૩૪. “ રિસાઇને ભકિત કરો તે સારું નહિ અને ભકિત-પ્રેમ અંત નભે પણ નહિ.”
કોણ બોલે છે ? :- મહારાજ
કોને કહે છે ? :- ઝીણાભાઇને
કયારે કહે છે ? :- જયારે ઝીણાભાઇ પોતાનું મનધાયું કરીને મહારાજને રાજી કરવા પ્રયત્ન કરતા ત્યારે .
૩૫. “ આ અમારા તિલક- અને આ અમારા સાધુ.આના જેવા કોઇ સાધુ નથી અને હું જેવો કોઇ ભગવાન નથી.”
કોણ બોલે છે ? :- મહારાજ
કોને કહે છે ? :- સંતોને
કયારે કહે છે ? :- જયારે મહારાજે પંચાળામાં સંતોને નવીન નિયમ આપ્યા અને ગુણાતીતાનંદ સ્વામીના કપાળમાં ગોપીચંદનનું તિલક અને કંકુનો ચાંદલો કર્યો અને સર્વે સંતોને દેખાડયો ત્યારે .
૩૬. “ કાગળો આવ્યા છે,પણ વાંચ્યા નથી,વાંચુ તો ઉદ્રેગ થાય.ધેર જવાનો સંકલ્પ થાય અને સમાગમનું સુખ ન આવે.”
કોણ બોલે છે ? :- ઝીણાભાઇ
કોને કહે છે ? :- મહારાજને
કયારે કહે છે ? :- જયારે ગઢડામાં મહારાજના સમાગમ માટે ઝીણાભાઇ આવ્યા હતા અને નવ માસ રોકાયા ત્યારે ધરેથી કાગળ આવવા લાગ્યા અને ઝીણાભાઇએ ઉતર ના આપતા મહારાજ પર પત્ર આવ્યો ત્યાતે મહારાજે પુછયું ત્યારે .
૩૭. “ મને ઝીણાભાઇએ ધેર જતી વખતે,આ ધોતીજોટો આપ્યો હતો અને કહ્યું હતું કે મહારાજ પાસે મને સંભ।રજો તો મારું સારું થાય.”
કોણ બોલે છે ? :- નાજા જોગિયા
કોને કહે છે ? :- મહારાજને
કયારે કહે છે ? :- જયારે ઝીણાભોને મહારાજની આજ્ઞા થતા તેઓ પંચાળે ગયા પછી નાજા જોગિયા ઝીણાભાઇને અવારનવાર સંભારતા ત્યારે .
૩૮. “ કોઅ બાવાવેરાગી પણ આ લોકમાં આવીને મઠ બાંધે છે ને તમે પુરુષોતમ નારાયણ પધાર્યા ને પાછળ કંઇ મૂકતા ન જાઓ તો આ લોકમાં ફેરો અફળ જાય.”
કોણ બોલે છે ? :- મુકતાનંદ સ્વામી
કોને કહે છે ? :- મહારાજને
કયારે કહે છે ? :- જયારે મહારાજે પંચાળામાં ઝીણાભાઇના નિશ્ચયની કસોટી કરવા મંદવાડ ગ્રહણ કર્યો અને કોઇ ઉપાયે કરીને સાજા થતા ન હતા ત્યારે .
૩૯. “ તમે થાળ કરાવો તો અમે સાજા થઇએ.”
કોણ બોલે છે ? :- મહારાજ
કોને કહે છે ? :- ઝીણાભાઇને
કયારે કહે છે ? :- જયારે મહારાજ પંચાળામાં મંદવાડ ગ્રહણ કર્યો અને કોઇ કાળે સાજા થતા ન હતા અને મુંકતાનંદ સ્વામીએ પ્રાર્થના કરી અને મહારાજે મંદિર,સાધુ શાસ્ત્ર અને આચાર્ય કરવાનો સંકલ્પ કર્યો ત્યારે .
૪૦. “ તીખાં કયાંથી આવ્યાં?”
કોણ બોલે છે ? :- ઝીણાભાઇ
કોને કહે છે ? :- અદીબાને
કયારે કહે છે ? :- જયારે ઝીણાભાઇએ કમળશીભાઇ માટે તીંખાં માગ્યા ત્યારે અદીબાએ નથી તેમ કહ્યું થોડા દિવસ પછી ઝીણાભાઇને માથામાં દુખાવો ઉપડયો અને તીખા માગ્યા આપ્યા ત્યારે .
૪૧. “ થોડા ઘરમાં પડયાં હતાં.”
કોણ બોલે છે ? :- અદીબા
કોને કહે છે ? :- ઝીણાભાઇને
કયારે કહે છે ? :- જયારે ઝીણાભાઇને માથામાં દુખાવો ઉપડયો અને તીખા માગ્યાં અને અદીબાએ આપ્યા ત્યારે.
૪૨. “ તમારો ભગત થશે તો તમે વગર ભલામણે સાચવશો અને ભગત નહિ થાય તો ભલામણ કરીશ તો પણ ખબર નહિ રાખો.પ્રહલાદ્ની એના બાપે કયાં ભલામણ કરી હતી?”
કોણ બોલે છે ? :- ઝીણાભાઇ
કોને કહે છે ? :- મહારાજને
કયારે કહે છે ? :- જયારે ઝીણાભાઇને અંતકાળ આવ્યો અને મહારાજ તેમણે દર્શન દેવા પધાર્યા અને તેમના દીકરા હઠીસિંહની ભલામણ અંગે મહારાજે પૂછયું ત્યારે.
૪૩. “ તમારે કંઇ માગવું છે?”
કોણ બોલે છે ? :- મહારાજ
કોને કહે છે ? :- ઝીણાભાઇને
કયારે કહે છે ? :- જયારે ઝીણાભાઇને અંતકાળ આવ્યો અને મહારાજ તેમણે દર્શન દેવા પધાર્યા ત્યારે.
૪૪. “ તમારે કયાં ધામમાં જવું છે? બદરિકાશ્રમ,શ્વેતદ્વીપ,વેકુંઠ,ગોલોક કે અક્ષરધામમાં?”
કોણ બોલે છે ? :- મહારાજ
કોને કહે છે ? :- ઝીણાભાઇને
કયારે કહે છે ? :- જયારે ઝીણાભાઇને અંતકાળ આવ્યો અને મહારાજ તેમણે દર્શન દેવા પધાર્યા ત્યારે.
૪૫. “ સોરઠ દેશના સત્સંગી માટે અહીં મંદિર કરો.”
કોણ બોલે છે ? :- ઝીણાભાઇ
કોને કહે છે ? :- મહારાજને
કયારે કહે છે ? :- જયારે ઝીણાભાઇને અંતકાળ આવ્યો અને મહારાજ તેમણે દર્શન દેવા પધાર્યા અને મહારાજે કંઇ માગવાનું પૂછયું ત્યારે.
૪૬. “ મહારાજ! ભગુજી,મિયાંજી ને મૂળજી બ્રહ્મચારીની જેમ આપની સેવામાં રાખો.”
કોણ બોલે છે ? :- ઝીણાભાઇ
કોને કહે છે ? :- મહારાજને
કયારે કહે છે ? :- જયારે ઝીણાભાઇને અંતકાળ આવ્યો અને મહારાજ તેમણે દર્શન દેવા પધાર્યા અને મહારાજે કયા ધામમાં જવું છે તેમ પૂછયું ત્યારે.
૪૭. “ ડોશીમા ! આ ઝીણાને અમે જૂનાગઢનું રાજય આપીએ તો કેવુ?”
કોણ બોલે છે ? :- મહારાજ
કોને કહે છે ? :- ઝીણાભાઇના માતા(ગંગાબા)ને
કયારે કહે છે ? :- જયારે ઝીણાભાઇને અંતકાળ આવ્યો અને મહારાજે તેમણે કયા ધામમાં જવું એ તે અંગે પૃછા કરી તે સાંભળીને ગંગાબા બહુ દિલગીર થયા ત્યારે.
૪૮. “ વડોદરાનું રાજય આપીએ તો?ઇન્દ્રનું રાજય આપીએ તો બ્રહ્માનું રાજય આપીએ તો?”
કોણ બોલે છે ? :- મહારાજ
કોને કહે છે ? :- ઝીણાભાઇના માતા(ગંગાબા)ને
કયારે કહે છે ? :- જયારે ઝીણાભાઇને અંતકાળ આવ્યો અને મહારાજે તેમણે કયા ધામમાં જવું એ તે અંગે પૃછા કરી તે સાંભળીને ગંગાબા બહુ દિલગીર થયા ત્યારે.
૪૯. “ અમારે તો ઝીણાભાઇને અક્ષરધામ આપવું છે.”
કોણ બોલે છે ? :- મહારાજ
કોને કહે છે ? :- ઝીણાભાઇના માતા(ગંગાબા)ને
કયારે કહે છે ? :- જયારે ઝીણાભાઇને અંતકાળ આવ્યો અને મહારાજે તેમણે કયા ધામમાં જવું એ તે અંગે પૃછા કરી તે સાંભળીને ગંગાબા બહુ દિલગીર થયા ત્યારે.
૫૦. “ મહારાજ! એ તો બહું સારું.”
કોણ બોલે છે ? :- ઝીણાભાઇના માતા(ગંગાબા)
કોને કહે છે ? :- મહારાજને
કયારે કહે છે ? :- જયારે ઝીણાભાઇને અંતકાળ આવ્યો અને મહારાજે તેમણે કયા ધામમાં જવું એ તે અંગે પૃછા કરી તે સાંભળીને ગંગાબા બહુ દિલગીર થયા ત્યારે મહારાજે તેમણે જૂનાગઢનું રાજય આપીએ તો કેવું તેમ પૂછયું ત્યારે.
૫૧. “ કમળશી વાઝાંનો ખાટલો ઝીણાભાઇએ ખભે લીધો હતો,તેથી અમે ઝીણાભાઇને પણ ખભે લીધા અને કમળશે વાઝાનો ખાટલો લેને ઝીણાભાઇ જેટલા ડગલા ચાલ્યા હતા તેથી બમણા ડગલા ઝીણભાઇની નનામી લઇને અમે ચાલ્યા. ”
કોણ બોલે છે ? :- મહારાજ
કોને કહે છે ? :- મુકતાનંદ સ્વામીને
કયારે કહે છે ? :- જયારે ઝીણાભાઇ ધામમાં ગયા ત્યારે મહારાજ તેમની નનામી લઇને શેરીની બહાર નીકળ્યા તેથી સૌને આર્શ્ચય થયું કારણકે ઇચ્છારામભાઇ ધામમાં ગયા ત્યારે મહારાજે તેમણી નનામી નહોતી ઉપાડી તેનો ખુલાસો મુકતાનંદ સ્વામીએ પૂછયો ત્યારે.
0 comments