શાસ્ત્રીજી મહારાજ ૧૧ થી ૨૦

વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.

 ૧૧. 

૩૦.  વચનામૃતમાં તો શ્રીજી મહારાજે નરનારાયણ ધ્વારા અવતાર થયો તેમ લખ્યું છે અને આ સાધુઓ તો શ્રીજી મહારાજને સર્વોપરી કહે છે તો સાચુ શુ?

 કોણ બોલે છે ? :- યજ્ઞપુરૂષદાસજી

કોને કહે છે ? :- વિજ્ઞાનાનંદજી સ્વામીને

 કયારે કહે છે ? :- જયારે સુરતના હરિભકતોએ શ્રીજી મહારાજને સર્વોપરી ભગવાન કહયા ત્યારે. 

૩૧. શ્રી_જી મહારાજના મુખે મેં ગઢડામાં સાંભળ્યું છે કે તેઓ સર્વોપરી ભગવાન છે.માટે તુ પણ શ્રીજી મહારાજને સર્વોપરી સમજ.’

કોણ બોલે છે ? :- વિજ્ઞાનાનંદજી સ્વામી

કોને કહે છે ? :- યજ્ઞપુરૂષદાસજીને

 કયારે કહે છે ? :- જયારે સુરતના હરિભકતોએ શ્રીજી મહારાજને સર્વોપરી ભગવાન કહયા ત્યારે યજ્ઞપુરૂષદાસજીને શંકા ગઇ ત્યારે. 

૩૨.  તમારે તેમની સાથે હેત થયું છે તો પૂરૂ કરજો અને તેમનો સમાગમ કરી લેજો.’

 કોણ બોલે છે ? :- વિજ્ઞાનાનંદજી સ્વામી

કોને કહે છે ? :- યજ્ઞપુરૂષદાસજીને

 કયારે કહે છે ? :- જયારે તેમણે જાણ્યું કે આ નાના સાધુ પ્રાગજી ભકતનો સમાગમ કરે છે ત્યારે રાજી થતા કહયું.

૩૩. કાં તો ભગતજીને રાખો અને કાં તો અમને રાખો.’

 કોણ બોલે છે ? :- બધા સાધુઓ

કોને કહે છે ? :- આચાર્ય મહારાજને

 કયારે કહે છે ? :- જયારે તેમણે જોયું કે બધા સંતો હરિભકતો 

 પ્રાગજીભકતની કથા સાંભળે છે ત્યારે તેમણે ઇર્ષ્યા  થતા ફરિયાદ કરતાં

૧૨.

૩૪. એ તો મારો કોડિલો લાલ છે,એ તો બેસશે એનો તમારે વાદ લેવો નહિ.’ 

 કોણ બોલે છે ? :- પ્રાગજીભકત

કોને કહે છે ? :- નારાયણચરણદાસને

 કયારે કહે છે ? :- જયારે ભગતજી મહારાજ બીજા સાધુઓ ઉપાધિ કરે ત્યારે સૌને ઊઠાડી મૂકતા પરંતુ યજ્ઞપુરૂષદાસજીને ના ઊઠાડતા ત્યારે નારાયણચરણદાસે આ અંગે પૂછતાં.

૩૫. તમે બધાને ઉઠાડો છો,યજ્ઞપુરૂષદાસજીને કેમ ઉઠાડતા નથી?’

 કોણ બોલે છે ? :- નારાયણચરણદાસ

કોને કહે છે ? :- પ્રાગજીભકતને

 કયારે કહે છે ? :- જયારે ભગતજી મહારાજ બીજા સાધુઓ ઉપાધિ કરે ત્યારે સૌને ઊઠાડી મૂકતા પરંતુ યજ્ઞપુરૂષદાસજીને ના ઊઠાડતા ત્યારે પૂછતાં.

૩૬. તમે સત્સંગનો વ્યવહાર સમજો નહિ.વિજ્ઞાનાના્રંદ સ્વામીનું મંડળ ચલાવનારને ચરણાવિંદ જોઇએ અને ચરણાંવિંદ હોય તો જ સાધુ તેમની પાસે રહે.’

 કોણ બોલે છે ? :- આચાર્ય મહારાજ

કોને કહે છે ? :- પ્રાગજીભકતને

 કયારે કહે છે ? :- જયારે પ્રાગજીભકતે યજ્ઞપુરૂષદાસજીના ચરણાવિંદની જોડ રામરતનદાસજીને અપાવી દીધી ત્યારે

૧૩. 

૩૭.  આ પ્રાગજી ભકત સારૂ આટલો દાખડો કર્યો ?’

 કોણ બોલે છે ? :- પ્રાગજીભકત

કોને કહે છે ? :- દાજીભાઇને

 કયારે કહે છે ? :- જયારે તેમણે યજ્ઞપુરૂષદાસજીએ આપેલો હરિકૃષ્ણ મહારાજનો  પ્રસાદીનો હાર તથા એક તુંબડી ભગતજીને આપી ત્યારે

૩૮.  આ તમારા સાધુઓ બહું છકયા છે,તમારો જ રાતદિવસ મહિમા કહે કે છે કે અક્ષરધામની કૂચીં ભગતજીના હાથમાં છે,મોક્ષનું ધ્વાર તમે જ છો,એમ વરતાલમાં ઠેર ઠેર,ઝાડવે-ઝાડવે તમારું જ ભજન થાય છે’આ ઠીક નથી.’

 કોણ બોલે છે ? :- કેટલાક સાધુઓ

કોને કહે છે ? :- પ્રાગજીભકતને

 કયારે કહે છે ? :- જયારે યજ્ઞપુરૂષદાસજી તથા ભગતજીના અન્ય શિષ્યો તેમનો મહિમા સૌને કહીને તેમનામાં જોડાવવાનો સૌને આગ્રહ કરતાં ત્યારે

૩૯.  હું તેમને સમજાવીશ.’

 કોણ બોલે છે ? :- પ્રાગજીભકત

કોને કહે છે ? :- સાધુઓને

 કયારે કહે છે ? :- જયારે યજ્ઞપુરૂષદાસજી તથા અન્ય શિષ્યો તેમનો મહિમા કહેતા હતા ત્યારે સાધુઓએ ફરિયાદ કરી ત્યારે

૪૦.  એ નાના છે માટે હું બીજાને ઠપકો આપીશ.’

 કોણ બોલે છે ? :- પ્રાગજીભકત

કોને કહે છે ? :- સાધુઓને

 કયારે કહે છે ? :- જયારે યજ્ઞપુરૂષદાસજી તથા અન્ય શિષ્યો તેમનો મહિમા કહેતા હતા ત્યારે સાધુઓએ યજ્ઞપુરૂષદાસજીની ફરિયાદ કરી ત્યારે

૪૧.  એ તો કાંપિયું વ્યાજ કાઢનારા છે.એ ફરી કેમ આવે?’

 કોણ બોલે છે ? :- પ્રાગજીભકત

કોને કહે છે ? :- અન્ય સાધુઓને

 કયારે કહે છે ? :- જયારે અન્ય સંતો વરતાલ માફી માંગવા જતા હતા ત્યારે તેમણે યજ્ઞપુરૂષદાસ પણ આવશે તેમ પૂછયું ત્યારે

૧૫.

૪૨. વાહ,વાહ યજ્ઞપુુરૂષ! તે તો આજે વાતો કરીને અંતર ઠારી દીધું ! આવી વાતો મારી આટલી વૃદ્વ ઉંંમરમાં હજુ સુધી મેં સાંભળી નથી. આજે તો યજ્ઞપુુરૂષદાસ! તમે તો હદ વાળી દીધી અને અમારી સૌની હઠ,માન અને ઇર્ષ્યાની ગ્રંથીઓ ઓગાળી દીધી.’

 કોણ બોલે છે ? :- મોરલીધરદાસ

કોને કહે છે ? :- યજ્ઞપુરૂષદાસજીને

 કયારે કહે છે ? :- જયારે ડભોઇના હરિભકતોને યજ્ઞપુરૂષદાસજીએ પ્રાગજી ભકતના મહિમાની વાતો કરી ત્યારે

૧૭. 

૪૩.  તમારા છોકરા મંદિરમાં સેવા કરે,સૂઇ રહે,કથાવાર્તા સાંભળે,નકોરડા ઉપવાસ કરે,તે બગડયા કહેવાય કે સુધર્યા?આવું વિચાર્યા વગર શું બોલો છો?’

 કોણ બોલે છે ? :- બાળમુકુંદ સ્વામી

 કોને કહે છે ? :- હરિભકતોને

 કયારે કહે છે ? :- જયારે હરિભકતોને કોઇકે ભરમાવ્યા કે તમારા છોકરાઓને બગાડે છે ત્યારે તેઓ યજ્ઞપુરૂષદાસનું અપમાન કરવાના હેતુંથી મંદિરમાં આવ્યા ત્યારે

 ૧૮. 

૪૪.  તમે અહીં શી રીતે આવ્યા?અહી આવવાની તો બંધી છે.’

 કોણ બોલે છે ? :- જાગાભકત

કોને કહે છે ? :- યજ્ઞપુરૂષદાસજીને

 કયારે કહે છે ? :- જયારે તેમણા ઓરડે આવવાની બંધી હતી અને 

 યજ્ઞપુરૂષદાસ તેમણા ઓરડે ગયા ત્યારે

૪૫. બંધી હવે આજથી તૂટી સ્વામી તમે ઉદાસ ન થશો.બંધી દૂર થાય અને કથાવાર્તા ચાલુ થાય તેમ હું કોઠારીને સમજાવીને કરીશ.’

 કોણ બોલે છે ? :- યજ્ઞપુરૂષદાસજી

કોને કહે છે ? :- જાગાભકતને

 કયારે કહે છે ? :- જયારે તેમના ઓરડે આવવાની બંધી હતી અને યજ્ઞપુરૂષદાસ તેમના ઓરડે ગયા ત્યારે

૪૬. આજથી તમારે ઓરડે આવવાની છૂટ છે અને તમારે પણ સભામાં બેસીને વાતો કરવી એવી મારી પ્રાર્થના છે.મારી અણસમજ યજ્ઞપુરૂષદાસે ટાળી નાખી અને મને ઉગારી લીધો છે.’

 કોણ બોલે છે ? :- જીભાઇ કોઠારી

કોને કહે છે ? :- જાગાભકતને

 કયારે કહે છે ? :- જયારે તેમણા ઓરડે આવવાની બંધી હતી અને યજ્ઞપુરૂષદાસએ તેમણે એકાંતમાં બોલાવીને જાગાભકતનાં મહિમાની વાતો કરી પછી બીજે દિવસે જાગા ભકતની માફી માંગતાં સમયે

૪૭.  આવો બાપ! બહુ રાહ જોવરાવી?’

 કોણ બોલે છે ? :- જાગાભકત

કોને કહે છે ? :- યજ્ઞપુરૂષદાસજીને

 કયારે કહે છે ? :- જયારે તેમણા ઓરડે આવવાની બંધી હતી તે યજ્ઞપુરૂષદાસએ તોડાવી ત્યારે

૧૯. 

૪૮. તમે મને અર્થ સમજાવો,ટીકા અને ભાષ્ય હું સમજી લઇશ.’

 કોણ બોલે છે ? :- યજ્ઞપુરૂષદાસજી

કોને કહે છે ? :- જીવણરામને

 કયારે કહે છે ? :- જયારે જીવણરામે કહયું કે મને રામાનુજભાષ્ય નથી 

આવડતું.

૪૯. યજ્ઞપુરુષદાસ શાસ્ત્રી કથા વાંચવા બેસે ત્યારે મને બોલાવજો.’

 કોણ બોલે છે ? :- હરિલાલ શેઠ

કોને કહે છે ? :- સૌ હરિભકતોને

 કયારે કહે છે ? :- જયારે કથામાં આવવા માટે સૌ શેઠને બોલાવવા ગયા ત્યારે

૫૦. જેની કથાથી વધુ સમાસ થયો હોય તેનું પૂજન પહેલું કરવું.યજ્ઞપુરુષદાસ શાસ્ત્રીની કથાથી સૌને આનંદ થયો છે માટે પહેલું પૂજન તેમનું થવું જોઇએ.’

 કોણ બોલે છે ? :- હરિલાલ શેઠ

કોને કહે છે ? :- સભામાં બેઠેલા હરિભકતોને

 કયારે કહે છે ? :- જયારે કથામાં પ્રથમ પૂજન કોનું કરવું તે અંગે પ્રશ્ન નીકળ્યો ત્યારે.

૫૧. આજે જેણે દરજી અને મોચી ને ગુરુ કર્યા છે તે સભામાં મોટા થઇ પૂજાય છે.

કોણ બોલે છે ? :- સાધુ રધુવીરચરણદાસ

કોને કહે છે ? :- સભામાં બેઠેલા હરિભકતોને

 કયારે કહે છે ? :- જયારે કથામાં પ્રથમ પૂજન કરવા માટે હરિલાલ શેઠે યજ્ઞપુરુષદાસ શાસ્ત્રીનું નામ કહયું ત્યારે.

૫૨.  ગુરુ થવાનો અધિકાર કંઇ એકલા ભગવાધારીઓનો જ નથી.ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર અને એકાંતિક સ્થિતિના ધારક એવા પ્રાગજી ભકત અને જાગાભકતમાં જાતિભાવ જોશે તો મહારાજ સહન નહી કરે.

 કોણ બોલે છે ? :- યજ્ઞપુરૂષદાસજી

કોને કહે છે ? :- સાધુ રધુવીરચરણદાસને

કયારે કહે છે ? :- જયારે રધુવીરચરણદાસે સાધુ યજ્ઞપુરુષદાસજીને નીચા પાડવા ના ઉદેશથી કહયું કે દરજી-મોચીને ગુરુ કર્યા છે ત્યારે.

વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.

0 comments

download

Video Downloader Video Downloader Enter Video URL: Download