાધરી, પશુ જેવા તે સ્વામિનારાયણે ધરમ, નિયમ આપ્યા નેઅમને શુદ્ધ કર્યા.

કોણ બોલે છે: સગરામ

કોને કહે છે : ભાવનગરના વજેસિંગ બાપુને

કયારે કહે છે:જયારે સગરામને બાપુએ પૂછયું કે તને સ્વામિનારાયણે કંઇ પરચો બતાવ્યો છે તેના ઉતરમાં

. વ્યાપકાનંદ સ્વામી

. આપણે મૂઆને જીવતા કરવા નથી આવ્યા આપણે તો દરેક જીવને આત્મા અને પરમાત્માનું સાચું જ્ઞાન શીખવવાનું છે અજ્ઞાન દૂર કરી સૌંને અક્ષરધામમા લઈ જવાના છે અમારી ઈરછાથી ધોડી સજીવન થઈ પણ કોઈ રાજાનો કુંવર મરી જશે ને તમે એને જીવતો નહિ કરી શકો તો રાજા તમને મારી નાખશે. માટે ઉપદેશ આપવો પણ ચમત્કાર બતાવવો

કોણ બોલે છે: શ્રીજી મહારાજ

કોને કહે છે : વ્યાપકાનંદ સ્વામીને

કયારે કહે છે: જયારે વ્યાપકાનંદ સ્વામીએ મરેલી ધોડીને જીવતી કરી ત્યારે.

. હું હમણાં તારા ભાઈ પાસેથી આવું છું તું આટલી બધી મહેનત કરે છે પણ તે તો તારી વિરુદ્ધ બોલે છે.

કોણ બોલે છે: બ્રાહ્યણનું રૂપ લઇને ગયેલા દરિયાદેવ

કોને કહે છે : એક ભાઇને

કયારે કહે છે: ચાર ભાઇઓ સંપીને દરિયાદેવને પ્રસન્ન કરવા માટે તપ કરતાં હતા ત્યારે તેમણી પરીક્ષા લેવાના હેતુથી દરીયાદેવ બાહ્યણનું રૂપ લઇને એક ભાઇ પાસે આવ્યા ત્યારે.

. મારો ભાઈ એવું કદી બોલે નહિ

કોણ બોલે છે: એક ભાઇ

કોને કહે છે : બ્રાહ્યણનું રૂપ લઇને ગયેલા દરિયાદેવને

કયારે કહે છે:ચાર ભાઇઓ સંપીને દરિયાદેવને પ્રસન્ન કરવા માટે તપ કરતાં હતા ત્યારે તેમણી પરીક્ષા લેવાના હેતુથી દરીયાદેવ બાહ્યણનું રૂપ લઇને એક ભાઇ પાસે આવ્યા અને બીજા ભાઇના વિરૂદ્વમાં કહેવા લાગ્યા ત્યારે.

. નેનપુરના દેવજી ભગત

૧૦. સ્વામી ! તમે હાલીને આવ્યા છો વળી થાકયા હશો માટે સૂઈ જાઓ

કોણ બોલે છે: દેવજીભાગત

કોને કહે છે : સંતોને (મુકતાનંદસ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી)

કયારે કહે છે: મુકતાનંદસ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી ફરતાં ફરતાં નેનપુરઆવ્યા અને કથાવાતાર્ષ્ર કરતાં રાતના બાર વાગ્યા ત્યારે ખેતરે જતાં સમયે

૧૧. તમે કયારે સૂશો ?”

કોણ બોલે છે: સંતો

કોને કહે છે : દેવજીભગતને

કયારે કહે છે:મુકતાનંદસ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી ફરતાં ફરતાં નેનપુરઆવ્યા અને કથાવાતાર્ષ્ર કરતાં રાતના બાર વાગ્યા ત્યારે ખેતરે જતાં સમયે

૧૨. સ્વામી ! હું તો ખેતરમા આંટો દઈશ, પછી બસો માળા ફેરવીશ. ત્યાંનિંદર એક રાશવા છેટે ઊભી હશે, તેને બોલાવીશ ત્યારે આવશે

કોણ બોલે છે: દેવજીભગત

કોને કહે છે : સંતોને

કયારે કહે છે: મુકતાનંદસ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી ફરતાં ફરતાં નેનપુરઆવ્યા અને કથાવાર્તા કરતાં રાતના બાર વાગ્યા ત્યારે ખેતરે જતાં સમયે

૧૩. મહારાજ ! અમે તમારી માળા ફેરવીએ. પણ તમે કોની માળા ફેરવો?

કોણ બોલે છે: સુરા ખાચર

કોને કહે છે : શ્રીજી મહારાજને

કયારે કહે છે: જયારે મહારાજ સભામાં માળા ફેરવતાં હતા ત્યારે

૧૪. અમે અમારા ભકતની માળા ફેરવીએ,”

કોણ બોલે છે: શ્રીજી મહારાજ

કોને કહે છે : સુરા ખાચરને

કયારે કહે છે: જયારે મહારાજ સભામાં માળા ફેરવતાં હતા ત્યારે સુરા ખાચરે પુછયું તમે કોની માળા ફેરવો છો ત્યારે તેમને જવાબ આપતાં

૧૫. કયા ભગત ?”

કોણ બોલે છે: સુરા ખાચર

કોને કહે છે : શ્રીજી મહારાજને

કયારે કહે છે: જયારે મહારાજ સભામાં માળા ફેરવતાં હતા ત્યારે સુરા ખાચરે પુછયું તમે કોની માળા ફેરવો છો ત્યારે તેમનેે જવાબ આપતાં મહારાજે કહ્યું અમારાં ભગતની ત્યારે

૧૬. બધા ભગત સાચા, પણ માળાના મણકામાં આવે નહિ,”

કોણ બોલે છે: શ્રીજી મહારાજ

કોને કહે છે : સુરા ખાચર

કયારે કહે છે: જયારે મહારાજ સભામાં માળા ફેરવતાં હતા ત્યારે સુરા ખાચરે પુછયું તમે કોની માળા ફેરવો છો ત્યારે તેમનેે જવાબ આપતાં મહારાજે કહ્યું અમારાં ભગતની ત્યારે અને પછી સુરા ખાચર બધાં હરિભકતોના નામ બોલવા લાગ્યા ત્યારે

૧૭. કેમ, પટેલ સુખી છે ને

કોણ બોલે છે: શ્રીજી મહારાજ

કોને કહે છે : દેવજીભાઇને પત્નીને

કયારે કહે છે: જયારે દેવજીભાઇનો એક નો એક પુત્ર ધામમાં ગયો અને પટેલના કહેવાથી તેમના પત્ની ધી નો ધાડલો લઇને ગઢડા ગયા ત્યારે

૧૮. મહારાજ ! પટેલ સુખી તો હતા ને હવે વધુ સુખી થયા,”

કોણ બોલે છે: દેવજીભાઇને પત્નીને

કોને કહે છે : શ્રીજી મહારાજને

કયારે કહે છે: દેવજી પટેલના કહેવાથી તેમના પત્ની ધી નો ધાડલો લઇને ગઢડા ગયા અને મહારાજે પૂછયું કે પટેલ સુખી તો છે ને ત્યારે

૧૯. ભગતની સમજણ તો જુઓ જુવાન દીકરો ધામમાં ગયો તો રાજી થયાં, ને પાંચ વરસનાં હીરાબા (પાંચુબાનાં દીકરી) ધામમાં ગયાં તે દરબારમાં શોક મટતો નથી ને અમારો થાળ બંધ થયો કદાચ શોક થાય તો હરજી ઠક્કરને થાય, કેમ કે હીરાબા પૂર્વજન્મમાં એમનાં માં હતાં અને અમને જમાડવાનો સંકલ્પ હતો તે દરબારમાં જન્મ લીધો ને એમને દૂધ-પૂરીનો થાળ જમાડી ધામમાં ગમાં

કોણ બોલે છે: શ્રીજી મહારાજ

કોને કહે છે : સભામાં બેઠેલા હરિભકતોને

કયારે કહે છે: જયારે પટલાણીએ પોતાના એકના એક પુત્રના ધામમાં જવાની વાત કરી ત્યારે

૧૦. ગુરુ-શિષ્ય

૨૦. સદ્‌ગુરુ કોણ?

કોણ બોલે છે: શ્રીજી મહારાજ

કોને કહે છે : સંતોને

કયારે કહે છે: સારંગપુરમાં ફૂલદોલના સમૈયામાં હોળીનું પદ બોલીને

૨૧. આપ પોતે સંતોએ કહ્યું

કોણ બોલે છે: સંતો

કોને કહે છે : શ્રીજી મહારાજને

કયારે કહે છે: સારંગપુરમાં ફૂલદોલના સમૈયામાં હોળીનું પદ બોલીને સદ્‌ગુરુ વિષે પૂછયું ત્યારે

૨૨. સદ્‌ગુરુ તો ગુણાતીતાનંદ સ્વામી છે જે અમારે રહેવાનું બ્રહ્મધામ છે.

કોણ બોલે છે: શ્રીજી મહારાજ

કોને કહે છે : સંતોને

કયારે કહે છે: સારંગપુરમાં ફૂલદોલના સમૈયામાં હોળીનું પદ બોલીને સદ્‌ગુરુ વિષે પૂછયું ત્યારે સંતોએ કહ્યું કે તમે ત્યારે


વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.

0 comments

download

Video Downloader Video Downloader Enter Video URL: Download