શાસ્ત્રીજી મહારાજ ૧૧ થી ૨૦

 

વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.

૧૧.

૫૦. પ્રાગજી ભકતે લોયાનું ૧૨મું વચનામૃત વંચાવી,અક્ષરરૂપ થઇને પુરષોત્તમ ભગવાનનો નિશ્ચય કરવાની વાત સમજાવી.

૫૧. બ્રહ્મવેતા સંતનો યોગ હોય તો અક્ષરરૂપ થવાય અને પુરષોતમ ભગવાનનો નિશ્ચય થાય.

૫૨. વિજ્ઞાનાનંદ સ્વામી હવે યજ્ઞપુરૂષદાસજી પાસે ધર્મામૃત,હરિગીતા,વાસુદેવ માહત્મ્ય ની કથા કરાવતાં.

૫૩. લોયાના ૧૨ માં વચનામૃતમાં ઉતમ નિર્વિલ્કપ નિશ્ચય વાત કરી છે.

૫૪. જેઠ વદ બારસના દિવસે વિજ્ઞાનાનંદ સ્વામી ધામમાં ગયા.

૫૫. પ્રબોધની અગિયારસ પર યજ્ઞપુરૂષદાસ વરતાલ પધાર્યા અને ગુરૂની પાસેથી મળેલી પ્રસાદીની વસ્તુઓ વડતાલ મંદિરમાં ભેટ આપી દીધી.

૧૨.

૫૬. સાધુ રામરતનદાસને ભગતજીની આજ્ઞાથી યજ્ઞપુરૂષદાસજીએ નવી ચરણાંવિંદની જોડ આપી દીધી.

૫૭. ધ્યાન,ભજનના વેગથી ભગતજી રોજ રાતે તેમને સ્વપ્નમાં દર્શન દેવા લાગ્યા.

૫૮. વિજ્ઞાનદાસ સ્વામીનું સંત મંડળ અકંડ ધ્યાન,ભજન,કથાવાર્તા,સેવા વગેરેમાં મગ્ન રહેતું.તેઓ કાચી રસોઇ લેતા.

૧૩.

૫૯. ભગતજીના દર્શને જતાં હરિભકતો પાસે યજ્ઞપુરૂષદાસજીએ ભગતજી માટે હરિકૃષ્ણ મહારાજની પ્રસાદીનો મોગરાની કળીનો હાર અને એક તૂંબડી ભેટ મોકલી.

૧૪.

૬૦. મહુવા મંદિરના પુરાણી રધુવીરચરણદાસે યજ્ઞપુરૂષદાસ તથા પુરાણી કેશવપ્રસાદદાસને મંદિરમાં રાખ્યા અને પ્રાગજી ભકત અંગે પ્રશ્નો પૂછયા.

૧૫.

૬૧. યજ્ઞપુરૂષદાસ તો ઠાકરીયો વીછીં છે.તે જયાં જશે ત્યાં મુમુક્ષુને ચટકા મારીને પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંતની ઓળકાણ કરાવશે.

૬૨. ડભોઇમાં યજ્ઞપુરૂષદાસજીએ પુરાણી મોરલીધરદાસને ભગતજીનો મહિમા કહ્યયો.

૬૩. વડોદરામાં રંગાચાર્ય જોડે યજ્ઞપુરૂષદાસજીએ સિદ્વાંત કૌમુદી અભ્યાસ શરૂ કર્યો.

૧૬ .

૬૪. ભાવનગરમાં યજ્ઞપુરૂષદાસજીએ શંકર મતનાં અધ્યાપક સાથે શાસ્ત્રાર્થ કરીને તેમણે હરાવ્યા.

૬૫. ગઢડામાં મહિધર શાસ્ત્રીને યજ્ઞપુરૂષદાસજીએ શાસ્ત્રાર્થમાં હરાવ્યા.

૬૬. પીજના જેઠાભાઇને યજ્ઞપુરૂષદાસજીએ સતત બાર કલાક સુધી મંદિરની પ્રદક્ષિણામાં સવારના ચાર વાગ્યા સુધી અક્ષરપુરષોત્તમની વાતો કરી.

૧૭.

૬૭. ભગતજીએ યજ્ઞપુરૂષદાસજીને રાજકોટ ભણવાની આજ્ઞા કરી કારણ કે એક તો સંસ્કૃતવિધા ભણાય, દૂર ન જવું પડે અને વળી જૂનાગઢ નજીક,તેથી ગુણાતીતાનંદ સ્વામી ના કૃપાપાત્ર જાગાભકતનો યોગ રહે.

૬૮. યજ્ઞપુરૂષદાસજીની કુશાગ્ર બુધ્ધિ અને વિદ્વત્તા જોઇને જીવણરામ મનોમન તેમના પ્રત્યે પૂજયભાવ રાખતાં.

૬૯. જીવણરામ શાસ્ત્રી ધણાં જ વિદ્વાન પંડિત હોવા છતાં સરળ અને નિરભિમાની હતાં.

૧૮.

૭૦. જીભાઇ કોઠારીએ જાગાસ્વામીના આસને જવાની બંધી કરી. યજ્ઞપુરૂષદાસજીએ જાગાસ્વામીની બંધી તોડાવી.

૭૧. જાગાભકત ને તો રાત-દિવસ કથાવાર્તા તે જ જીવન હતું

૧૯.

૭૨. સત્સંગીજીવનની કથા શિવલાલ શેઠના પૌત્ર હરિલાલ શેઠે કરાવી હતી જેમાં ચાર પુરાણીઓ કથા વાંચતાં હતાં.

૭૩. હરિલાલ શેઠ જોડે યજ્ઞપુરૂષદાસજીએ પ્રથમ પૂજન વૃદ્ધ સાધુ હરિદાસનું કરાવ્યું પછી છેલ્લે પોતાનું પુજન કરવા દીધું.

૭૪. જીવણરામે ગોપાળાનંદ સ્વામીનું ગીતાભાષ્ય વાંચ્યું અને પોતે વિશિષ્ટાદ્વેતવાદી બની ગયા. યજ્ઞપુરૂષદાસજીએ તેમને જાગાભકત જોડે વર્તમાન ધરાવી સત્સંગી કર્યા.

૨૦ .

૭૫. જૂનાગઢ મંદિરમાં પ્રાગજી ભકતને વગર વાંકે વિમુખ કર્યા હતાં.

વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.

0 comments

SANATAN DHARM Books

Vedas ऋगवेद यजुर्वेद सामवेद अथर्ववेद Purans Agni Mahapur...