વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.
૪૧.
૧૧૧. પથ્થર હવે નહિ પડે.ઉપર ચડાવી દો.’
કોણ બોલે છે ? :- સ્વામીશ્રી
કોને કહે છે ? :- સોમાભગતને
કયારે કહે છે ? :- જયારે પથ્થરના સાત દોરડામાંથી છ દોરડા તૂટી ગયા હતા અને એક જ દોરડાં પર પથ્થર લટકી રહયો હતો ત્યારે સ્વામીશ્રીએ હાથ ઊંચો રાખીને કહયું.
૪૨.
૧૧૨. મને પંદર મિનિટથી વધુ સમય નથી.માટે પંદર મિનિટ આવી જઇશ.’
કોણ બોલે છે ? :- સયાજીરાવ ગાયકવાડ
કોને કહે છે ? :- ઝવેરભાઇને
કયારે કહે છે ? :- જયારે ઝવેરભાઇ ધ્વારા સયાજીરાવ ગાયકવાડને બોચાસણ પધારવા આમંત્રણ મોકલ્યું ત્યારે.
૧૧૩. એ તો કહે ,પણ પોણો કલાક રોકાય તો સ્વામીનો પ્રતાપ સમજજો.’
કોણ બોલે છે ? :- નિર્ગુણદાસસ્વામી
કોને કહે છે ? :- ઝવેરભાઇને
કયારે કહે છે ? :- જયારે ઝવેરભાઇ ધ્વારા સયાજીરાવ ગાયકવાડને બોચાસણ પધારવા આમંત્ર ણ મોકલ્યુ ત્યારે સયાજીરાવ ગાયકવાડે ફકત પંદર મિનિટ જ સમય છે એમ કહયું ત્યારે
૪૩.
૧૧૪. તમે જે ધામ,ધામી અને મુકતની મૂર્તિઓ પધરાવી છે તે જો આચાર્ય માન્ય રાખે અને મૂર્તિઓની આરતી ઉતારે તો જ સમધાન નહી તો નહીં.’
કોણ બોલે છે ? :- કોઠારી ગોરધનભાઇ
કોને કહે છે ? :- હરિભકતોને
કયારે કહે છે ? :- જયારે સૌ ધ્વારા વડતાલ જોડે સમાધાનના પ્રયત્નો થઇ રહયા હતાં ત્યારે સલાહ આપતાં.
૧૧૫. સમાધાન થાય એમાં અમે રાજી છીએ.યજ્ઞપુરૂષદાસ જેવાં વિધ્ધાન સંત વરતાલમાં ભળે તો સત્સંગ બહુ જ વધી જાય.પણ તેમનાં મંદિરો અધુરા છે તેથી આપણે નકામંુ બે-ત્રણ લાખનું ખર્ચ કરવું પડે.તેમનાં મંદિર પૂરાં થઇ જાય પછી જ સમાધાન કરવું.’
કોણ બોલે છે ? :- દ્રેષી સાધુઓ
કોને કહે છે ? :- આર્ચાય મહારાજને
કયારે કહે છે ? :- જયારે સમાધાન અંગે વાત ચાલી ત્યારે તે સાધુઓએ વિચાર્યુ કે યજ્ઞપુરૂષદાસ પાછા આવશે તો કોઇ આપણને પૂછશે નહિ તેથી યુકિત પૂર્વક સમાધાન ન થાય તે માટેનો પ્રયત્ન કરતાં.
૧૧૬. તમે મંદિર કરવા મને તેડવા આવ્યા છો ? ચાલો આવું મંદિર કરવા માટે તો મારો જન્મ છે.’
કોણ બોલે છે ? :- સ્વામીશ્રી
કોને કહે છે ? :- મહુવાના નરસિંહદાસને
કયારે કહે છે ? :- જયારે નરસિંહદાસને લક્ષ્મીનારાયણણની મૂર્તિ પધરાવવી હતી પણ મંદવાડ જોઇને તેમણે કંઇ કહયું નહિ ત્યારે બે દિવસ પછી સ્વામીશ્રી સામેથી કહેતાં
૪૪.
૧૧૭. મહારાજ! આવું ના ગાવ આ કળિયુગમાં એવા સંત હોતાં નથી.માટે આવા ગપ્પા ન મારો.’
કોણ બોલે છે ? :- રણછોડભાઇ પટેલ
કોને કહે છે ? :- યોગી સ્વામીને
કયારે કહે છે ? :- જયારે યોગી સ્વામી સવારે વહેલાં નરસિંહ મહેતાનું કીર્તન ગાતાં હતાં જેમાં અડસઠ તીરથ મારા સંત ચરણે આવ્યું ત્યારેતે સાંભળીને.
૧૧૮. બહું સારૂ અમે બીજુ ભજન ગાઇશું.’
કોણ બોલે છે ? :- યોગી સ્વામી
કોને કહે છે ? :- રણછોડભાઇ પટેલને
કયારે કહે છે ? :- જયારે યોગી સ્વામી સવારે વહેલાં નરસિંહ મહેતાનું કીર્તન ગાતાં હતાં જેમાં અડસઠ તીરથ મારા સંત ચરણે આવ્યું ત્યારેતે સાંભળીને તેમણે ગાવાની ના પાડી ત્યારે તેના પ્રત્યુતરમાં
૧૧૯. મહારાજ ! પેલું અડસઠ તીરથવાળું કીર્તન ગાઓ.’
કોણ બોલે છે ? :- રણછોડભાઇ પટેલ
કોને કહે છે ? :- યોગી સ્વામીને
કયારે કહે છે ? :- જયારે રણછોડભાઇએ મૂર્તિમાન અડસઠ તીરથ ગાયરૂપે સ્વામીશ્રીના ચરણોમા ત્ર ણ વખત માથું નમાવીને જતા જોઇ એટલે.
૧૨૦. કેમ ભગત કાલે તો ના કહેતા હતાં.’
કોણ બોલે છે ? :- યોગી સ્વામી
કોને કહે છે ? :- રણછોડભાઇ પટેલ ને
કયારે કહે છે ? :- જયારે રણછોડભાઇએ અડસઠ તીરથ વાળું કિર્તન ગાવાનું કહયું ત્યારે
૧૨૧. મને ગાયરુપે ગંગાના દર્શન થયા તેથી માંરી ભ્રાંતિ ભાંગી ગઇ.’’
કોણ બોલે છે ? :- રણછોડભાઇ પટેલ
કોને કહે છે ? :- યોગી સ્વામીને
કયારે કહે છે ? :- જયારે રણછોડભાઇએ મૂર્તિમાન અડસઠ તીરથ ગાયરૂપે સ્વામીશ્રીના ચરણોમા ત્રણ વખત માથું નમાવીને જતા જોઇ એટલે.
૪૫.
૧૨૨. અમારે આ ગામમાાં ઝોળી માંગવી છે.’
કોણ બોલે છે ? :- સ્વામીશ્રી
કોને કહે છે ? :- કુબેરભાઇને
કયારે કહે છે ? :- જયારે સ્વામીશ્રીએ ભાવનગરમાં ઝોળી માગવા જવાનું કહયું ત્યારે
૧૨૩. અમે સૌ આપની સેવામાં છીએ અને તમે ઝોળી માંગવા નીકળો તે અમને શરમ લાગે છે.’
કોણ બોલે છે ? :- કુબેરભાઇ
કોને કહે છે ? :- સ્વામીશ્રીને
કયારે કહે છે ? :- જયારે સ્વામીશ્રીએ ભાવનગરમાં ઝોળી માગવા જવાનું કહયું ત્યારે
૧૨૪. તમારી સેવા તો અપાર છે પણ અનેક મુમુક્ષોને દર્શન થાય તે માટે મહારાજે ઝોળી માંગી હતી તેમ અમારે માગવી છે.
કોણ બોલે છે ? :- સ્વામીશ્રી
કોને કહે છે ? :- કુબેરભાઇને
કયારે કહે છે ? :- જયારે સ્વામીશ્રીએ ભાવનગરમાં ઝોળી માગવા જવાનું કહયું ત્યારે કુબેરભાઇએ ના પાડી તેના જવાબમાં
૧૨૫. અક્ષરપુરષોતમને માટે તો Åવપચને ધેર વેચાવું પડે તોપણ ઓછું છે.મારી ઝોળીમા જેનો જેનો કણ પણ આવશે તેને અક્ષરધામમાં લઇ જવા છે.’
કોણ બોલે છે ? :- સ્વામીશ્રી
કોને કહે છે ? :- નિર્ગુણદાસ સ્વામીને
કયારે કહે છે ? :- જયારે સ્વામીશ્રીએ સારંગપુરમાં ઝોળી માગવાનું કહયુ ત્યારે નિર્ગુણદાસ સ્વામીએ ના પાડી તેના પ્રત્યુતરમાં
૧૨૬. વર્તમાનકાળે મહારાજ અને સ્વામીનો રાજીપો શેમાં છે ?’
કોણ બોલે છે ? :- બાપુભા
કોને કહે છે ? :- સ્વામીશ્રીને
કયારે કહે છે ? :- એકવાર કથા પ્રસંગમાં સ્વામીશ્રીને પૂછતાં.
૧૨૭. અત્યારે અક્ષર અને પુરષોત્તમનાં સ્વરૂપો મધ્ય મંદિરમાં પધરાવવા, શુદ્વ ઉપાસનાનાં મંદિરો કરવાં તેમાં મહારાજનો રાજીપો છે.આ કાર્યમાં જે પાયા ખોદશે,તગારાં ઉપાડશે,પથરા ઉપાડશે,અરે! એક દોકડો પણ જે આપશે ,તે સર્વેને શુધ્ધ કરીને,શ્રીજી મહારાજ અક્ષરધામમાં લઇ જશે તેમાં જરા પણ શંકા નથી.’
કોણ બોલે છે ? :- સ્વામીશ્રી
કોને કહે છે ? :- બાપુભાને
કયારે કહે છે ? :- એકવાર કથા પ્રસંગમાં સ્વામીશ્રીને બાપુભાએ પૂછયું કે અત્યારે મહારાજ અને સ્વામીનો રાજીપો શેમાં છે તેના ઉતરમાં.
૪૬.
૧૨૮. સ્વામીજી આપ આર્શીવાદ આપો અમારૂ કાર્ય સફળ થાય.’
કોણ બોલે છે ? :- ગાંધીજી
કોને કહે છે ? :- સ્વામીશ્રીને
કયારે કહે છે ? :- જયારે ગાંધીજી દાંડીકૂચ કરતાં હતાં ગાંધીજી તેમણી સ્વામીશ્રી સાથે નવાગામમાં મુલાકાત થઇ ત્યારે અત્યંત નમ્રભાવે ગાંધીજીએ પ્રાર્થના કરતા કહયું
૧૨૯. તમારા પ્રયાસથી દેશને સ્વરાજ મળે તે માટે આ જોગી સ્વામી આજથી માળા ફેરવશે;પણ ધર્મ-નિયમ રાખશો તો તમારી ભેળા ભગવાન ભળશે,’
કોણ બોલે છે ? :- સ્વામીશ્રી
કોને કહે છે ? :- ગાંધીજીને
કયારે કહે છે ? :- દાંડીકૂચ દરમ્યાન ગાંધીજીની મુલાકાત સ્વામીશ્રી સાથે નવાગામમાં થઇ ત્યારે અત્યંત નમ્રભાવે ગાંધીજીએ સ્વામીશ્રીને પોતાના કાર્યની સફળતા માટે પ્રાર્થના કરી ત્યારે તેના આર્શીવાદમાં બોલતા
૪૭.
૧૩૦. સ્વામી ગોંડલની જમીન બે લાખમાં લીધી છે.’
કોણ બોલે છે ? :- હરિભાઇ અમીન
કોને કહે છે ? :- સ્વામીશ્રીને
કયારે કહે છે ? :- જયારે ગોંડલની જમીન મહારાજાએ વેચાતી આપીઅને શરત મૂકી કે એ સ્થાન કાયમ રાખવું ત્રણ વર્ષમાં મંદિર પુરૂ કરવું અને દસ લાખ રૂપિયા ખર્ચવા ત્યારે તેમણે વિચાર્યુ આ કામ સ્વામીશ્રી જ કરી શકે એમ વિચારીને તેઓ સારંગપુર આવ્યા ત્યારે સ્વાામીશ્રીને કહેતાં.
૧૩૧. તમે આફ્રિકા જજો અને કોશિશ કરજો,સત્સંગ વધશે મહારાજનો વર છે.’
કોણ બોલે છે ? :- સ્વામીશ્રી
કોને કહે છે ? :- હરમાનભાઇને
કયારે કહે છે ? :- જયારે તેઓ રાજપુર પારાયણમાં આવ્યા ત્યારે તેમણે વિચાર્યુ કે આવો દિવ્ય લાભ મળે છે તો આફ્રિકા ન જવું ત્યારે તેમણે સમજાવતાં
૧૩૨. આ સમૈયામાં જે જે આવશે તેને મારે અક્ષરધામમાં લઇ જવા.માટે કોઇએ આવો અમૂલ્ય અવસર ચૂકવો નહિ.’
કોણ બોલે છે ? :- સ્વામીશ્રી
કોને કહે છે ? :- હરિભકતોને
કયારે કહે છે ? :- જયારે સ્વામીશ્રીએ ગોંડલના મૂર્તિપ્રતિષ્ઠાના સમૈયા પર આવવા સૌને આમંત્ર ણ આપ્યું ત્યારે
૪૮.
૧૩૩. જોગીને પ્રાર્થના કરો.એ દયાળું છે તે જરૂર મહારાજને અરજી કરશે.’
કોણ બોલે છે ? :- સ્વામીશ્રી
કોને કહે છે ? :- હરિભકતોને
કયારે કહે છે ? :- જયારે ભાદરવો મહિનો આવ્યો છતાં પણ વરસાદ ન થયો ત્યારે સૌ અકળાયા અને સ્વામીશ્રીને પ્રાર્થના કરી ત્યારે તેનો ઉતર આપતાં.
૧૩૪. હું તો સેવક છું.બધુ સ્વામીશ્રીના હાથમાં છે.આપણે ધૂન કરીએ,સ્વામીશ્રી વરસાદ વરસાવશે.’
કોણ બોલે છે ? :-યોગી સ્વામી
કોને કહે છે ? :- હરિભકતોને
કયારે કહે છે ? :- જયારે ભાદરવો મહિનો આવ્યો છતાં પણ વરસાદ ન થયો સૌએ સ્વામીશ્રીને પ્રાર્થના કરી ત્યારે સ્વામીશ્રીએ સૌને યોગી સ્વામીને કહેવાનું કહયું ત્યારે
૧૩૫. તમે સમાધિમાં જાઓ અને મહારાજને અરજી કરો.’
કોણ બોલે છે ? :- સ્વામીશ્રી
કોને કહે છે ? :- ધર્મસ્વરૂપદાસ સ્વામીને
કયારે કહે છે ? :- જયારે ભાદરવો મહિનો આવ્યો છતાં પણ વરસાદ ન થયો સૌએ સ્વામીશ્રીને પ્રાર્થના કરી ત્યારે સ્વામીશ્રી ધર્મસ્વરૂપદાસ સ્વામીને કહયું.
૧૩૬. શાસ્ત્રી યજ્ઞપુરૂષદાસ પૃથ્વીનો ભાર ઉતારે છે,તેથી કોઇ દુ:ખી નહી થાય.જરૂર વરસાદ થશે.’
કોણ બોલે છે ? :- મહારાજ
કોને કહે છે ? :- ધર્મસ્વરૂપદાસ સ્વામીને
કયારે કહે છે ? :- જયારે ભાદરવો મહિનો આવ્યો છતાં વરસાદ ન આવ્યો ત્યારે સ્વામીશ્રીએ ધર્મસ્વરૂપદાસ સ્વામીને સમાધિમાં જઇને મહારાજને પ્રાર્થના કરવા કહયું ત્યારે
૧૩૭. આજથી ખૂબ જ વરસાદ થશે.’
કોણ બોલે છે ? :- મહારાજ
કોને કહે છે ? :- ધર્મસ્વરૂપદાસ સ્વામીને
કયારે કહે છે ? :- જયારે ભાદરવો મહિનો આવ્યો છતાં વરસાદ ન આવ્યો ત્યારે સ્વામીશ્રીએ ધર્મસ્વરૂપદાસ સ્વામીને સમાધિમાં જઇને મહારાજને પ્રાર્થના કરવા કહયું ત્યારે વરસાદ પડયો પણ સૌને સંતોષ ન થતાં ધર્મસ્વરૂપદાસ સ્વામી ફરીથી સમાધિમાં ગયા ત્યારે
૧૩૮. આ મેધપતિ ઇન્દ્ર આવ્યા છે તેથી હવે વરસાદની ખાધ નહિ રહે.’
કોણ બોલે છે ? :- મહારાજ
કોને કહે છે ? :- ધર્મસ્વરૂપદાસ સ્વામીને
કયારે કહે છે ? :- જયારે ભાદરવો મહિનો આવ્યો છતાં વરસાદ ન આવ્યો ત્યારે સ્વામીશ્રીએ ધર્મસ્વરૂપદાસ સ્વામીને સમાધિમાં જઇને મહારાજને પ્રાર્થના કરવા કહયું ત્યારે વરસાદ પડયો પણ સૌને સંતોષ ન થતાં ધર્મસ્વરૂપદાસ સ્વામી ફરીથી સમાધિમાં ગયા ત્યારે બે સૂઢવાળા ઐરાવત હાથી પરથી મહારાજ,ગુણાતીતનંદ સ્વામી,ગોપાળાનંદ સ્વામી,ભગતજી મહારાજ તેમજ ઇન્દ્ર ઉતર્યા અને ઇન્દ્રે સ્વામીશ્રીની પૂજા કરી ત્યારે.
૧૩૯. મહારાજે તમારો સંકલ્પ પૂરો કર્યો છે,માટે જમી લો અને હવે પછી આવું વ્રત લેશો નહિ.’
કોણ બોલે છે ? :- સ્વામીશ્રી
કોને કહે છે ? :- પૂનાના હરિભકત ભગવાનદાસને
કયારે કહે છે ? :- જયારે તેઓ અમદાવાદ પારાયણમાં આવ્યા હતાં ત્યારે તેમણે સંકલ્પ કર્યો હતો કે પૂનામાં મંદિર થાય અને શ્રીજી મહારાજના દર્શન થાય તો જ જમવું ત્યારે તેમણે સ્વામીશ્રીમાં મહારાજનાં દર્શન થયા પછી.
૪૯.
૧૪૦. અહી જે જગ્યાએ મૂળૂ મેતર અને કૃષ્ણ માળી રહેતાં હતાં.ત્યાં શ્રીજી મહારાજ પધાર્યા હતા.તેથી તે પ્રસાદીની જગ્યા મળે તો મંદિર કરીએ.’
કોણ બોલે છે ? :- સ્વામીશ્રી
કોને કહે છે ? :- મથુરભાઇને
કયારે કહે છે ? :- જયારે મથુરભાઇએ સ્વામીશ્રીને અટલાદરા મંદિર કરવાં આમંત્ર ણ આપ્યું ત્યારે
૧૪૧. એ જગ્યાએ મંદિર તમે કરો તો તમારે જોઇએ એટલી જમીન હું આપું.’
કોણ બોલે છે ? :- મથુરભાઇ
કોને કહે છે ? :- સ્વામીશ્રીને
કયારે કહે છે ? :- જયારે મથુરભાઇ પાસે સ્વામીશ્રીએ જે જગ્યાએ મૂળૂ મેતર અને કૃષ્ણ માળી રહેતાં ત્યાં શ્રીજી મહારાજ પધાર્યા હતા.તેથી તે પ્રસાદીની જગ્યા માંગી ત્યારે
૧૪૨. સ્વામી મારા કૂવામાં પાણી થતું નથી.તો દયા કરો તો પાણી થાય.’
કોણ બોલે છે ? :- સમઢિયાળાના હરખા પટેલ
કોને કહે છે ? :- સ્વામીશ્રીને
કયારે કહે છે ? :- સ્વામીશ્રી પાસે પોતે આવ્યા ત્યારે પ્રાર્થના કરતાં.
૧૪૩. તું સત્સંગી થઇને નાહયા વિના ખાય છે,તે પાણી શી રીતે થાય?હવે જો કૂવામાં પાણી થાય તો તે પાણીથી નાહવાનો નિયમ લઇશ તો પાણી થશે.’
કોણ બોલે છે ? :- સ્વામીશ્રી
કોને કહે છે ? :- સમઢિયાળાના હરખા પટેલને
કયારે કહે છે ? :- સ્વામીશ્રી પાસે પોતે આવ્યા ત્યારે પ્રાર્થના કરતાં કરતાં કહયું કે મારા કૂવામાં પાણી થાય એ માટે દયા કરો ત્યારે
૧૪૪. સ્વામી એટલે અક્ષર અને નારાયણ એટલે પુરષોતમ-એ જ સ્વામિનારાયણનો સાચો અર્થ છે,એ શાસ્ત્રીજી મહારાજે સમજાવ્યો છે.આજે શ્રીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ દ્વારા પ્રગટ છે.’
કોણ બોલે છે ? :- સુરતના પ્રણામી સંપ્રદાયના શ્રી કૃષ્ણપ્રિયાચાર્યજી
કોને કહે છે ? :- સભામાં બેઠેલા હરિભકતોને
કયારે કહે છે ? :- જયારે પોતે સુરતની પારાયણમાં આવ્યા ત્યારે સમાધિનો પ્રતાપ જોઇને સ્વામીશ્રીના પ્રત્યે આર્કષાયા હતા ત્યારે
૫૦.
૧૪૫. આજે મને જે ભકિતરસનો અનુભવ સ્વામીશ્રીએ કરાવ્યો છે,તે પરથી હું કહું છું કે ભાગવતનો કથારસ શુકજી જાણે જો,શ્રીધર સંપૂર્ણ જાણે છે,પણ જેણે સ્વામીશ્રીના મુખે ભાગવત સાંભળ્યું હશે તેને સમજાયું હશે કે સ્વામીશ્રી ભાગવત સમજાવી શકે છે તેવું કદાચ શ્રીધર પણ ન સમજાવી શકે.કારણ કે સ્વામીશ્રી તો ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે.જે ભગવવાનું સ્વરૂપ હોય તે જ આ રસ ચખાડી શકે.આ કથાથી શાંતિ અને આનંદના મેધ વરસ્યા છે.’
કોણ બોલે છે ? :- વિશ્વનાથભાઇ
કોને કહે છે ? :- સભામાં બેઠેલા હરિભકતોને
કયારે કહે છે ? :- જયારે તેઓએ સ્વામીશ્રીના મુખેથી ભાગવતની કથા સાંભળીને તેઓ આનંદથી ડોલી ઉઠયા ત્યારે
0 comments