શાસ્ત્રીજી મહારાજ ૩૧ થી ૪૦

 વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.

૩૧.

૧૦૫. સંવત ૧૯૬૨ ના ફાગણ સુદ પૂનમનો સમૈયો આણંદમાં ઉજવવાનું નક્કી થયું જેમા આઠસો જેટલા હરિભકતો આવ્યા હતાં.

૧૦૬. જ્ગદગુરૂ શંકરાચાર્ય માધવતીર્થને હતું કે શાસ્ત્રી યજ્ઞપુરૂષદાસજી જેવા વિદ્વાન પોતાનામાં ભળે તો વરતાલવાળાઓ ને શાસ્ત્રર્થમાં હરાવી શકાય.

૩૨.

૧૦૭. હીરાભાઇ કાશીદાસ મોટાના વંશજ હતાં તે ધણા જ માથભારે હતાં.

૧૦૮. હીરાભાઇ જેવા માથાભારેને સત્સંગી કર્યા એ વાત સાંભળીને ગોરધનભાઇ કોઠારીએ કહ્યયું કે જો ભગવતપ્રસાદજી મહારાજ હોત તો સત્સંગમાં મોટેરા સ્થાપી,બે જોડ ચરણાવિંદ આપી ધણું સન્માન કરત પણ આજના તો તેમને કાઢવા બેઠા છે.

૩૩.

૧૦૯. ત્ર ણ હથિયારબંધ પાળાઓ ઊંટ પર બેસીને સ્વામીશ્રીને મારવા નીકળ્યા.

૧૧૦. ગામ મોટા ગોરખવાળામાં હરિભકત અરજણભાઇને ગુણાતીતાનંદ સ્વામીએ દર્શન આપ્યા.તેમને ધોતિયાનો કચ્છ વાળ્યો હતો.

૩૪.

૧૧૧. બોચાસણ મંદિરના પાયા ખોડતાં લક્ષ્મીના ચરૂ નીકળ્યા.

૧૧૨. બોચાસણના મંદિર ના થાય તે માટે વિરોધીઓએ પાંચ હજાર રૂપિયાની લાંચ આપી હીરાભાઇને ફોડવાની ગોઠવણ કરી.

૧૧૩. સંવત્ ૧૯૩૬ ના વૈશાખ વદ દશમના દિવસે બોચાસણ મંદિરની પ્રતિષ્ઠા થઇ.

૧૧૪. બોચાસણના પ્રતિષ્ઠાના સમૈયામા હીરાભાઇએ પોતાના બે હજાર ધારાળા સેવકો ને ચારેબાજુ ગોઠવી દીધા હતાં

૧૧૫. ગુણાતીતાનંદ સ્વામીની મુર્તિ મહારાજની મૂર્તિ કરતાં પણ વજનમાં હલકી હોવા છતાં પણ ખસતી ન હતી.

૧૧૬. સ્વામીશ્રીએ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિની પ્રાર્થના કરી અને ટાંકણું મૂર્તિ નીચે ભરાવ્યું તે તરત જ મુર્તિ ઉચકાઇ ગઇ.

૩૫.

૧૧૭. સ્વામીશ્રીએ બેચર કીસાર્નું અંત:કરણ ફેરવી દીધું જેથી તેમણે ચાર દંડા ભરી આપ્યા અને પછી બીજા બે દંડા પણ ભરી આપ્યા.

૧૧૮. ધનજી મતાદારે ખૂંટી કાંઢી પણ તેની અણી પર તેણે લોહી જોયું.

૩૬.

૧૧૯. મોતીભાઇને આશ્ચર્ય થયુ કે હજુ બોચાસણનું મંદિર અધુરૂ છે ને કોઠારમાં રૂપિયા નથી ને મંદિર કેમ પુરૂ થશે?

૧૨૦. સ્વામીશ્રીએ મોતીભાઇને સારંગપુરનું મંદિર બતાવ્યું જેમાં ત્ર ણ શિકરનું ભવ્ય શિકરનું ભવ્ય મંદિર સોનાના કળશ સહિત ધામ,ધામી અને મુકતની પ્રતિમા અને સિંહાસન સહિત દેકાડયું.

૧૨૧. મોતીભાઇએ સારંગપુર માટે । શ્રી સારંગપુરની શોભા સજી અતિ સારી’ કીર્તન બનાવ્યું.

૩૭.

૧૨૨. સારંગપુરનું મંદિર કરવા માટે સ્વામીશ્રીએ સૌ પ્રથમ પીઠા ખાચરના ઓરડા વેચાતાં લીધા.

૧૨૩. લીમડીના દિવાનશ્રી ઝવેરભાઇએ સ્વામીશ્રીને કહ્યયું કે સારંગપુરનું મંદિર કરો તો ઠાકોર સાહેબને કહ્યીને જમીન અપાવવા કહયું.

૧૨૪. સ્વામીશ્રીએ ચોવીસ એકર જમીન દીવાન સાહેબ જોડે માગી અને બાકીની જમીન ધોળકાનાં શેરમિયાં પાસેથી લીધી.

૧૨૫. વાસણના અભાવે સંતો ધાસલેટના ડબ્બામાં ખીચડી રાંધી જમતાં.

૧૨૬. સ્વામી જ્ઞાનજીવનદાસજીએ જૂનાગઢથી નીકળતા ગુણાતીતાનંદસ્વામીએ પુજેલી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ ભંડારમાથી લીધી.

૩૮.

૧૨૭. સ્વામીશ્રી વરતાલમાં ભેળા થવા માટે ગઢડા મધ્યનું ૨૧ મું વચનામૃત કબૂલ રાખવા જણાવ્યું.

૧૨૮. સ્વામીશ્રીએ પોતાનો સૌ પ્રથમ ફોટો કમાટીબાગમાં પડાવ્યો.

૪૦.

૧૨૯. સંવત્ ૧૯૭૨ ના વૈશાખ સુદ છઠના દિવસે સારંગપુર મંદિરની પ્રતિષ્ઠાનું મુહૂર્ત નક્કી થયું.

૧૩૦. સ્વામીશ્રીએ ચારસો મણ શીરો કરવાની આજ્ઞા કરી હતી પણ સતત પાંચ દિવસ પછી અઢીસો મણ જ શીરો તૈયાર થયો.

૧૩૧. સારંગપુર મંદિરની પ્રતિષ્ઠા વકતે શીરો આઠ દિવસ સુધી આકા ગામને જમાડયા પછી પણ ખૂટ્યો નહી પણ એટલો જ સુગંધીદાર રહ્યયો જે અંતે આજુબાજુની ગૌશાળામાં અપાયો.

વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.

0 comments

download

Video Downloader Video Downloader Enter Video URL: Download