નીલકંઠ ચરિત્ર -૫૧ થી ૫૬

 વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.


૫૧. નીલકંઠનો મહિમા

૨૩૧. “ કેમ અહી અચાનક આવ્યાં?”

કોણ બોલે છે: રામાનંદ સ્વામી

કોને કહે છે: લાલજી સુથારને

કયારે કહે છે: જયારે શેખપાટ નામે ગામ ત્યાં લાલજી સુથાર નામના રામાનંદ સ્વામીના

ભકત રહેતા લાલજી સુથાર તો ગુરૂ રામાનંદ સ્વામી પાસે કચ્છ ગયાં ત્યારે.

૨૩૨. “થોડા દિવસ પહેલાં મયારામ ભટ્ટ આપનો પત્ર લઈને લોજ જતા હતા ત્યારે ગામ શેખપાટમાં રાત રોકાયા મયારામ ભટ્ટે મને કહ્યું કે લોજમાં વર્ણી આવ્યા છે, તે આપના કરતાંય સમર્થ છે, મને થયું કે આપને આવીને વાત કરું કે મયારામ આપને નામે વર્ણીનો મહિમા ચલાવે છે.”

કોણ બોલે છે: લાલજી સુથાર

કોને કહે છે: રામાનંદ સ્વામીને

કયારે કહે છે: જયારે અચાનક લાલજી સુથાર ભૂજ આવ્યા ત્યારે.

૨૩૩. “એ સર્વે મોટા છે એનાથી પણ શ્રીકૃષ્ણ મોટા છેએ સર્વેથી મોટા આ નીલકંઠ છે નીલકંઠ વર્ણી તો અવતારના અવતારી છે.એનો મહિમા તો કહીએ એટલો ઓછો છે એનું ધ્યાન તો મોટા મોટા યોગી અને મુનિઓ ધરે છે એવા મોટા વર્ણીરાજના દર્શન મૂકીને તમે કચ્છમા શા માટે આવ્યા ?જાઓ લોજપુર અને નીલકંઠ વર્ણીના દર્શન કરી પ્રણામ કરજો.”

કોણ બોલે છે: રામાનંદ સ્વામી

કોને કહે છે: લાલજી સુથારને

કયારે કહે છે: જયારે લાલજી સુથારે રામાનંદ સ્વામીને નીલકંઢ વર્ણી વિશે પૂછયું ત્યારે.

પર. રામાનંદ સ્વામી સાથે મિલન

૨૩૪. “સ્વામી ! કાલે આપ પૂજામા બેસો ત્યારે.હું આપની બાજુમા બેસીશ્ા.”

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: મુકતાનંદ સ્વામીને

કયારે કહે છે: જયારે નીલકંઠને લોજમા આવ્યે લગભગ નવ માસ થઈ ગયા છતાં રામાનંદ સ્વામી સાથે મિલન થયું નહિ. તેથી મુક્તાનંદ સ્વામીને નીલક્ઠે ગમે તેમ કરીને પોતાની દર્શનની તૃષ્ણા સંતોષવા કહ્યું રામાનંદ સ્વામીના મિલનને હજુ સમય જાય તેમ હતો ત્યારે.

૨૩૫. “દવે ! હું તો તમને મારું અક્ષરધામ બક્ષિશ આપીશ.”

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: મયારામ ભઢ્ઢને

કયારે કહે છે: જેઠ વદ ૧૦મીની સાંજે પીપલાણાથી કુરજી દવે સંદેશો લઈને આવ્યા કે રામાનંદ સ્વામી પીપલાણા આવી રહ્યા છે, અને નીલકંઠ વર્ણી તથા સર્વે સંતોને ત્યાં તેડાવે છે ત્યારે સૌ સંતોએ કંઇક ને કંઇક બક્ષિસ આપી ત્યારે.

૨૩૬. “દવે જે કોઈ ન આપી શકે એવું પરાત્પર અક્ષરધામ હું તમને આપીંશ.”

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: મયારામ ભઢ્ઢને

કયારે કહે છે: જેઠ વદ ૧૦મીની સાંજે પીપલાણાથી કુરજી દવે સંદેશો લઈને આવ્યા કે રામાનંદ સ્વામી પીપલાણા આવી રહ્યા છે, અને નીલકંઠ વર્ણી તથા સર્વે સંતોને ત્યાં તેડાવે છે ત્યારે સૌ સંતોએ કંઇક ને કંઇક બક્ષિસ આપીત્યારે.

૨૩૭. “આમ કરશો તો ક્યારે પહોંચાશે? પીંપલાણા તો હજી ધણું છેટે છે માટે યોગધારણા કરો.”

કોણ બોલે છે: મુકતાનંદ સ્વામી

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: નીલકંઠ વર્ણી, મુક્તાનંદ સ્વામી અને સંતોની સાથે પીંપલાણા જવા નીકળ્યા રાત આખી ઝરમર વરસાદમાં સૌ ચાલતા રહ્યા સૌને રામાનંદ સ્વામીની દર્શનની ઉતાવળ. સૌ ઉતાવળા ચાલે, નીલકંઠનું શરીર સાવ દુર્બળ. તેઓ થાકી ગયા ત્યારે.

૨૩૮. તમને ખબર છે ? જેને માટે થઈને આપણે ગામેગામ સદાવ્રતો કરી રાખ્યાં હતાં, તે જ આ વર્ણીરાજ છે હું કેટલા વખતથી તેમની રાહ જોતો હતો.”

કોણ બોલે છે: રામાનંદ સ્વામી

કોને કહે છે: મુકતાનંદ સ્વામીને

કયારે કહે છે: ૧૮૫૬ના જેઠ વદ બારસના માંગલિક દિને નીલકંઠ સહિત સૌ સંતો પીપલાણા પહોચ્યા ત્યારે નીલકંઠ રામાનંદ સ્વામીને દૂરથી જ દંડવત કરવા માંડ્યા રામાનંદ સ્વામીએ એકદમ

દોડીને તેમને ઉઠાડીનં છાતીસરસા ચાપ્યા અને સંતો ને મહિમા કહેતા હતા ત્યારે.

૨૩૯. “હા, એ જ આ ! તમારા સદભાગ્ય છે કે તમોને આજે મળ્યા જયારે યથાર્થ ઓળખાશે ત્યારે.આનંદનો પાર નહિ રહે.

કોણ બોલે છે: રામાનંદ સ્વામી

કોને કહે છે: એક સાધુને

કયારે કહે છે: રામાનંદ સ્વામીએ સૌને નીલકંઠનો ખૂબ મહિમા કહ્યો એક સાધુએ એકાએક રામાનંદ સ્વામીને પૂછચું કે સ્વામી, આપ વારંવાર કહેતા હતા કે ખેલના ભજવનારા તો હજુ હવે આવશે, તે જ આ વર્ણી? ત્યારે.

૫૩. જમાદારને સમાધિ

૨૪૦. “આ શું ? આ શી હિંદુની ઊલટી રીત ! મને તો સાવ અધટિત લાગે છે તમારા હિંદુમા એવું કેવું કે મુરસિદ ઊંચે આસને બેસે અને અલ્લા નીચે આસને બેસે?”

કોણ બોલે છે: જમાદાર

કોને કહે છે: રામાનંદ સ્વામીને

કયારે કહે છે: જયારે જમાદારે રામાનંદ સ્વામીને કહ્યું કે મુરસિદ(શિષ્ય) ઊંચે આસને બેસે અને અલ્લા(ભગવાન) નીચે આસને બેસે ત્યારે.

૨૪૧.

૨૪૨. “એ તમે ન સમજો. આ તો, અમારી હિદુની અસલની રીત છે વશિષ્ઠ ઋષિ ઊંચે આસને બેસતા અને રામચંદ્ર ભગવાન તેમની પાસે નીચે બેસતા.”

કોણ બોલે છે: રામાનંદ સ્વામી

કોને કહે છે: જમાદારને

કયારે કહે છે: નીલકંઠની કૃપાદ્રષ્ટિથી જમાદારને સમાધિ થઈ સમાધિમા જમાદારને અક્ષરધામનાં દર્શન થયાં અક્ષરધામમા સુંદર દિવ્ય સિંહાસન પર નીલકંઠ વર્ણીને વિરાજેલા જોયા ચારે બાજુ અનંત મુકતો ઊભાં ઊભાં નીલકંઠની રતુતિ કરતા હતા. સૌ મુકતો સાથે રામાનંદ સ્વામીને પણ નીલકંઠની સ્તુતિ કરતા દીઠા ત્યારે.

૫૪. દીક્ષા આપી

૨૪૩. “સ્વામી ! તમે મારાં માતાપિતા છો તમે જ મારા ગુરૂ છો કૃપા કરીને આજે મને મહાદીક્ષા આપો.”

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: રામાનંદ સ્વામીને

કયારે કહે છે: નીલકંઠ વર્ણી રામાનંદ સ્વામી સાથે ચાતુર્માસ રહ્યા દિવાળીમાં અન્નફૂટની સેવા કરી સંવત ૧૮૫૭ની પ્રબોધિની, કાર્તિક સુદ એકાદશી (દેવઊઠી એકાદશી) આવી સૌએ નિર્જળા ઉપવાસ કર્યો હતો. નાહી-ધોઈ, પૂજાપાઠ કરી, નીલકંઠ રામાનંદ સ્વામીને પગે વાગ્યા ત્યારે.

૨૪૪. “હે સહજાનંદ, તમે ધર્મ પાળજો અને સૌંને ધર્મ પળાવજો. આ પૃથ્વી પરના જીવોનું કલ્યાણ કરજો. મહિમાએ સહિત ભક્તિ પ્રવર્તાવજો.”

કોણ બોલે છે: રામાનંદ સ્વામી

કોને કહે છે: નીલકંઠવર્ણીને

કયારે કહે છે: જયારે નીલકંઠ વર્ણીને ભાગવતી દીક્ષા આપી રામાનંદ સ્વામીએ ઉપદેશ કર્યો ત્યારે.

૫૫. ધર્મધુરા સોંપી

૨૪૫. “આ સત્સંગની ગાદી-ધર્મધુરા મારે આપવી છે, તો કોને આપવી?”

કોણ બોલે છે: રામાનંદ સ્વામી

કોને કહે છે: સંતો-હરિભકતોને

કયારે કહે છે: નીલકંઠ વર્ણીની દીક્ષાના એક વર્ષ પછી રામાનંદ સ્વામીએ મુક્તાનંદ, સુખાનંદ વગેરે સાધુઓને તથા રામદાસભાઈ, માચો ભકત, પર્વતભાઈ,મયારામ ભટ્ટ વગેરે હરિભકતોને બોલાવ્યા ત્યારે.

૨૪૬. “સ્વામી, આ બાળબ્રહ્મચારી સહજાનંદ સ્વામી જ ધર્મધુરાને યોગ્ય છે.”

કોણ બોલે છે: સંતો-હરિભકતો

કોને કહે છે: રામાનંદ સ્વામીને

કયારે કહે છે: જયારે રામાનંદ સ્વામીએ સૌને પૂછયું કે મારે ધર્મધુરા કોને સોંપવી ત્યારે.

૨૪૭. “મારા અંતરની જે વાત હતી તે તમે સૌંએ કરી માટે ચાલો તૈયારી કરીએ“

કોણ બોલે છે: રામાનંદ સ્વામી

કોને કહે છે: સંતો-હરિભકતોને

કયારે કહે છે: જયારે રામાનંદ સ્વામીએ સૌને પૂછયું કે મારે ધર્મધુરા કોને સોંપવી ત્યારે સોએ સહજાનંદ સ્વામીની વાત કરી ત્યારે.

૨૪૮. “તમારા સંત્સગી હોય તેને એક વીછીનું દુ:ખ થવાનું હોય તો તે મને એક એક રુંવાડે કોટિ કોટિ વીછીનું દુ:ખ થાઓ; પણ તમારા સંત્સગીને તે થાઓ નહિ અને તમારા સંત્સગીને પ્રારબ્ધમાં રામપત્તર લખ્યું હોય, તે રામપત્તર મને આવે પણ તમારા સંત્સગી અનવસ્ત્રે કરીને દુ:ખી ન થાય, એ બે વર મને આપો.”

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: રામાનંદ સ્વામીને

કયારે કહે છે: જયારે રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને ગાદી સોપી અને વર માંગવાનું કહ્યું ત્યારે.

૨૪૯. “આ મૂળજી અમારે રહેવાનું સાક્ષાત્ અક્ષરધામ છે.”

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: લાલજી સુથારને

કયારે કહે છે: જયારે સહજાનંદ સ્વામીને ગાદી સોપી ત્યારે સાક્ષાત્ અક્ષરધામના અવતાર મૂળજી

શર્મા પણ પોતાના સ્નેહી લાલજી સુથાર સાથે હાજર હતા. મૂળજી શર્માએ સહજાનંદ સ્વામીને ચાંલ્લો કરી એક ગાય ભેટ આપી ત્યારે ઓળખાણ કરાવતા.

૫૬. રામાનંદ સ્વામી અક્ષરધામ સિધાવ્યા

૨૫૦. “પ્રગટ પુરુષોત્તમ ગાદીએ બેસી ગયા મારૂં. કાર્ય પૂરું થયું માટે હવે આ દેહમા રહેવુ નંથી.”

કોણ બોલે છે: રામાનંદ સ્વામી

કોને કહે છે: સ્વગત

કયારે કહે છે: સહજાનંદ સ્વામીને ગાદીએ બેસાડે એકાદ માસ પૂરો થવા આવ્યો હતા ત્યારે.

૨૫૧. “મોટાપુરૂષ પૃથ્વી પરથી કદી જતા નથી. સૌએ સ્વામીની આજ્ઞા પ્રમાણે વર્તવું તો પછી સ્વામી અંતર્ધાન થયા છે એવો ભાવ રહેશે નહી. અને ભગવાનનું પ્રગટ સ્વરૂપ ઓળખાશે.”

કોણ બોલે છે: નીલકંઠવર્ણી

કોને કહે છે: સો હરિભકતોને

કયારે કહે છે: રામાનંદ સ્વામી અંતર્ધાન થયા સૌમા ખૂબ શોક પામી ગયો ત્યારે.


વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.

0 comments

download

Video Downloader Video Downloader Enter Video URL: Download