૧૨. ભૂતોનો નાશ અને યોગીઓનો મોક્ષ
૩૮. “ચાલો, સૌ તૂટી પડો પેલા છોકરા ઉપર, પેલા વાંદરા પર બંને આપણો શિકાર છે માટે તેને ઉપાડો.
કોણ બોલે છે: કાળભૈરવ
કોને કહે છે: ભૂતોને
કયારે કહે છે: જયારે ચારેતરફથી ભૂતો આવ્યા અને આગળ તેમને સરદાર કાલભૈરવ હતો ત્યારે.
૩૯. “આજ સાક્ષાત્ ભગવાન દર્શન દેવા આવ્યા છે આપણી ધણાં વર્ષોની તપશ્ચર્યા ફળી.”
કોણ બોલે છે: યોગીઓ
કોને કહે છે: સ્વગત
કયારે કહે છે: જયારે નીલકંઠ વર્ણી પર્વત ચઢતા ચઢતા એક ગાઢ જંગલમાં પહોચ્યા ત્યાં તપ કરતાં યોગીઓએ નીલકંઠવર્ણીને જોયા ત્યારે.
૪૦. “અહીં તો બધી જંગલી વનસ્પતિ છે. કાંઈ ફળફૂલ ખાવા મળશે?
કોણ બોલે છે: નીલકંઠવર્ણી
કોને કહે છે: યોગીઓને
કયારે કહે છે: જયારે તેમણે નીલકંઠને સન્માન કરીને બોલાવ્યા. પર્ણફુટીમાં રહેવાની જગ્યા
સાફ કરી આપી. સરોવરમાં સાથે લઈ જઈને સ્નાન કરાવ્યું નીલકંઠે પૂજા કરીને પૂછ્યું ત્યારે.
૪૧. “અમારી પાસે અક્ષયપાત્ર છે રોજ બપોરે જે જોઈએ તે ખાવાનું તેયાર મળે છે.”
કોણ બોલે છે: યોગીઓ
કોને કહે છે: નીલકંઠવર્ણીને
કયારે કહે છે: જયારે નીલકંઠવર્ણીએ પૂછયું કે અહીં તો બધી જંગલી વનસ્પતિ છે. કાંઈ ફળફૂલ ખાવા મળશે?ત્યારે.
૪૨. “તમારી ભક્તિ અમને શીખવો. અમારો મોક્ષ કરો.”
કોણ બોલે છે: યોગીઓ
કોને કહે છે: નીલકંઠવર્ણીને
કયારે કહે છે: જયારે ચાર દિવસ સુધી નીલકંઠની યોગીઓએ ખૂબ સેવા કરી રોજ જુદી જુદી વસ્તુ ઇચ્છા કરીને અક્ષયપાત્રમાંથી કાઢે અને નીલકંઠને જમાડે. પાંચમે દિવસે ત્યાંથી આગળ જવા તેયાર થયા ત્યારે.
૪૩. “હજી થોડો વખત તમે ધ્યાન કરો અમે સૌનું કલ્યાણ કરવા જ નીકળ્યા છીએ
કોણ બોલે છે: નીલકંઠવર્ણી
કોને કહે છે: યોગીઓને
કયારે કહે છે: જયારે યોગીઓએ નીલકંઠ વર્ણીને પ્રાર્થના કરતા કહ્યું કે તમારી ભક્તિ અમને શીખવો. અમારો મોક્ષ કરો ત્યારે..
૧૩. હિમાલય સાથે મેળાપ
૪૪. “હે કૃપાનાથ, ક્યાંથી પધાર્યા? આપનો સંકલ્પ મને કહો હું આપની સેવા અને દર્શન કરવા આવ્યો છું“
કોણ બોલે છે: હિમાલય
કોને કહે છે: નીલકંઠવર્ણીને
કયારે કહે છે: જયારે ત્યારે.
૪૫. “અમાર પુલહાશ્રમ તપ કરવા જવું છે અમે માર્ગ ભૂલ્યા છીએ માટે અમને પુલહાશ્રમનો માર્ગ બતાવો“
કોણ બોલે છે: નીલકંઠવર્ણી
કોને કહે છે: હિમાલયને
કયારે કહે છે: જયારે પર્વતોના દેવ હિમાલય મૂર્તિમાન સ્વરુપ ધારણ કરીને નીલકંઠ પાસે આવ્યા અને કહેવા લાગ્યા કેહે કૃપાનાથ, ક્યાંથી પધાર્યા? આપનો સંકલ્પ મને કહો હું આપની સેવા અને દર્શન કરવા આવ્યો છું. ત્યારે.
૪૬. “મહારાજ ! આ બંને પર્વત વચ્ચેથી પાણીનો જે પ્રવાહ આવે છે તેમાં થઈને જ આગળ જવાશે. પરંતુ એ માર્ગ ખૂબ વિકટ છે તેમાં ઝેરી સર્પો, કરચલા, કાચબા અને માછલાઓ છે વળી મગર પણ મીટ માંડીને બેઠા હોય છે માટે આપ કૃપા કરીને એ માર્ગે ન જશો.
કોણ બોલે છે: હિમાલય
કોને કહે છે: નીલકંઠવર્ણીને
કયારે કહે છે: જયારે નીલકંઠવર્ણીએ હિમાલયને પુલહાશ્રમ જવાનો રસ્તો પૂછયો ત્યારે.
૧૪. પુલહાશ્રમમાં આકરું તપ
૪૭. “આવું ઊગ્ર તપ પૂર્વે કોઈએ પણ કર્યું હોય તેવું પુરાણ કે ઇતિહાસમાં સાંભળ્યું નથી નક્કી સાક્ષાત નારાયણ જ આવું આકરું તપ કરવા આવ્યા લાગે છે.”
કોણ બોલે છે: યોગીઓ
કોને કહે છે: સ્વગત
કયારે કહે છે: જયારે પુલહાશ્રમના વનમાં બીજા પણ કેટલાક યોગીઓ અને મુનિઓ રહેતા હતા. તેઓ આટલી ફુમળી વયના નીલકંઠનું તપ જોઈને અવાક્ થઈ ગયા તેઓ સવાર-સાંજ નીલકંઠ સામું જુએ પણ નીલકંઠ તપમાંથી ડગે જ નહિ ત્યારે.
૪૮. “હે દેવ! અમારામાં વૈરાગ્યના અને તપના ગુણો આપો“
કોણ બોલે છે: યોગીઓ
કોને કહે છે: નીલકંઠવર્ણીને
કયારે કહે છે: જયારે નીલકંઠ વર્ણીએ આકરુ તપ કર્યુ ત્યારે.
૪૯. “મારું નેષ્ઠિક બ્રહ્મચર્યવ્રત અખંડ રહે અને જયારે જયારે તમારું સ્મરણ કરું ત્યારે..તમારાં સાક્ષાત્ દર્શન થાય તેવું વરદાન આપશો.”
કોણ બોલે છે: નીલકંઠવર્ણી
કોને કહે છે: સૂર્યનારાયણને
કયારે કહે છે: જયારે ૧૮૫૬ની કાર્તિક સુદ એકાદશીની વહેલી સવારે સૂર્યનારાયણ સાક્ષાત મૂર્તિમાન મનુષ્ય જેવું રૂપ ધરીને પ્રગટ થયા ત્યારે.
૫૦. “હે પ્રભુ ! આપ તો નિર્દોષ જ છો આપના વડે તો અમારી મોટાઈ છે આપની કૃપાથી અને આપની ઉપાસનાથી પને પ્રકાશ પ્રાપ્ત થયો છે આપ સર્વ અવતારના અવતારી સાક્ષાત્ પુરુષોત્તમ નારાયણ છો આપ સદા નિર્દોષ છો આપને વરદાન આપવાવાળો હું કોણ ? પરંતુ બ્રહ્મચર્યથી જ બ્રહ્મસ્થિતિ પ્રાપ્ત થાય છે એ સિદ્ધ કરવા આપ આ તપશ્ચર્વા કરી રહ્યા છો આપનામાં તમામ કલ્યાણકારી ગુણો સિદ્ધ છે છતાં આપે માગ્યું છે તે યથાર્થ થશે પૃથ્વી ઉપર લોકો ત્યાગ, વૈરાગ્ય અને આપના જેવું તપ શીખે તે માટે આપે આટલું આકરું તપ કર્યું.”
કોણ બોલે છે: સૂર્યનારાયણ
કોને કહે છે: નીલકંઠવર્ણીને
કયારે કહે છે: જયારે નીલકંઠવણીએ સૂર્યદેવ પાસે માગ્યું કે મારું નેષ્ઠિક બ્રહ્મચર્યવ્રત અખંડ રહે અને જયારે જયારે તમારું સ્મરણ કરું ત્યારે..તમારાં સાક્ષાત્ દર્શન થાય તેવું વરદાન આપશો.ત્યારે.
૫૧. “હે સ્વામી, મને કૃપા કરીને તમે સંભાયોં તેથી હું ધન્ય થયો છું જયારે મારી સેવાની જરૂર હોય, ત્યારે..આપ મને અવશ્ય સંભારશો. હું જરૂર આપની સેવામાં હાજર થઈશ.”
કોણ બોલે છે: સૂર્યનારાયણ
કોને કહે છે: નીલકંઠવર્ણીને
કયારે કહે છે: જયારે ૧૮૫૬ની કાર્તિક સુદ એકાદશીની વહેલી સવારે સૂર્યનારાયણ સાક્ષાત મૂર્તિમાન મનુષ્ય જેવું રૂપ ધરીને પ્રગટ થયા અને વર્ણીએ વરદાન માગ્યું ત્યારે.
૧૫. મોહનદાસને નીલકંઠનો મેળાપ
૫૨. “બ્રહ્મચારી ! હિમાલયની તળેટીમાં જતા હુ માર્ગ ભૂલ્ચો છું પણ આવા ભયંકર નિર્જન વનમાં આ કિશોર વયમાં શા માટે નીકળી પડ્યા છો?.”
કોણ બોલે છે: મોહનદાસ
કોને કહે છે: નીલકંઠવર્ણીને
કયારે કહે છે: જયારે અધોર વનમાં સડસડાટ ગતિથી ચાલ્યા જતા નીલકંઠને જોઈને મોહનદાસ નામના એક સાધુને અત્યંત આકર્ષણ થયું ત્યારે.
૫૩. “હું તમારા જેવા માર્ગ ભૂલેલાને માર્ગ બતાવવા ફરું છું.”
કોણ બોલે છે: નીલકંઠવર્ણી
કોને કહે છે: મોહનદાસને
કયારે કહે છે: જયારે મોહનદાસે પૂછયું કે હિમાલયની તળેટીમાં જતા હુ માર્ગ ભૂલ્ચો છું પણ આવા ભયંકર નિર્જન વનમાં આ કિશોર વયમાં શા માટે નીકળી પડ્યા છો? ત્યારે.
૫૪. બ્રહ્યચારી સાચવજો,પથરા ઉપર પગ મૂકતા લપસશો તો કઠારી તૂટી જશે.
કોણ બોલે છે: મોહનદાસ
કોને કહે છે: નીલકંઠવર્ણીને
કયારે કહે છે: મોહનદાસને આ કઠારીમાં મોહ હતો આથી માર્ગે ચાલતા એક નદી આવી તેમાં પડેલા પથ્થરો પર લીલ બાઝી હતી અને તેઓ નદી ઓળગતાં હતા ત્યારે.
૫૫. “અર અરે ! નીલકંઠ ! આ તમે શું કર્યું ? આવી સુંદર કઠાર.”! તોડી નાંખી
કોણ બોલે છે: મોહનદાસ
કોને કહે છે: નીલકંઠવર્ણીને
કયારે કહે છે: જયારે નદીને સામે કાંઠે પહોંચીને એક પથરા સાથે અફળાવીને વર્ણીએ કઠાર તોડી નાંખી ત્યારે.
૫૬. “ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાને બદલે આ લોકના પદાર્થોમાં આવો મોહ રાખશો તો આ લોકમાંથી છૂટશો કયારે? “
કોણ બોલે છે: નીલકંઠવર્ણી
કોને કહે છે: મોહનદાસને
કયારે કહે છે: જયારે નદીને સામે કાંઠે પહોંચીને એક પથરા સાથે અફળાવીને વર્ણીએ કઠાર તોડી નાંખી અને માહનદાસે પૂછયું કે આવી સુંદર કઠાર તમે કેમ તોડી નાખી? ત્યારે.
૫૭. “આ ઝેરી ફળો છે તું ખાઈશ તો મરી જઈશ.”
કોણ બોલે છે: નીલકંઠવર્ણી
કોને કહે છે: મોહનદાસને
કયારે કહે છે: જયારે એક ઊંચા ઝાડ પરથી કેરીના ફળ જેવડાં જાંબુડિયા રંગનાં ફળો નીચે પડચાં હતાં નીલકંઠ તે લઈને જમવા માંડ્યા. મોહનદાસને પણ જમવાની ઇચ્છા થઈ ત્યારે.
૫૮. “તેમને કહો કે આ ફળ ન ખાય.”
કોણ બોલે છે: નીલકંઠવર્ણી
કોને કહે છે: મોહનદાસને
કયારે કહે છે: ચાર ખાખી બાવાઓએ નીલકંઠને ફળ ખાતા જોયા અને તે પણ ફળ તોડવા માંડ્યા ત્યારે.
૫૯. “પેલો બ્રહ્મચારી કેમ ખાય છે?.”
કોણ બોલે છે: ખાખી બાવાઓ
કોને કહે છે: મોહનદાસને
કયારે કહે છે: જયારે મોહનદાસે ખાખી બાવાઓને કહ્યું કે આ ઝેરી ફળ છે ખાશો નહિ, મરી જશો ત્યારે..
૬૦. “એ તો મહાપુરુષ છે.”
કોણ બોલે છે: મોહનદાસ
કોને કહે છે: ખાખી બાવાઓને
કયારે કહે છે: જયારે મોહનદાસે ખાખી બાવાઓને કહ્યું કે આ ઝેરી ફળ છે ખાશો નહિ, મરી જશો ત્યારે..બાવાઓએ પૂછયું કે પેલો બ્રહ્યચારી કેમ ખાય છે ત્યારે.
૬૧. “તો અમે પણ મહાપુરૂષો છીએ“
કોણ બોલે છે: ખાખી બાવાઓ
કોને કહે છે: મોહનદાસને
કયારે કહે છે: જયારેે આ ઝેરી ફળ છે ખાશો નહિ, મરી જશો ત્યારે..બાવાઓએ પૂછયું કે પેલો બ્રહ્યચારી કેમ ખાય છે ત્યારે..મોહનદાસે કહ્યું કે તે મહાપુરૂષ છે માટે.
૧૬. મહાદત્ત રાજાના મહેલમાં
મહારાજ આટલો વખત ભેગા રહ્યા.આપના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું અને હવે એકાએક આપે આ શી તૈયારી કરી ? કુંવર અને કુંવરીએ પણ આપના સંબંધે વ્રત લઇ નિયમો લીધા છે.અમો બધા આપ વગર શી રીતે જીવી શકીશું?
કોણ બોલે છે: નીલકંઠવર્ણી
કોને કહે છે: માયારાણી અને મહાદતને
કયારે કહે છે: જયારે નીલકંઠે વિદાયની તૈયારી કરવા માંડી કૈડે મૃગચર્મ વીંટાળી લીધું, કંઠે શાલિગ્રામ બાંધી દીધા, હાથમાં કમડલું લઈ લીધું રાજા-રાણીને આ ખબર પડી ત્યારે.
૬૨. “રાજન! મારે હવે જવું જોઈએ અનેક મુમુક્ષુઓ મારી વાટજુએછે.”
કોણ બોલે છે: નીલકંઠવર્ણી
કોને કહે છે: માયારાણી અને મહાદતને
કયારે કહે છે: જયારે નીલકંઠે વિદાય લેવાની તૈયારી કરી તેની રાજારાણીને ખબર પડી અને તેમને રોકયા ત્યારે.
૧૭. ગોપાળ યોગીનો મેળાપ
૬૩. “ભગવન! બહુ રાહ જોવડાવી.”
કોણ બોલે છે: ગોપાળયોગી
કોને કહે છે: નીલકંઠવર્ણીને
કયારે કહે છે: જયારે વૃદ્ધ યોગી ધ્યાનમાંથી આપોઆપ જાગ્યા અને તેમની નજર નીલકંઠ તરફ ખેંચાઈ. તેમના અંતરમાં ભક્તિભાવનો હિલોળો આથો એમણે નીલકંઠ સામે દોટ મૂકી. નીલકંઠને તેઓ ભેટી પડ્યા સાક્ષાત્ ભગવાન મળ્યાનો આનંદ એ યોગીની આખમાંથી આંસુ બનીને વહેતો હતો. ધણીવાર સુધી ભેટીને બન્ને છૂટા પડયા ત્યારે..બન્નેની આંખમાં આંસુ હતાં ત્યારે.
૬૪. “મારૂ નામ ગોપાળ યોગી આજ સુધી કયારેય મારુ મન કોઈમાંય તણાયું નથી કયારેય ધ્યાનમાંથી મારી આંખો ખૂલી નથી પરંતુ આજે તેમ અહી વૃક્ષની નજીક આવ્યા ત્યાં મારી આંખો ખૂલી ગઈ મારું મન અને આંખો તમારામાં ખેચાઈ ગયાં. માટે હે બાળયોગી, તમે કોણ છો ? હું અષ્ટાંગયોગ સિદ્ધ ઋષિ છું પરંતુ મને તમારી ઓળખાણ આપો.”
કોણ બોલે છે: ગોપાળયોગી
કોને કહે છે: નીલકંઠવર્ણીને
કયારે કહે છે: જયારે વૃદ્ધ યોગી ધ્યાનમાંથી આપોઆપ જાગ્યા અને તેમની નજર નીલકંઠ તરફ ખેંચાઈ. તેમના અંતરમાં ભક્તિભાવનો હિલોળો આથો એમણે નીલકંઠ સામે દોટ મૂકી ત્યારે.
૧૮.કાઠમંડુંમાં રાજાને આર્શીવાદ
૬૫. “સાધુને કદી ભય હોય જ નહિ.”
કોણ બોલે છે: નીલકંઠવર્ણી
કોને કહે છે: બાવાઓને
કયારે કહે છે: જયારે રાજા રણબહાદુર સહાને એક અસાધ્ય રોગ થયો હતો. રાજાએ રોગ મટાડવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા. પરંતુ રોગમાંથી મુક્તિ થતી નહોતી આથી રાજયમાં આવતા સાધુ-મહાત્માઆ, બ્રાહ્મણો, પંડિતો, પૂજારીઓ વગેરેને તે પોતાનું દર્દ મટાડવા કહેતો કોઈ મટાડી ન શક્યું તેથી ગુસ્સે થઈ તેમને કેદ કરી દેતા અને ત્રાસ આપતો તેના આવા ત્રાસને લીધે અહી કોઈ સાધુ-સંતો આવતા જ નહિ આ વાતની ખબર નીલકંઠવર્ણીને પડી ત્યારે.
૬૬. “જો તમારે સેવા કરીને સંતોષ માનવો હોય, તો બંદીખાને પૂરેલા સાધુઓને મુકત કરી લો અમારે એટલું જ માગવું છે.”
કોણ બોલે છે: નીલકંઠવર્ણી
કોને કહે છે: રાજાઓને
કયારે કહે છે: જયારે કર્ણામૂર્તિ નીલકંઠ વર્ણીએ થોડું જળ મંગાવ્યું. હાથમા જળની અંજલિ લઈ રાજાને પી જવા કહ્યું રાજા તે પ્રસાદીજળ શ્રદ્ધાપૂર્વક પી ગયા વર્ણીના સંકલ્પે તેની તરત અસર થઈ રાજાને પેટનું શૂળ મંદ પડયું રાજાને વર્ણી માટે ખૂબ ભાવ થયો તેણે કંઈક માગવા માટે કહ્યું ત્યારે.
૧૯. તેલંગી બ્રાહ્મણનો ઉદ્ધાર
૬૭. “હવે તમે જેની ભક્તિ કરી છો તે વર્ણીને કહો કે શક્તિ હોય તો આ ગોપાળદાસને બેઠો કરે“
કોણ બોલે છે: બાવાઓે
કોને કહે છે: રાજાને
કયારે કહે છે: જયારે સિદ્ધવલ્લભ રાજાએ નીલકંઠનાં દર્શન કયા† અને ખૂબ પ્રભાવિત થયા નીલકંઠને પોતાના મહેલમા રહેવા પ્રાર્થના કરી નીલકંઠે તેનો અસ્વીકાર કર્યો આથી રાજાએ ગોપાળદાસ નામના એક નેષ્ઠિક વ્રતધારી સાધુને તેમની સેવામાં રાખ્યા તે ખૂબ ભાવથી નીલકંઠની સેવા કરે અને નવા નવા ભોજન કરીને જમાડે. રાજા રોજ ઉપદેશ સાંભળવા નીલકંઠ સામે સાદડી પર બેસે નીલકંઠ તેમને ખૂબ ઉપદેશ કરે,નાનકડા બાળબહ્મચારી નીલકંઠ પ્રત્યેના રાજાના પ્રેમને લીધે આ બાવાઓ ઈર્ષ્યાથી બળવા લાગ્યા એક દિવસ ઈર્ષ્યાને લીધે કોઈ એક બાવાએ મૂઠ મારીને નીલકંઠના સેવક ગોપાળદાસને મૂર્છિત કરી નાખ્યો ત્યારે.
૬૮. “તમે મારી મૂર્તિ હૃદયમાં રાખશો તો હું સદા તમારી સમીપ છું“
કોણ બોલે છે: નીલકંઠવર્ણી
કોને કહે છે: રાજાને
કયારે કહે છે: જયારે સિદ્ધવલ્લભ રાજાને નીલકંઠ પ્રત્યે અપાર હેત થઈ ગયું રાજાને પોતાના દિવ્ય સ્વરૂપનો નિશ્ચય કરાવી નીલકંઠે અહીંથી વિદાય લીધી ત્યારે..રાજાને અતિશય દુ:ખ થયું ત્યારે.
૨૦. પિબૈકનો પરાજય
૬૯. “તમે કેમ ચાલવા માંડયા ? આવા મલિન દેવ-દેવીઆના ઉપાસકથી કેમ બીઓ છો પરમાત્માની કાળશક્તિ વિના આ બ્રહ્માંડમાં કોઈ કોઈને મારી શકતું નથી. માટે ડરશો નહિ અને તેના સામે નજર પણ કરશો નહિ.”
કોણ બોલે છે: નીલકંઠવર્ણી
કોને કહે છે: સિદ્વ બાવાઓને
કયારે કહે છે: જયારે પિબૈકને જોઈને સિદ્ધ બાવાઓ થરથર ધૂજવા લાગ્યા તે સૌ ઊઠીને પિબૈકના શરણે જવાની તૈયારી કરવા લાગ્યા ત્યારે.
૭૦. “તમે કોઈ તમારું તિલક ભૂંસશો નહિ તમે તમારી વૈષ્ણવી કંઠી તોડશો નહિ કંઠી તોડવાથી પાપ લાગે. તમે કોઈ આ પિબૈકથી બીશો નહિ પહેલા મારા ઉપર તે પ્રયોગ કરે અને મને કાંઈ થાય તો પછી તમે તેના શરણે જજો.”
કોણ બોલે છે: નીલકંઠવર્ણી
કોને કહે છે: સિદ્વ બાવાઓને
કયારે કહે છે: નીલકંઠની શાંત અને નિર્ભય વાણીથી પિબૈક અત્યંત ગુસ્સે થયો આજુબાજુનાં ટોળાંઓએ નીલકંઠને પિબૈકનો મહિમા સમજાવી તેની સાથે બાથ ન ભીંડવા કહ્યું પરંતુ નીલકંઠ શાંત અને નિશ્ચલ હતા. એટલામાં પિબૈકે એક વડના ઝાડ ઉપર અડદના દાણા નાખ્યા અને ઝાડ સુકાઈ ગયું બાવાઓ આ જોઈ ગભરાયા. તેઓ ગળા પર હાથ નાંખી કંઠી તોડવા પ્રયત્ન કરવા લાગ્યા ત્યારે.
૭૧. “હવે તારો કાળ આવ્યો છે.”
કોણ બોલે છે: પિબૈક
કોને કહે છે: નીલકંઠવર્ણીને
કયારે કહે છે: જયારે નીલકંઠે બાવાઆને કહ્યું કે તમે કોઈ તમારું તિલક ભૂંસશો નહિ તમે તમારી વૈષ્ણવી કંઠી તોડશો નહિ કંઠી તોડવાથી પાપ લાગે. તમે કોઈ આ પિબૈકથી બીશો નહિ પહેલા મારા ઉપર તે પ્રયોગ કરે અને મને કાંઈ થાય તો પછી તમે
0 comments