ઘનશ્યામ ચરિત્ર - ૩૧ થી ૪૦

 વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.

ધનશ્યામને જનોઇ આપી

૭૩. મામા ખૂબ દોડચા પણ ઘનશ્યામ હાથમાં જ આવે નહિ

સૌંને હતું કે બડવો દોડશે અને મામા ઘનશ્યામને પકડીને લઈ આવશે પરંતુ ઘનશ્યામ વિચાર કર્યો : 'મારે તો અનંત જીવોનું કલ્યાણ કરવું છે, માટે એવો દોડીશ કે સીધો હિમાલયના વનમાં પહોંચી જઈશ. મામા પકડી શકે જ નહિ પછી હિમાલયથી નીકળી બધાં સ્થળોએ લોકોનો ઉદ્ધાર કરવા ફરીશ." આમ વિચારી ઘનશ્યામ દોડચા. મામા વશરામ પાછળ દોડચા પણ ઘનશ્યામ પકડાયા નહિ.

૭૪. ઘનશ્યામ પાછા વળ્યા

મામા વશરામ પાછળ દોડચા પણ ઘનશ્યામ પકડાયા નહિ. આથી તેમણે ઘનશ્યામની સ્તુતિ કરી, પ્રાર્થના કરી કહ્યું : 'હે ઘનશ્યામ ! પકડાઈ જાઓ, પાછા વળો, મારી લાજ રાખો તમે ચાલ્યા જશો તો માતા-પિતાને બહુ દુ:ખ થશે" આ સાંભળી ધનશ્યામે વિચાર કર્યો : 'માતા-પિતા નિર્દોષ અને પવિત્ર છે, માટે તેમને મૂકીને ન જવાય" આથી

૩૩. રામચંદ્રરૂપે દર્શન

૭૫. બાળમિત્રો સૌ ચિંતામાં પડી ગયા.

એક દિવસ છપૈયામાં ધનશ્યામ તેમના બાળમિત્રોને લઈને બપોરે મીન સરોવરે નાહવા ગયા બધા જ બાળકો પાણીમાં તરવા પડ્યા ધનશ્યામે કહ્યું : 'ચાલો, આપણે સૌ પાણીમાં પકડદાવની રમત રમીએ" સૌ બાળકો વારાફરતી એકબીજાને પકડવા જાય ધનશ્યામને કોઈ પકડી ન શકે ધનશ્યામ બહુ ઝડપથી તરે. પાણીમાં ઊંડે સુધી ડૂબકીઓ માંરે. ડુબકી મારીને કયાંય દૂર નીકળે થોડી વાર આ પ્રમાણે રમત કરીને ધનશ્યામ ઊડાં પાણીમાં તળિયે જઈને બેસી ગયા ઉપર આવા જ નહિ તેમને થયું : 'ધનશ્યામ કયાં ગયા ? ડૂબી ગયા હશે ? કે મગર ધનશ્યામને ખાઈ ગયો આથી

૩૪. પથ્થર ઉપર પાણીમાં મુસાફરી

૭૬. ખલાસીએ સવાયા પૈસા માગ્યા

રામપ્રતાપ, ઇચ્છારામ, સુવાસિની ભાભી, ભક્તિમાતા, ઘનશ્યામ અને બીજાં ગ્રામજનોને લઈને ધર્મપિતા અયોધ્યા જવા નીકળ્યા અયોધ્યા જતાં રસ્તામાં સરયૂ નદી આવે નદીનો પટ મોટો અને પાણી ઊંડું અયોધ્યા જવા માટે સૌએ વહાણમાં બેસીને સામે કિનારે પહોંચવું પડે વહાણ એક જ વારાફરતી સૌને સામે કિનારે લઈ જાય આથી, કિનારા પર મોટી ભીડ થયેલી ધનશ્યામે ખલાસીને કહ્યું : 'અમારા માટે અમારું જુદું વહાણ જોઈએ છે અમે સૌની ભેગાં નહિ બેસીએ. તું અપને વહાણ જુદું ભાડે કરી આપ" આથી

૭૭. દૂર કિનારે ઊભેલાં બધાં લોકો તથા ખલાસી આÅચર્ય પામી ગયા.

ખલાસીએ સવાયા પૈસા માગ્યા આથી ઘનશ્યામ સૌને લઈને થોડે દૂર કિનારે પાણીમાં મોટા પથ્થરો પડયા હતા ત્યાં ગયા માતા, પિતા, સુવાસિની ભાભી, ઇરછારામ અને બીજાં છપૈયાનાં ગ્રામજનોને પથ્થરની એક મોટી પાટ ઉપર બેસાડચાં. પછી પોતે પણ રામપ્રતાપભાઈ સાથે પથ્થરની નાની છીપર ઉપર બેઠા પછી જમણા હાથથી બંને પથ્થરને સ્પર્શ કર્યો કે તરત જ બંને પથ્થર હોડીની માફક પાણી ઉપર તરવા લાગ્યા આથી

૩૫. માસીને પરચો

ભક્તિમાતાને બંને માસીઓએ ફરિયાદ કરી

એક દિવસે વહેલી સવારે ચંદનમાસી અને વસંતામાસી ધંટી ઉપર લોટ દળવા બેઠાં ચંદનમાસીને થયું : પ્રભાતનો સમય છે માટે પ્રભાતિયું ગાઈએ. એમ વિચારી દળતાં દળતાં તેમણે તુલસીદાસનું પ્રભાતિયું ગાવાનું શરૂ કર્યું ચંદનમાસીએ પહેલી લીટી ગાઈ : 'ઊઠો લાલ પ્રભાત ભયા હૈ.. આ સાંભળી બાજુમાં પલંગ પર સૂતેલા ધનશ્યામ જાગી ગયા અને બોલ્યા : 'માસીબા હું તો અહી જાગુ છું મને શા માટે ઊઠવાનું કહો છો ? શું કામ છે તમારે આ સાંભળી બંને માસી બોળ્યાં : 'તમને કોણ બોલાવે છે ? અમે તો ભગવાનને જગાડીએ છીએ" આ સાંભળી પથ્રારીમાં પડયા પડયા ધનશ્યામે હાથ લાંબો કરી ઘંટી ઉપર મૂકયો. બંને માસીઓએ ઘંટી ફેરવવા પ્રયત્ન કર્યો પણ ઘંટી ફરી નહિ એટલે ધનશ્યામ કહે : 'માસી તમે મને જે ઉઠાડતાં હતાં એમ કહો તમે જે ભગવાનને ઉઠાડો છો તે જે ભગવાને આ ધંટી પર હાથ મૂક્યો છે." આ સાંભળી બંને માસીઓએ ઘંટી પરથી ધનશ્યામનો હાથ ખસેડવા ધણા પ્રયત્ન કર્યા પરંતુ હાથ ખસે જે નહિ આથી

૩૬. બધી રસોઈ જમી ગયા

૭૯. ભક્તિમાતાએ ધર્મપિતાને કહ્યું બજારમાં જઈને દાળ, ચોખા, લોટ, શાક, ધી, ગોળ બધું જ ફરીથી લઈ આવો

એક દિવસે વહેલી સવારે ભક્તિમાતા અને સુવાસિની ભાભીએ ઊઠીને સૌને પારણાં કરાવવા માટે રસોઈ બનાવી ધનશ્યામ પણ ભક્તિમાતા સાથે વહેલા ઊઠી તૈયાર થઈ ગયા રસોઈ બધી તૈયાર થઈ એટલે થાળ ધરવા ભક્તિમાતાએ બધી જ રસોઈ ઠાકોરજી પાસે મૂકી. એટલે ઘનશ્યામ કહે : 'મા ! મને ભૂખ લાગી છે." આ સાંભળી થાળમાંથી થોડી થોડી દરેક વાનગી કાઢી, એક થાળીમાં પીરસીને ધનશ્યામને આપી ધનશ્યાસે થોડી વારમાં થાળી ખાલી કરી નાખી પછી ઠાકોરજીના થાળમાંથી જમવા લાગ્યા તેમાં મૂકેલી બધી રસોઈ ઘનશ્યામ જમી ગયા પછી બધાં વાસણો પણ ખાલી કરી નાખ્યાં. પછી પાણી પીને રસોડાની બહાર આવ્યા આથી

૩૭. ગૌરી ગામની શોધમાં

૮૦. ધર્મદેવ તો રાપપ્રતાપ અને ધનશ્યામને લઈને ગૌરી ગાયને શોધવા નીકળ્યા

ધર્મદેવને ત્યાં ધણી ગાયો એકનું નામ ગોમતી. ધનશ્યામને ગોમતી બહુ વહાલી. ગોમતીને બે વાછરડી. એકનું નામ ચોરી અને બીજીનું નામ કપિલા. રોજ સવારે ગોવાળ ધર્મદેવની ગાયો ચરાવવા લઈ જાય દિવસ આખો ચરાવી, સાંજે પાછી લઈ આવે એક દિવસ સાંજે બધી ગાયોને લઈને ગોવાળ ધેર આવ્યો આવીને જોયું તો બધી ગાયો પાછી આવેલી પણ ગૌરી મળે નહિ ગોવાળ તો ફરી પાછો સીમમાં ગયો ગોવાળ ચારેકોર ફરી વળ્યો પણ ગૌરી મળે નહિ તેણે આવીને ધર્મદેવને વાત કરી સાંજ પડી ગઈ હતી.

૩૯. ચોર ચોંટી ગયા

૮૧. ચોરોના તો મોતિયા મરી ગયા

એક દિવસ રાત્રે બે ચોર ફણસ પકડીને તોડવા ગયા કે તરત જ બને ચોરોના હાથ ફણસ સાથે ચોંટી ગયા ખૂબ પ્રયત્ન કર્યા, ખૂબ ફાંફાં માર્યા, પણ હાથ ઊખડે જ નહિ એમ કરતાં વહેલી સવાર થઈ ગઈ તેવામાં ધર્મપિતા હાથમાં પાણીનો લોટો લઈ વાડીમાં દાતણ કરવા આવ્યા ધર્મપિતાને જોઈ બન્ને ચોર પસ્તાવા લાગ્યા તેમણે મનમાં પ્રાર્થના કરી : 'હવે કોઈ દિવસ ચોરી નહિ કરીએ પૂછચા વગર કોઈ વસ્તુ નહિ લઈએ માટે હે ભગવાન ! અપને છોડાવો. જો રાપપ્રતાપભાઈ આવશે, તો અમારાં હાડકાં ખોખરાં કરી નાખશે. અમને મારી મારીને અધમૂઆ કરી નાખશે. માટે હે ભગવાન ! અને ફરીથી પ્રાર્થના કરીએ છીએ અપને બચાવો, અમને છોડાવો."એટલામાં રામપ્રતાપ અને ધનશ્યામને આવતા દીઠા.


વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.

0 comments

SANATAN DHARM Books

Vedas ऋगवेद यजुर्वेद सामवेद अथर्ववेद Purans Agni Mahapur...