શાસ્ત્રીજી મહારાજ ૪૧ થી ૫૦

 વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.

૪૧.

૧૩૨. સોમા ભગત અને અક્ષરપુરૂષ સ્વામી મોટા પથ્થરોને ફૂલની જેમ ફેંકી દેતાં.

૧૩૩. વચલા મંદિરનો દોઢસો મણનો પથ્થર સાત જાડાં દોરડાથી બાંધી ઉપર ચઢાવતાં હતાં સાથે સ્વામિનારાયણની ધૂન સૌ બોલતાં હતાં.

૧૩૪. એક પછી એક છ દોરડાં તૂટી ગયા ત્યારે સ્વામીશ્રીના વચને સોમા ભગત પથ્થર પર ચડી ગયા ને છ દોરડાં બાધી દીધા.

૪૨.

૧૩૫. આણંદમાં સ્વામીશ્રી કથા કરતાં હતા ત્યારે મોતીભાઇને ત્યાઆગ લાગી ત્યારે ત્યા બેઠા બેઠા જ સ્વામીશ્રીએ હોલવી જેમાં તેમના બંને હાથ કોણી સુધી દાઝી ગયા.

૪૩.

૧૩૬. મહુવાના વૈષ્ણવ ભકત શેઠ નરસિંહદાસ ને લક્ષ્મીનારાયણની મૂર્તિ પધરાવવી હતી તે માટે તેઓ સારંગપુર આવ્યા હતા.

૧૩૭. આણંદથી સારંગપુર જવા માટે ટિકિટ કઢાવવા માટે સ્ટેશનથી ગામ ને ગામથી સ્ટેશન સુધી ચાર ધક્કા કાધા છેવટે કેશવલાલના દીકરા ગોરધનભાઇ રસ્તામાં મળ્યા જેમણે ટીકીટ કઢાવી આપી.

૧૩૮. સ્વામી સારંગપુર આવે ત્યારે બોટાદથી સારંગપુર ચાલતાં જ જવાનું થાય.માટે પોટલા ખભે ઝોળી અને જોડના સાધુ નાના હોય તો ઝોળી પોટલા સ્વામીશ્રી પોતે જ ઉપાડે.

૪૪.

૧૩૯. આશીમાં યોગી સ્વામી રોજ સવારે વહેલાં ઊઠીને પ્રભાતિયા ગાય એમાં એકવાર નરસિંહ મહેતાનું પદ પ્રાણ થકી મુને વૈષ્ણવ વ્હાલાં ગાતાં હતાં.

૧૪૦. આશીમાં રણછોડભાઇએ યોગી સ્વામીને ભજન ગાવાની ના પાડી.

૪૬.

૧૪૧. સૌ પ્રથમ સમાધિ આચાર્ય રાધારમણપ્રસાદને સારંગપુરના હરિર્કષ્ણ મહારાજની મૂર્તિના દર્શન કરતાં થઇ.

૧૪૨. રાધારમણપ્રસાદને પૂજારીએ ધરેલો રૂમાલ મહારાજે તેમને સમાધિમાં આપ્યો.

૧૪૩. સ્વામીશ્રી અને ગાંધીજીર્નું મિલન નવાગામ ખાતે થયું.

૪૭.

૧૪૪. ગોંડલની જમીન જેની કિંમત બે લાખ થાય તે પચીસ હજારમાં મળી.

૧૪૫. મહારાજાએ ગોંડલની દેરી અંગે શરત મૂકી હતી કે એ સ્થાનમાં અક્ષરદેરી કાયમ રાકીને,ત્ર ણ વર્ષમાં મંદિર પુરૂ કરવું અને દસ લાખ રૂપિયા ખર્ચવા.

૧૪૬. સ્વામીશ્રી સારંગપુરમાં જળઝીલણીના સમૈયા પછી ચોવીસ કલાક અખંડ ધૂનનો કાર્યક્રમ હતો તેમાં પધારીને દીલરૂબા વગાડયા.

૧૪૭. સાધુ નંદકિશોરદાસ શરીરે સ્થૂળ હતાં છતાં તેઓ દેહને વાળીને યોગના આસનો કરતા હતાં કારણ કે સમાધિમાં તેમણે ગોપાળાનંદસ્વામીએ દેહને વાળીને યોગના આસનો કરાવ્યા.

૧૪૮. પૂનમની સવારે સૌ હરિભકતો વાડીમાં બાજરો કાપતા હતાં ત્યા સ્વામી જાતે પાણીની માટલી લઇને પધાર્યા અને સૌને પાણી પાયું.

૧૪૯. સંવત ૧૯૮૮ ના પોષ સુદ દશમે ગોંડલના મંદિરનું સ્વામીશ્રીએ ખાત કર્યુ.

૧૫૦. ગોંડલના મહંત તરીકે સ્વામીશ્રીએ યોગી સ્વામીની વરણી કરી.

૧૫૧. સંવત ૧૯૯૦ ના વૈશાખ સુદ દશમે સ્વામીશ્રીએ ગોંડલમાં પ્રતિષ્ઠા કરી.

૪૮.

૧૫૨. ભાદરવા સુધી વરસાદ ન થતા ધર્મસ્વરૂપદાસજીને સમાધિમાં મોકલ્યા જેમાં સાત શેર નો મગજનો પ્રસાદ આવ્યો તથા બે સંૂઢવાળા ઐરાવત પરથી શ્રીજી મહારાજ,ગુણાતીતાનંદ સ્વામી,ગોપાળાનંદ સ્વામી,ભગતજી મહારાજ તથા ઇન્દ્ર એ પાંચ મૂર્તિના ઉતરી એના દર્શન થયાં.

૧૫૩. ઇન્દ્રે સ્વામીશ્રીની પૂજા કરી.

૧૫૪. સંવત ૧૯૯૪ માં સોમેશ્વર પીઠવાએ ગોંડળમાં સત્સંગીજીવનની પારાયણ કરાવડાવી.

૧૫૫. પૂનાથી આવેલા ભગવાનદાસને સ્વામીશ્રી ના સ્થાને જરિયાન વસ્ત્ર,કસૂંબી પાધ અને ધરેણાં પહેરેલા શ્રીજી મહારાજનાં તેમને દર્શન થયાં.

૪૯.

૧૫૬. અટલાદરામાં મૂળુ મેતર અને ર્કષ્ણ માળી જયાં રહેતા એ પ્રસાદીની જગ્યામાં સ્વામીશ્રીએ મંદિર કરવાનો સંકલ્પ કર્યો.

૧૫૭. અટલાદરાની જમીન સ્વામીશ્રીએ જોઇ જેમાં ત્યાં હરિજનવાસ હતો તેમને નવા ઘર આપી,મથુરભાઇએ એ જમીન સ્વામીશ્રીને આપી.

૧૫૮. સ્વામીશ્રી નાનકડાં નારાયણસ્વરૂપદાસજી જોડે ભકતચિંતામણી અને હરિલીલામૃત વંચાવતાં અને સત્સંગની ધણી વાતો કૂબ પ્રેમથી તેમણે કરતાં.

૧૫૯. સ્વામીશ્રીએ સમઢિયાળાના હરકા પટેલને પાણીથી નાહીને નાહવાનો નિયમ આપ્યો.

૫૦.

૧૬૦. સ્વામીશ્રીની ૮૦ મી જન્મજયંતિ બોચાસણમાં ધામધૂમથી ઉજવવા માટેનો સૌ પ્રથમ વિચાર ચંપકભાઇ ર્બકરને આવ્યો.

૧૬૧. સ્વામીશ્રીની ૮૦ મી જન્મજયંતિ પર સવા લાખની થેલી સ્વામીશ્રીને અર્પણ કરવા સત્સંગીઓએ નિર્ણય લીધો.


વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.

0 comments

download

Video Downloader Video Downloader Enter Video URL: Download