૮૯. સોરઠની ભૂમિમાં નાધેર પ્રદેશમાં આવેલું નાનકડું પંચાળા ગામ.સિÚરાજ જયસિંહના વંશજ સોલંકી વાધેલા રાજપૂત ઠાકોર મનુભાના કુમાર એ જ ઝીણાભાઇ.સંવત ૧૮૪૮માં તેમનો જન્મ.ઠાકોર રામાનંદ સ્વામીના શિષ્ય.સંવત ૧૮૫૮ના શ્રાવણ માસમાં રામાનંદ સ્વામી નીલકંઠવર્ણી સાથે પંચાળા પઘાર્યા.ઠાકોરના દરબારમાં પધરામણી કરી.ઝીણાભાઇને પ્રથમ આર્શીવાદ આપ્યા.
૯૦. રામાનંદ સ્વામીના અક્ષરવાસ પછી શ્રીજી મહારાજના અદભુત ચમત્કારો જોઇને ઝીણાભાઇને મહારાજને વિશે અત્યંત ભાવ થયો.માતુશ્રી ગંગાબા અને બહેન અદીબા પણ મહારાજના પરમ ભકત બન્યાં.
૯૧. પોતાની આવકનો ઘણો ખરો હિસ્સો ઝીણાભાઇ સત્સંગસેવામાં વાપરતા.હરિભકતોને પણ મદદ કરતાં.
૯૨. મહારાજને પણ સંતો તથા હરિભકતો સાથે વર્ષમાં એક વાર તો પંચાળા તેડાવતા જ ઉત્સવ,સમૈયા ઊજવતા.
૯૩. અગણોતરો કાળ પડવાનો હતો ત્યારે મહારાજે સૌ હરિભકતોને અગાઉથી ચેતવ્યા હતા.ઝીણાભાઇને પણ મહારાજે કહ્યું હતું.મહારાજની આજ્ઞા થતાં ઝીણાભાઇએ ઢોરઢાંખર વગેરે વેચી દીઘાં.અનાજ ભેળું કર્યુ.દુષ્કાળમાં હરિભકતો તથા ગરીબ મનુષ્યોને પુષ્કળ અનાજ આપ્યું. ષરોપકાર કર્યો છતાં નફો ઘણો થયો.તેમાથી મહારાજની આજ્ઞા પ્રમાણે ઘણી સેવા કરી.વળી મહારાજને વિનંતી કરી પચાસ સંતો પોતાને ત્યાં રાખ્યા.સેવા કરી.સંત સમાગમનો લાભ લીધો.
૯૪. વ્યવહારમાં પણ ઝીણાભાઇ કુશળ હતાં.તેથી મોટા યજ્ઞયાગમાં,ઉત્સવ સમૈયામાં મહારાજની આજ્ઞા મળતા પહોચી જતા.
૯૫. પોતે નિયમઘર્મમાં કડક,તેથી ઘર્મ સંબંધી મોળપ સહન કરી શકતા નહિ.હરિભકતોને વર્તમાનમાં ફેર પડયો હોય તો મહારાજ એમના દ્વારા સૌને ઠપકો અપાવતા.
૯૬. ઝીણાભાઇનો અતિભાવ જોઇને સંવત ૧૮૭૯માં મહારાજે પંચાળામાં ફૂલદોલનો મહોત્સવ ખૂબ જ ઘામધૂમથી ઊજવ્યો.
૯૭. પૂર્ણિમાંની રાત્રે મહારાજ ભકતમંડળી સાથે ગામ બહાર વિશાળ ચોકમાં પધાર્યા.મહારાજે જરિયાની વસ્ત્રો,અલંકારો ધારણ કર્યા હતા.ભકતોને સુખ આપવા,મહારાજે કરુણા કરીને રાસ રમવાનું ગોઠવ્યું.નવ કુંડાળાની રચના કરી અંદરના ભાગમાં સંતો,પછી પાર્ષદો અને છેવટે હરિભકતો.
૯૮. છેવટે રાત્રિના બે વાગ્યે મહારાજે રાસની પૂર્ણાહુતી કરી.
૯૯. અહી આગળ જ(પંચાળામાં) મહારાજે સંતોને નવીન આજ્ઞા કરી.દેશકાળ સુધાર્યા હતા,તેથી મહારાજે સંતોને શિકા તથા સૂત્ર ધારણ કરાવ્યા.પૂજા આપી.પોતાના અનન્ય ભકત ગુણાતીતાનંદ સ્વામીના કપાળમાં ગોપીચંદનનું તિલક અને કંકુનો ચાંદલો કર્યો.
૧૦૦. ઝીણાભાઇને સત્સંગનો ખપ બહું.મહારાજના સમાગમ સારુ ઝીણાભાઇએ ગઢડાને અધવારું કર્યુ.એટલે અડધો સમય પંચાળે રહેતા અને અડધો સમય ગઢડે રહેતા.એકવાર ગઢડે આવ્યા નવ માસ રહ્યા,ઘેરથી તેડાવવાના કાગળો આવવા લાગ્યા.પરંતુ ઝીણાભાઇ પોતાની પથારી નીચે તે કાગળો મૂકી દેતા,વાંચતા નહી.
૧૦૧. એક વખત ઝીણાભાઇ કામપ્રસંગે માંગરોળ ગયા.અહી ખબર પડી કે કમળશી વાઝાં બહુ બીમાર છે.
૧૦૨. કમળશી વાઝાં મહારાજના એકાંતિક ભકત હતા.
૧૦૩. (કમળશી વાઝાંને ઉપાડવા) મજૂર ત્રણ જ હતા.તેથી ચોથો પાયો ઝીણાભાઇએ જાતે ઉપાડયો.એક હાથે ઘોડીની સરક ઝાલી.
૧૦૪. ઝીણાભાઇએ પોતાના જ ઓરડામાં ભગતનો ખાટલો મૂકાવ્યો.પોતે દિવસ રાત પંડથીયે ઝાઝી ભગતની સેવા કરે.માથું દાબે,પગ દાબે,લૂંગડાં ધોઇ નાખે,પાસે બેસીને ખવરાવે.
૧૦૫. ઝીણાભાઇએ બહેન પાસે તીખાં માગ્યા.
૧૦૬. ઝીણાભાઇને રીસ ચડી ને તીખાંનો વાટકો ફળિયામાં ફેકયો.અદીબા જોડે એમણે અબોલા લીધા.
૧૦૭. વાંઝા જેવી ઉતરતી જાતિના કમળશી ભગત.એનો ખાટલો ઝીણાભાઇએ મહિમા સમજીને ઊપાડયો.આ વાતની ખબર મહારાજને ગઢડા પડી.તે પોતે પંચાળા પધાર્યા.ઝીણાભાઇને સાત વખત ભેટયા.
૧૦૮. ઝીણાભાઇની દેહક્રિયા કરવા સૌ ચાલ્યા.ત્યારે મહારાજે એમની નનામી ઉપાડી.શેરી બહાર નીકળ્યા.
૧૦૯. ઇચ્છારામભાઇ ઘામમાં પઘાર્યા ત્યારે મહારાજે એમના દેહનો ખભો નહોતો આપ્યો.એટલે મુકતાનંદ સ્વામીએ મહારાજને આ વાતનો ખુલાસો પૂછયો.
૧૧૦. સંવત ૧૮૮૩ના મહા વદ ૧૦ને દિવસે જૂનાગઢમાં ઝીણાભાઇ ઘામમાં ગયા.
૧૧૧. સર્વમંગળ સ્ત્રોતમાં મહારાજના હજાર નામ છે.ઝીણાભાઇનું
નામ પણ મહારાજ સાથે જોડવામાં આવ્યું છે. “ હેમન્તાર્ચાસ્તુતિપ્રીતાય નમ:”
0 comments