નીલકંઠ ચરિત્ર - ૩૧ થી ૪૦

 

 

૩૧. ભગવાનદાસને ચિહ્નોનાં દર્શન

૧૧૬. “તું ધરનું અને ખેતીનું કામ કરીશ તેમા ભગવાન નહિ મળે તું બધું છોડીને પ્રભુની શોધમાં નીકળ.”

કોણ બોલે છે: ભગવાનદાસની માતા

કોને કહે છે: ભગવાનદાસને

કયારે કહે છે: ભગવાનદાસની વૃદ્ધ મા બહુ પવિત્ર અને શ્રીકૃષ્ણની પરમ ભકત હતી. તે રોજ તેના દીકરા ભગવાનદાસને પ્રભુની શોધ કરવા જવાનું કહેતી. તે એમ માનતી હતી કે શોધ કરીએ તો પ્રભુ જરૂર મળે અને પ્રભુ મળે તો આપણે ધરે્ર બોલાવીને પધરાવવા આવા વિચાર સાથે એક દિવસે.

૧૧૭. 'આજે તો હવે ખેતર જવાનું જ નથી જા આ તારું કપડાંનું પોટલું અને આ ભાથાનો ડબ્બો. આ લે એકસો સોનામહોરો અને નીકળ પ્રભુની શોધમાં ચાલ, જમી લે જલદીથી. જમીને નીકળી પડ દરેક તીર્થંમાં અને નદી કિનારે જજે. જંગલમાં અને વાડીઆમાં જજે. ગુફાઓમાં, કોતરોમાં તપાસ કરજે. હિમાલયમાં ફરી વળજે. પણ ભગવાન શોધી કાઢજે. ભગવાનને લીધા વગર ધરે આવતો નહિ.જો પ્રભુને લીધા વગર પાછો આવીશ, તો પરમ ભક્ત એવા તારા બાપની આબરૂ જશે પ્રભુને લીધા વગર હું તને દાખલ નહિ થવા દઉં.”

કોણ બોલે છે: ભગવાનદાસની માતા

કોને કહે છે: ભગવાનદાસને

કયારે કહે છે: તેની માતાએ બહું વાર કહ્યું પણ ભગવાનદાસ ન માન્યોએ તો ચાલ્યો ગયો

ખેતરમાં બપોરે ભગવાનદાસ ધરે જમવા આવ્યો ત્યારે

૧૧૮. “હા મા, આજહું પ્રભુની શોધમાં જરૂર જઈશ. પણ મારે પ્રભુને ખોળવા કેવી રીતે ? પ્રભુ સાક્ષાત મળે પણ મારે ઓળખવા કેવી રીતે?”

કોણ બોલે છે: ભગવાનદાસ

કોને કહે છે: તેની માતાને

કયારે કહે છે: જયારેે તેની માતાએ કહ્યું કે ભગવાનને લીધા વગર ધરે આવતો નહિ.જો પ્રભુને લીધા વગર પાછો આવીશ, તો પરમ ભક્ત એવા તારા બાપની આબરૂ જશે પ્રભુને લીધા વગર હું તને દાખલ નહિ થવા દઉ ત્યારે.

૧૧૯. “એમાં તે શી મોટી વાત ! પ્રભુનાં બે ચરણોમાંકુલ મળી સોળ ચિહ્નો હોય ડાબા ચરણમાં સાત ચિહ્નો અને જપણાચરણમાં નવ ચિહ્નો હોય પ્રભુને પડછાયો ન હોય રાતે અધારામાં પ્રભુઆગળ દીવો કરીએ અને દીવાનું તેજ તેમના શરીરમાંથી આરપાર નીકળેતો સમજવું કે સાક્ષાહ્ ભગવાન છે એમને છોડવા જ નહિ. વિનંતી કરીને,સમજાવીને, પ્રાર્થના કરીને, પ્રસન્ન કરીને, આપણે ધરે લઈ આવવા.”

કોણ બોલે છે: ભગવાનદાસની માતા

કોને કહે છે: ભગવાનદાસને

કયારે કહે છે: જયારે ભગવાન દાસે તેની માતાને પૂછયું કે પ્રભુ સાક્ષાત મળે પણ મારે ઓળખવા કેવી રીતે ત્યારે.

૧૨૦. “તમે તો પ્રભુને શોધવા ચાલ્યા મારા પ્રભુ તો તમે જ છો તમને આખી જિંદગી સુધી પ્રભુનો પત્તો જ લાગે નહિ, તો મારે તો તમારી વાટ જ જોયા કરવાની ને!”

કોણ બોલે છે: ભગવાનદાસની પત્ની

કોને કહે છે: ભગવાનદાસને

કયારે કહે છે: જયારે ભગવાનદાસ પ્રભુ શોધવા નીકળ્યો ત્યારે.

૧૨૧. ગાંડી, ચિંતા શું કામ કરે છે?”

કોણ બોલે છે: ભગવાનદાસની માતા

કોને કહે છે: ભગવાનદાસની પત્નીને

કયારે કહે છે: જયારે તેની પત્નીએ પૂછયું કે તમે તો પ્રભુને શોધવા ચાલ્યા મારા પ્રભુ તો તમે છો તમને આખી જિંદગી સુધી પ્રભુનો પત્તો લાગે નહિ, તો મારે તો તમારી વાટ જોયા કરવાની? ત્યારે.

૧૨૨. હા, હા, પ્રભુ જરૂર મળશે જો આપણી માને કેટલો ભાવ છે ? એમનો ભાવ સાચો હશે,તારું પ્રતિવતાપશું સાચું હશે અને મારી શ્રદ્ધા સાચી હશે તો પંદર જદિવસમાં પ્રભુ મળી જશે હું હમણાં આવ્યો સમજ.

કોણ બોલે છે: ભગવાનદાસ

કોને કહે છે: ભગવાનદાસની પત્નીને

કયારે કહે છે: જયારે ભગવાન દાસની પત્નીએ તેને કહ્યું કે તમને કયારે ભગવાન મળશે મારે આખી જીદગી તમારી વાટ જોવાની ભગવાનની દાસની માતાએ કહ્યું ભગવાન મળ_ જસે જોઇને ભળમાં આવીને

૧૨૩. નદી પાર કરીને સામે ગામમાં રાતવાસો કરું કાલે સવારે ફરીથી આગળ ચાલીશ્ા.

કોણ બોલે છે: ભગવાનદાસ

કોને કહે છે: સ્વગતને

કયારે કહે છે:ડોશીમાને પગે લાગીને ભગવાનદાસ ઘરની બહાર ભગવાન શોધવા નીકળ્યો.

ભગવાનદાસ પાંચ- ગાઉ ચાલ્યો હશે ત્યાં તો નદી આવી.સાંજનું ટાણૂં હતું. સૂરજદાદા ઢળતા જતા હતા ત્યારે.

૧૨૪. અહીં મારે ક્યાં રાત કાઢવી ?”

કોણ બોલે છે: ભગવાનદાસ

કોને કહે છે: સ્વગત

કયારે કહે છે: નદીકિનારે નાવિકને પૈસો આપી ભગવાનદાસ હોડીમાં બેઠો સઢમાં પવન ભરાયો. પૂરપાટ હોડી સામે કાંઠે ચાલી થોડીવારમાં ભગવાનદાસ નદીને સામે કાંઠે પહોંચી ગયો હોડીમાંથી ઊતરીને આઠ-દશ ડગલાં ગયો ત્યારે.

૧૨૫. ભગવાનદાસ, અહી આવો; ભગવાનદાસ, અહી આવો.

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: ભગવાનદાસને

કયારે કહે છે: જયારે નદીને સામે કાંઠે પહોંચી ગયો હોડીમાંથી ઊતરીને આઠ-દશ ડગલાં ગયો ત્યારે તેને વિચાર્યુ અહીં મારે ક્યાં રાત કાઢવી ત્યારે.

૧૨૬. ભાઈ ભગવાનદાસ, મે તો તમને મારા પગમાં કાંટો વાગ્યો છે તે કાઢવા માટે બોલાવ્યા છે કાંટો કાઢી આપો તો બહુ સારુ જરા પીડા ઓછી થાય.

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: ભગવાનદાસને

કયારે કહે છે: જયારે નદીને સામે કાંઠે પહોંચી ગયો હોડીમાંથી ઊતરીને આઠ-દશ ડગલાં ગયો ત્યારે તેને વિચાર્યુ અહીં મારે ક્યાં રાત કાઢવી ત્યાં કોઈકે બૂમ પાડી ભગવાનદાસ, અહી આવો; ભગવાનદાસ, અહી આવો.તે આજુબાજુ જોવા લાગ્યો ત્યાં તો તેની નજર પીંપળાના વૃક્ષ નીચે બેઠેલા બાળબ્રહ્મચારી નીલકંઠ વર્ણી પર પડી નીલકંઠે ફરીથી ભગવાનદાસને નામ દઈને બોલાવ્યા. આથી ભગવાનદાસ નવાઈ પામી તેમની પાસે ગયા. નીલકંઠને નમન કરીને, ભગવાનદાસ તેમની પાસે જઈને બેઠો તેને થયું કે બ્રહ્મચારી નક્કી ચમત્કારી જણાય છે તેમને મારું નામ ક્યાંથી

આવડચું? મને આળખ્યો કેવી રીતે આમ વિચારે છે ત્યારે

૧૨૭. પ્રભુ, કાટો બીજા પગમાં લાગે છે આમાં નથી.

કોણ બોલે છે: ભગવાનદાસ

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે ભગવાનદાસ નીલકઠની સામે કાંટો કાઢવા બેઠા નીલકઠે જમણી પગ લાંબો કરીને ભગવાનદાસના ખોળામાં મૂકયો કાટો કાઢવા જયાં ચરણ ઊંચો કરીને જોયું, ત્યાં તો ભગવાનદાસને રાતાચોળ પગમાં નવ ચિહ્નો દેખામાં. ઊર્ધ્વરેખા, અષ્ટકોણ, સ્વસ્તિક, જાંબુ, જવ, વજ, અંકુશ, કેતુ, પદ્મ, એમ નવ ચિહ્નો દેખાયાં. પણ કાંટો દેખાયો ભગવાનદાસ તો ચિહ્નો જોઈને ખુશ થઈ ગયો ત્યારે.

૩૨. શિવ-પાર્વત્તી દર્શને

૧૨૮. શાલિગ્રામને આટલી બધી તરસ લાગી છે તો ભૂખ પણ લાગી હશે, પણ અન્ન લાવવું કયાંથી?”

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: સ્વગત

કયારે કહે છે: જયારે ભૂતપુરી જતા માર્ગમાં વિકટ વન માં ચાર દિવસ સુધી નીલકઠને ખાવાનું-પીવાનું મળ્યું પાચમા દિવસે તેમનું શરીર સાવ અચેતન થઈ ગયું તે ભૂમિ પર પડી ગયા થોડીવાર જાગૃત થયા ત્યારે થોડે દૂર એક કૂવો જોયો.વેલડીની દોરડી બનાવીને નીલકંઠે કઠારી દ્વારા પાણી બહાર કાઢ્યું અને ફૂવાના જળથી નાહી-ધોઈને નિત્યકમ કર્યું પછી પાત્રમાં શાલિગ્રામને મૂકીને કઠારીથી પાણી ભરીને શાલિગ્રામને નવરાવવા લાગ્યા તેમણ શાલિગ્રામ પર પાણી રેડયું.ત્રણ ચાર કઠારી જળ શાલિગ્રામ પર નાખ્યું. પણ બધું જળ શાલિગ્રામ પી ગયા ત્યારે.

૧૨૯. શિવજી છે અને હું સતી છું આપઆટલા દિવસથી ભૂખ્યા છો તેથી આપના માટે સાથવો લાવ્યા છીએ.

કોણ બોલે છે: સતી

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારેજયારે નીલકંઠને થયું કે હવે આવા વિકટ વનમાં અન્ન કયાથી લાવવું ત્યારે કાપડી (બાવો અને બાવીના) વેશે એક પુરૂષ અને સ્ત્રી પોઠિયા પર બેસીને આવ્યાં. ધોર જંગલમાં માનવીનો કદી પ્રવેશ પણ થયો હોય ત્યાં વળી કોણ આવ્યું હશે આથી નીલકંઠ તેમનો પરિચય માંગ્યો ત્યારે.

૩૩. નીલકંઠ તોતા્રદ્વિમાં

૧૩૦. ત્યાગી જાણીને આપને પૂછું છું કે શારત્રોમાં ત્યાગીને સ્ત્રી-દ્રવ્પનો ત્યાગ કરવાનો કહ્યો છે, તેનું કેમ સમજવું ? સ્ત્રી, દ્રવ્ય અને રસ ત્રણ ત્યાગીને મોટાં બંધન કહ્યાં છે તેનાથી બ્રહ્માદિકને પણ બંધન થાય છે માટે ત્યાગીએ કેવો માર્ગ ગ્રહણ કરવો જોઈએ, તે આપ સમજાવો.

કોણ બોલે છે: નીલકંઠ

કોને કહે છે: જિયર સ્વામીને

કયારે કહે છે: તોતાદ્વિમાં શ્રીમદ્‌ રામાનુજાચાર્મની ગાદી ઉપર મુખ્ય આચાર્ય સંન્યાસી જિઅર સ્વામી ત્રિદંડી સંન્યાસી હતા. નીલકંઠે તેમની પાસેથી વિષ્ણુના આયુધોની છાપ લીધી નીલકંઠ વર્ણી તેમની પાસે કેટલોક વખત રહ્યા. અહી ધન અને વ્યસનનો ત્યાગ હતો પરતુ સ્ત્રીનો ત્યાગ હતો. અહીંના ત્યાગીઓ સ્ત્રીઓનો પ્રસંગ રાખતા નીલકંઠને યોગ્ય લાગ્યું ત્યારે.

૧૩૧. કોઈ છે અહી ? છોકરાને અહીંથી કાઢો. ત્યાગીના ધર્મની વાત કરે છે,બાળક થઈ બ્રહ્માંડને બાથ ભરે છે છોકરાને અહીંથી રજા આપો, પછીજ હું અન્નજળ લઈશ. આવા શિષ્ય મારે નથી જોઈતા.

કોણ બોલે છે: જિયર સ્વામી

કોને કહે છે: પોતાના શિષ્યોને

કયારે કહે છે: જયારે નીલકંઠે તેમને પૂછયું કે સ્ત્રી, દ્રવ્ય અને રસ ત્રણ ત્યાગીને મોટાં બંધન કહ્યાં છે તેનાથી બ્રહ્માદિકને પણ બંધન થાય છે માટે ત્યાગીએ કેવો માર્ગ ગ્રહણ કરવો જોઈએ, તે આપ સમજાવા ત્યારેે છંછેડાઈંને .

૧૩૨. ગુરૂ, ક્રોધ કરીને અકળાવું ગુરૂ કે શિષ્યનો ધર્મ કહેવાય જેમ થોડો અગ્નિ મહેલને બાળી દે, તેમ થોડા ક્રોધનું પરિણામ પણ મોક્ષને બગાડનારું બને છે.

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: જિયર સ્વામીને

કયારે કહે છે: જયારેનીલકંઠે તેમને પૂછયું કે સ્ત્રી, દ્રવ્ય અને રસ ત્રણ ત્યાગીને મોટાં બંધન કહ્યાં છે તેનાથી બ્રહ્માદિકને પણ બંધન થાય છે માટે ત્યાગીએ કેવો માર્ગ ગ્રહણ કરવો જોઈએ, તે આપ સમજાવા ત્યારેે છંછેડાઈંને નીલકંઠને કાઢી મૂકવા માટે પોતાના શિષ્યોને કહ્યું ત્યારે.

૩૪. નીલકંઠ ગુજરાતમાં

૧૩૩. બહાર મોટા જોગી આવ્યા છે તેમને જમાડવા છે.

કોણ બોલે છે: અમીચંદ

કોને કહે છે: તેની પત્નીને

કયારે કહે છે: જયારે વડોદરા શહેરની વચ્ચે માંડવીના દરવાજા નીચે નીલકંઠ ઉતારો કર્યો સાંજ પડી ગઈ હતી. સાંજના આછા અજવાળામાં નીલકંઠની પ્રતિભાથી આર્કષાઈને લોકોની ભીંડ થવા માંડી એટલામાં સામેની દુકાનમાંથી અમીંચંદ નામનો વણિક વેપારી બહાર આવ્યો તેના હાથમાં ફાનસ હતું.ફાનસના અજવાળે તેને નીલકંઠનું મુખારવિંદ જોયું અમીચંદને લાગ્યું કે કોઈ મહાપુરૂષ છે તેને નીલકંઠને હાથ જોડીને ભોજન પૂછયું. નીલકંઠે જે તેયાર હોય તે લાવવા કહ્યું તે દોડતો ધરે ગયો અને પત્નીએ કહ્યું ખીચડી તૈયાર છે ત્યારે.

૧૩૪. “તારી પાસેથી મારે સેવા લેવી છે તે ભવિષ્યમાં લઈશ.”

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: અમીચંદને

કયારે કહે છે: બીજે દિવસે વર્ણીને પકવાન જમાડવા પોતાના ધરે લઈ આવવા અમીચંદને શેઠને તેમણી પત્નીએ કહ્યું આથી વહેલી સવારે અમીચંદ નીલકંઠ પાસે આવ્યો ત્યારે નીલકંઠ તો નીકળવાની તેયારી કરી રહ્યા હતા. અમીચંદે પોતાના ધરે ભોજન કર્યા પછી જ જવા માટે ખૂબ આગ્રહ કર્યો ત્યારે નીલકંઠે કહ્યું કે મારે તારા જોડેથી મોટી સેવા લેવાની છે ત્યારે.

૧૩૫. “પણ મારા દેહનો શો ભરોસો?”

કોણ બોલે છે: અમીચંદ

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે બીજે દિવસે વર્ણીને પકવાન જમાડવા પોતાના ધરે લઈ આવવા અમીચંદને શેઠને તેમણી પત્નીએ કહ્યું આથી વહેલી સવારે અમીચંદ નીલકંઠ પાસે આવ્યો ત્યારે નીલકંઠ તો નીકળવાની તેયારી કરી રહ્યા હતા. અમીચંદે પોતાના ધરે ભોજન કર્યા પછી જ જવા માટે ખૂબ આગ્રહ કર્યો ત્યારે નીલકંઠે કહ્યું કે મારે તારા જોડેથી મોટી સેવા લેવાની છે ત્યારેનીલકંઠે કહ્યું કે મારે તારા જોડેથી મોટી સેવા લેવાની છે ત્યારે.

૧૩૬. “તારો દેહ ત્યાં સુધી રાખવો તે મારા હાથમાં છે.”

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: અમીચંદને

કયારે કહે છે: જયારે નીલકંઠે કહ્યું કે મારે તારા જોડેથી મોટી સેવા લેવાની છે ત્યારે અમીચંદ શેઠે કહ્યું કે મારા દેહનો શું ભરોસો ત્યારે.

૧૩૭. “તારા ધરમાં લક્ષ્મીનારાયણની મૂર્તિપૃથ્વીમાં દાટેલી પડી છે તે મૂર્તિ હું માંરા સાધુને મોકલીને મંગાવી લઈશ.”

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: અમીચંદને

કયારે કહે છે: જયારે નીલકંઠે કહ્યું કે મારે તારા જોડેથી મોટી સેવા લેવાની છે ત્યારે અમીચંદ શેઠે કહ્યું કે મારા દેહનો શું ભરોસો ત્યારે અંતરયામીપણે.

૧૩૮. “તાર ઘેર સુપુત્રનો (કશિયાભાઈનો) જન્મથશે“

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: લાલદાસને

કયારે કહે છે: જયારે લાલદાસનું કલ્યાણ કરતા સમયે.

૩૫. બોચાસણમાં નીલકંઠ

૧૩૯. “હે પ્રભુ ! હે બાળબ્રહ્મચારી ! આપ મારા ધરે ભોજન માટે પધારો.”

કોણ બોલે છે: કાશીદાસ

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારેગામના પાટીદાર વેરીભાઈએ કાનદાસને નીલકંઠના આગમનની જાણ કરી કાનદાસે પોતાના પુત્ર કાશીદાસને નીલકંઠને ડાબા પગ ઉપર જમણી પગ ચડાવી નીલકંઠ વર્ણી ધ્યાનમગ્ન બેઠા હતા. કાશીદાસ તો નીલકંઠની તેજસ્વી મૂર્તિ જોઈને ત્યાં તે ત્યાં જ સ્થિર થઈ

ગયા થોડીાર પછી તેમણે આંખો ખોલી ત્યારે.

૧૪૦. “અત્યારે. દૂધ કયાંથી કાઢવું ? સાંજનું ટાણું હોય તો ઠીક, ભેંસ દૂધ દેઅત્યારે..ભેંસ કયાંથી દૂધ દે?”

કોણ બોલે છે: કાશીદાસ

કોને કહે છે: સ્વગત

કયારે કહે છે: જયારે કાશીદાસના ધરે જઇને નીલકંઠ વર્ણીએ તેમણા માતૃશ્રી નાનીબાને સામેથી કહ્યું મા, લાડુ લાવો.નાનીબા ભાવવિભોર બની રસોડે લાડુ લેવા ગયાં ત્યારે બ્રાહ્મણોએ ના પાડી કે હજુ નૈવેદ્ય નથી થયું.નાનીબા પાછાં આવ્યાં એટલે નીલકંઠે કહ્યું મા, દૂધ ઔર ભાત લાવો. પણ ધરમાં દૂધનું ટીપું પણ નહોતું ત્યારે.

૧૪૧. “મહારાજ, હવે અમારે ઘેર જ આપ રહો.”

કોણ બોલે છે: નાનીબા

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે નાનીબાએ નીલકંઠ વર્ણીને દૂધ, ભાત ને સાકર જમાડચાં. નીલકંઠ જમીને તૃપ્ત થયા ચળું કરીને નીલકંઠ ઊભા થયા ત્યારે.

૧૪૨. “મા, અમે અહી ફરી આવીશું, ઘણીવાર આવીશું, તમારેત્યાં પર કરીને રહેશું. અમારે હજી ધણાં કામ કરવાની છે, તેથી અમે જઈશું. આપના પુત્ર અને આપનું કુટુંબ મહાન ભાગ્યશાળી થશે આખુંકુટુંબ ભકત બનશે અમારી ભક્તિ કરશે.”

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: નાનીબાને

કયારે કહે છે: જયારે નાનીબાએ નીલકંઠ વર્ણીને ત્યાંજ રોકાવા વિનંતી કરી ત્યારે.

૧૪૩. “આ મૂર્તિઓ ભવિષ્યમાં અહી થનારા ભવ્ય મંદિરમાં બિરાજશે.”

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: બાવાજીને

કયારે કહે છે: નીલકંઠે સંધ્યાકાળે રામજી મંદિરમાં રામ, લક્ષ્મણ અને સીતાજીની મૂર્તિઓની આરતી ઉતારી પછી સગમવાણી ઉચ્ચારતા.

૧૪૪. “બ્રહ્મચારીજી ! હવે અહી જ રહો ને.”

કોણ બોલે છે: ગામના લોકો

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: બોચાસણના સૌ લોકો વર્ણીથી આર્કષાયા હતા આથી વિનંતી કરતાં.

૧૪૫. “યે લડકા યહાં રહીને શું કરશે યહાં તેની જરૂર નથી.”

કોણ બોલે છે: બાવાજી

કોને કહે છે: ગામના લોકોને

કયારે કહે છે: બોચાસણના સૌ લોકો વર્ણીથી આર્કષાયા હતા આથી વિનંતી કરતા કહું કે તમે અહીયા રોકાઇ જાવ ત્યારે.

૧૪૬. “અમે આવી નાની જગ્યામાં રહીએ તેવા નથી અમારે માટે તો અહીંયાં મોટું ધામ થશે.”

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: બાવાજીને

કયારે કહે છે: જયારે ગામના લોકોએ નીલકંઠને રોકાઇ જવા કહ્યું ત્યારે બાવાજીએ કહ્યું કે અહીયા તેમને રોકાવાની જરૂર નથી ત્યારે.

૩૭. ચર્મવારી પિવાય નહી.

૧૪૭. “બાવાજી,હમણાં કોસમાંથી પાણી ઠલવાશે તે પી લેજો.”

કોણ બોલે છે: બીજલ

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે નીલકંઠ બુધેજ પહોંચ્યા અહીંથી આગળ જતા ગોરાડ ગામની ભાગોળે તળાવના કિનારે એક ઘેઘુર પીપળા નીચે નીલકંઠ બિરાજયા. સામે જ એક વાડી હતી ત્યાં બીજલ નામનો એક કોળી કોસ હાંકતો હતો. પાણીની અછતને લઈને ફૂવાના પાણી ઊંડા ગયા

હતા.વર્ણી વાડીમાં આવ્યા અને પાણી પીવા માંગ્યું ત્યારે.

૧૪૮. “કોસનું પાણી તો ચર્મવારિ કહેવાય કોસની મશક ચામડાથી બનેલી છે તેમાં રહેલું પાણી ન પીંવાય. અમને તે નહી ખપે.”

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: બીજલને

કયારે કહે છે: જયારે વર્ણી વાડીમાં આવ્યા અને બીજલ પાસેપાણી પીવા માંગ્યું ત્યારે તેને કહ્યું કે હમણાં કોસમાંથી પાણી ઠલવાશે તે પી લેજો ત્યારે.

૧૪૯. “બાવાજી ! પીવું હોય તો પી લો, ફૂવામાં તો અઢાર હાથ ઊંડે પાણીછે કાળના આળા નદી, તળાવ-કૂવા પર બધે પડયા છે.”

કોણ બોલે છે: બીજલ

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે નીલકંઠ વર્ણીએ કહું કે કોસની મશક ચામડાની બનેલી છે એટલે એ પાણી ના પીવાય ત્યારે.

૧૫૦. “મહારાજ ! મારી પાસે દોરડું નથી, નહીતર તમને પાણી સિંચી દેત.”

કોણ બોલે છે: બીજલ

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે નીલકંઠ વર્ણીએ કહું કે કોસની મશક ચામડાની બનેલી છે એટલે એ પાણી ના પીવાય ત્યારે.

૧૫૧. “અમારે દોરડાની જરૂર નહી પડે.”

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: બીજલને

કયારે કહે છે: જયારે બીજલે કહ્યું કે મારા પાસે દોરડું નથી નહીતર તમને પાણી સીચી દેત ત્યારે.

૧૫૨. “મારી વાડીમાં એક મહાત્મા આવ્યા છે અને ફૂવાનું પાણી તેને લીધે ઊંચું આવ્યું છે આપણે બધા તેમને રોકીએ.”

કોણ બોલે છે: બીજલ

કોને કહે છે: ગામના લોકોને

કયારે કહે છે: જયારે વર્ણી કૂવા પાસે ગયા તેમણે તુંબડી કૂવામાં ધરી અને ફૂવામાંથી પાણી ઊંચું આવ્યું. વર્ણીએ તુંબડી ભરી લીધી આ જોઈને બીજલ તેમના પગમાં પડી ગયો અને નીલકંઠને આ પાણી કાયમ આટલું રાખવા વીનવવા લાગ્યો તેને લાગ્યું કે આ મહાપુરૂષ જો આ ગામમાં રોકાય તો ગામનું ભાગ્ય સુધરી જાય પરંતુ નીલકંઠને ઉતાવળ હતી આથી.

૧૫૩. હા ! હા ! એક તપસ્વી જમીનથી બે હાથ અધ્ધર હાલ્યા જાય છે અને વીજળીના જેવો એમનો વેગ છે તમે પહોંચી નહી શ્ાકો.

કોણ બોલે છે: ભરવાડ

કોને કહે છે: ગામના લોકોને

કયારે કહે છે: જયારે બીજલે વર્ણીના ચમત્કારની વાત કરી વાત સાંભળી સૌં આશ્ચર્યચકિત થઈ વાડીએ આવ્યા પરંતુ નીલકંઠ વર્ણી તો દૂર દૂર પહોંચી ગયા હતા. સૌં નિરાશ થઈ ગયા એટલામાં સામેથી એક ભરવાડ આવતો જોયો ત્યારે.

૩૮. મારવાનો શો અધિકાર

૧૫૪. ભાઈ, તું કોણ છે અને ઝોળીમાં શું છે?”

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: લાખાને

કયારે કહે છે: નીલકંઠ વર્ણી જયારે ખંભાતની ખાડીને તીર ધનકા તીર્થંમાં પધાર્યા ત્યાંથી શિકોતરને આરે જવા નીકળ્યા સામે એક માણસ મળ્યો નીલકંઠે તેનો વરવો વેશ, હાથમાં ઝોળી જોઇ ત્યારે.

૧૫૫. હું જાતનો કોળી છું, લાખો મારું નામ છે અને મારીઝોળીમાં મેં માછલાં પકડચાં છે.

કોણ બોલે છે: લાખો

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે નીલકંઠ વર્ણી શિકોતરને આરે જવા નીકળ્યા સામે એક માણસ મળ્યો નીલકંઠે તેનો વરવો વેશ, હાથમાં ઝોળી જોઇ ત્યારે વર્ણીએ તેને પૂછયંુ ભાઈ, તું કોણ છે અને ઝોળીમાં શું છે ત્યારે.

૧૫૬. ભાઈ, કોળી જાતિમાં તો ઘણો ભક્તો થયા છે.

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: લાખાને

કયારે કહે છે: જયારે લાખાએ કહ્યું હું જાતનો કોળી છું, લાખો મારું નામ છે અને મારી

ઝોળીમાં મેં માછલાં પકડચાં છે. સાંભળી વર્ણીના દિલમાં અનુકંપા જાગી તેમનું શરીર ધૂજી ગયું

ત્યારે.

૧૫૭. આટલાં માછલાં તે કેમ માર્યા ? આવા પાપકર્મમાંથી તું કયારે છૂટીશ?”

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: લાખાને

કયારે કહે છે: જયારે લાખાએ કહ્યું હું જાતનો કોળી છું, લાખો મારું નામ છે અને મારી

ઝોળીમાં મેં માછલાં પકડચાં છે. સાંભળી વર્ણીના દિલમાં અનુકંપા જાગી તેમનું શરીર ધૂજી ગયું

ત્યારે.

૧૫૮. ભાઈ ! ભગવાન તને નહિ પૂછે કે આટલા જીવ તેકેમ માર્યા ? જીવતાને મારી નાખવાનો તને શો અધિકાર છે

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: લાખાને

કયારે કહે છે: જયારે લાખાએ કહ્યું હું જાતનો કોળી છું, લાખો મારું નામ છે અને મારી

ઝોળીમાં મેં માછલાં પકડચાં છે. સાંભળી વર્ણીના દિલમાં અનુકંપા જાગી તેમનું શરીર ધૂજી ગયું

ત્યારે.

૧૫૯. કારમા દુકાળમાં અનાજનાં ફાંફાં પડયાં એટલે ધંધો કરવો પડ્યો છે પાપ તો છે પણ લાચારીના માર્યા આવા કામ કરવાં પડે છે.

કોણ બોલે છે: લાખો

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે નીલકંઠ વર્ણીએ લાખાને કહ્યું કે ભગવાન તને નહિ પૂછે કે આટલા જીવ તે

કેમ માર્યા ? જીવતાને મારી નાખવાનો તને શો અધિકાર છે ત્યારે લાખાનું અંત:કરણ ઘાયલ થઈ ગયું તેની આખોમાંથી આંસુ વહેવા લાગ્યાં ત્યારે.

૧૬૦. વાણિયા-બ્રાહ્મણને અન નથી મળતું ? એકયાં ભૂખે મરે છે ? તેમનું પણ જો અનાજ ખાવાનો નિર્ણય કરીશ, તો ભગવાન જરૂર દાણા પૂરશે. તારા ધરમાં દુકાળ નહિ દેખાય.

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: લાખાને

કયારે કહે છે: જયારે લાખાએ તેમણે કહું કે દુકાળમાં સનાજ ખાવાના ફાફાં પડયા એટલે ધંધો કરવો પડયો ત્યારે.

૧૬૧. પ્રભુ આજની રાત વડગામમાં રહી જાઓ સંધ્યાટાણું થયું છે અને આગળ રરત્તો વેરાન છે વળી, મહી અને સાબરમતીનો જયાં સંગમ થાય છે ત્યાં વાંસપુરપાણી રહે છે એટલે ઊતરી નહિ શકાય અને સામે પાર ઝાડીયાં તો વાવ-દીપડાનો ભય પણ છે.

કોણ બોલે છે: લાખો

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે નીલકંઠે લાખાની ઝોળીને સ્પર્શ કર્યો અને તેમાંનાં માછલાં સજીવન થઈ ગયાં, નીલકંઠે તે માછેલાં નદીમાં નંખાવી દીધાં. લાખાનું અંતર હળવું થઈ ગયું લાખાને લાગ્યું કે સાક્ષાત્ ભગવાન છે આથી ચરણોમાં પડીને.

૧૬૨. લાખા, જયારે રસ્ત્તો વધારે વિકટ, જયારે નદીમાં પાણી વધુ ઊંડાં, જયારે વાધ-દીપડાનો વધુ ભય તેમ મને ત્યાં જવાનું વધુ મન થાય છે, મારા જયાં પગલાં પડે છે ત્યાંથી ભય નાસી જાય છે.

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: લાખાને

કયારે કહે છે: જયારે લાખાએ વર્ણીને કહ્યું કે હવે સાંજ પડી છે અને આગળનો રસ્તો વેરાન છે વળી ત્યાં વાધ-દીપડાનો ભય રહે છે તો અત્યારે આગળ ના જાવ તો સારૂ ત્યારે.

૧૬૩. મહારાજ ! સંગમ પાર કરવો કઠણ છે ભલભલા તરવૈયાની છાતી બેસી જાય તેવી ભમરીઓ ફરે છે માટે કાલે સવારે ભરતી ઊતેર પછી ચાલજો. કાલે તો હું પણ તમને ધોલેરા સુધી બીજે રસ્તે મૂકવા આવીશ.

કોણ બોલે છે: લાખો

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે વર્ણીને આગળ જવા લાખાએ વિનંતી કરી ત્યારે વર્ણી ના માન્યા સૂર્યાસ્ત થઈ ગયો હતો. બધે સુમસામ હતું. ફકત નદીઓનો ઘૂધવાટ અને ભરતીની શરૂઆત હતી એટલે સંગમ વધુ ભયાનક લાગતો હતો આથી ફરીથી મનાવતા સમયે.

૧૬૪. હું સામે કાંઠે પહોંચીને મારી મૃગશાલા વીંઝીશ એટલે તું જાણજે કે હું પાર ઊતરી ગયો.

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: લાખાને

કયારે કહે છે: જયારે લાખાએ વર્ણીને ખૂબ સમજાવ્યા કે તમે કાલે સવારે જજો પરંતુ તેમ છતાં વર્ણી પાતોની વાત પર અડગ ઇહીને બોલતાં.

૩૯. સ્વસ્વરૂપની ઓળખાણ

૧૬૫. મહારાજ ! કયે ગામ રેવુ ? શું નામ ? શું જાત?”

કોણ બોલે છે: ભગવાનસિંહજી દરબાર

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે નીલકંઠ વર્ણી ભાવનગર જિલ્લાના ફુકડ ગામ પધાર્યા. અહી ગામ વચ્ચેથી દરબારની ડેલી પાસેથી નીકળ્યા તે સમયે દરબાર ભગવાનસિંહજી અને તેમના કામદાર ખોજા જીવા ઠક્કર ડેલીએ બેઠા હતા. વર્ણીરાજ થોડો સમય અહી ઊભા રહ્યા તેમને જોઈને દરબારને થયું કે કોઈ માંગણ બહ્મચારી હશે આથી તેમણે મજાકમાં.

૧૬૬. અમારો દેશ અનિર્દેશ, જાતિ બ્રહ્મને નામ અનંત છે હંુ પણ મારાં નામ ગણી શકતો નથી.

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: દરબારને

કયારે કહે છે: જયારે નીલકંઠ વર્ણી ભાવનગર જિલ્લાના ફુકડ ગામ પધાર્યા. અહી ગામ વચ્ચેથી દરબારની ડેલી પાસેથી નીકળ્યા તે સમયે દરબાર ભગવાનસિંહજી અને તેમના કામદાર ખોજા જીવા ઠક્કર ડેલીએ બેઠા હતા. વર્ણીરાજ થોડો સમય અહી ઊભા રહ્યા તેમને જોઈને દરબારને થયું કે કોઈ માંગણ બહ્મચારી હશે આથી તેમણે મજાકમાં નામ જાતિ પૂછયું ત્યારે.

૧૬૭. બાપુ ! માનો માનો પણે કોઈ મોટા જોગી હતા.આપણે આદર કર્યો તે બહુ ખોટું કર્યું.

કોણ બોલે છે: કામદાર

કોને કહે છે: ભગવાનસિંહજી દરબારને

કયારે કહે છે: જયારે નીલકંઠ વર્ણી ભાવનગર જિલ્લાના ફુકડ ગામ પધાર્યા. અહી ગામ વચ્ચેથી દરબારની ડેલી પાસેથી નીકળ્યા તે સમયે દરબાર ભગવાનસિંહજી અને તેમના કામદાર ખોજા જીવા ઠક્કર ડેલીએ બેઠા હતા. વર્ણીરાજ થોડો સમય અહી ઊભા રહ્યા તેમને જોઈને દરબારને થયું કે કોઈ માંગણ બહ્મચારી હશે આથી તેમણે મજાકમાં નામ જાતિ પૂછયું ત્યારે વણીંએ ખુમારીથી જવાબ આપ્યો અને તે આગળ ચાલવા લાગ્યા ત્યારે.

૧૬૮. માળુ ખરુંયે હોય આપણે બહુ મોટી ભૂલ કરી પણે હજી યોગી બહુ આધે નહિ ગયા હોય આપડે તેમને પાછા બોલાવીએ.

કોણ બોલે છે: ભગવાનસિંહજી દરબાર

કોને કહે છે: કામદારને

કયારે કહે છે: જયારે ભગવાનસિંહજીએ નીલકંઠ વર્ણીની મજાક કરી ત્યારે વર્ણી ખુમારીમાં જવાબ આપીને ચાલી નીકળ્યા કામદાર ચતુર હતો. તેણે વિચાર્યું કે કોઈ મહાન યોગી હશે નહિ તો આવી અગમ વાણી બોલે આથી તેને દરબારને સમજાવ્યા કે આપડી ભુલ છેત્યારે.

૧૬૯. 'જોગી ! અમારે આંગણે આવીને તમે ભૂખ્યા જાઓ તેમા અમારી શોભા નહિ આપની અગમ વાણીમાં અમે અબુધ કાંઈ સમજયા નહિ માટે દરબારમા પધારો અને અમારું અન્ન જમો.”

કોણ બોલે છે: ભગવાનસિંહજી દરબાર

કોને કહે છે: નીલકંઠને

કયારે કહે છે: જયારે ભગવાનસિંહજીએ નીલકંઠ વર્ણીની મજાક કરી ત્યારે વર્ણી ખુમારીમાં જવાબ આપીને ચાલી નીકળ્યા કામદાર ચતુર હતો. તેણે વિચાર્યું કે આ કોઈ મહાન યોગી હશે નહિ તો આવી અગમ વાણી ન બોલે આથી તેને દરબારને સમજાવ્યા કે આપડી ભુલ છે નીલકંઠ પ્રભુ નદીને કાંઠે આંબાના ઝાડની નીચે મૃગચર્મ પાથરી બિરાજયા હતા. પદ્માસન વાળ્યું હતું. દ્રષ્ટિ સ્થિર હતી. પાસે તુંબીપાત્ર પડયું હતું. ધ્યાનમાં મગ્ન બનેલા વર્ણીને ભગવાનસિંહનો સ્પર્શ થયો ને તરત જાગ્યા ત્યારે.

૧૭૦. “આ લોટીમાં શું છે?”

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: જાનબાઈને

કયારે કહે છે: જયારે નીલકંઠે વર્ણી નાના ગોપનાથ પહોંચ્યા ભોળાનાથ શંભુને જળ ચડાવીને પીપરલા આવ્યા ત્યાં એક બ્રાહ્મણની સ્ત્રીએ ભાવથી તાજા રોટલો, ગોળ દડા જેવો બનાવી, તેમાં ધી ભરીને નીલકંઠને જમવા આાયો તેનો ભાવ જાઈ નીલકંઠે રોટલાનો પાંડવો (ઉપરનું પડ) તોડયો. બ્રાહ્મણની સ્ત્રીને તેમાં બ્રહ્માંડ દેખાયું. તેને નીલકંઠના સ્વરૂપનો નિશ્ચય થઈ ગયો ત્યારે.

૧૭૧. “દૂધ છે મહારાજ આપ પી જાઓ.”

કોણ બોલે છે: જાનબાઈ

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે નીલકંઠે વર્ણી નાના ગોપનાથ પહોંચ્યા ભોળાનાથ શંભુને જળ ચડાવીને પીપરલા આવ્યા ત્યાં એક બ્રાહ્મણની સ્ત્રીએ ભાવથી તાજા રોટલો, ગોળ દડા જેવો બનાવી, તેમાં ધી ભરીને નીલકંઠને જમવા આાયો તેનો ભાવ જાઈ નીલકંઠે રોટલાનો પાંડવો (ઉપરનું પડ) તોડયો. બ્રાહ્મણની સ્ત્રીને તેમાં બ્રહ્માંડ દેખાયું. તેને નીલકંઠના સ્વરૂપનો નિશ્ચય થઈ ગયો ત્યારે તે તેમણી પાછળ દોડી અને નીલકંઠે પૂછયુ લોટીમાં શું છે? ત્યારે.

૧૭૨. “અમે પીથલપરમાં રહીએ છીએ જાતે ખોજા છીએ,મારું નામ જાનબાઈ છે રોજ ગામનું દૂધ મહાદેવને ચડાવવાનો મારો નિયમ છે રસ્તામાં જો કોઈ મળે તો એ દૂધને પાઈ દેવાનો મારો નિયમ છે.”

કોણ બોલે છે: જાનબાઈ

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે જાનબાઇએ નીલકંઠ વર્ણીને દૂધ પાયું પછી નીલકંઠે તે બાઇનો પરિચય પૂછયો ત્યારે.

૧૭૩. “જાનબાઈ ! આજે તે આપેલું દૂધ સાક્ષાત્ મહાદેવે અંગીકાર કર્યું છે !”

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: જાનબાઈને

કયારે કહે છે: જયારે જાનબાઇએ નીલકંઠ વર્ણીને દૂધ પાયું પછી નીલકંઠે તે બાઇનો પરિચય પૂછયો ત્યારે બાઇએ કહ્યું કે અમે ખોજા છીએ અને મારે ગામનું દૂધ મહાદેવને ચડાવવાનો મારો નિયમ છે ત્યારે.

૧૭૪. “યતિરાજ, આપનું નામ શું?”

કોણ બોલે છે: ભના પાઠક

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે કાઠિયાવાડમાં આવેલ ગુપ્તપ્રયાગના સ્થળે નીલકંઠે રાયણ નીચે આસન કર્યું અહી રોજ કુંડમાં સ્નાન કરીને નીલકંઠ તીર્થંવાસીઓને ઉપદેશ આપતા તે વખતે વડનગરના નાગર ભના પાઠક હંમેશાં નીલકંઠને પ્રેમથી જમાડતા ત્યારે એક દિવસ.

૧૭૫. “તમે હોંકારો દ્યો છો તે તમે કાંઈ રામ છો?”

કોણ બોલે છે: બાવાજી

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે નીલકંઠ ડોળાહા ગામે આવ્યા અહી ભરવાડના નેસમાં નીલકંઠ વર્ણી ઊતર્યા. ભરવાડે સીધું આાયું, પણ નીલકંઠ ન લીધું પરંતુ નીલકંઠ ભરવાડ પાસેથી ગામનું દૂધ માગીને પ્રેમથી પીધું રાત્રે ભરવાડના ગુરૂ ત્યાં આવ્યા ભજનના અવાજથી નેસડો ગુંજી ઊઠચો. મોડી રાત્રે સૌં સૂતા. વર્ણી ને બાવાજી પાસે પાસે જ સૂતા હતા. બાવાજી પથારીમાં પડખું ફરે ત્યારે પોતાની ટેવ મુજબ 'હે રામ !" એમ બોલી ઊઠે ત્યારે નીલકંઠ પણ સહેજ '"હં એમ હોંકારો દેતા ત્રણ-ચાર વખત વર્ણીએ હોંકારો દીધો ત્યારે.

૧૭૬. “હા, જ રામ હોય તે જ હોંકારો દે ને“

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: બાવાજીને

કયારે કહે છે: જયારેનીલકંઠ ડોળાહા ગામે આવ્યા અહી ભરવાડના નેસમાં નીલકંઠ વર્ણી ઊતર્યા. ભરવાડે સીધું આાયું, પણ નીલકંઠ ન લીધું પરંતુ નીલકંઠ ભરવાડ પાસેથી ગામનું દૂધ માગીને પ્રેમથી પીધું રાત્રે ભરવાડના ગુરૂ ત્યાં આવ્યા ભજનના અવાજથી નેસડો ગુંજી ઊઠચો. મોડી રાત્રે સૌં સૂતા. વર્ણી ને બાવાજી પાસે પાસે જ સૂતા હતા. બાવાજી પથારીમાં પડખું ફરે ત્યારે પોતાની ટેવ મુજબ 'હે રામ !" એમ બોલી ઊઠે ત્યારે નીલકંઠ પણ સહેજ '"હં એમ હોંકારો દેતા ત્રણ-ચાર વખત વર્ણીએ હોંકારો દીધો ત્યારે બાાજીએ પૂછયું તમે રામ છો તે હોકારો ધો છો ત્યારે.

0 comments

download

Video Downloader Video Downloader Enter Video URL: Download