વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.
૨૮. બાળમિત્રોને જમાડચા
૮૯. “ હું કહું તેમ કરો તો અહીયાં જ તમને જમાડું.”
કોણ બોલે છે : ધનશ્યામ
કોને કહે છે : બાળમિત્રોને
કયારે કહે છે : જયારે બધા બાળમિત્રો ભૂખ્યા થયા અને ઝટઝટ ધરે જઇને જમવાનું વિચારવા લાગ્યા ત્યારે.
૯૦. “ સાંજે સૂરજ આથમે ત્યાં સુધી મારી સાથે રમવા કબૂલ થાઓ, તો હું બધાને જમાડીશ.”
કોણ બોલે છે : ધનશ્યામ
કોને કહે છે : બાળમિત્રોને
કયારે કહે છે : જયારે બધા બાળમિત્રો ભૂખ્યા થયા અને ઝટઝટ ધરે જઇને જમવાનું વિચારવા લાગ્યા ત્યારે.
૯૧. “ હા, હા, અમે રમીશું.અમને કબૂલ છે.”
કોણ બોલે છે : બાળમિત્રો
કોને કહે છે : ધનશ્યામને
કયારે કહે છે : જયારે બધા બાળમિત્રો ભૂખ્યા થયા અને ઝટઝટ ધરે જઇને જમવાનું વિચારવા લાગ્યા ત્યારે ધનશ્યામે સુરજ આથમે ત્યાં સુધી રમશો તો અહીયા જમાડીશ તેમ કહ્યું ત્યારે.
૯૨. “ થોડી વારમાં જ મીઠાઈ આ રૂમાલમાં આવી જશે ચાલો, આપણે થોડી વાર મીન સરોવરમાં નાહી આવીએ.”
કોણ બોલે છે : ધનશ્યામ
કોને કહે છે : બાળમિત્રોને
કયારે કહે છે : જયારે ધનશ્યામે બાળમિત્રોને સુરજ આથમે ત્યાં સુધી રમશો તો અહીયા જમાડીશ તેમ કહ્યું અને બાળમિત્રો તે માટે તૈયાર થયા ત્યારે.
“ ચાલો બધા બહાર નીકળો, સાંજ પડી જશે મોડું થશે તો મોટાભાઈ વઢશે.”
કોણ બોલે છે : ધનશ્યામ
કોને કહે છે : બાળમિત્રોને
કયારે કહે છે : જયારે બાળમિત્રો નાહવા ગયા અને મોડું યયું ત્યારે.
૯૩. “ મીઠાઈ જમાડીશ એમ તમે અમને કહ્યું હતું તે ! લાવો મીઠાઈ, અમને બહુ ભૂખ લાગી છે.”
કોણ બોલે છે : વેણીરામ
કોને કહે છે : ધનશ્યામને
કયારે કહે છે : જયારે બઘા બાળકો પાણીમાંથી બહાર આવ્યા અને કપડાં પહેરી લીધા પછી.
૯૪. “ ચાલો, આંબાના ઝાડ પર ચઢીએ.” ત્યાં મીઠાઈ રાખી છે.”
કોણ બોલે છે : ધનશ્યામ
કોને કહે છે : વેણીરામ અને બાળમિત્રોને
કયારે કહે છે : જયારે વેણીરામે મીઠાઇ આપવા માટે ધનશ્યામને પૂછયું ત્યારે.
૨૯. હજારોને જમાડચા અને અભિમાન તોડયું
૯૫. “ અમે એક હજાર બાવાઓ છીએ અમે ખાંપા તળાવડીને કાંઠે ઊતર્યા છીએ, માટે અમને સારું સીધું આપો.”
કોણ બોલે છે : બાવાઓ
કોને કહે છે : ધર્મદેવને
કયારે કહે છે : જયારે બાવાઓ સીધું માગવા ગામમાં ગયા અને ત્યારે આટલા બધા બાવાઓને શીધું કેમ આપવું તે બીકથી મોતીભાઇ તરવાડી બીજે ગામ જતો રહ્યો ત્યારે.
૯૬. “ સાંભળો, મારા ધરમા હજાર બાવાઆ જમે એટલું અનાજ, ધી વગેરે નથી કહો તો સોએક માણસ માટેનું સીધું કાઢી આધું.” વળી, ધરમા અનાજ ખલાસ થવા આવ્યું છે, તો થોડું મારી પાસેથી લો, બાકીનું ગામમાથી ઉધરાવી લો.”
કોણ બોલે છે : ધર્મદેવ
કોને કહે છે : બાવાઓને
કયારે કહે છે : જયારે હજાર બાવાઆ ધર્મદેવના ધરે આવ્યા અને તેમના માટે સીધું માગ્યું ત્યારે.
૯૭. “ અમે કોઈને ધરે માગવા નહિ જઈએ આ ગામમા સૌથી મોટા સજજન તમે છો તમારે આપવું જ પડશે ખોટુ બોલશો નહિ, લાવો સીધું હમણાં તે હમણાં જ.”
કોણ બોલે છે : બાવાઓ
કોને કહે છે : ધર્મદેવને
કયારે કહે છે : જયારે ધર્મદેવે બાવાઓને કહ્યું કે અમારા ધરમાં હજાર બાવા જમે એટલું સીધું નથી સોએક માણસ જેટલું છે તો એટલું કાઢી આપીએ બીજું ગામમાંથી લઇ લો ત્યારે.
૯૮. “ શું છે પિતાજી ? તમે ચિંતાતુર શા માટે જણાઓ છો?”
કોણ બોલે છે : ધનશ્યામ
કોને કહે છે : ધર્મદેવને
કયારે કહે છે : જયારે બાવાઓએ ધર્મદેવને કહ્યું કે અમે બીજાના ધરે માગવા નહી જઇએ તમે જ અમને સીધુ આપો અને ધરમાં સીધું નહોતું ત્યારે.
૯૯. “ તમે ગભરાશો નહિ, આપણી કોઠીમાથી દાણા કાઢવા માડો.ખૂટશે નહિ”
કોણ બોલે છે : ધનશ્યામ
કોને કહે છે : ધર્મદેવને
કયારે કહે છે : ધર્મદેવને સીધું ખૂટી જવાની ચિંતા હતી ત્યારે
૧૦૦. “ પિતાજી ! મારે આ બાવો બેઠો છે એ વાધનું ચામડું જોઈએ છે.”
કોણ બોલે છે : ધનશ્યામ
કોને કહે છે : ધર્મદેવને
કયારે કહે છે : જયારે ધર્મદેવ અને ધનશ્યામ ફરતાં ફરતાં રાવટી પાસે આવ્યા અને તે બાવો ધર્મદેવ સાથે ચર્ચા કરવા લાગ્યો અને હાયોં અને ગાળો બોલવા લાગ્યો ત્યારે ધનશ્યામને થયું કે આને મારે પાઠ શીખવાડવો જોઇએ ત્યારે.
૧૦૧. “ કયા બોલતા હૈ છોકરા!”
કોણ બોલે છે : અભિમાની બાવો
કોને કહે છે : ધર્મદેવને
કયારે કહે છે : જયારે ધનશ્યામે ધર્મદેવ જોડે વાધનું ચામડું માગ્યું ત્યારેે.
૧૦૨. “ અમારા ધનશ્યામને આ ગામનું ચામડું જોઈએ છે.”
કોણ બોલે છે : ધર્મદેવ
કોને કહે છે : અભિમાની બાવાને
કયારે કહે છે : જયારે ધનશ્યામે ધર્મદેવ જોડે વાધનું ચામડું માગ્યું ત્યારેે બાવાએ ધર્મદેવેને પૂછયું કે છોકરો શું બોલે છે ત્યારે .
૧૦૩. “ તુમ કયા લેગા ?” ઇસકા તો તીનસો રૂપિયા પડેગા.”
કોણ બોલે છે : અભિમાની બાવો
કોને કહે છે : ધર્મદેવને
કયારે કહે છે : જયારે ધનશ્યામે ધર્મદેવ જોડે વાધનું ચામડું માગ્યું એ વાત ધર્મદેવે તે બાવાને કીધી ત્યારેે.
૧૦૪. “ ડરશો નહિ, કોઈને વાધ મારશે નહિ આ તો અભિમાની બાવાનું અભિમાન તોડવા અમે વાધ ઉત્પન કર્યો છે.”
કોણ બોલે છે : ધનશ્યામને
કોને કહે છે : બાવાઓને
કયારે કહે છે : જયારે ચામડામાંથી વાધ બની ગયો અને બધા બાવાઓ પણ બધંુ ત્યાં જ મૂકીને ભાગવા લાગ્યા ત્યારે
૧૦૫. “ અમારી ભૂલ થઈ છે તમે ભગવાન છો અમે તમારું અને તમારા પિતાશ્રીનું અપમાન કર્યું, માટે અમને માફ કરો.”
કોણ બોલે છે : બાવાઓ
કોને કહે છે : ધનશ્યામને
કયારે કહે છે : જયારે વાધને જોઇને બધા બાવાઓ ડરી ગયા અને ધનશ્યામે કહ્યું કે
ડરશો નહિ મે અભિમાન તોડવા જ વાધને ઉતપન્ન કર્યો છે ત્યારે.
૩૦. લક્ષ્મીબાઈને ચમત્કાર
૧૦૬. “ આજે તો ચોરને પકડીને બાંધ્યો છે રોજ આવીને ચોરી કરીને ખાય છે ચાલો
બતાવું, તમારો ઘનશ્યામ કેવો
ડાહ્યો છે.”
કોણ બોલે છે : લક્ષ્મીબાઇ
કોને કહે છે : ભકિતમાતાને
કયારે કહે છે : જયારે એકદિવસ ધનશ્યામ અને વેણીરામને દહીં ખાતા જોયા ત્યારે
તેમણે વેણીરામને જવા દીધો અને ધનશ્યામને પકડીને બાંધી દીધા પછી.
0 comments