વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.
૧. શિહોરી મહારાજનો આદેશ થયો અને બાલકવિ લાડુદાનજીએ સ્વરચિત કાવ્યો સુંદર રાગ ઢાળમાં લલકાર્યા.
૨. બ્રહ્માનંદ સ્વામીના માતાનું નામ લાલુબા અને પિતાનું નામ શંભુદાન હતું.
૩. માતા લાલુબા અને પિતા શંભુદાનજીને પણ સ્વપ્નમાં પ્રભુએ પ્રેરણા આપી.તેઓ રાજાના વિચારમાં સંમત થયા.
૪. સૌના આર્શીવાદ મેળવી લાડુદાનજી ભૂજ પીંગળશાસ્ત્ર શીખવા નીકળ્યા.
૫. લાડુદાનજી શિહોરી તાલુકાના ખાણ ગામે સં.૧૮૨૮ની વસંતપંચમીએ પ્રગટ થયા.
૬. લાડુદાનજી જેવા તેજસ્વી બાળકને જોઇને ગુરુ અભયદાનજી રાજી થયા.
૭. તીવ્ર બુદ્ધિ અને સ્મરણ શકિતથી લાડુદાનજી પિંગળ અને બીજાં શાસ્ત્રોમાં પ્રવીણ થયા.
૮. કચ્છના રાવે રાજદરબારમાં વિદ્યાના પારખાં કયો.સારો સરપાવ આપ્યો.રાજકવિરત્ન,પિંગળવિદ્યચાર્ય,મહામહોપાધ્યાય,મહાકવીવર,શતાવધાની વગેરે પ્રમાણપત્રો આપ્યા.
૯. લાડુદાનજી કચ્છથી પાછા ફરતાં રસ્તામાં ધમકડામાં વિપ્ર ભટ્ટચાર્ય પાસે સંસ્કૃત અને સંગીતની શિક્ષા લીધી.અહીં રામાનંદ સ્વામીનો મેળાપ થયો.
૧૦. લાડુદાનજીને ધ્રાંગધ્રા,જામનગર,દ્વારકા,જૂનાગઢ વગેરે રાજયોમાં ખૂબ સત્કાર પામ્યા.ઉતમ પ્રકારની ભેટસોગાદો ચરણોમાં પડવા લાગી.
૧૧. ભાવનગરને આંગણે વજેસિંહના દરબારમાં કવિની વાકઘારાએ માઝા મૂકી.કવિશ્રીને સુવર્ણથી આભૂષિત કરવા રાજ્યસોનીને બોલાવ્યા.
૧૨. સોની મહાજનના કપાળમાં ગોપીચંદનનું સોહામણું તિલક અને કંકુનો ગોળ ચાંદલો!
૧૩. યૌવન,વિધા અને કીર્તિના અભિમાનમાં લાડુદાનજીએ સીઘી ગઢડાની વાટ પકડી.
૧૪. ગઢપુર ગામમાં પ્રવેશતાં જ કવિને શાંતિનો અનુભવ થયો.સહજાનંદ સ્વામી દાદાખાચરના દરબારમાં લીંમડાના વૃક્ષ નીચે સંત,હરિભકતોની સભા ભરીને બેઠા હતાં.કોટમાં ગુલાબનો હાર શોભતો હતો.સામે કાળા કામળા ઉપર ભાગવતનો ગ્રંથ પડયો હતો.લાડુદાનજીએ દરબારમાં પ્રવેશ કર્યો.પ્રભુએ એમને નામ દઈને બોલાવ્યા.ગુલાબનો હાર પહેરાવી સત્કાર્યા.વાતવાતમાં પોતાનું પૂર્વવૃતાંત કહી સંભળાવ્યું.પોતાના ખુલ્લાં ચરણાવિંદમાં સોળ ચિહ્મોનાં દર્શન કરાવ્યા.
૧૫. ચાર સંકલ્પો પૂરા થતાં લાડુદાનજીનાં આનંદની સીમા ન રહી.અને કંઠમાંથી કવિત સરી પડયું.
ધન્ય આજની ધડી રે,ધન્ય આજની ધડી,
નેણે નિરખ્યા સહજાનંદ,
ધન્ય આજની ધડી.
૧૬. મીઠાની પૂતળી પાણીનો તાગ કાઢવા ગઇ અને પાણીમાં સમાઇ ગઇ,તેમ લાડુદાનજી શ્રીજીમહારાજની મૂર્તિમાં,મનોમન સમાઇ ગયા.
૧૭. મહારાજે લાડુદાનજીને આદેશ આપ્યો કે દાદાની બહેનો લાડુબા ને જીવુબા ગૃહસ્થાશ્રમમાં છે,છતાં ત્યાગીના નિયમો પાળે છે.અમારૂ બહુ ખોટું દેખાડે છે,માટે એમને સમજાવો.બંને બહેનો કોઇ પુરુષનું મુખ જોતી નહોતી તેથી વચમાં પડદો નાખીને કવિરાજ બહેનોને ગૃહસ્થના ધર્મની વાતો સમજાવવા લાગ્યા.
૧૮. બંને બહેનો (લાડુબા અને જીવુબા)ની આ દિવ્ય વાણીથી લાડુદાનજીને અંતરમાં ચોટ લાગી.મહારાજ પાસે આવી વસ્ત્રાભૂષણો ઉતારી દીધાં.
૧૯. મહારાજે લાડુદાનજીને દીક્ષા આપી શ્રીરંગદાસ એવું નામ પાડયું.
૨૦. શ્રીરંગદાસજી પોતાની કવિત્વ શકિતથી અને રમૂજી સ્વભાવથી મહારાજને હંમેશા પ્રસન્ન રાખતા,તેથી મહારાજ એમને બ્રહ્માનંદ કહીને પણ સંબોધતા.
૨૧. માતાના કોડને પૂરા કરવા મહારાજ બ્રહ્માનંદ સ્વામીની ।મા’ બન્યા.પોતાની પ્રસાદીનો રેટોં એમનાં માને આપ્યો.
૨૨. સંસ્કૃતનો અભ્યાસ કરવા મહારાજની આજ્ઞાથી બ્રહ્માનંદ સ્વામી સુરત ગયા.
૨૩. સુરતમાં રાજયના માનીતા સંસ્કૃતના પ્રખર વિદ્ધાન અને વેદાંતી મુનીબાવા મહાભિમની હતા.
૨૪. બ્રહ્માનંદ સ્વામીએ નમ્રતા અને તેજસ્વિતાથી મુનિબાવાને વશ કર્યા.સંસ્કૃતવિઘામાં પારંગત બન્યા.
૨૫. બ્રહ્માનંદ સ્વામીના શબ્દોના પ્રભાવથી જ મુનિબાવાને બ્રહ્મના પ્રકાશનું દર્શન થયું અને મહારાજના દર્શન કરવાની ઉત્કંઠા જાગી.
૨૬. દાદખાચર તથા જીવાખાચર અને અન્ય ભાયાતોને ધેર મુનિબાવાની ધામધૂમથી પધરામણી કરી,નગદ ભેટ મૂકી.મુનિબાવા રાજી થઇ ગયા.
૨૭. મુનિબાવા વાસુદેવનારાયણની સંઘ્યા આરતીનાં દર્શન કરવા દાદાના દરબારમાં ગયા.તે વખતે મહારાજ ઓસરીમાં બે થાંભલા વચ્ચે પહોળાં હાથ રાખી ઊભા હતા.પાછળ ભગુજી,મહારાજનું આસન ગોઠવવા મણ એકનો તકિયો લઇ,મહારાજ માર્ગ આપે એની રાહ જોઇને ઊભા હતા.મહારાજે પાછળ તેમના તરફ જોયું.તેમના હાથમાંથી તકિયો લઇ લીધો.એક આંગળી ઉપર તકિયો ગોળ ગોળ ફેરવ્યો અને લીંબડા નીચે જયાં આસન પાથર્યુ હતું ત્યાં ફેંકયો.તકિયો બરોબર આસન પર ગોઠવાઇ ગયો.મુનિબાવાએ આ જોયું.ગોવર્ધનધારીની મૂર્તિ તેણે મહારાજમાં નીહાળી.
૨૮. મુનિબાવાને મહારાજે પોતાની બાજુમાં બેસાડયા.પોતે પહેરેલો ગુલાબનો હાર તેમને પહેરાવ્યો.મુનિબાવા રાજી થઇ ગયા.ગુલાબની મીઠી સુગંધ લેતાં તેમને સમાધિ થઇ.
૨૯. મહારાજે મુનિબાવાને ભાગવતી દીક્ષા આપી,પણ નામ તો મુનિબાવા જ રાખ્યું.
૩૦. મહારાજની આજ્ઞાથી મુનિબાવા સુરત ગયા.અહીં અરદેશ કોટવાલ વગેરે રાજ્યના કારભારીઓને એમણે સત્સંગ કરાવ્યો.
૩૧. મહારાજે રાજી થઇને અરદેશ કોટવાલને પોતાની પ્રસાદીની પાધ આપી હતી.
૩૨. માંડવીમાં શ્રીજીએ બ્રહ્માનંદ સ્વામીને અશ્વ પર બેસાડી સામૈયું કરાવ્યું.
૩૩. માંડવીમાં પ્રખર વેદાંતી ખૈયો ખત્રી રહેતો હતો.
૩૪. ખૈયો ખત્રી પોતાના શિષ્યો સાથે સભામાં આવ્યો.પુષ્ટ અને તેજસ્વી શરીરના લીધે બ્રહ્માનંદ સ્વામી પાટ ઉપર સારા શોભતા હતાં. ખૈયાએ બ્રહ્માનંદ સ્વામીને જ સ્વામિનારાયણ ભગવાન જાણીને પ્રશ્રો પૂછયા.
૩૫. સૌ પ્રથમ અમદાવાદનું મંદિર કરવા મહારાજે બ્રહ્માનંદ સ્વામીને મોકલ્યા.
૩૬. અમદાવાદમાં જનરલ ગોર્ડન સાહેબને મળીને જમીનનો લેખ કાયમી કરાવ્યો.ટૂંક મુદતમાં જ મંદિરનું કામ પુરૂ કરાવ્યું.મોટો સમૈયો કર્યો.નરનરાયણ દેવની પ્રતિષ્ઠા કરી.
૩૭. વરતાલમાં મંદિર કરવાની મહારાજની આજ્ઞા થઇ.એક શિખરનું મંદિર કરવા કહેલું.પણ બ્રહ્માનંદ સ્વામીએ તો ત્રણ શિખરના મંદિરનો આરંભ કર્યો.
૩૮. ગુજરાતની પોચી જમીનમાં પાયા ઘણા ઊંડા ગયા.તેથી ધણોખરો માલસામાન પાયામાં જ પૂરાઇ ગયો મહારાજે સ્વામીને પહોંચ વિચારીને મંદિર કરવા લખ્યું ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ લખી મોકલ્યું.
સાહેબ સરીખા શેઠીયા,બસે નગરકી માંહી
તાકે ધનકી કયા કમી ! જાકે હૂંડી ચલે નવખંડ માંહી.
૩૯. વરતાલમાં ધામધૂમથી લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી.અહીં મહારાજે હરિકૃષ્ણ નામની પોતાની મૂર્તિ પણ પધરાવી.
૪૦. બ્રહ્માનંદ સ્વામીને બેસવા માટે નાગરોએ દ્વેષથી એક મંદોન્મત ઘોડાને મોકલ્યો.પણ સ્વામીના સ્પર્શથી જ ધોડો નરમ પડી ગયો.આથી જ મહારાજ તેમને યતિ કહેતા.
૪૧. જૂનાગઢમાં વેદવિધિથી રાધારમણદેવની પ્રતિષ્ઠા થઇ.નવાબના મહેલમાં મહારાજ અને સંતોની પધરામણી થઇ.
૪૨. નવાબની વિનંતીથી ગુણાતીતાનંદ સ્વામી જેવા સમર્થ સંતને મહારાજે અહીં મહંત તરીકે નીમ્યા.
૪૩. મહારાજે એક નિયમમાં દરેક સંતને ત્રણ હાથનું જ ટાટ પહેરવા આપ્યું.
૪૪. મહારાજે નિયમ કર્યો હતો કે ઝોલાં ખાય તેને બેરખો મારવો.
૪૫. એકાએક મહારાજે બેરખો ઝોલાં ખાતા બ્રહ્માનંદ સ્વામીના માથામાં માર્યો.
૪૬. મહારાજે ગઢપુરમાં મંદવાડ ગ્રહણ કર્યો.બ્રહ્માનંદ સ્વામીને પોતે રોજ પોતાની પાસે બોલાવે,પ્રશંસા કરે,પોતાના થાળની પ્રસાદી આપે.
૪૭. બ્રહ્માનંદ સ્વામીએ સંજીવની ઔષધ તૈયાર કર્યુ.મહારાજની આગળ ધર્યુ પણ મહારાજે તે ન લીધું.
૪૮. મહારાજના અક્ષરધામગમન પછી બ્રહ્માનંદ સ્વામીને કયાંય ચેન પડતું ન હતું.પરંતુ મહારાજે મૂળી મંદિર કરવાની આજ્ઞા કરી હતી,તેથી તે કાર્ય શરૂ કર્યુ.
૪૯. મૂળી મંદિરની પ્રતિષ્ઠા અમદાવાદના આચાર્યશ્રીના હસ્તે થઇ.
૫૦. સંવત ૧૮૮૮ના જેઠ સુદ ૧૦ના દિવસે શ્રીજી મહારાજનું અખંડ સ્મરણ કરતા બ્રહ્માનંદ સ્વામી અક્ષરધામમાં મહારાજની સેવામાં બિરાજી ગયાં.
૫૧. ઊપદેશ,જ્ઞાન,ભકિત અને મહારાજની મૂર્તિનાં લગભગ આઠ હજાર કીર્તનો બ્રહ્માનંદ સ્વામીએ રચેલાં છે.
૫૨. (૧) બ્રહ્માનંદ કાવ્ય (૨) શ્રી સુમતિપ્રકાશ (૩) બ્રહ્મવિલાસ (૪) શિક્ષાપત્રી (પઘમાં) (૫) ઉપદેક્ષ ચિંતામણી ચંદ્રવળા અને (૬) ઉપદેશ રત્નદીપક પ્રસિઘ્ઘ ગ»ંથો છે.
૫૩. (૧) નીતિપ્રકાશ (૨) શિક્ષાપત્રી (હિન્દીમાં) (૩) સંપ્રદાય પ્રદીપ (૪) ધર્મસિÚાન્ત (૫) વર્તમાન વિવેક (૬) શ્રી નારાયણ ગીતા (૭) વિવેકચિંતામણી (૮) સતીગીતા (૯) ધર્મવંશ પ્રકાશ પ્રસિઘ્ઘ છે.
0 comments