નીલકંઠ ચરિત્ર - ૪૧ થી ૫૦

  વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.


૪૧. રામાનંદ સ્વામીની વાત

૯૪. અયોધ્યામાં અજયપ્રસાદ નામ સરવરિયાં બ્રાહ્મણ રહે તેની પત્નીનું નામ સરમનિ. તેને ત્યાં સંવત ૧૭૯૫ની જન્માષ્ટમીને દિવસે એક પુત્રનો જન્મ થયો પુત્રનું નામ રામશર્મા પાડયું.

૯૫. રામશર્માને બાળપણથી જ ભક્તિ ગમે.

૯૬. આત્માનંદ સ્વામીએ દીક્ષા આપીને રામાનંદ સ્વામી એવું નામ પાડયું.

૯૭. આત્માનંદ સ્વામી રામાનંદ સ્વામીની સામે શાસ્ત્રાર્થમાં હાર્યા, તેમણે અદ્વૈત મતનો ત્યાગ કર્યો અને ભગવાનની મૂર્તિપૂજા અને ભક્તિ માન્ય કરી ભગવાનને સાકાર કબૂલ કર્યા તેમણે બધા શિષ્યોને સ્વામી રામાનંદના આશ્રિત થવાનું કહ્યું.

૪૨. નરસિંહ મહેતાને દર્શન

૯૮. દામોદરજીના મંદિરમાં પૂજારીને દામોદરરૂપે દર્શન દીધાં.

૯૯. નરસિંહ મહેતાએ તરત જ ભેંસનું તાજું દૂધ દોહીને, જુવારનું ધાન અને દૂધ નીલકંઠને જમાડચા. જમીન નીલકંઠે નરસિંહ મહેતાને ચર્તુભુજ નારાયણરૂપે દર્શન દીધાં. નરસિંહ મહેતાએ નીલકંઠને પ્રણામ કર્યા.

૧૦૦. અષાઢી સંવત ૧૮૫૬(વિકમ સંવત ૧૮૫૫)ની શ્રાવણ વદ છઠને દિવસે પ્રભાતે નીલકંઠ વર્ણી લોજ ૫ધાર્યા.

૪૩. નીલકંઠ લોજમાં

૧૦૧. સાત વર્ષ, એક માસ અને અગિયાર દિવસ સુધી કઠિન વન વિચરણ

કરી નીલકંઠ કયાંય ન રોકાયા પરંતુ લોજ રોકાવા તૈયાર થયા.

૪૫. બે સ્વરૂપે દર્શન

૧૦૨. મુક્તાનંદ સ્વામીએ જન્મની આરતી કરી સૌના આશ્ચર્યનો પાર ન રહ્યો પારણામાં શ્રીકૃષ્ણલાલજીની મૂર્તિની જગ્યાએ સૌને નીલકંઠ વર્ણીનાં દર્શન થયાં વળી, બીજે સ્વરૂપે મુક્તાનંદ સ્વામીની બાજુમાં સભામાં બેઠેલા પણ દે.

૪૬. સ્ત્રી-પુરૂષની સભા જુદી કરી

૧૦૩. લોજમાં આશ્રમની બાજુમાં જ જીવરાજ શેઠનો ડેલો હતો. મુક્તાનંદ સ્વામી અહી રોજ ક્થાવાર્તા કરતા. સર્વ સંતોની સાથે વર્ણી પણ કથામાં ગયા સભામાં ખીચોખીચ ભરાયેલાં સ્ત્રી-પુરૂષોને ભેગાં જોઈને તેઓ ઊભા થઈ ગયા.

૪૭. ગોખલો પૂર્યો

૧૦૪. રામાનંદ સ્વામીના આશ્રમને અડીને જ એક વાળંદનું ઘર હતું. બંને વચ્ચે એક જ દીવાલમા એક નાનકડો ગોખલો હતો. જયારે સાધુને ચૂલો પેટાવવા માટે દેવતા જાઈંતો હોય અથવા વાળંદની સ્ત્રીને દેવતા જોઈતા હોય, ત્યારે એ ગોખલામાંથી એકબીજાં પાસેથી દેવતા લેતા.

૪૮.થાંભલાને બાથ

૧૦૫. મુકતાનંદ સ્વામીએ વર્ણીને બે ઉપવસ્ત્રો આપ્યાં, એક અલફી આપી આ વસ્ત્ર પહેરવા વિનંતી કરીને સરજુદાસ નામ પાડયંંુ.

૧૦૬. નીલકંઠ બધા સંતોને યોગના આસનો અને યોગની ક્રિયા શીખવવા લાગ્યા.

૧૦૭. આખા દિવસમાં એક જ વખત બપોરે બાજરાનો સેટલો, મરચાં અને મીંઢી આવળનો ગોળો જમતા.

૪૯. ચમત્કારોની પરંપરા

૧૦૮. નીલકંઠ આશ્રમમાં બધી સેવા કરતા છાણ-વાસીદું વાળતા, ઝાડું કાઢતા, વાસણ ઊટકતા, સાધુઓને પાણી ખેંચી નવરાવતા. વળી, હાથમાં કાવડ લઈ ભિક્ષા માગવા પણ જતા.

૧૦૯. ગામની છોકરીઓ જેવી પોદળા ઉપાડવા જાય કે તરત જ ડરીને પાછી વળતી તેમને છાણના પોદળામા આખું બ્રહ્માંડ દેખાતું.

૧૧૦. લોજ ગામથી બે ગાઉ દૂર શીલ ગામ શીલ ગામમાં બે હરિભક્ત રહે તેમણે વાડીમાં ખૂબ ચીભડીઓ વાવેલી. તેમણે વિચાર કર્યો કે આપણે આ ચીભડાં મુક્તાનંદ સ્વામીને આપીને ગુરૂ રામાનંદ સ્વામી માટે ચીભડાંનું અથાણું તૈયાર કરાવવું.

૧૧૧. નીલકંઠ દેવા ભક્તને લઈ શીલ ગામ ગયા અઢાર મણ સારાં જોઈને ચીભડાં વીણ્યાં.

૧૧૨. સોળ નીલકંઠના માથાની ઉપર એક વેંત અધ્ધર રહ્યો બાકીનું નાનું બે મણનું પોટલું દેવા ભકતે માથે ઉપાડયું.

૫૦. રામાનંદ સ્વામીને પત્ર

૧૧૩. રામાનંદ સ્વામીના આશ્રમમાં સાત માસ થયા ફાગણ માસ આવ્યો પણ રામાનંદ સ્વામી આવ્યા નહિ. નીલક્ંઠનું મન રામાનંદ સ્વામીનાં દર્શન કરવા આતુર થયું.

૧૧૪. આસં. ૧૮૫૬ના ફાગણ વદ પાંચમે રામાનંદ સ્વામી ઉપર પત્ર લખ્યો નીલકંઠે પણ પત્ર લખ્યો આ પત્રો લઈ માણાવદરના મયારામ ભટ્ટ રામાનંદ સ્વામી પાસે ગયા.

૧૧૫. મયારામ ભટ્ટ સાત દિવસે ભૂજનગર પહોંચ્યા.

૧૧૬. રામાનંદ સ્વામીએ પોશ ભરીને સાકર પ્રથમ મયારામ ભટ્ટને આપી.

0 comments

SANATAN DHARM Books

Vedas ऋगवेद यजुर्वेद सामवेद अथर्ववेद Purans Agni Mahapur...