વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.
૧૧.આત્માનંદ સ્વામી
૨૩. “લે,
તેરા ખાજ હૈ”
કોણ બોલે છે: આત્માનંદ
સ્વામી
કોને કહે છે : કીડાને
કયારે કહે છે:
સ્વામીના આખા શરીરમાં વાળ હતા તેઓ દેહનો અનાદર રાખતા આથી આખા શરીરમાં જીવડાં પડી
ગયાં હતા. પછી કોઈ જીવડું બહાર પડી જાય તો તેઓ તેને પાછું શરીરમાં નાખતા ત્યારે
૨૪. “મારું નામ
આત્માનંદ છે તે આજ સાર્થક કરું,”
કોણ બોલે છે: આત્માનંદ
સ્વામી
કોને કહે છે : સ્વગત
કયારે કહે છે: એક વખત
તેમને આખા શરીરે ખસ થઈ હતી, અને એક ગામથી
બીજે ગામ જવાનું હતું
માટે ગાડું નક્કી કર્યું પણે ગાડાવાળો ઠેઠ સુધી આવવા તેયાર થયો નહિ ત્યારે
૨૫. “તમારા બાપે આંખે
પાટા બંધાવીને ઘૂમટા કઢાવ્યા અને તમે સ્ત્રીઓની વરચે સાધુઓને ઊભા રાખો છો ખુરશીઓ
કઢાવી નખાવો તો પધરામણીમાં આવીએ“
કોણ બોલે છે: આત્માનંદ
સ્વામી
કોને કહે છે :
આચાર્યશ્રી રઘુવીરજી મહારાજને
કયારે કહે છે:
આચાર્યશ્રી રઘુવીરજી મહારાજ સાથે એક વખત તેઓ નડિયાદ પધાર્યા. અહી પધરામણીમાં એક
હરિભકતને ઘેર, મોટા
સંતો માટે ખુરશી ગોઠવી હતી તે ભાઈસ્વામીને ગમ્યું નહિ આથી બીજે દિવસે તેમણે
પધરામણીમાં જવાની ના પાડી ત્યારે
૨૬. “મહારાજ તમને કેમ
તેડી જતા નથી
કોણ બોલે છે:
ગુણાતીતાનંદ સ્વામી
કોને કહે છે :
આત્માનંદ સ્વામીને
કયારે કહે છે: વાગડ
પાસે અણિયાળીમાં ભાઈસ્વામી બિરાજતા હતા. તેમને હવે ૧૧૬ વર્ષ થયાં હતાં ત્યારે
૨૭. “મને પણ એ જ વિચાર
આવે છે કે મારે શું કસર છે ?”
કોણ બોલે છે: આત્માનંદ
સ્વામી
કોને કહે છે :
ગુણાતીતાનંદ સ્વામીને
કયારે કહે છે: જયારે
ગુણાતીતાનંદ સ્વામીએ પૂછયું કે મહારાજ તમને કેમ તેડી નથી જતા ત્યારે એના
પ્રત્યુતરમાં
૨૮. “આજે સુધી હું
મહારાજને અવતાર જેવા સમજતો હતો. આજે તમારી વાતોથી મહારાજનું સર્વોપરી સ્વરૂપ
સમજાયું.”
કોણ બોલે છે: આત્માનંદ
સ્વામી
કોને કહે છે :
ગુણાતીતાનંદ સ્વામીને
કયારે કહે છે:
ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજનો સર્વોપરી મહિમા ભાઈસ્વામીને સમજાવ્યો ત્યારે.
૧૨.બોચાસણના કાશીદાસ
૨૯. “કોઈ કષ્ટવેઠીને
કાશીની જાત્રાએ જાય પણ ગંગાજીનું પાણી ડહોળું જોઈને તેમા સ્નાન ન કરે કે પાણી ન
પીએ તો તેને કેવો જાણવો?”
કોણ બોલે છે: શ્રીજી
મહારાજ
કોને કહે છે :
સભાજનોને
કયારે કહે છે: જયારે
કાશીદાસે મહારાજે પાસે વર્તમાન ધરાવ્યા અને દંઢ આશ્રિત થયા એક વખત મહારાજે લોયા
ગામમાં સુરાખાચરને ત્યાં શાકોત્સવ કર્યો દેશોદેશથી હરિભકતોને તેડાવ્યા કાશીદાસ પણ
સંધ સાથે આવી પહોંચ્યા અહી મહારાજે જાતે શાક બનાવે હળદરવાળા હાથ ધોતિયે લૂછે. વળી
પરસેવે રેબઝેબ. આવું મનુષ્પચરિત્ર જોઈ કાશીદાસની સાથે આવેલા મુમુક્ષુઓનાં
મનમાં સંશય થયો ત્યારે
૩૦. “હજી તમાંકુ ખપીં
નથી ઉધરાણી પણ બાકી છે.”
કોણ બોલે છે: કાશીદાસ
મોટા
કોને કહે છે :
મહારાજને
કયારે કહે છે: કાશીદાસ
તમાકુનો વેપાર પણ કરતા તમાકુનાં ગાડાં ભરી તેઓ ગઢડે વેચવા જતા ગઢડામાં રહે તે
મહારાજનો સમાગમ કરે મહારાજ ધરે જવાની આજ્ઞા કરે ત્યારે
૩૧. 'અહીં નાહ્યા-ધોયા વગર પૂજાપાઠ કેમ થશે ?
જમાંશે કેમ ? વળી ગઢપુરમાં સમૈયો છે તે મહારાજના દર્શન પણ નહિ થાય !”
કોણ બોલે છે: કાશીદાસ
મોટા
કોને કહે છે : સ્વગત
કયારે કહે છે: તમાકુના
વેપારમાં એક વાર તેમને ધણી ખોટ ગઈ લેણદારોએ સરકારમાં ફરિયાદ કરી ખેડાની કોર્ટમાં
દાવો ચાલ્યો નાણાં ભરપાઈ ન થાય તો છ માંસની કેદ ભોગવવા કોર્ટે ચુકાદો આપ્યો પૈસા
આપવાની સ્થિતિ રહી ન હતી. આથી ખેડાની જેલમાં કાશીદાસને જવું પડયું ત્યારે
૩૨. “કાશીદાસ મોટાનું
ધર સળગ્યું હતું તે અમે ઓલવવા ગયા હતા.”
કોણ બોલે છે: શ્રીજી
મહારાજ
કોને કહે છે :
હરિભકતોને
કયારે કહે છે: એક વાર
કાશીદાસની હવેલી બળી ત્યારે પણ મહારાજે તેમની રક્ષા કરી મહારાજ ગઢપુરમાં બિરાજતા
હતા ને પોતાના હાથ ધસવા લાગ્યા થોડી વારમાં મહારાજના હાથમાં ફોલ્લા પડી ગયા બધાએ
પૂછ્યું કે આ શું થયુ? ત્યારે
૩૩. “અહીં તો અમે
અમારા અક્ષરધામ સહિત બિરાજશું.”
કોણ બોલે છે: શ્રીજી
મહારાજ
કોને કહે છે : કાશીદાસ
મોટાને
કયારે કહે છે: જયારે
મહારાજે વરતાલમાં મદિર કરવાનો આરંભ કર્યો, અને સંતોને વડોદરા અમીચંદ શેઠને ત્યા લક્ષ્મીનારાયણની
મૂર્તિઓ લેવા મોકલ્યા. આ મૂર્તિ લઈને સંતો આવતા હતા ત્યારે ભાલેજ પાસે પુષ્કળ
વરસાદ પડયો અને ગાડું ખૂત્યું. પછી બોચાસણથી માણસો બોલાવ્યા અને ગાડું કાઢી
મૂર્તિઓ બોચાસણ કાશીદાસને ત્યાં મૂકી વરતાલમાં પ્રતિષ્ઠા પ્રસંગે મહારાજ મૂર્તિ
લેવા સ્વયં બોચાસણ પધાર્વા. નાનીબાએ મહારાજને કંસાર કરી જમાડયાા અને આ મૂર્તિઓ
બોચાસણમાં જ મંદિર કરી પધરાવવા વિનંતી કરી ત્યારે મહારાજે કાશીદાસનો હાથ પકડીને
કોલ આપ્યો ત્યારે
૧૪. ભુજનાં લાધીબાઈ
૩૪. “સહજાનંદ સ્વામી
પધાર્યા છે અને આપને દર્શન કરવા બોલાવે છે.”
કોણ બોલે છે: એક
હરિભકત
કોને કહે છે :
લાધીબાઈને
કયારે કહે છે: ભુજનાં
લાધીબાઈ રામાનંદ સ્વામીનાં શિષ્ય રામાનંદ સ્વામી ધામમાં પધાર્યા બાદ શ્રીજીમહારાજ
ભુજ પધાર્યા ત્યારે મહારાજે લાધીબાઈને બોલાવવા એક હરિભકતને મોકલ્યા
૩૫. “સ્વામી તો એક
રામાનંદ જ માટે મારે દર્શને નથી આવવું.”
કોણ બોલે છે: લાધીબાઈ
કોને કહે છે : એક
હરિભકતને
કયારે કહે છે: ભુજનાં
લાધીબાઈ રામાનંદ સ્વામીનાં શિષ્ય રામાનંદ સ્વામી ધામમાં પધાર્યા બાદ શ્રીજીમહારાજ
ભુજ પધાર્યા ત્યારે મહારાજે લાધીબાઈને બોલાવવા એક હરિભકતને મોકલ્યા અને તે હરિભકતે
તેમણે કહ્યું કે સહજાનંદ સ્વામી પધાર્યા છે અને આપને દર્શન કરવા બોલાવે છે ત્યારે
૩૬. “તમો રામાનંદ
સ્વામીંનાં શિષ્ય છો અને અમો પણ રામાનંદ સ્વામીના શિષ્ય છીએ એટલે આપણે ગુરુભાઈ
છીએ.માટે મળવા આવો.”
કોણ બોલે છે: શ્રીજી
મહારાજ
કોને કહે છે :
લાધીબાઈને
કયારે કહે છે: રામાનંદ
સ્વામીનાં શિષ્ય રામાનંદ સ્વામી ધામમાં પધાર્યા બાદ શ્રીજીમહારાજ ભુજ પધાર્યા
ત્યારે મહારાજે લાધીબાઈને બોલાવવા એક હરિભકતને મોકલ્યા અને તે હરિભકતે તેમણે
કહ્યું કે સહજાનંદ સ્વામી પધાર્યા છે અને આપને દર્શન કરવા બોલાવે છે ત્યારે
લાધીબાઇએ ના પાડી ત્યારે
૩૭. “અમે તો રોટલો ને
મરચાંનો ગોળો જમીએ છીએ.”
કોણ બોલે છે: શ્રીજી
મહારાજ
કોને કહે છે :
લાધીબાઈને
કયારે કહે છે: એક વાર
લાધીબાઈએ મહારાજને જમવાનું આમંત્રણ આપ્યું ત્યારે
૩૮. “મહારાજને તોછડે
વચને તું કેમ બોલાવે છે?તારે ઘેર થાળ જમે છે તે જ આ સિંહાસન ઉપર બિરાજમાન છે એ જ પુરુષોત્તમ નારાયણ છે
અને સર્વ અવતારના કારણ છે ગંગારામ મલ્લ અને સુંદરજી સુતારને પણ આ વાત કરજે.”
કોણ બોલે છે: રામાનંદ
સ્વામી
કોને કહે છે :
લાધીબાઈને
કયારે કહે છે: એકવાર
લાધીબાઈએ મહારાજને જમાડવા બોલાવ્યા અને જમવા સારુ પાટલા ને બાજઠ ઢાળ્યા. રોટલો ને
મરચાંનો ગોળો મહારાજને ધર્યો પછી થોડી વારે શીરા, પૂરીનો થાળ લાવ્યાં અને રોટલો ને મરચું લઈ લીધાં મહારાજ
પ્રેમથી શીરો, પૂરી
આરોગવા લાગ્યા લાધીબાઈ મહારાજ સામૂં હાથ જોડી બેઠાં મહારાજે તેમની સામું દ્રષ્ટિ
માંડી અને લાધીબાઈને સમાધિ થઈ અક્ષરધામમા દિવ્ય સિંહાસન ઉપર મહારાજ બિરાજયા છે
અનંત મુકતો મહારાજની આસપાસ સેવામા ઊભા છે રામાનંદ સ્વામી પણ મહારાજની સેવામાં છે આ
જોઈ લાધીબાઈને આશ્ચર્ય થયું ત્યાં રામાનંદ સ્વામીએ તેને ઠપકો આપ્યો ત્યારે
૩૯. “તમે સાડલો ને
ચૂડલો પહેરી, કપાળમા
ચાંદલો કરી, સેંથો
પાડીને,
ભૂજને નાકેથી પાણીનું બેડું ભરીને અહી લાવો.”
કોણ બોલે છે: શ્રીજી
મહારાજ
કોને કહે છે :
લાધીબાઈને
કયારે કહે છે:
લાધીબાઈને એવો નિર્ણય કે મહારાજ જ કહે તે કરવું મહારાજ તેમની દ્રઢતા જોવા માટે
આજ્ઞા કરતાં
૪૦. “લાધી ! કોનું પર
માડયું?”
કોણ બોલે છે: કોઇક
માણસ
કોને કહે છે :
લાધીબાઈને
કયારે કહે છે: વિધવા હોવા છતાં લાધીબાઈ તો સુવાસિની જેવો વેશ કાઢી, માથે બેડું લઈ, તાળી વગાડી કીર્તન ગાતા ગાતા નીકળ્યાં.
૪૧. “પુરુષોત્તમ નારાયણનું !”
કોણ બોલે છે: લાધીબાઈ
કોને કહે છે : કોઇક માણસને
કયારે કહે છે: વિધવા હોવા છતાં લાધીબાઈ તો સુવાસિની જેવો વેશ કાઢી, માથે બેડું લઈ, તાળી વગાડી કીર્તન ગાતા ગાતા નીકળ્યાં ત્યારે કોઇએ પૂછયું કે લાધી ! કોનું પર માડયું? ત્યારે
૪૨. “પહેલાં તમે ધામમાં જાઓ પછી હું આવું છું.”
કોણ બોલે છે: લાધીબાઈ
કોને કહે છે : માતાજીને
કયારે કહે છે: લાધીબાઈએ ધામમા જવાનો સંકલ્પ કર્યો માતાજી પણ સાથે જવા તૈયાર થયાં ત્યારે
૧૫. દૂબળી ભટ્ટ
૪૩. “પ્રભુ !આ ગોપીનાથજીની સેવામાં... !”
કોણ બોલે છે: દૂબળી ભટ્ટ
કોને કહે છે : શ્રીજી મહારાજને
કયારે કહે છે: ગઢપુર મંદિર માટે લખણી થતી હતી. સૌં પોતાની પહોંચ પ્રમાણે સેવા નોંધાવતું. ત્યાં ભટ્ટજીએ સભામાં પ્રવેશ કર્યો મહારાજે આવકાર દીધો એટલે સભાજનોએ માર્ગ દીધો વૃદ્ધાવસ્થા અને કૃશ કાયા. ફાટેલ કપડાં ને માથે જજરિત પાધડી. ધૂજતાં ધૂજતાં ભટ્ટજી મહારાજે પાસે આવ્યા અને પગમાં પડ્યા મહારાજે હાથ પકડી ભટ્ટજીને ઊભા કર્યા કંઈક હરખાતાં, કંઈક ખચકાતા ભટ્ટજીએ માથેથી પાધડી ઉતારી ચીથરેહાલ પાધડીના છેડે બાંધેલી ગાંઠ છોડી એક દોકડો મહારાજના ચરણમાં મૂકયો એમ તેર ગાંઠ ભટ્ટજીએ છોડી અને મહારાજના ચરણમાં તેર દોકડા મૂક્યા ત્યારે
૪૪. “ભણે મહારાજ ! જય શાની?”
કોણ બોલે છે: સુરા ખાચર
કોને કહે છે : શ્રીજી મહારાજને
કયારે કહે છે: જયારે ભટ્ટજીએ માથેથી પાધડી ઉતારી ચીથરેહાલ પાધડીના છેડે બાંધેલી ગાંઠ છોડી એક દોકડો મહારાજના ચરણમાં મૂકયો એમ તેર ગાંઠ ભટ્ટજીએ છોડી અને મહારાજના ચરણમાં તેર દોકડા મૂક્યા ત્યારે મહારાજે ગોપીનાથજી દેવની જય બોલાવી ત્યારે
૪૫. “અમારું ગઢડાનું મદિર પૂરું થયું“
કોણ બોલે છે: શ્રીજી મહારાજ
કોને કહે છે : સુરા ખાચરને
કયારે કહે છે: તેર ગાંઠ ભટ્ટજીએ છોડી અને મહારાજના ચરણમાં તેર દોકડા મૂક્યા ત્યારે મહારાજે ગોપીનાથજી દેવની જય બોલાવી ત્યારે સુરા ખાચરે પૂછયું મહારાજ જય શાની? ત્યારે
૪૬. “પણ ભટ્ટજીએ એવું તે શું આપ્યું?”
કોણ બોલે છે: સુરા ખાચર
કોને કહે છે : શ્રીજી મહારાજને
કયારે કહે છે: તેર ગાંઠ ભટ્ટજીએ છોડી અને મહારાજના ચરણમાં તેર દોકડા મૂક્યા ત્યારે મહારાજે ગોપીનાથજી દેવની જય બોલાવી ત્યારે સુરા ખાચરે પૂછયું મહારાજ જય શાની? ત્યારે મહારાજે કહ્યું અમારૂ મંદિર પૂરૂ થયું ત્યારે
૪૭. “આ તેર દોકડા !”
કોણ બોલે છે: શ્રીજી મહારાજ
કોને કહે છે : સુરા ખાચરને
કયારે કહે છે: તેર ગાંઠ ભટ્ટજીએ છોડી અને મહારાજના ચરણમાં તેર દોકડા મૂક્યા ત્યારે મહારાજે ગોપીનાથજી દેવની જય બોલાવી ત્યારે સુરા ખાચરે પૂછયું મહારાજ જય શાની? ત્યારે મહારાજે કહ્યું અમારૂ મંદિર પૂરૂ થયું ત્યારે સુરાખાચરે પૂછયું પણ ભટ્ટજીએ એવું તે શું આપ્યું? ત્યારે
૪૮. “પણ એમાં તે મંદિર થતાં હશે?”
કોણ બોલે છે: સુરા ખાચર
કોને કહે છે : શ્રીજી મહારાજને
કયારે કહે છે: જયારે મહારાજે કહ્યું કે તેર દોકડા ભટ્ટજીએ આપ્યા અને એટલે અમે જય બોલાવી ત્યારે
૪૯. “આ તમારે તો માણકિયું પૂંછડાં ઝાટકે છે ધર-બાર સાચવીને કોઈ કે હજાર તો કોઈ કે બે હજાર આપ્યા છે પણ આ ભગતને તો ગામમાં ધર નથી ને સીમમાં ખેતર નથી યજમાંનવૃત્તિ કરી પેટ ભરે છે આ કંઈ થોડીધણી મૂડી ભેગી થઈ હતી તે અમારાં ચરણોમાં ધરી દીધી ભકતોનો આવો ભાવ છે તો અમારું મંદિર પૂરું જ થયું છે.”
કોણ બોલે છે: શ્રીજી મહારાજ
કોને કહે છે : સુરા ખાચર
કયારે કહે છે: જયારે મહારાજે કહ્યું કે તેર દોકડા ભટ્ટજીએ આપ્યા અને એટલે અમે જય બોલાવી ત્યારે સુરાખાચરે કીધું એમાં તે મંદિર થતાં હશે? ત્યારે
૧૬. વ્રત અને ઉત્સવ
૫૦. “તું મારી સાથે લગ્ન કર”
કોણ બોલે છે: મુરદાનવ
કોને કહે છે : કન્યાને
કયારે કહે છે: પહેલાં ભગવાન દસ ઇન્દ્વિયો ને અગિયારમું મન તેને અંતર્સન્મુખ કરીને પોઢયા હતા. તે સમયમાં નાડીજંધનો દીકરો મુરદાનવ યુદ્ધ કરવા આવ્યો ત્યારે ભગવાનની એકાદશ ઇન્દ્વિયોના તેજમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ ત્યારે
૫૧. “મારી સાથે યુદ્ધમાં જે જીતે તેને હું વરું, એવી મારી પ્રતિજ્ઞા છે.”
કોણ બોલે છે: કન્યા
કોને કહે છે : મુરદાનવને
કયારે કહે છે: નાડીજંધનો દીકરો મુરદાનવ યુદ્ધ કરવા આવ્યો ત્યારે ભગવાનની એકાદશ ઇન્દ્વિયોના તેજમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ ત્યારે તેણે તે કન્યાને કહ્યું કેતું મારી સાથે લગ્ન કર
૧૭ માતાજી
૫૨. “મહારાજ ! મારે સંસારમાં રહેવું નથી, આપની ભક્તિ કરવી છે,”
કોણ બોલે છે: ઝમકુબા
કોને કહે છે : શ્રીજી મહારાજને
કયારે કહે છે: જયારે ધણું કષ્ટ સહન કરીને ઝમકુબા ગઢડા પહોચ્યા ત્યારે
૫૩. “એને ધરે તમારા જેવાં તો ગોલાં છે મોટુ રાજ મૂકીને ભગવાન ભજવા આવ્યાં છે ઉદેપુરનાં એ રાણી છે રાણી એમની પાસે આવું કામ ન કરાવવું.”
કોણ બોલે છે: શ્રીજી મહારાજ
કોને કહે છે : જીવુબા
કયારે કહે છે: ઝમફુબા ક્ષત્રિય હોવા છતાં ધણાં નિમાંની ને ખપવાળાં હતાં જીવુબા તેમને ઓળખે નહિ, તેથી છાણ-વાસીદાનું કામ તેમની પાસે કરાવતાં. જમવામાં રોટલો આપતાં દરબાર વાળવાનો, મહારાજ અને સંતો માટે પાણી લાવવાનું વગેરે કામ પણ ઝમફુબા દોડી દોડીને કરતાં.એક વાર ઝમફુબા વાસીદું કરતાં હતાં ત્યારે
૧૮.રાણા રાજગર
૫૪. “અમારા ગામમા કે સીમમા કોઈને પણ જમ લેવા ન આવે.”
કોણ બોલે છે: રાણા રાજગર અને તેના ભાઇઓ
કોને કહે છે : શ્રીજી મહારાજને
કયારે કહે છે: શ્રીજીમહારાજ સરધારથી ફરતાં ફરતાં ગોલિડા ૫ધાર્યા. મહારાજનાં પ્રથમ દર્શને જ આ ચાર ભાઈઓને પૂર્વનો સ્નેહ ઊભરાઈ આવ્યો પોતાને ઘેર મહારાજને પધરાવી જમાડચા. વર્તમાન ધરાવી દ્રઢ આશ્રિત થયા.આથી મહારાજે રાજી થઇને વર માંગવાનું કહ્યું ત્યારે
૫૫. “આ ગામમાં તો સ્વામિનારાયણ ભગવાનની આણ છે, આપણાથી નહિ જવાય”
કોણ બોલે છે: એક જમ
કોને કહે છે : બીજા જમના ટોળાને
કયારે કહે છે: એક માનવી સત્સંગનો દ્વેષી હતો. તેના અંતકાળે જમનું ટોળું તેને તેડવા આવ્યું. પણ સીમાડામાં પેઠા ને જમડા બળવા લાગ્યા ત્યારે
૫૬. “ફુસંગીને લઈ જવામાં વાંધો નહિ”
કોણ બોલે છે: જમનું ટોળું
કોને કહે છે : બીજા જમોને
કયારે કહે છે: દ્વેષીને લેવા કેટલાક જમ સીમાડામાં પેઠા ને જમડા બળવા લાગ્યા ત્યારેકેટલાક જમે કહ્યું કે આ ગામમાં તો સ્વામિનારાયણ ભગવાનની આણ છે, આપણાથી નહિ જવાય ત્યારે
૨૦. પ્રભાશકર અન દેવરામ
૫૭. “આ લગન હવે બંધ રહેશે મહારાજનો પત્ર છે તે મને વરતાલ તેડાવે છે.”
કોણ બોલે છે: પ્રભાશંકર
કોને કહે છે : સંબંધીઓને
કયારે કહે છે: માંડવો નંખાયો હતો ફુલેકું નીકળ્યું હતુ ને ઢોલ-ત્રાંસાં વાગતા હતા એકબાજુ જાન નીકળવાની તૈયારી હતી ને એવામાં શણગાર સજીને બેઠેલા વરરાજાના હાથમાં એક ખેપિયાએ કાગળ મૂકયો ત્યારે
૫૮. “ અમારો કાગળ મળ્યો ત્યારે તમે શું કરતા હતા?”
કોણ બોલે છે: શ્રીજી મહારાજ
કોને કહે છે : પ્રભાશંકરને
કયારે કહે છે: લગ્નનો મંડપ છોડીને મહારાજના પત્રથી પ્રભાશંકર જયારે વડતાલ પહોચ્યા ત્યારે
૫૯. “લગ્ન તો આવતી સાલ થશે, પણ મહારાજ કઈ ડભાણમાં ફરી યજ્ઞ કરવાના છે?”
કોણ બોલે છે: પ્રભાશંકર
કોને કહે છે : તેમના માતા-પિતાને
કયારે કહે છે: સંવત ૧૮૬૬માં ડભાણમાં જયારે મહારાજ યજ્ઞ કર્યો ત્યારે પીપળાવમાં પ્રભાશંકરભાઈનાં લગ્ન લેવાયા હતા અને મહારાજની કંકોતરી આવી ફરી પ્રભાશંકર ડભાણ જવા તૈયાર થયા ત્યારે માબાપે બહંુ સમજાવ્યા ત્યારે
૬૦. “બીજું પણ કોઈ મરી ગયું હોય તો કહી દેજો; ભેગાભેગુ નાહી નાખીએ.”
કોણ બોલે છે: દેવરામભાઇ
કોને કહે છે : તેમણાં સગાવહાલાને
કયારે કહે છે: તેમનાં પત્ની ધામમાં ગયાં ત્યારે સગાં સૌં રોકકળ કરવા લાગ્યાં, પણ દેવરામભાઈને શોક થયો નહિ.
ધર્મમર્યાદા પ્રમાણે સગાંવહાલાંએ દેવરામભાઈને સ્નાન કરાવ્યું ત્યારે
૨૧ સચ્ચિદાનંદ સ્વામી
૬૧. “આ વખતે ઇન્દ્ર કોપ્યો છે તેથી નહિ વરસે,”
કોણ બોલે છે: શ્રીજી મહારાજ
કોને કહે છે : હરિભકતોને
કયારે કહે છે: દુકાળના એક સમયે સૌં હરિભકતોએ મહારાજને વરસાદ માટે વિનંતી કરી
ત્યારે
૬૨. “પેલાને, તરસ્યાને પાઓ.”
કોણ બોલે છે: શ્રીજી મહારાજ
કોને કહે છે : બ્રહ્મચારીને
કયારે કહે છે: સચ્ચિદાનંદ સ્વામીએ વરસાદ વરસાવ્યો છે એટલે મહારાજે તેમને વિમુખ
કર્યા સ્વામી તો ઘેલાને સામે કાંઠે બેસી ભજન કરવા લાગ્યા એક દિવસ થયો, બેદિવસ થયા તરસ બહુ લાગી, પણ ભજન છોડ્યું નહિ આ બાજુ અક્ષર
ઓરડીમાં મહારાજ તરસથી પીડાવા લાગ્યા બ્રહ્મચારીએ પણ પાણી પાયું પણ મહારાજની તરસ
છીપી નહિ ત્યારે
૬૩. “મારાથી દેહમાં નહિ રહેવાય. આપનો વિયોગ સહન નહિ થાય”
કોણ બોલે છે: સચ્ચિદાનંદ સ્વામી
કોને કહે છે : શ્રીજી મહારાજને
કયારે કહે છે: મહારાજના અંતિમ સમયે સચ્ચિદાનંદ સ્વામી મહારાજની પહેલાં જ
નાડી, પ્રાણ છોડીને ધામમાં
ગયા.તમે દેહમાં પાછા જાઓ એવી મહારાજે આજ્ઞા કરી ત્યારે
૨૩.જાલમસિંહ બાપુ
૬૪. “સ્વામી ! આમાં તો દેહનું જોખમ છે.”
કોણ બોલે છે: શ્રીજી મહારાજ
કોને કહે છે : મુકતાનંદ સ્વામીને
કયારે કહે છે: લીંબડી પાસે શિયાણી ગામથી મહારાજે તાવી પધાર્વા. અહી ગામને પાદર
વાળંદ પાસે વતું કરાવવા બેઠા,
પણ
હજામનો હાથ ભારેહતો આથી
૬૫. “પ્રભુ ! આપ આજ્ઞા કરો તો હું હમણાં જે મારા ગામથી સારો વાળંદ તેડી
લાવું.”
કોણ બોલે છે: જાલમસિંહ બાપુ
કોને કહે છે : શ્રીજી મહારાજને
કયારે કહે છે: લીંબડી પાસે શિયાણી ગામથી મહારાજે તાવી પધાર્વા. અહી ગામને પાદર
વાળંદ પાસે વતું કરાવવા બેઠા,
પણ
હજામનો હાથ ભારેહતો આથી મહારાજ બોલ્યા કે આમાં તો દેહનું જોખમ છે ત્યારે
૬૬. “આ પેગડું પકડીને હવે દોડ મારી ધોડી સાથે.”
કોણ બોલે છે: જાલમસિંહ બાપુ
કોને કહે છે : વાળંદને
કયારે કહે છે:ુ બાપુએ તો દેવળિયા જઈને હજામને બોલાવ્યો. અસ્ત્રો સજાવી, બગલમાં થેલો નાખી હજામ તૈયાર થયો,બાપુએ હજામને પોતાની ધોડી સાથે
દોડવાનું કહ્યું, પણ એના બગલમાં થેલો
હતો તેથી દોડી શકતો નહોતો વળી બાપુને ઝટ પૂગવું હતું એટલે હજામનો થેલો બાપુએ
પોતાની બગલમાં નાખ્યો ત્યારે
૬૭. “આ ગામધણી કે જને માન ખપે છે તે બગલમાં વાળંદનો થેલો લઈને નિર્માની બનીને
ઊભા છે અને આ સંત કે જેને નિર્માનીપણ રહેવાનું છે તે માન માગે છે.”
કોણ બોલે છે: શ્રીજી મહારાજ
કોને કહે છે : સભાજનોને
કયારે કહે છે: પૂર્ણાનંદ સ્વામી સભામાં આવીને ઊભા રહ્યા તેઓ ચાલવામાં પાછળ રહી
ગયા હતા એટલે મોડા પડવા પણ સભા સારી ભરાયેલી તેથી પૂર્ણાનંદ સ્વામીને પોતાને
બેસવાનું યોગ્ય સ્થાન જડયું નહિ આ જોઇને
૬૮. “આ ધઉંમાં જીવાત પડે છે તે તડકે નાખું છું.”
કોણ બોલે છે: કેશાબા
કોને કહે છે : શ્રીજી મહારાજને
કયારે કહે છે: ડોળી તળાવડીમાં સ્નાન કરીને સંઘ સાથે મહારાજ જાલમસિંહ બાપુના
આગ્રહથી
દેવળિયા પધાર્વા. મહારાજ દરબારમાં દાખલ થયા ત્યારે કેશાબા ચોકમાં ધઉં પાથરતાં
હતાં મહારાજ પૂછચું કેશાબા ! શું કરો છો ત્યારે
૬૯. “જાઓ, તમાંરે ત્યાં અનાજમાં
જીવાત નહિ પડે,”
કોણ બોલે છે: શ્રીજી મહારાજ
કોને કહે છે : કેશાબાને
કયારે કહે છે: જયારે કેશાબાએ કહ્યુંક કેઆ ધઉંમાં જીવાત પડે છે તે તડકે નાખું
છું ત્યારે
૭૦. “પણ મહારાજ ! અમને શો લાભ?”
કોણ બોલે છે: કેશાબા
કોને કહે છે : શ્રીજી મહારાજને
કયારે કહે છે: જયારે મહારાજે કેશાબાને કહ્યું કે હવે જીવાત નહી પડે ત્યારે
૭૧. “તમારા દરબારમાં નાના-મોટા કોઈ પણ જીવ દેહ મૂકશે તેને અમે અક્ષરધામમાં લઈ
જઈશું“
કોણ બોલે છે: શ્રીજી મહારાજ
કોને કહે છે : કેશાબાને
કયારે કહે છે:જયારે મહારાજે કેશાબાને કહ્યું કે હવે જીવાત નહી પડે ત્યારે
તેમણે પૂછયું પણ મહારાજ ! અમને શો લાભ ત્યારે
0 comments