નીલકંઠ ચરિત્ર - ૨૧ થી ૩૦

 

૨૧. નવ લાખ યોગીઆનો ઉદ્ધાર

૫૨. કામાક્ષીથી ચાલતાં ચાલતાં નીલકંઠ વર્ણી નવલખા પર્વતર તરફ પહોંચ્યા નવલખાપર્વતમા નવ લાખ યોગીઓ રહે.

૫૩. એક સવારે સૌ સિદ્ધો ધ્યાનમાં બેઠા હતા ત્યાં આકાશવાણી થઈ આકાશમાંથી મધુર અવાજ સંભળાયો, 'તમે જે પુરુષોત્તમ નારાયણના દર્શન માટે વર્ષોથી તપ કરો છો તેમના તમને સાક્ષાત્ દર્શન થશે પુરુષોત્તમ નારાયણે આ પૃથ્વી પર અવતાર લીધો છે તમારું સૌનું કલ્યાણ કરવા પોતે આવીને તમને દર્શન દેશે."

૫૪. નીલકંઠ વર્ણીએ નવ લાખ સ્વરૂપો ધારણે કયા† દરેક યોગીને એક એક સ્વરૂપે ભેટ્યા.

૫૫. નવ લાખ યોગીઓએ નીલકંઠને ત્રણે દિવસ સાથે રાખ્યા સેવા કરી પ્રસન્ન કર્યા.

૨૪. જાંબુવાનનું કલ્યાણ

૫૬. નીલકંઠ જયરામદાસને શાસ્ત્રો ભણાવે અને યોગ શીખવે.

૫૭. જયરામદાસ નીલકંઠ માટે રોજ સરોવરમાંથી કમળકાકડી તોડીને લાવતો.

૫૮. કૃષ્ણ તંબોળીએ તરાપો તૈયાર રાખ્યો હેતો. હળવેકથી ત્રણે તરાપા પર બેસી ગયાં જયરામદાસે તરાપો ચલાવવા માંડયો.

૨૭. નીલકંઠ જગનાથપુરીમાં

૫૯. નીલકંઠ પ્રભુ પણ દરરોજ જગન્નાથપુરી જઈને જગન્નાથજીનાં દર્શન કરતા અને મંદિરમાં ગરુડસ્તંભ આગળ બેસીને ધ્યાન કરતા.

૬૦. દસ માસ સુધી નીલકંઠે જગન્નાથમાં રહીને પૂજારીના ભક્તિભાવ અને છળકપટ પણ જોયાં.

૨૮. માનસપુરમાં અસુરોનો નાશ

૬૧. માળીએ માનસપુરના સત્રધમાં રાજાને નીલકંઠ વર્ણીનો મહિમાં કહ્યો.

૬૨. માનસપુરના રાજાને એક દિવસ નીલકંઠે વિષ્ણુ અને શાલિગ્રામની પૂજાનું માહાત્મ્ય કહ્યું.

૨૯. રતા બશિયાનું કલ્યાણ

૬૩. રતો બસિયો તેલંગ દેશનો પવિત્ર અને ધર્મિંષ્ઠ રાજા હતો. તેના રાજયમાં જયદેવ અને મુકુંદદેવ નામના બ્રાહ્મણો રહેતા બંને વિદ્વાન અને સમર્થ બંને સિદ્ધિવાળા.

૬૪. જયદેવની એક વરસની દીકરી સાથે મુકુંદદેવના ત્રણ વરસના દીકરાનું સગપણ થયું.

૬૫. મુકુંદદેવના દીકરાને શીતળાનો રોગ થયો રોગમાં તે આંધળો થયો આથી દીકરીના બાપ જયદેવે મુકુંદદેવના દીકરા સાથેનું સગપણ તોડી નાખ્યું.

૬૬. નીલકંઠના આશીર્વાદ પ્રમાણે, સોરઠના જેતપુર ગામમા કાઠી બશિયાને ત્યાં તેનો જન્મ ભગવાનના ભકત તરીકે થયો તેનું નામ રતો રાખેલું. લોકો તેને રતો બશિયો કહે રતો બશિયો શ્રીજીમહારાજની સેવા કરતો, ભક્તિ કરતો, લોકોને પોતાના પૂર્વજન્મની વાત કહી નિષ્ઠા કરાવતો.

૩૦. કૃતઘ્ની સેવકરામ

૬૭. સેવકરામ ભાગવત ભણલો અને સંસ્કૃતના વિદ્વાન હતો. નીલકંઠે તેની પાસેથી ભાગવતના ગોપીકા ગીતના સુંદર શ્લોકો સાંભળ્યા.

૬૮. સેવકરામ પાસે એક હજાર સોનામહોરો હતી.

૬૯. એક કેળાની ફૂલવાડી હતી. તેમાં વડનું એક મોટુ વૃક્ષ હતું. તેની નીચે નીલકંઠે કેળના પાનની એક હાથ ઊંચી પથારી કરી સેવકરામને સુવાર્યો.

૭૦. સેવકરામની નીલકંઠે બે મહિના સુધી તેમની ખૂબ સેવા કરી પછી તે સાજો થયો.

૭૧. સેવકરામ નીલકંઠ પાસે પોતાનું એક મણનું ભારે પોટલું ઉપડાવતા.

૭૨. સેવકરામ રોજે શેર ધી પી જતો.

૭૩. નીલકંઠે સેવકરામને કૃતઘ્ની જાણીને તેનો ત્યાગ કર્યો.

૭૪. જે કરેલા ઉપકારને ન ઓળખે, તે ફુતઘ્ની કહેવાય જે સારા કાર્યની કદર ન કરે તે કૃતઘ્ની કહેવાય જે સેવક પાસે ચૂસી ચૂસીને કામ લે, પણ તેનાં અન્નવસ્ત્રની ખબર ન રાખે, તે કૃતઘ્ની કહેવાય કૃતઘ્ની માણસ પહાપાપીં ગણાય.

૭૫. શ્રીરંગ ક્ષેત્રમાં રામાનંદ સ્વામીને શ્રીમદ રામાનુજાચાર્યે સ્વપનમાં વૈષ્ણવી દીક્ષા આપી હતી.

0 comments

download

Video Downloader Video Downloader Enter Video URL: Download