નીલકંઠ ચરિત્ર - ૧ થી ૧૦
વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.
૧. સ્વજનોને મારા કુશળ સમાચાર આપજો
૧. હનુમાનજી નીલકંઠ વર્ણીના દર્શને આવ્યા.
➢ હનુમાનજીને નીલકંઠ વર્ણીના નિત્ય દર્શન કરવાનો નિયમ હતો તે નિયમ અનુસાર ત્યારે અયોધ્યામાં વર્ણીના ઘેર ગયા પણ વર્ણી ત્યાં ન હતા તેથી સરયૂતટે આવ્યો ત્યાં પણ વર્ણી ન જોયા પછી ધ્યાનમાં જોયું તો વર્ણી વન તરફ પધાર્યા હતાં આથી
૩. વેણીરામને દર્શન આપ્યાં અને રઘુનંદનને સજીવન કર્યો
૨. વેણીરામની મા અને મામા આવીને રોવા લાગ્યા
➢ વેણીરામે ફૂવામાં ભૂસકો માર્યો પણ કૂવામાં ઘનશ્યામ ન મળ્યા કલાક થયો પણ વેણીરામ બહાર નીકળ્યો નહિ એટલે એના પિતા મોતીરામને ચિંતા થઈ મોતીરામ પણ વેણીરામને કાઢવા ફૂવામાં પડયા કૂવો બહુ ઊંડો અને અંધારિયો હતો. મોતીરામ પણ ફૂવામાં ડૂબકાં ખાવા લાગ્યા.ધણીવાર થઇ પણ બાપ દીકરો કૂવામાંથી બહાર ન નીકળ્યા આથી
૩. રામપ્રતાપભાઈ બહુ દુ:ખી થયાં
➢ રઘુનંદને ઝાડ નીચે બેસીને ધનશ્યામનું ધ્યાન ધર્યું અને ધ્યાન કરતા કરતા તેણે વિરહમાં પોતાનો દેહ ત્યજી દીધો રઘુનંદન સાંજ સુધી ધરે આવ્યો નહિ, તેથી તેનાં માતાપિતાને ચિંતા થવા લાગી તેઓ રામપ્રતાપભાઈને લઈને રઘુનંદનને શોધવા નીકળ્યો રામપ્રતાપભાઈને ઘનશ્યામ ધર છોડીને ચાલ્યા ગયા તેનું દુ:ખ અપાર હતું. તેમાં વળી ધનશ્યામનો પરમ મિત્ર રઘુનંદન ખોવાયો આથી
૪. રામપ્રતાપભાઈને અંતરમાં ધણી શાંતિ થઈ
➢ રઘુનંદનનાં માતાપિતા રામપ્રતાપભાઈ સાથે નારાયણ સરોવર તરફ શોધવા નીકળ્યો ત્રણે જણાતું દુ:ખ જોઈ આકાશમાં હનુમાનજીએ દર્શન દીધાં અને આકાશવાણીરૂપે રામપ્રતાપભાઈને કહ્યું, 'તમારા નાના ભાઈ તો વનમાં તપ કરવા ગયા છે તપ કર્યા પછી ધર્મનું સ્થાપન કરવા પૃથ્વી પર સંપ્રદાય ચલાવશે અને તમને બોલાવીને દર્શન આપશે માટે હવે વિલાપ ન કરશો આથી
૫.બદરીધામની વાટે
૫. નીલકંઠ લક્ષ્મણઝૂલા દશ દિવસ રહ્યા
➢ નીલકંઠે લક્ષ્મણજીના મંદિરમાં જઈ મૂર્તિની દર્શન કયા† લક્ષ્મણજીની મૂર્તિમાંથી સાક્ષાત્ લક્ષ્મણજી પ્રગટ થઈને બહાર આવ્યા અને નીલકંઠના ચરણોમાં નમી પડયા નીલકંઠ વર્ણીએ તેમને હાથ પકડી ઊભા કર્યા અને રામચંદ્ર ભગવાનરૂપે દર્શન દીધાં. આવા સુંદર પ્રસંગે ગંગાજી પણ સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને પધાયા† અને નીલકંઠ વર્ણીના ચરણોમાં તાજાં ફળો મૂકીને નમી પડ્યાં નીલકંઠ વર્ણી તેમનો ભાવ નિહાળીને થોડાંક ફળો જમ્યા. બાકીનાં ફળોની પ્રસાદી લક્ષ્મણજી અને ગંગાજીને આપી નીલકંઠ તરસ્યા થયા હશે, એમ જાણી, તરત જ લક્ષ્મણજી દોડીને મંદિરમાંથી નીચે ગયા પોતાના ઉત્તરીય વસ્ત્રથી ગાળીને જળપાત્રમાં ગંગાનું પાણી નીલકંઠ વર્ણી માટે લઈ આવ્યા નીલકંઠ પાણી પીને તૃમ્ત થયા લક્ષ્મણજીનો આવો ભાવ જોયો આથી
૯. પોતાની વાણીને શાપ
૬. બાંસી શહેર બળવા લાગ્યું
➢ એક દિવસ નદીમાં સ્નાન કરીને નીલકંઠ બગીચામાં ધ્યાન કરવા ૫ધાર્યા. તેવામાં બાંસી શહેરના રાજાના બે નોકરો હાથમાં બંદૂક લઈને બગીચામાં પ્રવેશ્યા નીલકંઠ વર્ણીની મર્યાદા રાખ્યા વિના બંનેએ બંદૂકનું નિશાન લીધું સનન..ન કરતી બે ગોળીઓ છૂટી એક પક્ષીનું જોડું ચીસો પાડતું, તરફડતું ઝાડ પરથી નીચે પડ્યું બંને પક્ષીઓની દયામણી આંખો નીલકંઠ પ્રત્યે મંડાઈ ગઈ નીલકંઠની આંખમાં પક્ષીઆએ આંખ ૫રોવી. તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું નીલકંઠે તેમને દિવ્ય ગતિ આપી તેઓ નદીકિનારે બગીચામાં જ આખો દિવસ રહ્યા નીલકંઠનો અતિ દયાળુ સ્વભાવ મધ્યરાત્રિએ નીલકંઠ અચાનક જાગી ગયા. તેમને મનમાં સહેજ સંકલ્પ થઈ ગયો, બળ્યું આ શહેર, ચાલો ચાલી નીકળીએ. આથી
0 comments