વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.
૨૧.
૫૩. શાસ્ત્ર સંબંધી વિધા તો તમે ભણ્યા છો અને બ્રહૃમવિધા પણ મે તમને પૂરી
ભણાવી છે.હવે કાંઇ અધુરૂ નથી.માટે હવે તો જેમ તમને સુખિયા રહેતા આવડે છે તેમ
બીજાને સુખિયા કરશો.’
કોણ બોલે છે ? :- પ્રાગજીભકત
કોને કહે છે ? :- યજ્ઞપુરૂષદાસજીને
કયારે કહે છે ? :- જયારે રાજકોટમાં
યજ્ઞપુરૂષદાસજીને વિધાઅભ્યાસ અંગે પૂછયું ત્યારે આર્શીવાદ આપતાં.
૫૪. ।તમે શોક ન કરશો હું ધામમાં જઇશ ત્યારે છેલ્લી સેવા માટે તમને બોલાવીશ.’
કોણ બોલે છે ? :- જાગાભકત
કોને કહે છે ? :- યજ્ઞપુરૂષદાસજીને
કયારે કહે છે ? :- જયારે ભગતજી ધામમાં
ગયા તયારે તેમણી છેલ્લી સેવામાં યજ્ઞપુરૂષદાસ ના જઇ શખયા તેનો શોક તેમણે થયો
ત્યારે
૫૫. આમ ઉદાસ કેમ થયા છો?હું કાંઇ ગયો છું?હું તો તમારામાં અખંડ રહયો છું.’
કોણ બોલે છે ? :- પ્રાગજીભકત
કોને કહે છે ? :- યજ્ઞપુરૂષદાસજીને
કયારે કહે છે ? :- જયારે પ્રાગજી ભકત ધામમાં ગયા
ત્યારે યજ્ઞપુરૂષદાસ ઉદાસ થઇ ગયા ત્યારે દિવ્ય દેહે દર્શન આપીને કહયું.
૫૬. આવ્યા ને?બહું રાહ જોવરાવી.’
કોણ બોલે છે ? :- જાગાભકત
કોને કહે છે ? :- યજ્ઞપુરૂષદાસજીને
કયારે કહે છે ? :- જયારે તેમનો અંતિમ સમય હતો ત્યારે
૫૭. મે તમને કહયું હતું ને કે મારી
છેલ્લી સેવા માટે હું તમને બોલાવીશ.હવે તો ધામમાં જવું છે તેથી તમને બોલાવ્યા
છે.અમારૂ કામ પુરૂ થયું છે.તમે કામ શરૂ કરજો.અક્ષરપુરષોત્તમની નિષ્ઠા
પ્રર્વતાવજો.મહારાજ-સ્વામી તમારા કામમાં ભળશે.’
કોણ બોલે છે ? :- જાગાભકત
કોને કહે છે ? :- યજ્ઞપુરૂષદાસજીને
કયારે કહે છે ? :- જયારે તેમનો અંતિમ સમય
હતો ત્યારે
૨૨.
૫૮. તમે તો ગુણાતીતાનંદ સ્વામીની નિષ્ઠાવાળા છો અને મોટાના કૃપાપાત્ર છો તો
સ્વામી અને મહારાજની મૂર્તિઓ સાથે પધરાવો.અમારે ગોંડલમાં પધરાવવી હતી,પણ તે બની શકયું નહી.’
કોણ બોલે છે ? :- કેશવજીવનદાસજી
કોને કહે છે ? :- યજ્ઞપુરૂષદાસજીને
કયારે કહે છે ? :- જયારે યજ્ઞપુરૂષદાસજી પંચતીથી
કરતાં જૂનાગઢ આવ્યા ત્યારે
૫૯. ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય અને
મોટા સદગુરૂ બાળમુકુંદદાસજી કહે તો એ કામ કરૂં.’
કોણ બોલે છે ? :- યજ્ઞપુરૂષદાસજી
કોને કહે છે ? :- કેશવજીવનદાસજીને
કયારે કહે છે ? :- જયારે કેશવજીવનદાસજીએ
યજ્ઞપુરૂષદાસજીને ગોંડલમાં મહારાજ સ્વામીની મૂર્તિઓ પધરાવવા કહયું ત્યારે
૬૦. અમારે એક પૈસાનું પત્તું જોઇએ તો
કોઠારમાં માગવું પડે.તો લાખો રૂપિયાના મંદિર કેમ થાય?
કોણ બોલે છે ? :- યજ્ઞપુરૂષદાસજી
કોને કહે છે ? :- જાગાભકતને
કયારે કહે છે ? :- જયારે જાગાભકતએ
યજ્ઞપુરૂષદાસજીને મહારાજ સ્વામીની મૂર્તિઓ શિખરબધ્ધ મંદિરમાં પધરાવવા કહયું ત્યારે
૨૩.
૬૧. તમે સાધુઓના નામ આપો એટલે તેમને
પકડી લઉં.’
કોણ બોલે છે ? :- ફોજદાર
કોને કહે છે ? :- યજ્ઞપુરૂષદાસજીને
કયારે કહે છે ? :- જયારે વડોદરામાં સાધુઓએ બંગલો
બાળવાનો
પ્રયત્ન કર્યો ત્યારે
૬૨. નિશાચરો પાપીઓ હવે તો ઊંધવા દો.’
કોણ બોલે છે ? :- દ્રેષી સાધુઓ
કોને કહે છે ? :- સભાજનોને
કયારે કહે છે ? :- જયારે વડોદરામાં યજ્ઞપુરુષદાસ
શાસ્ત્રી સંત-અસંતના લક્ષણો કહેતા હતા ત્યારે.
૬૩. મંદિરના બારણા ખોલો,નહી તો હું તોડીને
અંદર આવીશ.’
કોણ બોલે છે ? :- ફોજદાર
કોને કહે છે ? :- દ્રેષી સાધુઓને
કયારે કહે છે ? :- જયારે વડોદરામાં સાધુઓએ બંગલો
બાળવાનો પ્રયત્ન કરતા હતાં ત્યારે
૬૪. અમારે કોઇની સામે ફરિયાદ કરવી નથી ,અમારે કોઇ પણ વેર
નથી.માટે તમે કંઇ પગલાં લેશો નહિ.’
કોણ બોલે છે ? :- યજ્ઞપુરૂષદાસજી
કોને કહે છે ? :- ફોજદારને
કયારે કહે છે ? :- જયારે વડોદરામાં સાધુઓએ બંગલો
બાળવાનો
પ્રયત્ન કર્યો ત્યારે
૨૪.
૬૫. મૂર્તિઓની કિંમત અમે આપીશું,તેથી મૂર્તિઓ કરાવવાં જયપુર જવાનું
થાય ત્યારે અમારો માણસ જયપુર આવશે અને અમારા નકશા પ્રમાણે મૂર્તિઓ કરાવશે.
કોણ બોલે છે ? :- યજ્ઞપુરૂષદાસજી
કોને કહે છે ? :- નિર્મલદાસજીને
કયારે કહે છે ? :- જયારે વઢવાણનું મંદિર બની જવા
આવ્યું ત્યારે
૬૬. અહીંના સાધુઓ તો તમારૂ મૂળ ઉખેડી નાખવા તૈયાર થયા છે.તેમનાથી તમારો પ્રતાપ
સહન નથી થતો.તમે જયાં જાઓ છો ત્યાં સમૈયા થાય છે,હજારો માણસ તમારામાં ખેંચાય છે,તે તેમનાથી જોવાતું નથી.તેથી આ બધુ
ઓછું કરો તો ઠીક.’
કોણ બોલે છે ? :- ગોરધનભાઇ કોઠારી
કોને કહે છે ? :- યજ્ઞપુરૂષદાસજીને
કયારે કહે છે ? :- જયારે
યજ્ઞપુરૂષદાસજીનો મહિમા વધતો હતો ત્યારે સૌ પાછા પાડવાનું વિચારતા હતા ત્યારે
૬૭. અમે ભેગા થઇ કથાવાર્તા,ભજન,સ્મરણ કરીએ છીએ.તેમ કરતાં લોકો તણાય કે પ્રતાપ દેખાય તો તે
શ્રીજી મહારાજનું કર્તવ્ય છે.અમે સત્સંગની પ્રથા વિરૂધ્ધ કશું કરતા નથી,તમારે ખાતરી કરવી હોય તો હવે પછી
કથા વરતાલમાં જ રહીને કરીએ.’
કોણ બોલે છે ? :- યજ્ઞપુરૂષદાસજી
કોને કહે છે ? :- ગોરધનભાઇ કોઠારીને
કયારે કહે છે ? :- જયારે
યજ્ઞપુરૂષદાસજીનો મહિમા વધતો હતો ત્યારે સૌ પાછા પાડવાનું વિચારતા હતા ત્યારે
૨૫.
૬૮. શ્રીજી કરે તે ખરૂં.’
કોણ બોલે છે ? :- ગોરધનભાઇ કોઠારી
કોને કહે છે ? :- યજ્ઞપુરૂષદાસજીને
કયારે કહે છે ? :- જયારે
યજ્ઞપુરૂષદાસજીના પ્રતાપથી અક્ષરપુરષોતમ મહારાજ વઢવાણમાં બિરાજયા ત્યારે
૬૯. આ કાર્ય શ્રીજીએ જ કર્યુ છે.’
કોણ બોલે છે ? :- યજ્ઞપુરૂષદાસજી
કોને કહે છે ? :- ગોરધનભાઇ કોઠારીને
કયારે કહે છે ? :- જયારે
યજ્ઞપુરૂષદાસજીના પ્રતાપથી અક્ષરપુરષોતમ મહારાજ વઢવાણમાં બિરાજયા ત્યારે
૭૦. બે-ત્ર ણ વર્ષમાં થશે અને તમે જોશો.’
કોણ બોલે છે ? :- યજ્ઞપુરૂષદાસજી
કોને કહે છે ? :- હરિભકતોને
કયારે કહે છે ? :- જયારે બોચાસણમાં
મહારાજની પ્રસાદીના રામ-લક્ષ્મણ પધરાવ્યા ત્યારે
૨૬.
૭૧. તમારી મરજી અને આજ્ઞા હોય તો હિંમત છે.’
કોણ બોલે છે ? :- ગલાભાઇ
કોને કહે છે ? :- યજ્ઞપુરૂષદાસજીને
કયારે કહે છે ? :-વરતાલની સભામાં અક્ષરપુરષોતમની જય
બોલાવવાની યજ્ઞપુરૂષદાસજીએ આજ્ઞા કરી ત્યારે
૭૨. આવ સાધુતાના ગુણે યુકત સંતની પાછળ
હલકા આક્ષેપ કરતાં તમને શરમ નથી આવતી ?
આવા
સાધુતાના ગુણે યુકત સંતની પાછળ પડયા છો.’
કોણ બોલે છે ? :- કાળિદાસ
કોને કહે છે ? :- ભીમજીભાઇને
કયારે કહે છે ? :-વરતાલની સભામાં અક્ષરપુરષોતમની જય
બોલ્યા પછી બપોરે સભા થઇ ત્યારે યજ્ઞપુરૂષદાસજી વિરૂધ્ધ ભીમજીભાઇ બોલ્યા ત્યારે
૨૭.
૭૩. વરતાલના બે હજાર સાધુઓમાં
શાસ્ત્રી યજ્ઞપુુરૂષદાસજી જેવો સર્વ પ્રકારે ધન-સ્ત્રીનો ત્યાગી મે હજુ સુધી કોઇ
દીઠો નથી.તેની વાતો મને સાકરના કટકા જેવી મીઠી લાગે છે.તેથી હું અહી આવું છું.’
કોણ બોલે છે ? :- ગોરધનભાઇ કોઠારી
કોને કહે છે ? :- ખુશાલભગતને
કયારે કહે છે ? :- જયારે તેમણે
ગોરધનભાઇને યજ્ઞપુરૂષદાસની કથામાં કેમ જાવ છો તેમ પૂછયું ત્યારે.
૨૮.
૭૪. તમે ભંડારે જમવા જશો નહિ.’
કોણ બોલે છે ? :- હરિભકતો
કોને કહે છે ? :- યજ્ઞપુરૂષદાસજીને
કયારે કહે છે ? :- જયારે સોને ખબર પડી કે દ્વેષીઓ
સ્વામીશ્રીને મારવાના પ્રયત્નો કરે છે ત્યારે.
૭૫. સાધુને તો હંમેશા ભંડારે જમવા
જવું જોઇએ.’
કોણ બોલે છે ? :- યજ્ઞપુરૂષદાસજી
કોને કહે છે ? :- હરિભકતોને
કયારે કહે છે ? :- જયારે સૌ હરિભકતોએ સ્વામીશ્રીને
ભંડારે જમવા જવાની ના પાડી ત્યારે
૭૬. મને કંઇ જ થશે નહી.તમે કંઇ ચિંતા
કરશો નહી.’
કોણ બોલે છે ? :- યજ્ઞપુરૂષદાસજી
કોને કહે છે ? :- હરિભકતોને
કયારે કહે છે ? :- જયારે
યજ્ઞપુરૂષદાસજીને દ્રેષીઓ ધ્વારા ખીચડીમાં ઝેર આપવામાં આવ્યું ત્યારે
૨૯.
૭૭. દેહ ભલે પડે પણ છૂટા થવાની વાત જ કરશો નહિ.અને ભગતજી મહારાજે મને કહયું છે
કે તમારા કટકા કરી નાખશે તો હું સાંધી દઇશ;પણ વરતાલનો દરવાજો
છોડશો નહી.’
કોણ બોલે છે ? :- યજ્ઞપુરૂષદાસજી
કોને કહે છે ? :- હરિભકતોને
કયારે કહે છે ? :- જયારે યજ્ઞપુરૂષદાસજીને સૌએ વરતાલ
છોડવા અંગે કહયું ત્યારે
૭૯. તમે કહો છો તે સાચું,પણ શ્રીજી મહારાજે દેશકાળ અનુંસાર
વર્તવાની આજ્ઞા કરી છે.માટે આપે અહીં રહેવું જ નહી.’
કોણ બોલે છે ? :- કૃષ્ણજીઅદા
કોને કહે છે ? :- યજ્ઞપુરૂષદાસજીને
કયારે કહે છે ? :- વરતાલ છોડવા અંગે સમજાવતાં સમયે.
૮૦. આપ બોલ્યા તે સાક્ષાત્રભગતજી
બોલ્યા તેમ હું જાણું છું.માટે આપની ઇચ્છા પ્રમાણે કરીશ.’
કોણ બોલે છે ? :- યજ્ઞપુરૂષદાસજી
કોને કહે છે ? :- કૃષ્ણજીઅદાને
કયારે કહે છે ? :- વરતાલ છોડવા અંગે કૃષ્ણજીઅદાએ
સમજાવ્યું ત્યારે.
૮૧. એને કોણ ચિઠ્ઠી આપે?
બધો
દેશ પડયો છે,જયાં જવું હોય ત્યાં
જાય.’
કોણ બોલે છે ? :- આચાર્ય લક્ષ્મીપ્રસાદજી મહારાજ
કોને કહે છે ? :- હરિભકતોને
કયારે કહે છે ? :- જયારે સૌ ચીઠ્ઠી લેવા
તેમણી પાસે ગયા ત્યારે.
૩૦.
૮૨. હે મહારાજ ! અમારે તો જુદા પડવાનો
સંકલ્પ જ નથી,પણ જો આપ અમને અહીંથી
જુદા પાડતા હો તો આપ અમારી સહાયમાં રહેજો અને અખંડ ભેગા રહેજો.’
કોણ બોલે છે ? :- યજ્ઞપુરૂષદાસજી
કોને કહે છે ? :- વડતાલના હરિકૃષ્ણ
મહારાજને
કયારે કહે છે ? :- જયારે યજ્ઞપુરૂષદાસજી અને બીજા
સંતો વરતાલથી નીકળતા હતાં ત્યારે
૮૩. સ્વામી તમને જે જે ઉપાધિ કરતા હોય
તેનાં નામ આપો.તો હું તેમને નડિયાદની જેલ ભેગા કરી દઉં.’
કોણ બોલે છે ? :- કિશોરભાઇ પટેલ
કોને કહે છે ? :- યજ્ઞપુરૂષદાસજીને
કયારે કહે છે ? :- જયારે સ્વામીશ્રીને વરતાલથી
નીકળવું પડયુ ત્યારે.
૮૪. આપણે એવું કાંઇ કરવું નથી.આપણે તો
સાધુના ધર્મ પ્રમાણે અપમાનો સહન કરીને પણ સત્સંગ કરાવવો છે.’
કોણ બોલે છે ? :- યજ્ઞપુરૂષદાસજી
કોને કહે છે ? :- કિશોરભાઇ પટેલને
કયારે કહે છે ? :- જયારે તેમણે સ્વામીશ્રીને કહયું કે
જે ઉપાધિ કરતાં હોય તેમના નામ આપો હું તેમણે જેલ ભેગા કરી દઉ ત્યારે.
0 comments