વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.
૧૧. ઘોર જંગલમાં પ્રવેશ
૩૦. આજે નીલકંઠને ધરથી નીકળ્યાને એક વર્ષ અને તેંતાલીસ દિવસ પૂરા થયા હતા. આ
સં. ૧૮૫૭ની શ્રાવણ વદ અષ્ટમીનો એ દિવસ હતો.
૧૨. ભૂતોનો નાશ અને યોગીઓનો મોક્ષ
૩૧. બધાં ભૂતોનો રાજા હતો કાળભૈરવ. તે સૌથી આગળ તેના હાથમાં અણીદાર ભાલો હતો.
૩૨. હનુમાનજીએ કાળભૈરવને પૂંછડે વીટીને પકડચો. પછી બે હાથની બે મુઠ્ઠીઓ જોરથી
કાળભૈરવનામાથા પર મારી તેનુ આખું માથું ધડમા ઊતરી ગયું.
૧૪. પુલહાશ્રમમાં આકરું તપ
૩૩. માત્ર ૧૨ વર્ષની ઉંમરે પુલહાશ્રપ પહોંચીને તપ કરવાનું પોતાનું બીજું
લક્ષ્ય નીલકંઠે પાર પાડયું. નીલકંઠ મુક્તિનાથ પહોંચ્યા ત્યારે શ્રાવણ મહિનાના
છેલ્લા દિવસો હતા.
૩૪. નીલકંઠે મુક્તિનાથનાં દર્શન કયા† અને પુલહાશ્રમની જગ્યા પસંદ કરી
પુલહાશ્રમની જગ્યા એકાંત અને અતિ રમણીય હતી. અહી બ્રહ્માના પુત્ર પુલહે તપ કર્યું
હતું. અહી ભરતકુંડ પાસે યુગો પહેલાં ભરતજીએ તપશ્ચર્યા કરેલી નીલકંઠે ભરતકુંડ પાસે
તપશ્ચર્યા કરવાનો નિર્ણય લઈ લીધો.
૩૫. નીલકંઠ તપમા લીન થઈ ગયા હાથ ઊંચા કરીને એક પગે તપશ્ચર્યા શરૂ કરી માથે
મોટી જટા, પાતળું શરીર, ગૌર વર્ણ અને નાસિકાના અગ્ર ભાગે
આંખોની સ્થિરતા ભૂખતરસની પરવા તજી દીધી અખંડ ઉપવાસ કરતાં કરતાં, ઉધાડે શરીર ટાઢ, વરસાદની ઝડીઓ ઝીલતાં, તેમણે તપ કર્યું.
૧૫. મોહનદાસને નીલકંઠનો મેળાપ
૩૬. નીલકંઠને કોઈકે પાણી માંટે સુંદર કઠાર ભેટ આપી હતી. મોહનદાસને આ કઠારીમાં
મોહ હતો. તેને કઠાર જોઈતી નહોતી પરંતુ નીલકંઠના દર્શન કરતાં કરતાં કઠારીમાં તેની
વૃત્તિ રહેતી હતી.
૩૭. નીલકંઠ તેની ક્ષુદ્રતા જોઈ હસવા લાગ્યા નદીને સામે કાંઠે પહોંચીને એક પથરા
સાથે અફળાવીને તેમણે કઠાર તોડી નાંખી.
૧૭. ગોપાળ યોગીનો મેળાપ
૩૮. એક ઘેઘૂર વડના ઝાડ નીચે એક શિલા પર મૃગચર્મ પાથરી એક વૃદ્ધ યોગીને જોયા
તેમનો એક હાથ પવનપાવડી ઉપર અને બીજો હાથ ગોઠણ પર ટેકવેલો હતો. સ્વસ્તિક આસનની
પલાંઠીવાળી હતી. ધ્યાનમાંથી તેમની આંખો આપોઆપ ખૂલી ગઈ તેમની નજર નીલકંઠ તરફ
ખેંચાઈ.
૧૮.કાઠમંડુમાં રાજાને આર્શીવાદ
૩૯. કાઠમંડુમાં નીલકંઠનું લક્ષ્ય પશુપતિનાથનું મંદિર હતું. કાઠમંડુમાં આવી
નીલકંઠ પશુપતિનાથનાં દર્શને પધાર્યા.
૪૦. રાજા રણબહાદુર સહાને એક અસાધ્ય રોગ થયો હતો.
૪૧. રાજયમાં આવતા સાધુ-મહાત્માઓ,
બ્રાહ્મણો, પંડિતો, પૂજારીઓ વગેરેને તે પોતાનું દર્દ
મટાડવા કહેતો કોઈ મટાડી ન શક્યું તેથી ગુસ્સે થઈ તેમને કેદ કરી દેતા અને ત્રાસ
આપતો તેના આવા ત્રાસને લીધે અહી કોઈ સાધુ-સંતો આવતા જ નહિ.
૪૨. નીલકંઠ વર્ણીએ થોડું જળ મંગાવ્યું. હાથમા જળની અંજલિ લઈ રાજાને પી જવા
કહ્યું રાજા તે પ્રસાદીજળ શ્રદ્ધાપૂર્વક પી ગયા વર્ણીના સંકલ્પે તેની તરત અસર થઈ
રાજાને પેટનું શૂળ મંદ પડયું .
૪૩. રાજાને વર્ણી માટે ખૂબ ભાવ થયો તેણે કઈક માગવા માટે કહ્યું વર્ણીએ હસતાં
હસતાં કહ્યું : 'જા તમારે સેવા કરીને
સંતોષ માનવો હોય, તો બંદીખાને પૂેરલા
સાધુઆને મુકત કરી લો અમારે એટલું જ માગવું છે."
૧૯. તેલંગી બ્રાહ્મણનો ઉદ્ધાર
૪૪. સિરપુરમા તે વખતે સિદ્ધવલ્લભ રાજા રાજય કરતા હતા.
૪૫. રાજાએ ગોપાળદાસ નામના એક નેષ્ઠિક વ્રતધારી સાધુને તેમની સેવામાં રાખ્યા તે
ખૂબ ભાવથી નીલકંઠની સેવા કરે અને નવા નવાભોજન કરીને જમાડે. રાજા રોજ ઉપદેશ સાંભળવા
નીલકંઠ સામે સાદડી પર બેસે નીલકંઠ તેમને ખૂબ ઉપદેશ કરે.
૪૬. એક દિવસ ઈર્ષ્યાને લીધે કોઈ એક બાવાએ મૂઠ મારીને નીલકંઠના સેવક ગોપાળદાસને
મૂર્છિત કરી નાખ્યો.
૪૭. સિરપુરમાં એક તેલંગી બ્રાહ્મણ આવી પડ્યો તે અતિ લોભીં હતો. લોભમાં ને
લોભમાં તેણ રાજા પાસેથી હાથી અને કાળપુરુષ દાનમાં લીધા એ તેલંગી બ્રાહ્મણ બહુ ગોરો
તે રૂપાળો હતો, પણ યોગ્યતા વિના અને
લોભથી લીધેલા દાનને લીધે તેનું આખું શરીર કાળું અને કદરૂપું થઈ ગયું.
૨૦. પિબૈકનો પરાજય
૪૮. સિરપુરથી નીકળીને ફરતાં ફરતાં નીલકંઠ આસામમાં કામાક્ષી તીર્થંમાં આવ્યા
ત્યાં કામાક્ષીદેવીનું મોટું મંદિર છે.
૪૯. પિબકે એક વડના ઝાડ ઉપર અડદના દાણા નાખ્યા અને ઝાડ સુકાઈ ગયું બાવાઓ આ જોઈ
ગભરાયા. તેઓ ગળા પર હાથ નાંખી કંઠી તોડવા પ્રયત્ન કરવા લાગ્યા.
૫૦. પિબૈક નીલકંઠને ડરાવવા મંત્ર ભણીને અડદના દાણા જોરથી દૂર જમીન પર નાખ્યા
ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા તેમાંથી કાળભૈરવ અને બટુકવીર નીકળ્યા પરંતુ તે
વર્ણી પાસે જઈ શકયા નહી. ઊલટાના તે પિબૈકને વળગ્યા ત્રિશૂળથી તેને માર્યો.
૫૧. હનુમાનજી આવ્યા તેણે તો નીલકંઠને નમસ્કાર કરીને પિબૈકના માથા ઉપર જોરથી
મુઠ્ઠીનો પ્રહાર કર્યો પિબૈક ઉપર તૂટી પડ્યા.પિબૈકને એવો માર માર્યો કે લોહીની
ઊલટી થઈ અને આંખો ઉપર ચઢી ગઈ પિબૈક મોટું ઝાડ પડે તેમ ધબ દઈને બેભાન થઈને પૃથ્વી
પર પડયો.
0 comments