૩. ગલુજી
૧. “આ કાગળ વાંચીને તરત ધરની તમામ ધરવખરી ગાડામાં ભરીને, તમારા માતુશ્રીને ઘેર એકલાં રાખીને તમો વડથલ આવો.”
કોણ બોલે છે : શ્રીજી મહારાજ
કોને કહે છે : ગલુજીને
કયારે કહે છે : જયારે ડડુસર(મહેમદાવાદ પાસે)ના રજપૂત ગલુજી ખેતરેથી આવીને વાળુ કરવાની તૈયારી કરી રહ્યા હતા. તેમની માએ દીવો કરી થાળી પીરસી તે જ વખતે ગામ વડથલના હરિભકત ધર્મસિંહ શ્રીજીમહારાજનો કાગળ ળઇ આવી પહોચ્યા ત્યારે.
૨. ગલુજી કયાં છે?
કોણ બોલે છે : ગરાસિયાઓ
કોને કહે છે : ગલુજીની માને
કયારે કહે છે : કોઈ જૂની અદાવતને કારણે ગલુજી ઉપર વેર લેવા તૈયાર થયેલા કેટલાક ગરાસિયાઓએ એક રાત્રે ગલુજીના ધરને ઘેરી લીધું કેટલાક છાપરા ઉપર ચડચા અને નળિયાં ખસેડીને અંદર પેઠા. ગલુજીના ધરમાં એક દીવો ટમ ટમ બળતો હતો. ખાટલામાં ગલુજીની મા હાથમા માળા લઈને “સ્વામિનારાયણ" “સ્વામિ-
નારાયણ"ના નામની માળા ફેરવતા હતાં એકાએક અંદર માણસોને ઊતરતા જોયા એટલે મા ઝબકી ગયાં ત્યારે.
૩. “સ્વામિનારાયણ ભગવાને તેડાવ્યો તે ગલુજી તો કાલે રાતે વાળુ કર્યા વિનાનો જ વડથલ ગયો છે ધરની ધરવખરી પણ બધી ગાડામાં ભરીને ભેગો લઈ ગયો છે.”
કોણ બોલે છે : ગલુજીની મા
કોને કહે છે : ગરાસિયાઓને
કયારે કહે છે : જૂની અદાવતને કારણે ગલુજી ઉપર વેર લેવા તૈયાર થયેલા કેટલાક ગરાસિયાઓએ એક રાત્રે ગલુજીના ધરને ઘેરી લીધું કેટલાક છાપરા ઉપર ચડચા અને નળિયાં ખસેડીને અંદર પેઠા અને તેમની માતાને પૂછયું ગલુજી કયા છે ત્યારે.
૪. “ માડી ! તમારા ભગવાન સાચા અને તમારા દીકરા ગલુજી પણ ભગવાનના ભગત ખરા. આજે અમારે તેને મારી નાખવા હતા, આ પર લૂંટી લેવું હતું,પણ તેના ભગવાન તેની વહારે આવ્યા.”
કોણ બોલે છે : ગરાસિયાઓ
કોને કહે છે : ગલુજીની માને
કયારે કહે છે : જૂની અદાવતને કારણે ગલુજી ઉપર વેર લેવા તૈયાર થયેલા કેટલાક ગરાસિયાઓએ એક રાત્રે ગલુજીના ધરને ઘેરી લીધું કેટલાક છાપરા ઉપર ચડચા અને નળિયાં ખસેડીને અંદર પેઠા પરંતુ ગલુજીને ના જોતા ગલુજીની માને પૂછયું ગલુજી કયા છે ત્યારે ગલુજીની માતાએ કહ્યું કે સ્વામિનારાયણ ભગવાને તેડાવ્યો તે ગલુજી તો કાલે રાતે વાળુ કર્યા વિનાનો જ વડથલ ગયો છે ધરની ધરવખરી પણ બધી ગાડામાં ભરીને ભેગો લઈ ગયો છે આશ્વર્ય પામતા.
૫. “ બાપ ! મારા ગલુજીની રક્ષા કરવા તો મહારાજે તેને કાલે વડથલ તેડાવી લીધો, તમે તેનું વેર મૂકી દ્યો તો તમારી પણ રક્ષા ભગવાન કરે.”
કોણ બોલે છે : ગલુજીની મા
કોને કહે છે : ગરાસિયાઓને
કયારે કહે છે : જયારે ગરાસિયાઓએ જાણ્યું કે ભગવાને ગલુજીની રક્ષા કરી ત્યારે તેમણે ગલુજીની માતાને કહ્યું કે તમારા ભગવાન સાચા અને તમારા દીકરા ગલુજી પણ ભગવાનના ભગત ખરા. આજે અમારે તેને મારી નાખવા હતા, આ પર લૂંટી લેવું હતું,પણ તેના ભગવાન તેની વહારે આવ્યા ત્યારે.
૬. “ મા ખરી વાત છે.આજથી ગલુજીના ભગવાન એ અમારા ભગવાન.અમારે હવે ગલુજી સાથે હવે કાંઈ વેર નથી.ભગવાનના અમને હવે આશીર્વાદ અપાવજો.”
કોણ બોલે છે : ગરાસિયાઓ
કોને કહે છે : ગલુજીની માને
કયારે કહે છે : ગરાસિયાઓએ જાણ્યું કે ભગવાને ગલુજીની રક્ષા કરી ત્યારે તેમણે ગલુજીની માતાએ કહ્યું કે મારા ગલુજીની રક્ષા કરવા તો મહારાજે તેને કાલે વડથલ તેડાવી લીધો, તમે તેનું વેર મૂકી દ્યો તો તમારી પણ રક્ષા ભગવાન કરે. ત્યારે.
૭. “ મહારાજ પધારે છે અને જા આપણે માની દેહક્રિયા કરવા રહેશું તો મહારાજ ચાલ્યા જશે માટે ડોશીમાના દેહને ઢાંકી,રજોઠિયે (માળિયે) મૂકી દઈએ.”
કોણ બોલે છે : ગલુજી
કોને કહે છે : પોતાના ભાઇઓને
કયારે કહે છે : જયારે એક વખત શ્રીજીમહારાજ ડડુસર પધારવાના હતા. તે વખતે ગલુજીના માતુશ્રી દેહ મૂકી ગયાં ત્યારે.
૮. “આજ અમારે વરતાલ જવાની ઉતાવળ છે,તે ફરી વાર આવીશું ત્યારે તમો કહેશો તેમ કરીશુ.”
કોણ બોલે છે : શ્રીજી મહારાજ
કોને કહે છે : ગલુજીને
કયારે કહે છે : જયારે એકવાર શ્રીજીમહારાજ સંત મંડળ સહિત પધાર્યા. ત્યારે ગલુજી સાદો પોષાક પહેરીને ઢોલત્રાંસા લઈને મહારાજની સામા ગયા શ્રીજીમહારાજને દંડવત પ્રણામ કર્યા ગામના શેઠની ડેલીએ મહારાજ અને સંતમંડળનો ઉતારો રાખ્યો બ્રાહ્મણ પાસે રસોઈ કરાવી, થાળ કરાવીને મહારાજને તથા સંતમંડળને જમાડયા ત્યારે.
૯. “ગલુજી ! તમે હવે ઘેર જાઓ અને તમારું અધૂરું કામ પૂરું કરો.”
કોણ બોલે છે : શ્રીજી મહારાજ
કોને કહે છે : ગલુજીને
કયારે કહે છે : જયારે શ્રીજી મહારાજ સંત મંડળ સહિત ડડુસર પધાર્યા.ત્યારે ગલુજીએ થાળ કરાવીને મહારાજને તથા સંતમડળને જમાડયા પછી વાજતે-ગાજતે શ્રીજીમહારાજ તથા સંતમંડળને એક ગાઉ સુધી વળાવવા ગલુજી તથા સૌં હરિભકતો ગયા. પછી શ્રીજીમહારાજે ગલુજીને ત્યા ઊભા રાખ્યા ત્યારે.
૧૦. “મહારાજ ! ગલુજીનું કયું કામ અધૂરું હતું?”
કોણ બોલે છે : મુકતાનંદ સ્વામી
કોને કહે છે : શ્રીજી મહારાજને
કયારે કહે છે : જયારે શ્રીજી મહાજ સંત મંડળ સહિત ડડુસર પધાર્યા.ત્યારે ગલુજીએ થાળ કરાવીને મહારાજને તથા સંતમડળને જમાડયા પછી વાજતે-ગાજતે શ્રીજીમહારાજ તથા સંતમંડળને એક ગાઉ સુધી વળાવવા ગલુજી તથા સૌં હરિભકતો ગયા. પછી શ્રીજીમહારાજે ગલુજીને ત્યા ઊભા રાખ્યા અને કહ્યું તમારું અધૂરું કામ પૂરું કરો ત્યારે.
૧૧. “તેની ડોશી ધામમાં ગયા હતાં, તેને બાંધી રેજાઠિયે મૂકીને તેણે આપણને જમાડયા. આવું તો ગલુજીથી થાય બીજાથી બને નહિ.”
કોણ બોલે છે : શ્રીજી મહારાજ
કોને કહે છે : મુકતાનંદ સ્વામીને
કયારે કહે છે : જયારે શ્રીજી મહાજ સંત મંડળ સહિત ડડુસર પધાર્યા.ત્યારે ગલુજીએ થાળ કરાવીને મહારાજને તથા સંતમડળને જમાડયા પછી વાજતે-ગાજતે શ્રીજીમહારાજ તથા સંતમંડળને એક ગાઉ સુધી વળાવવા ગલુજી તથા સૌં હરિભકતો ગયા. પછી શ્રીજીમહારાજે ગલુજીને ત્યા ઊભા રાખ્યા અને કહ્યું તમારું અધૂરું કામ પૂરું કરો ત્યારે મુકતાનંદ સ્વામીએ પૂછયું મહારાજ કયું અધુરૂ કામ ત્યારે.
૧૨. “અહો ! દરબાર ખરેખરા મહિમાવાળા કહેવાય જેને આવી નિષ્ઠા હોય તે જ લોકલાજનો ત્યાગ કરે બીજાને ધર્મ આડો આવે પણ ભગવાનના સંબંધથી જ શુદ્ધ થવાય છે એવી સમજણવાળાની ભક્તિ ભગવાન બહુ માને છે."
કોણ બોલે છે : સંતો-હરિભકતો
કોને કહે છે : શ્રીજી મહારાજને
કયારે કહે છે : જયારે સૌને ખબર પડી કે ગલુજીના બા ધામમાં ગયા હતા છતાં તેમણે શ્રીજી મહારાજને પધરાવ્યા ત્યારે.
૪.ભાલચંદ્વ શેઠ(ભાઇચંદભાઇ)
૧૩. “આપણે સંભારીએ અને તત્કાળ મદદ કરે એવો કોઈ ભગવાન અત્યારે પૃથ્વી ઉપર પ્રગટ છે?”
કોણ બોલે છે : અરદેશજી
કોને કહે છે : ભાલચંદ્ર શેઠ(ભાઇચંદભાઇ)ને
કયારે કહે છે : જયારે એક વખત પોતાના મિત્રને ત્યારે.
૧૪. “હાલમાં તો સ્વામિનારાયણ - મારા ઇષ્ટદેવ એવા ભગવાન છે જયારે તમોને મુશ્કેલી આવે ત્યારે સ્વામિનારાયણને સંભાળજો, જરૂર તમારી રક્ષા કરશે.”
કોણ બોલે છે : ભાલચંદ્ર શેઠ(ભાઇચંદભાઇ)
કોને કહે છે : અરદેશજીને
કયારે કહે છે : જયારે અરદેશજીએ ભાઇચંદભાઇને પૂછયું કે આપણે સંભારીએ અને તત્કાળ મદદ કરે એવો કોઈ ભગવાન અત્યારે પૃથ્વી ઉપર પ્રગટ છે?,ત્યારે.
૧૫. “હે ભાઈચંદભાઈના ભગવાન સ્વામિનારાયણ ! મારી રક્ષા કરો તે લાજ રાખો,"
કોણ બોલે છે : અરદેશજી
કોને કહે છે : સ્વગત
કયારે કહે છે : જયારે બીજાના રાગદ્વેષનો ભોગ બની જતાં અરદેશરજીની કોટવાલની પદવી રાજાએ છીનવી લીધી આથી અરદેશજી નિરાશ થઈ ગયા અને એક વખત રાત્રે સૂતા હતા ત્યાં અચાનક ભાઈચંદભાઈના શબ્દો સાંભરી આવ્યા ત્યારે.
૧૬. “સવારના રાજા તમને સૂબાગીરી પાછી આપશે.”
કોણ બોલે છે : શ્રીજી મહારાજ
કોને કહે છે : અરદેશજીને
કયારે કહે છે : જયારે અરદેશજીની કોટવાલની પદવી રાજએ છીણવી લીધા પછી એક રાતે સૂતાં
સૂતાં તેઓ શ્રીજી મહારાજને પ્રાર્થના કરવા લાગ્યા એમ ચિંતવન કરતાં કરતાં ઊંધ આવી
ગઈ સ્વપનમાં શ્રીજીમહારાજે દર્શન દીધાં. તેમના કપાળમાં કુંકુમનો ચાંદલો કર્યો
ત્યારે.
૭. મિત્રભાવ
૧૭. “આ રાજકુમાર મારો પૂર્વજન્મનો વેરી છે તેના ગળાનું લોહી હું પીશ ત્યારે જ
મને શાંતિ થશે માટે મને મારીશ નહિ.”
કોણ બોલે છે : સાપ
કોને કહે છે : પ્રધાનપુત્રને
કયારે કહે છે : જયારે રાજાનો કુંવર અને પ્રધાનપુત્ર શિકાર કરવા સાથે ગયા
રસ્ત્તો ભૂલવાથી જંગલમાં બહુ ચાલીને થાકી ગયા. એટલે ઝાડ નીચે રાજકુમાર સૂઈ ગયો.
તેનું રક્ષણ કરવા માટે પ્રધાનપુત્ર જાગતો બેઠો થોડીવારમાં એક મોટો સાપ ત્યાં
ફૂંફાડા મારતો રાજફુમારની પાસ ડંખવા માટે આવ્યો પ્રધાનપુત્રે સાપને ેજાતાં મારવા
માટે તલવાર ઉગામી ત્યારે.
૧૮. “હું તને તેના ગળાનું લોહી આપું છું પણ તારે એને કરડવું નહિ.”
કોણ બોલે છે : પ્રધાનપુત્ર
કોને કહે છે : સાપને
કયારે કહે છે : જયારે સાપ કુંવરને કરડવા ગયો ત્યારે પ્રધાનપુત્રે તલવાર ઉપાડી
ત્યારે સાપે કહ્યું કે આ રાજકુમાર મારો પૂર્વજન્મનો વેરી છે તેના ગળાનું લોહી હું
પીશ ત્યારે જ મને શાંતિ થશે માટે મને મારીશ નહિ. ત્યારે.
૧૯. “તું સૂતો હતો ત્યારે હું છરી લઈને તારી છાતીએ ચડી બેઠો હતો અને તારે ગળે
છેકો માર્યો હતો. ેજા તારે ગળે આ પાટો બાંધેલો છે છતા પણ તું મને કેમ કાંઈ પૂછતો
નથી?”
કોણ બોલે છે : પ્રધાનપુત્ર
કોને કહે છે : રાજાના કુંવરને
કયારે કહે છે : જયારે સાપે કહ્યું કે કુવર તેનો વેરી છે ત્યારે પ્રધાનપુત્રે
પાનનો પડિયો બનાવ્યો અને રાજફુમારની છાતી ઉપર ચડીને ગળા ઉપર છરી વડે નાનો કાપો
પાડચો. રાજકુમાર ચમકીને આંખો ખોલી ેજાયું તો તેની છાતી ઉપર પ્રધાનપુત્ર બેઠો હતો.
તેણે તરત જ આંખો બંધ કરી દીધી પ્રધાનપુત્રે તેના ગળાનું લોહી પડિયામાં ભરીને
સર્પને આપ્યું સાપ તો લોહી પીને સડસડાટ ચાલ્યો ગયો. પ્રધાનપુત્રે રાજફુમારના ગળે
વનસ્પતિની ઔપધી લગાડીને પાટો બાંધી દીધો થોડી વાર પછી રાજકુમાર જાગ્યો છતાં જાણ
કાંઈ જ બન્યું નથી તેમ તે કાંઈ પણ બોલ્યો નહિ અને બંને આગળ ચાલ્યા એમ જંગલમાં ફરતા
ફરતા બે દિવસ થઈ ગયા પણ રાજકુમાર કાંઈ પૂછ્યું નહિ ત્યારે.
૨૦. “તું મારો મિત્ર છે તેથી તે જ કર્યું હશે તે સારું જ કર્યું હશે એમ માનીને
હું કાંઈ પૂછતો નથી.”
કોણ બોલે છે : રાજાનો કુવર
કોને કહે છે : પ્રધાનપુત્રને
કયારે કહે છે : જયારે પ્રધાનના પુત્રએ કુંવરના ગળામાં નાનો કાપો પાડયો અને પછી
સાપને લોહી આપી દીધું અને પછી ધા પર પાટો બાંધી દીધો અને પછી આ વાતને બે દિવસ જતા
રહ્યા છતા કુંવરે કંઇ ના પૂછયું ત્યારે પ્રધાનનાપુત્રએ બધી વાત કરી ત્યારે.
૮. નાજો જાગિચા
૨૧. “વિશ્વરૂપ કેવું હશે?”
કોણ બોલે છે : નાજો જોગિયા
કોને કહે છે : સ્વગત
કયારે કહે છે : જયારે એક વખત પ્રાગજી પુરાણી ગીતાની કથા કરતા હતા, અર્જુનને વિશ્વરૂપ દેખાડચું તે વાત
આવી ત્યારે.
૨૨. “એ તો મહેમાન છે ! તેમને મૂકવા સારુ જાઉં છું.”
કોણ બોલે છે : નાજો જોગિયો
કોને કહે છે : જીવા ખાચરના દરબારોને
કયારે કહે છે : જયારે નાજા જાગિયા એક વખત ગાડી હાંકતા હતા ને શ્રીજીમહારાજ
અંદર સૂતા હતા. તે વખતે જીવા ખાચરના બે કાઠી સવારે, ગાડી પાસે આવીને નાજોજાગિયાને પૂછચું કે ગાડીમાં કોણ સૂતું
છે નાજા જાગિયા તેમને બહારવટિયા જાણી મનમાં ગભરાયા ત્યારે.
૨૩. “હું સ્વામિનારાયણ છું તારે શું કામ છે?”
કોણ બોલે છે : ભગવાન સ્વામિનારાયણ
કોને કહે છે : જીવા ખાચરના દરબારોને
કયારે કહે છે : જયારેે દરબારોએ નાજા જોગિયાને પૂછયં કે ગાડાની અંદર કોણ સુતું
છે ત્યારે નાજા જોગિયાએ કહ્યું કે મહેમાન છે ત્યારે દરબારોએ કીધું કે સ્વામિનારાયણ
તો નથીને? ત્યારે.
૨૪. “દાદાખાચરનો ગુરુ હાથ આવ્યો તે બરછીએ મારો.”
કોણ બોલે છે : જીવા ખાચરના દરબારોન
કોને કહે છે : સ્વગત
કયારે કહે છે : જયાર દરબારોએ નાજા જોગિયાને પૂછયંુ કે ગાડાની અંદર કોણ સુતું
છે ત્યારે નાજા જોગિયાએ કહ્યું કે મહેમાન છે ત્યારે દરબારોએ કીધું કે સ્વામિનારાયણ
તો નથીને મહારાજે ગાડા માંથી કહ્યું કે હું સ્વામિનારાયણ છું તારે શું કામ છે?ત્યારે.
૨૫. “ આ ચાર ચાર વાર હું મોભારા સુધી ઊછળીને હેઠો પડચો ને પૃથ્વી ઉપર બહુ
પછડાટ ખાધા પણ મને તો સહેજ પણ વાગ્યું નહિ એ કેમ થયું?”
કોણ બોલે છે : નાજો જોગિયો
કોને કહે છે : શ્રીજી મહારાજને
કયારે કહે છે : એક વાર શ્રીજીમહારાજ ઝીઝાવદરમાં એલૈયાખાચરને ત્યાં છાના રહેતા
હતા. નાજા જોગિયા સાથે હતા. ત્યાં એક દિવસ નાજા જોગિયા સાથે મહારાજે કુસ્ત્તી કરવા
માંડી તે રમતમાં ચાર વાર નાજા જોગિયાને મોભારા(છત) સુધી ઊંચા ઉછાળી ઉછાળીને હેઠા
પાડચા. પણ નાજા જોગિયાને કાંઈ વાગ્યું નહિ ત્યારે.
૨૬. “તને વાગે તો તારા હાડકાં ભાંગી જાય, તો અમારી સાથે ફરીને કોણ રમે ? તે સારુ તેને વાગવા દીધું નહી અને તારી રક્ષા કરી.”
કોણ બોલે છે : શ્રીજી મહારાજ
કોને કહે છે : નાજા જોગિયાને
કયારે કહે છે : જયારે એક વાર શ્રીજીમહારાજ ઝીઝાવદરમાં એલૈયાખાચરને ત્યાં છાના રહેતા હતા. નાજા જોગિયા સાથે હતા. ત્યાં એક દિવસ નાજા જોગિયા સાથે મહારાજે કુસ્ત્તી કરવા માંડી તે રમતમાં ચાર વાર નાજા જોગિયાને મોભારા(છત) સુધી ઊંચા ઉછાળી ઉછાળીને હેઠા પાડચા. પણ નાજા જૉગિયાને કાંઈ વાગ્યું નહિ અને તેને આશ્વર્ય પામતા શ્રીજી મહારાજને પૂછયું ત્યારે.
૨૭. “સ્વામી ! હું તમને ખંડિયા સમજતો હતો પણ આજે નિશ્ચય થયો કે તમે ખરા ચક્રવર્તી છો અને મહારાજનું સાક્ષાત્ સ્વરૂપ છો હવે તમે અક્ષર સાચા.”
કોણ બોલે છે : ધનશ્યામદાસ
કોને કહે છે : ગુણાતીતાનંદ સ્વામીને
કયારે કહે છે : એક વખતે સભામંડપમાં ધનશ્યામદાસ ધ્યાન કરતા હતા ત્યારે ગુણાતીતાનંદ સ્વામી પાસે બેઠા હતા.તેમણે ધનશ્યામદાસને કહ્યું કે ધ્યાન કરો છો કે ગઢડામાં ધોળા તલકાવાળી ભેંસને માથે હાથ ફેરવો છો
ધનશ્યામદાસ તો કાંઈ બોલી શકયા નહિ, કારણ કે ધ્યાનમાં પોતે ગઢડા પહોંચી ગયા હતા ને ધોળા તલકાવાળી ભેંસ ઉપર હાથ ફેરવતા હતા તેઓ સ્વામીનાં ચરણોમાં પડી ગયા ત્યારે.
૯. મોટાં રામબાઈ
૨૮. “જેને ભજન કરવું હોય તેણે ચૂડી કે બલોયાં ન પહેરાય અને માથે વાળ પણ ન રખાય.”
કોણ બોલે છે : આકાશવાણી
કોને કહે છે : કડવીબાઇને
કયારે કહે છે : જયારે કડવીબાઈને ભજનનું અંગ હતું, તેથી ભજન કરતાં થાકતાં નહિ અને ધણીના ત્રાસની
બીક પણ રાખતાં નહિ 'તેડી જાઓ તો અમારા મન ઠરે." એ કીર્તન એક વખત તેઓ બોલતાં હતાં ત્યાં અંતરીક્ષમાંથી અવાજ સંભળાયો ત્યારે.
૨૯. “બહેન ! આ તો મહારાજના શબ્દો છે.”
કોણ બોલે છે : શિવરામ
કોને કહે છે : કડવીબાઇને
કયારે કહે છે : જયારે 'તેડી જાઓ તો અમારા મન ઠરે." એ કીર્તન એક વખત તેઓ બોલતાં હતાં ત્યાં અંતરીક્ષમાંથી અવાજ સંભળાયોકેજેને ભજન કરવું હોય તેણે ચૂડી કે બલોયાં ન પહેરાય અને માથે વાળ પણ ન રખાય.આ સાંભળી તેઓ આશ્ચર્ય પામ્યાં પછી પોતે પોતાના ભાઈ શિવરામ જોડે પીઠવડી તેમના સગાને ત્યાં ગયાં કડવીબાઈ અહી ફરી કીર્તન બોલ્ચાં કે 'તેડી જાઓ તો અમારા મન ઠરે." ત્યારે મહારાજ અંતરીક્ષમાંથી ફરી એ જ શબ્દો કહ્યા ત્યારે.
૩૦. “જા આજથી તું મારી મા-બેન છો.”
કોણ બોલે છે : કડવીબાઇનો પતિ
કોને કહે છે : કડવીબાઇને
કયારે કહે છે : શ્રીજી મહારાજને મળીને જેતપુર આવ્યા પછી કડવીને ભજનનો વેગ લાગ્યો હતો એટલે સાસરામાં પણ કામકાજ કરતાં કીર્તન બોલ્યાં જ કરતી એક દિવસ તેના ધણીને તેના ઉપર ગુસ્સો આવ્યો ત્યારે.
૩૧. “તું પણ આજથી મારે ભાઈં-બાપ જેવો છુ.”
કોણ બોલે છે : કડવીબાઇ
કોને કહે છે : કડવીબાઇનો પતિને
કયારે કહે છે : શ્રીજી મહારાજને મળીને જેતપુર આવ્યા પછી કડવીને ભજનનો વેગ લાગ્યો હતો એટલે સાસરામાં પણ કામકાજ કરતાં કીર્તન બોલ્યાં જ કરતી એક દિવસ તેના ધણીને તેના ઉપર ગુસ્સો આવ્યો ત્યારે તેને કહી દીધું કે જા આજથી તું મારી મા-બેન છો ત્યારે.
૧૦. મંદિરો
● વરતાલ
૩૨. “તમે વરતાલ જઈ મંદિર શરૂ કરો નાનું મંદિર કરજો.”
કોણ બોલે છે : શ્રીજી મહારાજ
કોને કહે છે : બ્રહ્યાનંદ સ્વામીને
કયારે કહે છે : જયારે અમદાવાદ મંદિરનું કામ પૂરૂ થયું ત્યારે.
૧૧. લક્ષ્મીચંદ શેઠ
૩૩. “આ બાળક તો વૃંદાવનના લક્ષ્મીચંદ શેઠ છે આપની અને અમારી સેવા કરી હતી તે પુણ્યના પ્રતાપે આજે અમારો સંબંધ થયો છે બહુ જ પુણ્યશાળી આત્મા છે.”
કોણ બોલે છે : શ્રીજીમહારાજ
કોને કહે છે : રામાનુજાનંદ સ્વામી તથા નાના ગોપાળાનંદ સ્વામીને
કયારે કહે છે : જયારે કારિયાણીમાં સંતો તથા હરિભકતોની સભા ભરાઈને બેઠી હતી. તે વખતે આઠ-દસ વર્ષના એક નાના બાળક નથુના તરફ આંગળી ચીંધીને.
૩૪. “અત્યાર સુધી છેટા કેમ ઊભા હતા?”
કોણ બોલે છે : લક્ષ્મીચંદ શેઠ
કોને કહે છે : સુખાનંદ સ્વામીને
કયારે કહે છે : લક્ષ્મીચંદ શેઠ નિર્માનીપણે સવારથી બપોર સુધી ભિક્ષુકોને અન્નદાન આપતા આ સેવા કીર્તિ પ્રાપ્તિ માટે નહિ પણ જીવના કલ્યાણ માટે તેઓ કરતા એક વાર શ્રીજીમહારાજના સંત સુખાનંદ સ્વામી ફરતાં ફરતાં વૃંદાવન જઈ ચડયા. શેઠ સદાવ્રત આપી રહ્યા હતા. સંત થોડા છેટા ઊભા હતા. જયારે બધા જ અન્નાર્થીઓની કતાર પૂરી થઈ, ત્યારે તે સંત નજીક આવ્યા ને સદાવ્રતનો સ્વીકાર કર્યો ત્યારે.
૩૫. “અમે સ્વામિનારાયણના આવ્રિત છીએ તે સ્ત્રી-ધનના ત્યાગી છીએ સ્ત્રીનો સ્પર્શ થાય તો અમારે ઉપવાસ કરવો પડે તેથી અત્યાર સુધી દૂર ઊભા હતા.”
કોણ બોલે છે : સુખાનંદ સ્વામી
કોને કહે છે : લક્ષ્મીચંદ શેઠ
કયારે કહે છે : એક વાર શ્રીજીમહારાજના સંત સુખાનંદ સ્વામી ફરતાં ફરતાં વૃંદાવન જઈ ચડયા. શેઠ સદાવ્રત આપી રહ્યા હતા. સંત થોડા છેટા ઊભા હતા. જયારે બધા જ અન્નાર્થીઓની કતાર પૂરી થઈ, ત્યારે તે સંત નજીક આવ્યા ને સદાવ્રતનો સ્વીકાર કર્યો ત્યારે શેઠે દૂર ઉભા કેમ રહ્યા તેમ પૂછયું ત્યારે.
૩૬. “અમે તો જીવના કલ્યાણ માટે પ્રગટ ભગવાનની શોધમાં નીકળ્યા છીએ તેથી ગાદીને શું કરીએ ?”
કોણ બોલે છે : રામાનુજાનંદ સ્વામી
કોને કહે છે : લક્ષ્મીચંદ શેઠને
કયારે કહે છે : જયારે બે સંન્યાસી ભાઈઓ, રામાનુજાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી શેઠનેત્યાં ભિક્ષા સારુ આવ્યા હતા. આ સંન્યાસીઓને સુખાનંદ સ્વામી સાથે વાતચીત થઈ સુખાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયાની તે તેમના અપાર ઐશ્વર્ચ-સામર્થીની વાતો કરી આ બધી વાતો શેઠે પણ સાંભળી શેઠને પહેલાં ઊંધ નહોતી આવતી પણ સ્વામિનારાયણ ભગવાનનો વિચાર કરતાં તે રાત્રે તેમને તરત જ ઊંધ આવી ગઈ તેથી
સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે વિશેષ આદર થયો કે જરૂર આ કોઈ મોટાપુરૂષ હોવા જોઈએ આ અરસામાં તે સંત તો વૃંદાવનમાં જ દેહ મૂકી ગયા શેઠને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવાની તાલાવેલી લાગી રામાનુજાનંદ
સ્વામીને સોનાના થાંભલાવાળા મંદિરની ગાદી સોંપવા શેઠે તત્પરતા બતાવી ત્યારે.
૩૭. “આ સોનું લો અને મારા વતી સ્વામિનારાયણ ભગવાનને અર્પણ કરજો.”
કોણ બોલે છે : લક્ષ્મીચંદ શેઠ
કોને કહે છે : સંન્યાસીઓને
કયારે કહે છે : જયારે રામાનુજાનંદ સ્વામીને સોનાના થાંભલાવાળા મંદિરની ગાદી સોંપવા શેઠે તત્પરતા બતાવી
પણ તેમણે સવિનય ના પાડી અને બંને સંન્યાસીઑ સ્વામિનારાયણ ભગવાનનાં દર્શન કરવા કાઠિયાવાડ તરફ
આવવા તૈયાર થયા ત્યારે.
૩૮. “સોનું રાખીએ તો રસ્તામાં લૂંટાવાનો કે મરવાનો ભય લાગે, માટે તે અમારે જોઈતું નથી.”
કોણ બોલે છે : સંન્યાસીઓ
કોને કહે છે : લક્ષ્મીચંદ શેઠને
કયારે કહે છે : જયારે રામાનુજાનંદ સ્વામીને સોનાના થાંભલાવાળા મંદિરની ગાદી સોંપવા શેઠે તત્પરતા બતાવી
પણ તેમણે સવિનય ના પાડી અને બંને સંન્યાસીઓ સ્વામિનારાયણ ભગવાનનાં દર્શન કરવા કાઠિયાવાડ તરફ
આવવા તૈયાર થયા ત્યારે શેઠે સોનું લઇને જવાની વાત કરી ત્યારે.
૩૯. “લ્યો, આ અત્તરની શીશી. મારા વતી સ્વામિનારાયણ ભગવાનને ભેટ ધરજો ને તેમને સંતમંડળ સહિત વૃંદાવન પધારવા અતિઆગ્રહપૂર્વક વિનંતી કરજો હું તમામ ખર્ચ આપીશ ને મારાથી બનતી સેવા કરીશ.”
કોણ બોલે છે : લક્ષ્મીચંદ શેઠ
કોને કહે છે : સંન્યાસીઓને
કયારે કહે છે : જયારે રામાનુજાનંદ સ્વામીને સોનાના થાંભલાવાળા મંદિરની ગાદી સોંપવા શેઠે તત્પરતા બતાવીપણ તેમણે સવિનય ના પાડી અને બંને સંન્યાસીઓ સ્વામિનારાયણ ભગવાનનાં દર્શન કરવા કાઠિયાવાડ તરફ આવવા તૈયાર થયા ત્યારે શેઠે સોનું લઇને જવાની વાત કરી પરંતુ સંન્યાસીઓએ સોનું લઇ
જવાની ના પાડી ત્યારે.
૪૦. “તમારાં નાક (આબરૂ) રહેશે ને બીજાનાં નહિ રહે લક્ષ્મીચંદ શેઠને આ દેહે અમારા દર્શન થાય એવા પુણ્ય નથી, પણ આ સેવા કરી છે તેને પ્રતાપે કરી બીજે જન્મે સત્સંગમાં દેહ ધરશે અને તે વખતે અમારા દર્શન થશે.”
કોણ બોલે છે : શ્રીજી મહારાજ
કોને કહે છે : સંતોને
કયારે કહે છે : જયારે અતર લઇને સંન્યાસીઓ ગઢડા પહોચ્યા અને મહારાજને અતરની શીશી આપીને શેઠનો સંદેશો કહ્યો ત્યારે.
૧૩. દામોદરભાઈ
૪૧. “સાધુ તો અમારા બાપ છે.તે કોઇ વખત બાપ તો દીકરાને મારે પણ ખરા.”
કોણ બોલે છે : દામોદરભાઇ
કોને કહે છે : શ્રીજી મહારાજને
કયારે કહે છે : જયારે એકવાર દામોદરભાઇને એક સંત જોડે કોઇ પ્રસંગે વિવાદ થયો તે વખતે સાધુએ દામોદરભાઇને ધોલ મારી દીધી પણ દામોદરભાઇ કાંઇ બોલ્યા નહી શ્રીજી મહારાજને આ વાતની ખબર પડી ત્યારે તેમણે તે સાધુંને બહું ઠપકો આપ્યો ત્યારે.
૪૨. “દીકરાને પણ ધન્ય છે તે આપને પણ ધન્ય છે."
કોણ બોલે છે : શ્રીજી મહારાજ
કોને કહે છે : દામોદરભાઇને
કયારે કહે છે : જયારે એકવાર દામોદરભાઇને એક સંત જોડે કોઇ પ્રસંગે વિવાદ થયો તે વખતે સાધુએ દામોદરભાઇને ધોલ મારી દીધી પણ દામોદરભાઇ કાંઇ બોલ્યા નહી શ્રીજી મહારાજને આ વાતની ખબર પડી ત્યારે તેમણે તે સાધુંને બહું ઠપકો આપ્યો ત્યારે દામોદરભાઇએ કહ્યું કે સાધુ તો અમારા બાપ છે.તે કોઇ વખત બાપ તો દીકરાને મારે પણ ખરા ત્યારે.
૪૩. “આ પાત્રમાં થૂંકો.”
કોણ બોલે છે : દામોદરભાઇ
કોને કહે છે : શ્રીજી મહારાજને
કયારે કહે છે : જયારે શ્રીજીમહારાજ દ્રઢાવ્યમાં ફરવા જતા, ત્યારે દામોદર ભકત મહારાજની અંગત સેવા કરવા સાથે રહેતા મહારાજની મરજી જાણી તેઓ સેવા કરતા એક વખત મહારાજને ઉધરસ આવી ને ગળે કફનો ગળફો આવ્યો એટલે મહારાજ સભામાં થૂંકવા ઊભા થતા હતા ત્યારે દામોદરભાઈએ એકદમ પોતાની પાધડી મહારાજ સામે ધરી ત્યારે.
૧૪. સત્સંગ
૪૪. “મારે માથે પૃથ્વીનો ભાર છે,તે તમારા તપના ફળથી હળવો કરોતો ન્યાય કરી શકું.”
કોણ બોલે છે : શેષજી
કોને કહે છે : વિશ્વામિત્ર અને વસિષ્ઠને
કયારે કહે છે : એકવાર વિશ્વામિત્ર અને વસિષ્ઠનો સંવાદ થયો જેમાં વિશ્વામિત્ર કહે કે મારું સાઠ હજાર વર્ષનું તપ અધિક જયારે વસિષ્ઠ કહે 'એ તપ કરતાં લવ સત્સંગનું ફળ અધિક ત્યારે બંને જણ ન્યાય કરાવવા બ્રહ્મા,
વિષ્ણુ ને મહેશ પાસે ગયા પરંતુ બેમાંથી એકનું પણ સાચું કહીશું તો બીજાને ખોટું લાગશે ને શાપ આપશે એવી બીકથી તેમણે સહસ્ત્રમુખવાળા શેષજી પાસે તેમને મોકલ્યા ત્યારે.
૪૫. “હવે મારે કહેવાની જરૂર નથી ન્યાય થઈ ગાયો.”
કોણ બોલે છે : શેષજી
કોને કહે છે : વિશ્વામિત્ર અને વસિષ્ઠને
કયારે કહે છે : જયારે વિશ્વામિત્ર અને વસિષ્ઠ ન્યાય કરાવવા શેષજી જોડે ગયા ત્યારે શેષજીએ કહ્યું કે મારે માથે પૃથ્વીનો ભાર છે,તે તમારા તપના ફળથી હળવો કરોતો ન્યાય કરી શકું.ત્યારે વિશ્વામિત્રે તપ મૂકી સંકલ્પ કર્યો પણ પૃથ્વી ઊચી ના થઇ પરંતું વસિષ્ઠે લવ સત્સંગનું ફળ મૂકીને સંકલ્પ કર્યો તરત જ પૃથ્વી એક હાથ ઊચી થઇ ત્યારે.
૧૫. વિષ્ણુદાસ
૪૬. “ આટલું સીધું પૂરું નહિ થાય.”
કોણ બોલે છે : વિષ્ણુદાસ
કોને કહે છે : શ્રીજી મહારાજને
કયારે કહે છે : જયારે યજ્ઞમાં સીધું ખુટવા જેવું લાગ્યું ત્યારે.
૪૭. જો સીધું ખૂટશે ને લાજ જશે, તો લક્ષ્મીની જશે આપણે શું ચિંતા?”
કોણ બોલે છે : સ્વરૂપાનંદ સ્વામી
કોને કહે છે : વિષ્ણુદાસને
કયારે કહે છે : જયારે યજ્ઞમાં સીધું ખુટવા જેવું લાગ્યુ અને વિષ્ણુદાસે મહારાજને કહ્યું આટલા સીધામાં પૂરુ નહિ થાય ત્યારે.
૪૮. “આજે મહારાજ આ ગામમાં બિરાજે છે, આ લીલા કરે છે"
કોણ બોલે છે : વિષ્ણુદાસ
કોને કહે છે : પોતાના જોડે બેઠેલા હરિભકતોને
કયારે કહે છે : શ્રીજીમહારાજની ફુપાદંષ્ટિથી વિષ્ણુદાસ નિરાવરણ સ્થિતિને પામ્યા હતા. શ્રીજીમહારાજ જયાં વિચરણ કરતા, તે પોતે ઘેર બેઠાં બેઠાં દેખતા ત્યારે.
૧૬. હિમરાજ શાહ
૪૯. “સ્વામી તો એક વલ્લભ સ્વામી જ; બીજા બધા દેવતુલ્ય.”
કોણ બોલે છે : હિમરાજ શાહ
કોને કહે છે : વનાશાને
કયારે કહે છે : જયારે વનાશાને સત્સંગ થયો વનાશા ધણીવાર પિતાશ્રીને સ્વામિનારાયણના મહિમાની વાત કરે ત્યારે.
૫૦. “આ કોઈ સામાન્ય મનુષ્ય નથી પણ તેમણે અષ્ટાંગયોગ સિદ્ધ કર્યો હોય તેમ લાગે છે તેથી વલ્લભ સ્વામી જવા તો આ ગોપાળાનંદ સ્વામી છે ત્યારે તેમના ગુરુ સ્વામિનારાયણ તો ભગવાન હોવા જ જોઈએ."
કોણ બોલે છે : હિમરાજ શાહ
કોને કહે છે : સ્વગત
કયારે કહે છે : જયારે એક વખતે યોગમૂર્તિ ગોપાળાનંદ સ્વામી સુંદરિયાણામાં ૫ધાર્યા. હિમરાજભાઈ સ્વામી પાસે કોઈ રીતે આવે તેમ નહોતા પરંતુ વૈદિકમાં નિષ્ણાત એવા હિમરાજભાઈ પરોપકારની ભાવનાથી સાધુ-સંતોની સેવા પ્રેમથી કરતા ગોપાળાનંદ સ્વામીની તબિયત નરમ છે એમ કહી નાડી જોવાના બહાને વનાશાએ પોતાના પિતાને મંદિરમાં આવવા કહ્યું તરત જ તેઓ સ્વામીની તબિયત જોવા પધાર્યા.ગોપાળાનંદ સ્વામી સૂતા હતા તેમની પાસે બેસી હિમરાજભાઈએ નાડી જોવા કાંડું પકડયું. કયાંય નાડી હાથમાં આવી નહિ હાથ, પગ, કઠ, સાથળ જયાં નાડી પકડવા જાય ત્યાંથી ખેંચાઈ જાય પણ તેમના હાથમાં નાડી ન આવે ગોપાળાનંદ સ્વામીનું શરીર અતિશય તેજસ્વી હતું આ જોઇને.
૫૧. “સહજાનંદ સ્વામી એ સાક્ષાત્ પૂર્ણ પુરુષોત્તમનો અવતાર છે વિઠ્ઠલનાથજી પ્રગટ થયાત્યારે જેમ મોઢ વાણિયાઆએ બાપ-દાદાનો ધર્મ છોડીને વિઠ્ઠલનાથજીનોઆશરો કર્યો હતો તેમ મ પણ હવે સહજાનંદ સ્વામીનો આશરો કર્યો છે પણકાંઈ ખોટું કર્યું નથી"
કોણ બોલે છે : હિમરાજ શાહ
કોને કહે છે : પોતાના સગા-સંબંધઓને
કયારે કહે છે : હિમરાજ શાહ પ્રગટ પુરુષોત્તમ - શ્રીજીમહારાજનું ભજન કરવા લાગ્યા તેમનાં સગાંસંબંધીઓથી આ સહન ન થયું તેઓ કહેવા લાગ્યા કે બાપ-દાદાનો ધર્મ કેમ છોડી દીધો ત્યારે.
૫૨. “હિમરાજભાઈ સાથે કોઈએ વ્યવહાર ન રાખવો તેમના કોઈ પ્રસંગમાં જમવા પણ ન જવું જો સત્સંગી હોય ને સગો ભાઈ હોય, તો પણ તેનો સંબંધ ન રાખવો.”
કોણ બોલે છે :
કોને કહે છે :
કયારે કહે છે : જયારે હિમરાજભાઇ સત્સંગી બન્યા આથી ધંધુકાથી ગોંસાઈજી પણ ખાસ સુંદરિયાણા પધાર્યા. હિમરાજભાઈને સમજાવવા ધણી પ્રયત્ન કર્યો પણ તેઓ ડગ્યા નહિ પ્રસાદ- મીંઠાઈના આઠ કરંડિંયા ગોંસાઈજીને મોકલાવ્યા પણ હિમરાજભાઈએ તે પ્રસાદી પણ પાછી મોકલાવી. આથી ગોંસાઈજી ભોંઠા પડી ગયા સ્વામિનારાયણ તેમને વશીકરણ વિદ્યાથી વશ કર્યા છે પણ સમય આવ્યે તેમને નાત બહાર મૂકવા એવો મનોમન નિર્ણય તેમણ કર્યો ધંધુકા આવી સૌને ઉશ્કૈર્યા ત્યારે.
૫૩. “સત્સંગ રાખશો તો સૌં તમને નાત બહાર મૂકશે અને વૃદ્ધ ડોસાનું કારજ બગડશે. માટે સ્વામિનારાયણની કંઠી તોડી નાખો તો સૌં જમવા આવશે.”
કોણ બોલે છે : શેઠિયાઓ
કોને કહે છે : હિમરાજભાઇને દીકરાઓને
કયારે કહે છે : જયારે હિમરાજભાઈએ દેહ મૂકી દીધો પછી નાતના રિવાજ પ્રમાણે કારજ કરવાનો પ્રસંગ આવ્યો હિમરાજભાઈની શાખ મોટી તેથી દીકરાઓએ ગામોગામ કંકોતરી લખી દીધી, ખાંડ, ગોળ વગેરે મોટા પ્રમાણમાં સીધું-સામગ્રી ખરીદીને તૈયાર કર્યું બરાબર લાગ જોઈને સત્સંગ મુકાવવા ધંધુકાથી ગોંસાઈજીનો સંદેશો લઈ શેઠિયાઓ આવ્યા ત્યારે.
૫૪. “મચ્છરના ભયથી કોઈ હવેલીનો ત્યાગ કરતું નથી તેમ નાતનો ડર રાખી સ્વામિનારાયણને નહિ મૂકીએ અને કંઠી નહિ તોડીએ. એ તો શિર સાટે છે.”
કોણ બોલે છે : વનાશા
કોને કહે છે : શેઠિયાઓને
કયારે કહે છે : જયારે શેઠિયાઓ હિમરાજ શાહના દીકરાઓને કહ્યું કે સત્સંગ રાખશો તો સૌં તમને નાત બહાર મૂકશે અને વૃદ્ધ ડોસાનું કારજ બગડશે. માટે સ્વામિનારાયણની કંઠી તોડી નાખો તો સૌં જમવા આવશે ત્યારે.
૧૮. રાજબાઈ
૫૫. “આજ રાજબાઈએ કેરીનો મીઠો રસ જમાડચો છે, તેથી ઉનાળાનો તડકો નાશ પામી ગયો છે.”
કોણ બોલે છે : શ્રીજી મહારાજ
કોને કહે છે : દેવોને
કયારે કહે છે : જયારે રાજબાઈએ મહારાજને રસ-રોટલીનો થાળ જમાડચો. પછી દાદાખાચર દ્વારા મહારાજનું પૂજન કરાવ્યું ને વસ્ત્ર તથા અલંકાર અર્પણ કયા† તે વખતે શ્રીજીમહારાજની ઇરછાથી રાજબાઈને સમાધિ થઈ
અક્ષરધામમાં દિવ્ય સિંહાસન ઉપર બિરાજલા અતિશય પ્રકાશમાન દિવ્યમૂર્તિ શ્રીજીમહારાજને જોવા બ્રહ્માદિક દેવોએ શ્રીજીમહારાજ ઉપર અને રાજબાઈ ઉપર ચંદન અને પુષ્પની વૃષ્ટિ કરી ત્યારે.
૫૬. “અગ્નિને કહો કે સતી તો ચાલ્યાંગયાં છે અને હવે તો ફકત દેહ છે, માટે સ્પર્શ કરવામાં વાંધો નથી.”
કોણ બોલે છે : ગોપાળાનંદ સ્વામી
કોને કહે છે : દાદા ખાચરને
કયારે કહે છે : રાજબાઈને વૈરાગ્ય અતિશય હતો. તેઓ પુરુષથી વીસ હાથ દૂર રહેતાં, જાડા વસ્ત્ર પહેરતાં અને પૃથ્વી ઉપર જ સૂતાં. તેઓ મિતાહારી હતાં તેમનું બ્રહ્મચર્ય વ્રત અખંડ હતું આથી તેમણે દેહ મૂકયો ત્યારે દાદાખાચરે તેમનો અગ્નિસંસ્કાર કરવા માટે ચિતામાં ધણૂં ધી નાખ્યું, પરંતુ અગ્નિ પ્રકટચો નહિ ત્યારે.
૧૯. સુંદરજી સુથાર
૫૭. “દાસ હો તો વસ્ત્ર-ધરેણાં ઉતારી સાધુ થાઓ.”
કોણ બોલે છે : શ્રીજી મહારાજ
કોને કહે છે : સુંદરજી સુથારને
કયારે કહે છે : જયારે એકવાર સુંદરજી મહારાજ પાસે આવ્યા ત્યારે મહારાજે પૂછયું કોણ ત્યારે તેમણે કહ્યું મહારાજ ! આપનો દાસ.આ સાંભળી મહારાજ હસ્યા અને પૂછયું : દાસનું શું લક્ષણ? ત્યારે સુંદરજી કહે “કહે તેમ કરે.” ત્યારે.
૫૮. “અમે કેવા સારાં કામ કર્યા કે રાજાના કારભારીને મૂંડયા.”
કોણ બોલે છે : શ્રીજી મહારાજ
કોને કહે છે : મુકતાનંદ સ્વામીને
કયારે કહે છે : જયારે શ્રીજી મહારાજે સુંદરજીને દીક્ષા અપાવી અને સાધું બનાવીને કાશી જાત્રા કરવા મોકલ્યા ત્યારે.
૫૯. “અમારી ફુળદેવીનાં દર્શન કરવા ગયો હતો.”
કોણ બોલે છે : સુંદરજી
કોને કહે છે : જાનમાં આવેલા લોકોને
કયારે કહે છે : જયારે શ્રીજી મહારાજે સુંદરજીને મૂડાંવીને સાધુ કર્યા અને કાશીએ મોકલ્યા ત્યારે મુકતાનંદસ્વામીએ તેમણે પાછા બોલાવવા કહ્યું ત્યારે.
૬૦. “બીજાની આવી આકરી કસોટી કરશો નહિ બીજાથી આવું થાય નહિ.”
કોણ બોલે છે : સુંદરજી સુથાર
કોને કહે છે : શ્રીજી મહારાજને
કયારે કહે છે : જયારે શ્રીજી મહારાજે સુંદરજીને પહેલા સાધું થવા કીધું અને ફરીથી સાધુમાંથી ગૃહસ્થ થવા કહ્યું આમ આકરી કસોટી લીધી ત્યારે.
પક્ષ
૬૧. “એ બાપા ! મારશો નહિ અમારા સાધુને.”
કોણ બોલે છે : રાણદેબાઇ
કોને કહે છે : દરબારના કુંવર અને તેના સાગરિતોને
કયારે કહે છે : જયારેે ગુંદાળી ગામમાં બે સાધુઓ આવ્યા અને તેમને દરબારના કુંવર અને તેના સાગરિતો મારવા લાગ્યા ત્યારે.
૬૨. “આઈ ! શું થયું ?કેમ રુવો છો?”
કોણ બોલે છે : મેરામણ અને મામૈયો
કોને કહે છે : રાણદેબાઇને
કયારે કહે છે : જયારે દરબારના કુંવર ને તેના સાગરીતોએ સાધુને રસોઈ કરતા જોયા આથી એક જણે એક સાધુના વાંસામા કડિયાળી ડાંગ ઠબકારી. સાધુ તો ત્યાં ને ત્યાં જ પડી ગયાં બીજાએ પણ બીજા સાધુની ચોટલી પકડીને હવામા પથરો ફેંકે તેમ જોરથી આમતેમ હલાવી ફેકયાં, તે દૂર જઈને પડવા સામે બેઠેલી આઈ તો આ જોઈ ધ્રુજી ઊઠી એણે સાદ પાડી એ બાપા ! મારશો નહિ અમારા સાધુને. પણ તેનું કોણ સાંભળે ? ખીચડીના તપેલાને ઊંધું પાડી, ગોકીરો કરતું હસતું હસતું જાણ ભારે કામ કર્યું હોય તેવા ગર્વમા ટોળું સંતોને ગામ બહાર કાઢતું ત્યાંથી ચાલ્યું ગયું આઈ તો હીબકાં ભરીને રોવા માડી. ખેતરેથી મેરામણ તથા મામૈયો બપોરે ઘેર જમવા માટે આવ્યાં ત્યાં તો આઈને રોતાં જોયાં. ફળિયામાં ખીચડીનું તપેલું ઊંધું પડેલું જોયું કંઠીના ને માળાના પારા વેરાયેલા જોયા ત્યારે.
૬૩. “મામાના સાધુને મારીને કાઢયા.”
કોણ બોલે છે : રાણદેબાઇ
કોને કહે છે : મેરામણ અને મામૈયાને
કયારે કહે છે : જયારે દરબારના કુંવર ને તેના સાગરીતોએ સાધુને રસોઈ કરતા જોયા આથી એક જણે એક સાધુના વાંસામા કડિયાળી ડાંગ ઠબકારી. સાધુ તો ત્યાં ને ત્યાં જ પડી ગયાં બીજાએ પણ બીજા સાધુની ચોટલી પકડીને હવામા પથરો ફેંકે તેમ જોરથી આમતેમ હલાવી ફેકયાં, તે દૂર જઈને પડવા સામે બેઠેલી આઈ તો આ જોઈ ધ્રુજી ઊઠી એણે સાદ પાડી એ બાપા ! મારશો નહિ અમારા સાધુને. પણ તેનું કોણ સાંભળે ? ખીચડીના તપેલાને ઊંધું પાડી, ગોકીરો કરતું હસતું હસતું જાણ ભારે કામ કર્યું હોય તેવા ગર્વમા ટોળું સંતોને ગામ બહાર કાઢતું ત્યાંથી ચાલ્યું ગયું આઈ તો હીબકાં ભરીને રોવા માડી. ખેતરેથી મેરામણ તથા મામૈયો બપોરે ઘેર જમવા માટે આવ્યાં ત્યાં તો આઈને રોતાં જોયાં. ફળિયામાં ખીચડીનું તપેલું ઊંધું પડેલું જોયું કંઠીના ને માળાના પારા વેરાયેલા જોયા ત્યારે તેમને પૂછયું કેમ રડો છો ત્યારે.
૬૫. “જો સાજા નરવા રહ્યા તો ગઢડામાં મહારાજની હજૂરમાં મળશું, નહિ તો ધામમાં ભેગા થાશું.”
કોણ બોલે છે : મેરામણ અને મામૈયા
કોને કહે છે : રાણદેબાઇને
કયારે કહે છે : દરબારે સાધુને માર્યા આ વાત જયારે રાણદેબાઇએ પોતાના પુત્રોને કરી ત્યારે તેમણે ગુસ્સો આવ્યો આથી તેમણે વેર વાળવાનું નક્કી કર્યુ ત્યારે મામૈયાએ કહ્યું કે પહેલાં ઉચાળા ભરીને આઈને ગઢડા રવાના કરીએ, નહિ તો દરબાર વેર લીધા વિના રહેશે નહિ આ વાત મેરામણને વાજબી લાગી ગાડું તૈયાર કર્યું ને ધરવખરી અંદર ભરી બંને ભાઈઓ આઈને ગઢડાના માર્ગ મૂકવા ગયા ત્યારે.
૬૬. “જે આવી રીતે સાધુનો પક્ષ રાખી મરાયા તેને ધન્ય છે લડાઈમાં મરીને મરનારને જો સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તો આ બે ભાઈઓ તો મારા માટે મરાણા, માટે તેમને અક્ષરધામની પ્રાIાત થઈ ગઈ તેમનું કલ્યાણ મુક્તાનંદ સ્વામી જેવું કરીશું.”
કોણ બોલે છે : શ્રીજી મહારાજ
કોને કહે છે : સભાજનોને
કયારે કહે છે : જયારે સાધુઓના મારને બદલો લેવા દરબારના કુંવરને મારીને બંને કાઠીઓ ભાગ્યા દરબારના
ખેતરનો ઊભો મોલ તલવારે કરીને ઝૂડવા માંડચો. થોડીવારયાં તો આખું ખેતર ખલાસ કર્યું ત્યાં વાર આવતી દેખી બંને શૂરવીરોએ વારની સામા થઈ, 'જય સ્વામિનારાયણ" કરી તલવાર વીંઝી. પણ મોલના ડુંડાં કાપવાથી તલવાર બૂઠી થઈ ગઈ હતી. તોય કેટલાયનાં માથાં કાપી બંને ભાઈઓ ત્યાં મરાયા. મામાના સાધુના અપમાનનો બદલો લીધો.આ વાતની જયારે ગઢડામા શ્રીજીમહારાજને ખબર પડી ત્યારે.
૨૩. પરમચૈતન્યાનંદ સ્વામી
૬૭. “બોચાસણના કાશીદાસનું હળ હાંકો.”
કોણ બોલે છે : શ્રીજી મહારાજ
કોને કહે છે : મોડા ગામના ક્ષત્રિય હરિભકતને
કયારે કહે છે : જયારે તેઓ ત્યાગી થવા શ્રીજી મહારાજ પાસે વડતાલ આવ્યા ત્યારે.
“હું તો માનખંડન થવાથી નીકળ્યો છું પણ ભજન તો તેમનું જ કરું છું મહારાજ ભગવાન છે, કલ્યાણના દાતા છે માટે તમે સૌ પાછા જાઓ તે આ નિશ્ચય દઢ રાખજો તે અખંડ ભજન કરેજો.”
કોણ બોલે છે : પરમચૈતન્યાનંદ સ્વામી
કોને કહે છે : પોતાના મંડળના સાધુઓને
કયારે કહે છે : જયારે પરમચૈતન્યાનંદ સ્વામી જૂના હોવા છતાં પણ નવા અક્ષરાનંદ સ્વામીને મહારાજે વડતાલના મહંત કર્યા તેથી માનભંગ થવાથી તેમને ખોટું લાગ્યું તેમને થયું કે કાલે સવારે સાધુ કર્યા ને આજે મહંત કર્યા ! તેઓ રિસાઈને ચાલી નીકળ્યા તે વખતે તેમના મંડળના પચાસ સાધુ પણ તેમની સાથે જવા તેયાર થયા ત્યારે.
૬૯. “હાથી ખૂત્યો હોય તે હાથીથી જ બહાર નીકળે પરમચૈતન્યાનંદ સ્વામી તમારા થકી પાછા આવશે માટે તમો ધરમપુર જાઓ.”
કોણ બોલે છે : શ્રીજી મહારાજ
કોને કહે છે : મુકતાનંદ સ્વામીને
કયારે કહે છે : જયારે પરમચૈતન્યાનંદ સ્વામી ફરતાં ફરતાં ધરમપુર આવ્યા ત્યાં કુશળકુંવરબાને તેમના દ્વારા મહારાજનો મહિમા સમજાયો તેથી રાણીને સત્સંગનો રંગ લાગ્યો તેઓ સ્વામિનારાયણના આશ્રિત થયાં અને તેમનું ભજન કરવા લાગ્યાં તેઓ ધણીવાર સ્વામીને હાથી ઉપર બેસાડી પોતાના નગરમાં ફેરવતાં. આવો અતિ અપાર મહિમા મહારાજના સંતનો સમજતા ગઢપુરમા શ્રીજીપહારાજને આ વાતની ખબર પડી ત્યારે.
૭૦. “બાઈ બહુ મુમુક્ષુ છે તો તમો અહી રહી તેને વાતો કરજો.”
કોણ બોલે છે : પરમચૈતન્યાનંદ સ્વામી
કોને કહે છે : મુકતાનંદ સ્વામીને
કયારે કહે છે : શ્રીજીમહારાજની આજ્ઞાથી મુક્તાનંદ સ્વામી ધરમપુર આવ્યા પરમચૈતન્યાનંદ સ્વામી તે વખતે હાથીની સવારી ઉપર નીકળ્યા હતા. તેમની દષ્ટિ મુક્તાનંદ સ્વામી ઉપર પડી તરત જ હાથી ઉપરથી તેઓ ઊતરી ગયા ને મુક્તાનંદ સ્વામીને દંડવતપ્રણામ કરી બોલ્યા કે મહારાજની શી આજ્ઞા છે? મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજે તમને બોલાવ્યા છે ત્યારે.
૭૧. “આપણે કયાં માન મેળવવા માટે સત્સંગી થયા છીએ?”
કોણ બોલે છે : બાલમુકુંદાનંદ સ્વામી
કોને કહે છે : પરમચૈતન્યાનંદ સ્વામીને
કયારે કહે છે : એક વખત ગઢડામાં જળઝીલણી મહોત્સવ ઉપર રઘુવીરજી મહારાજ પધાર્યા હતા. સૌં ઘેલા નદીએ ઠાકોરજીને જળ ઝીલાવવા ગયા પરંતુ પરમચૈતન્યાનંદ સ્વામીને સાથે લઈ જવાનું ભૂલી ગયા તેથી તેમને એમ થયું કે આપણને કોઈએ સંભાર્યા નહિ ત્યારે.
૭૨. “બાર વરસ ગુરુ રહ્યો ને બાર વરસ સદ્ગુરૂ રહ્યો પણ સત્સંગી તો આજ થયો.”
કોણ બોલે છે : પરમચૈતન્યાનંદ સ્વામી
કોને કહે છે : ગોપાળાનંદ સ્વામીને
કયારે કહે છે : જયારે પરમચૈતન્યાનંદ સ્વામીના કહેવાથી ગોપાળાનંદ સ્વામી પરમચૈતન્યાનંદ સ્વામીને આસને આવ્યા તેઓ ઢોલિયા ઉપર બેઠા હતા ને ગોપાળાનંદ સ્વામી નીચે સાદડી ઉપર બેઠા હતા. ગોપાળાનંદ સ્વામીએ સત્સંગના મહિમાની ને મહારાજના સર્વોપરીપણેાની અÙુત વાતો કરી તે સાંભળી તેમનું અંતર ટાઢું થઈ ગયું તેથી તેમણે ગોપાળ સ્વામીને કહ્યું કાલે ફરી આવજે બીજે દહાડે તેમણે ઢોલિયો કાઢી નાખ્યો ને સામસામી સરખી ગાદીનાખી બેઠા ગોપાળાનંદ સ્વામીની વાતોથી તેઓ મુગ્ધ થઈ ગયા ત્રીજે દિવસે પણે તેમણે ગોપાળાનંદ સ્વામીને બોલાવ્યા. પણ આ વખતે ગોપાળાનંદ સ્વામીને ઢોલિયા ઉપર બેસાડચા ને પોતે નીચે બેઠા ગોપાળાનંદ સ્વામીની વાતોથી તેમને અંતરમાં શાંતિ થઈ ત્યારે.
૨૬. સ્વરૂપાનંદ સ્વામી
૭૩. “ટટ્ટુ દૂબળા હૈ, અસવાર તાજા હૈ.”
કોણ બોલે છે : સ્વરૂપાનંદ સ્વામી
કોને કહે છે : શ્રીજી મહારાજને
કયારે કહે છે : એકવાર મંદવાડમાં શ્રીજીમહારાજે તેમને કહ્યું દુ:ખ બહુ થયું? ત્યારે.
૭૪. “મનુષ્ય તો લીંબડી કે નીચે દેખા હૈ બીજે મનુષ્ય નહિ હૈ.”
કોણ બોલે છે : સ્વરૂપાનંદ સ્વામી
કોને કહે છે : શ્રીજી મહારાજ અને સંતોને
કયારે કહે છે : એક વાર સ્વરૂપાનંદ સ્વામી ગામડે ફરીને આવ્યા પછી શ્રીજીમહારાજે તેમને પૂછ્યું કે દેશમાં મનુષ્ય કેવા છે ત્યારે.
૭૫. “બીજા તો નિયમ ધરાવીને, વર્તમાન પળાવીને કલ્યાણ કરે જયારે સ્વરૂપાનંદ સ્વામીને દર્શને કરીને કલ્યાણ થાય છે.”
કોણ બોલે છે : શ્રીજી મહારાજ
કોને કહે છે : સંતોને
કયારે કહે છે : જયારે એક વાર સ્વરૂપાનંદ સ્વામી ગામડે ફરીને આવ્યા પછી શ્રીજીમહારાજે તેમને પૂછ્યું કે દેશમાં મનુષ્ય કેવા છે ત્યારે તેમણે કહ્યું કે મનુષ્ય તો લીંબડી કે નીચે દેખા હૈ બીજે મનુષ્ય નહિ હે ત્યારેત્યારે બીજા સંતો સમજયા નહિ તે પૂછ્યું કે મનુષ્ય દેખ્યા નહિ તો કલ્યાણ કોનાં કયા† ત્યારે.
૭૬. “પર્વતભાઈ પાસે જાવ શાંતિ થઈ જશે.”
કોણ બોલે છે : શ્રીજી મહારાજ
કોને કહે છે : સ્વરૂપાનંદ સ્વામીને
કયારે કહે છે : સ્વરૂપાનંદ સ્વામી મહારાજની મૂતિ અખંડ દેખતા. ત્રણ દેહ તે ત્રણ અવસ્થાથી પર વર્તતા હતા છતાં પણ જયારે દેહમાં મંદવાડ આવ્યો ત્યારે અંતરમાં અશાંતિ રહેવા લાગી ત્યારે.
૭૭. “તમને વાતો કરવા નો"તા મોકલ્યા પણ વાતો સાંભળવા મોકલ્યા હતા.”
કોણ બોલે છે : શ્રીજી મહારાજ
કોને કહે છે : સ્વરૂપાનંદ સ્વામીને
કયારે કહે છે : સ્વરૂપાનંદ સ્વામી મહારાજની મૂતિ અખંડ દેખતા. ત્રણ દેહ તે ત્રણ અવસ્થાથી પર વર્તતા હતા છતાં પણ જયારે દેહમાં મંદવાડ આવ્યો ત્યારે અંતરમાં અશાંતિ રહેવા લાગી ત્યારે મહારાજે તેમણે પર્વતભાઇ પાસે મોકલ્યા આથી તેઓ અગત્રાઈ ગયા પછી ત્યા બે દિવસ રહી પર્વતભાઈને વાતો કરી પાછા ગઢપુર આવ્યા પણ શાંતિ ન થઈ ત્યારે.
૨૯. ગોરધનભાઈ
૭૮. “અલ્યા ગોરધન ગાંડા ! આ શું કર્યું છે ખભે છોકરું ઊંધું ઉપાડયું છે, તે રૂવે છે માટે મૂકી દે.”
કોણ બોલે છે : ગામના લોકો
કોને કહે છે : ગોરધનભાઇને
કયારે કહે છે : એક વાર ગોરધનભાઈ ઘેરથી નીકળી તળાવે કપડાં ધોવા જતા હતા. તેઓ હંમેશાં મહારાજમાં વૃત્તિ રાખતા હતા. તે કપડાં લેવાને બદલે નાનો છોકરો સૂતો હતો તેને પગેથી પકડી ખભે નાંખ્યો એમને મનમાં એમ કે ખભે લૂગડાં નાખ્યાં છે ગોરધનભાઈ તો 'સ્વામિનારાપણ, સ્વામિનારાપણ", કરતા બજારમાંથી ચાલ્યા જતા હતા. છોકરો રોવા માંડચો પણ તેમને ખબર પડી નહિ ત્યારે.
૭૯. “આજે મારી ફોઈ પૂતલીબાઈનું કારજ છે તેથી ધરમા રસોઈ તેયાર હતી. અમારી ફોઈ રામાનંદ સ્વામીની ભકત હતાં.”
કોણ બોલે છે : ગોરધનભાઇ
કોને કહે છે : નીલકંઠ વર્ણીને
કયારે કહે છે : જયારે શ્રીજીમહારાજ નીલકંઠ વર્ણીરૂપે માંગરોળ પધાર્વા અને ડોસા વાવ ઉપર વિરાજમાન થયા હતા. તે સમયે ગોરધનભાઈ ત્યાં આવ્યા ને વર્ણી સ્વરૂપ મહારાજની અલૌકિક મૂર્તિ જોઈને તેમની અંતરવૃત્તિઓ મહારાજના સ્વરૂપમાં ખેંચાઈ ગઈ. તેમણે હાથ જોડી જમવાનું પૂછ્યું ત્યારે વર્ણીએ કહ્યું જે તેયાર હોય તે લાવો આથી ગોરધનભાઈ તો તરત જ સાટા, જલેબી વગેરે લઈ આવ્યા તેથી નીલકંઠ વર્ણી આશ્ચર્ય પામ્યા ત્યારે.
૮૦. “તારી ફોઈ તો નરકમાં ગઈ છે રામાનંદ સ્વામીએ સાચવવા આપેલું સોનું તેણે કપટ કરી લઈ લીધું હતું.”
કોણ બોલે છે : નીલકંઠવર્ણી
કોને કહે છે : ગોરધનભાઇને
કયારે કહે છે : જયારે શ્રીજીમહારાજ નીલકંઠ વર્ણીરૂપે માંગરોળ પધાર્વા અને ડોસા વાવ ઉપર વિરાજમાન થયા હતા. તે સમયે ગોરધનભાઈ ત્યાં આવ્યા ને વર્ણી સ્વરૂપ મહારાજની અલૌકિક મૂર્તિ જોઈને તેમની અંતરવૃત્તિઓ મહારાજના સ્વરૂપમાં ખેંચાઈ ગઈ. તેમણે હાથ જોડી જમવાનું પૂછ્યું ત્યારે વર્ણીએ કહ્યું જે તેયાર હોય તે લાવો આથી ગોરધનભાઈ તો તરત જ સાટા, જલેબી વગેરે લઈ આવ્યા તેથી નીલકંઠ વર્ણી આશ્ચર્ય પામ્યા ત્યારે ગારેધનભાઇએ કહ્યું કે આજે મારી ફોઈ પૂતલીબાઈનું કારજ છે તેથી ધરમા રસોઈ તેયાર હતી. અમારી ફોઈ રામાનંદ સ્વામીની ભકત હતા ત્યારે.