વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.
૫૧.
૧૪૬. આ તો મહારાજનું કામ છે માટે ખરે વખતે વરસાદ બંધ થઇ જશે.તમે ચિંતા કરશો નહિ.’
કોણ બોલે છે ? :- સ્વામીશ્રી
કોને કહે છે ? :- હરિભકતોને
કયારે કહે છે ? :- જયારે અટલાદરાની પ્રતિષ્ઠાને બે દિવસની વાર હતી ત્યારે વરસાદ પડવા લાગ્યો આથી સૌ મુઝાયા કે આવા વરસાદમાં પ્રતિષ્ઠા કઇ રીતે થશે અને સ્વામી પાસે આવ્યા ત્યારે.
૧૪૭. આ અટલાદરાનું મંદિર સર્વોપરી થઇ જશે.અત્યારે વડોદરા દૂર છે પણ ભવિષ્યમાં વડોદરાની નજીક થઇ જશે. વડોદરાનું પરૂ જ થઇ જશે.’
કોણ બોલે છે ? :- સ્વામીશ્રી
કોને કહે છે ? :- હરિભકતોને
કયારે કહે છે ? :- જયારે અટલાદરા મંદિરમાં મહારાજ-સ્વામીની પ્રતિષ્ઠા થઇ ત્યારે.
૧૪૮. તમારો સંકલ્પ સિધ્ધ થશે અને અહીં વિધાનું મોટુ કેન્દ્ર થશે.હજારો વિધાર્થીઓને વિધાલાભ થશે.’
કોણ બોલે છે ? :- સ્વામીશ્રી
કોને કહે છે ? :- ભાઇલાલભાઇને
કયારે કહે છે ? :- જયારે ભાઇલાલભાઇની ભાવનાથી સ્વામીશ્રી વિધાનગર પધાર્યા અને પુષ્પો છાંટયા અને આર્શીવાદ આપ્યા ત્યારે
૧૪૯. હવે મહાકાળ આવે છે.સૌ કોઇ અહીં જે કંઇ હોય તે છોડીને દેશમાં આવી જજો.’
કોણ બોલે છે ? :- સ્વામીશ્રી
કોને કહે છે ? :- હરિભકતોને
કયારે કહે છે ? :- જયારે સ્વામીશ્રી હરિભકતો સાથે કરાચી પધાર્યા હતાં ત્યારે પારાયણના અંતિમ દિવસે.
૫૨.
૧૫૦. સ્વામી આપ આરામ કરો.’
કોણ બોલે છે ? :- સૌ હરિભકતો
કોને કહે છે ? :- સ્વામીશ્રીને
કયારે કહે છે ? :- જયારે સ્વામીશ્રીને હૃદયરોગનો હુમલો આવ્યો અને જયારે સ્વામીશ્રી વાતો કરતાં કે પરિશ્રમ કરતાં ત્યારે.
૧૫૧. આરામ તો હું મહારાજની મૂર્તિમાં હું અખંડ કરૂં છે પણ તમારા જેવા ભકતોનો જોગ થાય છે ત્યારે મહારાજ મને અંદરથી કહે છે કે વાતો કરો.એટલે વાતો કર્યા વગર મારાથી રહેવાતું નથી.’
કોણ બોલે છે ? :- સ્વામીશ્રી
કોને કહે છે ? :- હરિભકતોને
કયારે કહે છે ? :- જયારે હરિભકતો સ્વામીશ્રીને આરામ કરવાની વિનંતી કરતાં ત્યારે.
૫૩.
૧૫૨. સાધુની સુવર્ણ તુલા હોય નહીં.’
કોણ બોલે છે ? :- સ્વામીશ્રી
કોને કહે છે ? :- હરિભકતોને
કયારે કહે છે ? :- જયારે સ્વામીશ્રીના ૮૫ મી જન્મજયંતિ પર સ્વામીશ્રીની સુવર્ણતુલા કરવાનો સમય આવ્યો ત્યારે.
૫૪.
૧૫૩.સ્વામીશ્રી સમગ્ર ભારતમાં અતિ મહાન સંતપુરૂષ છે.ગઢડાનું મંદિર હિંદના તમામ મંદિરોમાં શ્રેષ્ઠ અને સર્વોપરી બનશે.’
કોણ બોલે છે ? :- ભાવનગરના મહારાજા કુમારસિંહજી
કોને કહે છે ? :- સભામા બેઠેલા હરિભકતોને સંબોધતા
કયારે કહે છે ? :- જયારે ગઢડા મંદિરનું ખાતમૂર્હૂત થયુ ત્યારે.
૫૫.
૧૫૪. જેમ સદગુરૂ રામાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને નાની ઉંમરમાં ગાદી સોંપી હતી તેમ હું પણ આજથી મારા પ્રમુખ તરીકેની જગ્યાએ –મારા સ્થાને સદગુરૂ શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસની નિમણૂક કરૂ છું.તેમની ઉમર નાની છે,છતાં ગુણ ભારે છે.તો તમે તમામ સંત-હરિભકતો તેમના આ જવાબદારીભર્યા સ્થાનને દીપાવવા તેમણે સહકાર આપશો.વળી,અત્યારે સુધી જેમ મારી આજ્ઞા પાળતા હતા તેમજ હવેથી આ સદગુરૂ શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસની આજ્ઞામાં સૌ રહેજો.’
કોણ બોલે છે ? :- સ્વામીશ્રી
કોને કહે છે ? :- હરિભકતોને
કયારે કહે છે ? :- જયારે સ્વામીશ્રીએ સંસ્થાના સમગ્ર વહીવટ અને જાળવણી અને વિકાશનો ભાર કોઇ યોગ્ય વારસ તરીકે અમદાવાદની આંબલીવાળી પોળમાં ૨૮ વર્ષના યુવાન સંત શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસની પસંદગી કરી ત્યારે
૧૫૫. આ જોગી મહારાજ વચનસિધ્ધ અને બહું પ્રતાપી સંત છે.તેમની છત્ર છાયામાં રહીને તમારે સત્સંગ દીપાવવાનો છે.’
કોણ બોલે છે ? :- સ્વામીશ્રી
કોને કહે છે ? :- શાસ્ત્રીનારાયણસ્વારૂપદાસજીને
કયારે કહે છે ? :- જયારે સ્વામીશ્રીએ સંસ્થાના સમગ્ર વહીવટ અને જાળવણી અને વિકાશનો ભાર કોઇ યોગ્ય વારસ તરીકે અમદાવાદની આબલીવાળી પોળમાં ૨૮ વર્ષના યુવાન સંત શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસની પસંદગી કરી ત્યારે તેમણે ઉપદેશ આપતાં
૧૫૬. જોગી આ નારાયણ સ્વામીને જાળવજો અને તેમને આર્શીવાદ આપો કે તમારા જેવા ગુણ તેમનામાં આવે.’
કોણ બોલે છે ? :- સ્વામીશ્રી
કોને કહે છે ? :- યોગી સ્વામીને
કયારે કહે છે ? :- જયારે સ્વામીશ્રીએ સંસ્થાના સમગ્ર વહીવટ અને જાળવણી અને વિકાશનો ભાર કોઇ યોગ્ય વારસ તરીકે અમદાવાદની આબલીવાળી પોળમાં ૨૮ વર્ષના યુવાન સંત શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસની પસંદગી કરી ત્યારે
૧૫૭. મારામાં જે કાંઇ શકિત,જ્ઞાન હોય તે આપનું જ આપેલૂં છે,મને જે સેવા આપે સોંપી છે તે કરવાની સંપૂર્ણ શકિત અને બળ આપશો.’
કોણ બોલે છે ? :- શાસ્ત્રીનારાયણસ્વરૂપદાસજી
કોને કહે છે ? :- સ્વામીશ્રીને
કયારે કહે છે ? :- જયારે સ્વામીશ્રીએ સંસ્થાના સમગ્ર વહીવટ અને જાળવણી અને વિકાશનો ભાર કોઇ યોગ્ય વારસ તરીકે અમદાવાદની આંબલીવાળી પોળમાં ૨૮ વર્ષના યુવાન સંત શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસની પસંદગી કરી ત્યારે
૫૭.હુ તે યોગી ને યોગી તે હું
૧૫૮. હવે તો મહારાજ તેડી જશે.માટે આ નારાયણદાસ તમને સોપ્યા,આ મંદિરો પણ તમામ તમને સોપ્યાં,માટે ધ્યાન રાખજો.’
કોણ બોલે છે ? :- સ્વામીશ્રી
કોને કહે છે ? :- જોગી સ્વામીને
કયારે કહે છે ? :- જયારે જોગી સ્વામી અમદાવાદ આવ્યા અને પોતે ગોંડલ જવાની આજ્ઞા લેવા ગયા ત્યારે
૧૫૯. એમ ન બોલવું બધાએ સ્વામીનારાયણ ભગવાનની માળા ફેરવવી અને તેમનું જ ભજન કરવું. હું પણ તેમજ કરૂ છુ અને તમે પણ તેમજ કરશો.મારી આજ્ઞા છે.’
કોણ બોલે છે ? :- સ્વામીશ્રી
કોને કહે છે ? :- એક સાધુને
કયારે કહે છે ? :- જયારે એક સાધુ સ્વામીશ્રી પાસે આવ્યા અને કહયું કે હું તમારી માળા ફેરવુ છું ત્યારે
૫૮.
૧૬૦. મારામાં અને જોગીમાં એક રોમનો ફેર નથી.તમે સૌ જોગી મહારાજની આજ્ઞા પાળજો.’
કોણ બોલે છે ? :- સ્વામીશ્રી
કોને કહે છે ? :- હરિભકતોને
કયારે કહે છે ? :- જયારે સ્વામીશ્રી વડોદરાથી ગાડીમાં બેઠા અને અમદાવાદ સ્ટેશને પહોચ્યા ત્યારે અમદાવાદના હરિભકતોનો સંબોધીને.
૧૬૧. ચાલો ગઢડા જઇને મૂર્તિ પ્રતિષ્ઠા કરી આવીએ.’
કોણ બોલે છે ? :- સ્વામીશ્રી
કોને કહે છે ? :- હકાબાપુને
કયારે કહે છે ? :- જયારે સ્વામીશ્રીએ મોટર મંગાવી અને મોટર આવી ત્યારે હકાભાઇને બોલાવીને
૧૬૨. મારો વિધિ પૂરો થયો પ્રતિષ્ઠા થઇ ગઇ હવે આપણે આવવું નથી.જોગી મહારાજ આવશે અને આરતી ઉતારશે.’
કોણ બોલે છે ? :- સ્વામીશ્રી
કોને કહે છે ? :- હરિભકતોને
કયારે કહે છે ? :- જયારે સ્વામીશ્રી ગઢડા પહોચ્યા ત્યાં મૂર્તિઓ ને સ્નાન કરાવ્યું ,જનોઇ પહેરાવી .કંકુના ચાંદલા કર્યા આરતી ઉતારી ત્યાર પછી બોલતાં
૧૬૩. મહારાજ અને સ્વામીની બરોબર કોઇ થઇ શકે જ નહિ.એ બરોબર કોઇને કહેવા તે એ બે સ્વરૂપનો દ્વોહ કર્યા બરોબર છે.સંતમાં મહારાજ રહયા છે એમ જો તત્વે કરીને જાણે તો તેવા સંતમાં અને મહારાજમાં શો ફેર છે?મહારાજને લઇને સંતને ભગવાન કહેવાય.આ સમજણ શાસ્ત્રોકત છે અને તેમાં મહારાજનું અનાદિ વ્યતિરેક સ્વરૂપ જળવાય છે.
મહારાજના સંબંધ વિના એક પછી એક ગુરૂને જ જો ભગવાન માનીએ તો અનાદિ ભગવાનપણું ન રહે અને શુષ્ક વેદાંતના જેવી સમજણ થઇ જાય.માટે ગઢડા પ્રથમનાં ૨૭ માં વચનામૃતના જે લક્ષણ સંતના લખ્યા છે ,તેવા સંતમાં મહારાજ સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે.એવા સંતને ભગવાનનું સ્વરૂપ કહેવાય;ભગવાન તુલ્ય કહેવાય.માટે સૌ એ મહારાજે બાંધેલી આજ્ઞા પ્રમાણે વર્તવું સર્વોપરિ ભગવાન સ્વામિનારાયણ અને સર્વોપરી સંત ગુણાતીતાનંદ સ્વામી એમ શુધ્ધ ઉપાસના સમજવી.એકાંતિક સંતને મોક્ષનું ધ્વાર સમજવા.’
કોણ બોલે છે ? :- સ્વામીશ્રી
કોને કહે છે ? :- આફ્રિકા હરિભકતોને
કયારે કહે છે ? :- જયારે સ્વામીશ્રીનો અંતિમ સમય હતો ત્યારે આફ્રિકાના હરિભકતોને સંબોધતા હતાં ત્યારે.
૫૯.
૧૬૪. મને રંગમંડપમાં લઇ જાવ.’
કોણ બોલે છે ? :- સ્વામીશ્રી
કોને કહે છે ? :- સેવકોને
કયારે કહે છે ? :- વૈશાખ સુદ ચોથને દિવસે જયારે સ્થિતિ ગંભીર હતી ત્યારે નવ વાગે
૧૬૫. સ્વામીશ્રી કયાં ગયા છે ? એ તો પ્રગટ જ છે.સ્વામીશ્રીની મરજી દશમની પ્રતિષ્ઠા કરવાની હતી,તેથી તે કરીએ તો સ્વામીશ્રી રાજી થાય.’
કોણ બોલે છે ? :- યોગીજી મહારાજ
કોને કહે છે ? :- હરિભકતોને
કયારે કહે છે ? :- જયારે સ્વામીશ્રી ધામમાં ગયા પછી ગઢડાનો પ્રતિષ્ઠા મહોત્સવ
ઉજવવો કે નહિ તેની મૂઝવણમાં સૌ પડયા ત્યારે
0 comments